Java/C2/Getting-started-Eclipse/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 15:12, 19 July 2013 by Jyotisolanki (Talk | contribs)
Time' | Narration |
00:01 | Getting started with Eclipse પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખવા જઈ રહ્યા છીએ |
00:08 | એક્લીપ્સ માં પ્રોજેક્ટ અને વર્ગ કેવી રીતે બનાવવાં |
00:12 | જાવા પ્રોગ્રામ કેવી રીતે લખવું અને |
00:14 | અને જાવા પ્રોગ્રામને એક્લીપ્સ માં કેવી રીતે રન કરવું |
00:18 | આ ટ્યુટોરીયલ માટે આપણે વાપરી રહ્યા છીએ:
|
00:25 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમારી પાસે |
00:28 | તમારી સીસ્ટમ પર એક્લીપ્સ સંસ્થાપિત હોવું જોઈએ. |
00:30 | જો નથી, તો સંદર્ભીત ટ્યુટોરીયલો માટે બતાવ્યા પ્રમાણે અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:39 | એક્લીપ્સ' એક ઇન્ટીગ્રેટેડ ડેવલપમેંટ એન્વાયર્નમેંટ છે |
00:42 | આ એક સાધન છે જેનાં પર કોઈ એક જાવા પ્રોગ્રામને સરળતાથી રાઈટ, ડીબગ અને રન કરી શકે છે. |
00:50 | હવે ચાલો એક્લીપ્સ ને ખોલીએ. |
00:55 | Alt F2 દબાવો અને ડાયલોગ બોક્સમાં, eclipse ટાઈપ કરીને એન્ટર દબાવો. |
01:08 | આપણને વર્કશોપ લોંચર ડાયલોગ બોક્સ મળે છે. |
01:11 | વર્કસ્પેસ એક એવી જગ્યા છે જ્યાં તમારા પ્રોજેક્ટને લગતો બધો જ ડેટા અને તમારી એકલીપ્સ ને લગતી ફાઈલો સંગ્રહીત થાય છે. |
01:19 | અહીં એક સ્થાન પહેલાથી જ છે જે મૂળભૂત સ્થાન છે. |
01:24 | બ્રાઉઝર વિશેષતા વાપરીને, જુદી ડાયરેક્ટ્રીને પણ પસંદ કરી શકાય છે. |
01:27 | હમણાં માટે ચાલો મૂળભૂત ડાયરેક્ટ્રી સાથે આગળ વધીએ. |
01:30 | આગળ વધવા માટે OK ક્લિક કરો. |
01:39 | તમારી પાસે Welcome to Eclipse પુષ્ઠ છે. |
01:46 | Workbench ક્લિક કરો જે પુષ્ઠની ઉપરનાં-જમણાં ખૂણે આવેલ છે. |
01:52 | અને અહીં આપણી પાસે એક્લીપ્સ IDE છે. હવે ચાલો પ્રોજેક્ટ ઉમેરીએ. |
01:57 | File New પસંદ કરી Project પર જાવ |
02:05 | પ્રોજેક્ટની યાદીમાં, Java Project પસંદ કરો |
02:10 | એ પણ નોંધ લો કે, અમારા મોટાભાગનાં ટ્યુટોરીયલો માટે, અમે જાવા પ્રોજેક્ટ વાપરીશું. Next ક્લિક કરો |
02:19 | project name માં EclipseDemo ટાઈપ કરો |
02:30 | એક વિકલ્પની નોંધ લો જે દર્શાવે છે use default location |
02:34 | જો આ વિકલ્પને પસંદ કરવામાં આવે, તો તમામ એક્લીપ્સડેમો પ્રોજેક્ટ ડેટા મૂળભૂત વર્કસ્પેસમાં સંગ્રહીત થાય છે. |
02:41 | જો તેને પસંદ ન કરાય, તો બ્રાઉઝ વિશેષતા વાપરીને, જુદા સ્થાનને પણ પસંદ કરી શકાય છે. |
02:47 | હમણાં માટે આપણે મૂળભૂત સ્થાન વાપરીશું. |
02:52 | વિઝાર્ડનાં નીચેની બાજુએ જમણાં ખૂણે આવેલ Finish ને ક્લિક કરો. |
03:00 | આપણને Open Associated Perspective ડાયલોગ બોક્સ મળે છે. |
03:04 | પર્સપેક્ટીવ એક્લીપ્સમાં વસ્તુઓ જે રીતે ગોઠવાય છે તેનો ઉલ્લેખ કરે છે. |
03:09 | ડાયલોગ બોક્સ એક પર્સપેક્ટીવ સુચવી રહ્યુ છે જે જાવા ડેવલપમેંટ માટે યોગ્ય છે. |
03:20 | remember my decision પસંદ કરો અને Yes ક્લિક કરો. |
03:2 | અહીં આપણી પાસે પ્રોજેક્ટ સાથે EclipseIDE છે. હવે ચાલો પ્રોજેક્ટમાં વર્ગ ઉમેરીએ. |
03:37 | project ને જમણું ક્લિક કરો, new અને class પસંદ કરો |
03:46 | ક્લાસ નામ માં, DemoClass આપો |
03:55 | નોંધ લો કે modifiers માં, આપણી પાસે બે વિકલ્પો છે, public અને default |
03:59 | હમણાં માટે આને public રહેવા દો. |
04:01 | બીજા વિકલ્પોની ત્યારબાદનાં ટ્યુટોરીયલોમાં ચર્ચા થશે. |
