Health-and-Nutrition/C2/Calcium-rich-non-vegetarian-recipes/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 12:16, 11 June 2020 by Sakinashaikh (Talk | contribs)

Jump to: navigation, search
Time
Narration
00:00 કેલ્શિયમથી ભરપુર માંસાહારી રેસીપી વિશેના ‘સ્પોકન ટ્યુટોરીઅલ’માં આપનું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીઅલમાં આપણે કેલ્શિયમથી ભરપુર અમુક માંસાહારી રેસીપીઓ વિશે જાણીશું.
00:12 કેલ્શિયમ આપણા શરીરમાં સૌથી વધુ પ્રમાણ ધરાવતું ખનીજ તત્વ છે.
00:17 આપણા શરીરનું ૯૯% કેલ્શિયમ દાંત અને હાડકાંઓમાં મળી આવે છે.
00:22 બાકીનું ૧% લોહીમાં રહેલું હોય છે.
00:27 આપણા શરીરમાં ‘’’કેલ્શિયમ’’’ની ભૂમિકા વિશેની સમજણ બીજા ટ્યુટોરીઅલમાં આપેલ છે.
00:32 આએ ટ્યુટોરીઅલ માટે અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:35 ખોરાક થકી, સારા પ્રમાણમાં ‘’’કેલ્શિયમ’’’ લેવું ખૂબ જ અગત્યનું છે.
00:39 અમુક માંસાહારી ખોરાકમાંથી કેલ્શિયમ મળે છે.
00:43 દાખલા તરીકે: ઝીંગા, કરચલા, બુંબલા, સુકા ઝીંગા અને સુકી મચ્છીઓ.
00:52 કેલ્શિયમના અન્ય સ્ત્રોત છે, દૂધ, દૂધના ઉત્પાદકો, નટ્સ/બદામ અને બીજ.

00:59

લીલા પાંદડાવાળા શાકભાજી અને અમુક કઠોળમાંથી પણ કેલ્શિયમ મળે છે.
01:05 ચાલો આપણે કેલ્શિયમથી ભરપુર અમુક માંસાહારી રેસીપીઓ જોઈએ.
01:09 પહેલી રેસીપી છે, સુકા ઝીંગાનું શાક.
01:13 આ રેસીપી તૈયાર કરવા માટે તમને જોઈશે:
01:16 ૨૦ ગ્રામ અથવા ૩ મોટી ચમચી સુકા ઝીંગા
01:20 ½ ડુંગળી

½ ટામેટું

01:23 ૩-૪ લસણની કડી
01:25 ૧ લીંબુંના કદની આમલી
01:27 મીઠા લીંબડાની એક ડાળખી
01:30 આ રેસીપી માટે આવશ્યક મસાલા છે:
01:33 ¼ ચમચી હળદર પાવડર
01:35 ½ ચમચી લાલ મરચું પાવડર
01:38 ½ ચમચી ધાણાજીરૂ પાવડર
01:41 ½ ચમચી રાઈ
01:44 તમને જોઈશે, ૨ ચમચી તેલ અથવા ઘી
01:48 અને સ્વાદ અનુસાર મીઠું.
01:51 પદ્ધતિ:
01:53 સુકા ઝીંગાને ૧૫ મિનિટ પાણીમાં પલાડી દો.
01:57 ત્યાર સુધી, એક વાસણમાં તેલ ગરમ કરો
02:00 અને તેમાં રાઈ ઉમેરો.
02:02 રાઈ તતડી જાય એટલે
02:04 તેમાં મીઠો લીમડો અને કાપેલી લસણની કડીઓ ઉમેરો.
02:07 ત્યારબાદ તેમાં કાપેલી ડુંગળી ઉમેરો.
02:10 હલકું સોનેરી રંગનું થાય ત્યાર સુધી તેને સાંતળો
02:14 ત્યારબાદ તેમાં ટામેટા અને મસાલા ઉમેરો
02:17 બરાબર મિક્સ કરો.
02:19 અડધો કપ પાણી ઉમેરો.
02:22 ૨-૩ મિનિટ માટે તેને પાકવા દો.
02:24 પલાળેલા ઝીંગાને ચાળણીમાં નાખી પાણી કાઢી લો.
02:29 વાસણ માંના મિશ્રણમાં તેને ઉમેરો.
02:32 ધીમા તાપે, ઢાંકી અને ૫-૬ મિનિટ માટે તેને પકાવવી લો. .
02:36 સુકા ઝીંગાનું શાક તૈયાર છે.
02:39 આ રેસીપીની એક પ્લેટ આશરે ૮૭૬ મિલિગ્રામ ‘’’કેલ્શિયમ’’’ પુરૂ પાડે છે.
02:45 આપણી બીજી રેસીપી છે, બુંબલાનું શાક.
02:50 આ માટે તમને જોઈશે:

૧૫૦ ગ્રામ બુંબલા

02:55 1/2 ડુંગળી

૨-૩ લસણની કડી

02:59 ૧-૨ લીલાં મરચાં
03:01 ૧ ચમચી જીરૂ
03:03 તમને નીચે મુજબની વસ્તુઓ પણ જોઈશે:

૨-૩ કોકમ અથવા સુકી કેરીના ટુકડા અથવા આમલી

03:09 ¼ તાજું નાળિયેર
03:12 એક મુઠ્ઠીભર કોથમીર
03:14 ½ ચમચી હળદર પાવડર
03:16 સ્વાદ અનુસાર મીઠું.


03:18 ૨ ચમચી તેલ અથવા ઘી
03:21 ½ લીંબુ ચડાવવા માટે
03:23 પદ્ધતિ:
03:25 બુંબલાને ટુકડાને સાફ કરી અને બરાબર ધોઈ લો.
03:28 બુંબલાના ટુકડાને મીઠું અને લીંબુ ચડાવી રહેવા દો.
03:31 ૧૫-૩૦ મિનિટ માટે તેને બાજુ પર રાખો.
03:35 ચાલો હવે નાળિયેરનું દૂધ કેવી રીતે બનાવવું તે આપણે જોઈએ.
03:39 નાળિયેરના ટુકડાને ½ કપ ગરમ પાણીમાં પીસી લો.
03:43 મિશ્રણને ગરણીથી ગાળી લો.
03:46 એક વાટકામાં નાળિયેરના દૂધને કાઢી લો.
03:50 વધારે દૂધ કાઢવા માટે નાળિયેરને સાફ હાથેથી દબાવી લો.
03:55 ફરીથી તે નાળિયેરના છુંદાને મિક્સરમાં નાખો.
03:58 ½ કપ ગરમ પાણી નાખી અને ફરી પીસી લો.
04:03 પછી ગાળી લો.

નાળિયેરનું દૂધ બીજી વખત કાઢી લો.

04:08 ફરી એક વખત આ પદ્ધતિ કરવી.
04:11 નાળિયેરના દૂધને બાજુ પર રાખો.
04:15 નાળિયેરના છુંદાને ફેંકવું નહીં.
04:17 તેનું શું કરવું તે હું તમને પછીથી જણાવીશ.
04:21 હવે ડુંગળી, મરચા, જીરૂ, લસણ અને કોથમીરને પીસી લો.
04:28 જાડી પેસ્ટ બનાવવા થોડું પાણી ઉમેરો.
04:31 એક વાસણ માં ઘી અથવા તેલ ગરમ કરો.
04:35 તેમાં પેસ્ટ ઉમેરો.
04:37 ૨-૩ મિનિટ માટે તેને સાંતળો.
04:40 તેમાં મીઠા લીંબડાના પાન, કોકમ અને હળદર પાવડર ઉમેરો.
04:44 બરાબર મિક્સ કરો.
04:46 અડધો કપ પાણી ઉમેરો.
04:48 મીઠું અને લીંબું ચડાવેલા બુંબલાના ટુકડા કરીમાં ઉમેરો.
04:52 વાસણ ને ઢાંકી અને ધીમા તાપે તેને ૭-૧૦ મિનિટ માટે પકાવો.
04:57 તેમાં નાળીયેરનું દૂધ ઉમેરો અને હલાવો.
05:01 ૨ મિનિટ માટે પકાવી અને તાપ બંદ કરો.
05:05 બુંબલાનું શાક તૈયાર છે.
05:08 આ રેસીપીની એક પ્લેટ આશરે ૨૮૦ મિલિગ્રામ ‘’’કેલ્શિયમ’’’ પુરૂ પાડે છે.
05:14 જો બુંબલા ના મળે તો તમે નીચે પ્રમાણે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો:
05:19 ટેંગરા ફીશ
05:21 સુરમાઈ મચ્છી

પાલવો

05:24 ઘોલ મચ્છી
05:27 ચાલો હવે હું તમને નાળિયેરના છુંદા વિશે કહું જે આપણે અગાઉ રાખ્યો હતો. 05:32 તમે તેને શેકી અને સાચવી શકો છો.
05:35 નાળિયેરના આ શેકેલા છુંદાને કોઈ પણ કરી/શાકમાં
05:38 અથવા ચીલાના મિશ્રણમાં ઉમેરી શકો છો.
05:41 તેને ઉપયોગ સીંગદાણા સાથે સુકી ચટણીનો પાવડર બનાવવા માટે પણ કરી શકાય છે.
05:46 તેને રોટલી અને પરાઠાના લોટમાં પણ ઉમેરી શકાય છે.
05:51 શેકેલું નાળિયેલ ઉમેરવાથી રેસામાં વધારો થાય છે તેમજ સ્વાદ પણ સારો થાય છે.
05:57 આપણી ત્રીજી રેસીપી છે ઝીંગા કરી.
06:00 આ રેસીપી માટે તમને નીચે મુજબની વસ્તુઓ જોઈશે:
06:04 80 ગ્રામ ઝીંગા
06:06 ½ મધ્યમ કદની ડુંગળી
06:09 ½ મધ્યમ કદનું ટામેટું
06:11 3 ચમચી તલ
06:14 થોડા મીઠા લીંબડાના પાન
06:16 આ રેસીપી માટે આવશ્યક મસાલા છે:
06:20 ½ ચમચી લાલ મરચું
06:22 ½ ચમચી હળદર
06:25 ½ ચમચી ધાણાજીરૂ પાવડર
06:27 ½ ચમચી ગરમ મસાલા પાવડર (થોડા મિક્સ મસાલાનો પાવડર)
06:30 તમને જોઈશે ½ લીંબુ,
06:33 સ્વાદ અનુસાર મીઠું

અને 2 ચમચી તેલ અથવા ઘી.

06:37 પદ્ધતિ:
06:39 ઝીંગાને બરાબર ધોઈ અને સાફ કરી લો.
06:42 ઝીંગાની પાછળની બાજુ ચીરો પાડો
06:45 હવે તેમાંથી કાળી નસ કાઢી લો
06:48 બીજી બાજુ પણ જો આ કાળી નસ હોય તો તેને કાઢી લો.
06:54 ઝીંગામાં મીઠું અને લીંબુ નાખી મેરીનેટ કરો.
06:58 ૧૫-૩૦ મિનિટ માટે તેને બાજુ પર રાખો.
07:02 હવે, એક વાસણમાં મધ્યમ તાપે તલના દાણા શેકી લો
07:07 તેને ઠંડા થવા દો.
07:09 શણગારવા માટે ૧ ચમચી તલ બાજુ પર રાખો.
07:14 એક મિક્સરમાં ડુંગળી, ટામેટા અને 2 ચમચી તલ પીસી લો.
07:20 જાડી પેસ્ટ બનાવવી.
07:23 એક વાસણ માં તેલ ગરમ કરો
07:25 મીઠા લીંબડાના પાન અને પેસ્ટ ઉમેરો.
07:28 2-3 મિનિટ માટે આ મિશ્રણને બરાબર સાંતળો
07:32 પછી મસાલા ઉમેરી અને બરાબર મિક્સ કરો.
07:35 અડધો કપ પાણી ઉમેરી અને પાંચ મિનિટ માટે પકાવો
07:40 હવે તેમાં ઝીંગા ઉમેરો અને બરાબર હલાવો.
07:43 વાસણ ને ઢાંકી અને ધીમા તાપે 10 મિનિટ સુધી પકાવો.
07:48 1 ચમચી શેકેલા તલ સાથે ગાર્નિંશ કરો
07:52 ઝીંગાનું શાક તૈયાર છે.
07:54 આ રેસીપીની એક પ્લેટ આશરે ૨૫૦ મિલિગ્રામ ‘’’કેલ્શિયમ’’’ પુરૂ પાડે છે. .
08:01 અગર ઝીંગા ઉપલબ્દ્ધ ના હોય,
08:03 તો તમે આ રેસીપી માટે કરચલાનો ઉપયોગ પણ કરી શકો છો.
08:07 બીજી રેસીપી છે સુકી મચ્છીનો પાવડર.
08:11 તમને જોઈશે, 15 ગ્રામ અથવા ¼ કપ સુકી મચ્છી.
08:17 કેલ્શિયમથી ભરપુર સુકી મચ્છીઓના અમુક ઉદાહરણ છે:
08:22 રીબન ફીશ

સુરમાઈ