04:06 | અને મેથડ સ્ટબ ની યાદીમાં. એ વિકલ્પ પસંદ કરો જે દર્શાવે છે, public static void main |
04:15 | બીજા વિકલ્પોની ત્યારબાદનાં ટ્યુટોરીયલોમાં ચર્ચા થશે. |
04:19 | વિઝાર્ડનાં નીચેની બાજુએ જમણાં ખૂણે આવેલ Finish ને ક્લિક કરો. |
04:30 | અને અહીં આપણી પાસે વર્ગ ફાઈલ છે. |
04:35 | નોંધ લો કે અહીં ઘણા બધા ભાગલાઓ છે. આને પોર્ટલેટ્સ કહેવાય છે. |
04:41 | આપણી પાસે પેકેજ સંશોધક પોર્ટલેટ છે જે ફાઈલ બ્રાઉઝરની જેમ વર્તણુક કરે છે |
04:46 | આપણી પાસે એડીટર પોર્ટલેટ છે જેમાં આપણે કોડ લખીએ છીએ. |
04:50 | અને આઉટલાઈન પોર્ટલેટ જે આપણને પ્રોજેક્ટનું અધિક્રમ આપે છે. |
04:56 | દરેક પોર્ટલેટ નાં માપમાં ફેરબદલ પણ કરી શકાય છે |
05:10 | તેને મીનીમાઇઝ બટન વાપરીને ઘટાડી પણ શકાય છે |
05:26 | તેને રીસ્ટોર બટન વાપરીને પુનર્સ્થાપિત પણ કરી શકાય છે. |
05:37 | હવે ચાલો હું બીજા પોર્ટલેટો ને ઘટાડું અને એડીટર પર ધ્યાન કેન્દ્રિત કરું. |
05:49 | જેવું કે આપણે જોઈ શકીએ છીએ, એક્લીપ્સે અમુક કોડ પહેલાથી જ, આપણા માટે ઉત્પાદીત કર્યા છે. |
05:54 | અહીં ઉત્પન્ન કરેલ કોડ એ વિકલ્પો પર આધાર રાખે છે, જે આપણે વર્ગ બનાવતી વખતે પસંદ કર્યા છે. |
06:00 | હવે ચાલો અહીં પ્રીંટ સ્ટેટમેંટને ઉમેરીએ. |
06:08 | System.out.println (“Hello Eclipse”) ટાઈપ કરો. |
06:26 | સ્ટેટમેંટની અંતમાં એક અર્ધવિરામ ઉમેરો. |
06:31 | File ક્લિક કરો અને Save પસંદ કરીને ફાઈલને સંગ્રહીત કરો |
06:37 | તે પ્રમાણે, તમે Control S શોર્ટકટને પણ વાપરી શકો છો |
06:42 | આ પ્રોગ્રામને રન કરવા માટે, એડીટર પર જમણું ક્લિક કરો, run as પર જાવ અને જાવા એપ્લીકેશન પસંદ કરો |
06:56 | આપણે જોઈએ છીએ કે જો કઈપણ પ્રીંટ થાય છે, તો આઉટપુટ કંસોલ આઉટપુટ દર્શાવે છે. |
07:04 | જો આપણા કોડમાં સમસ્યાઓ હોત, તો સમસ્યાઓ પ્રોબ્લેમ પોર્ટલેટ પર દેખાવી જોઈતી હતી |
07:10 | તો આ રીતે તમે એક્લીપ્સ માં જાવા પ્રોગ્રામને લખીને રન કરો છો. |
07:18 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
07:20 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યાં એક્લીપ્સ માં પ્રોજેક્ટ અને તેનાં વર્ગ કેવી રીતે બનાવવાં. જાવા સોર્સ કોડ કેવી રીતે લખવાં અને કેવી રીતે એક્લીપ્સમાં જાવા પ્રોગ્રામને રન કરવું. |
07:33 | આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેંટ તરીકે, Display નામથી, એક નવો પ્રોજેક્ટ બનાવો |
07:38 | અને Welcome નામથી, એક વર્ગ ડીસપ્લે પ્રોજેક્ટ માં ઉમેરો |
07:44 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણવા માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
07:50 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:53 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
07:58 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
07:59 | મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
08:02 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
08:05 | વધુ વિગતો માટે, કૃપા કરી contact at spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો. |
08:12 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:17 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
08:23 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro. |
08:27 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |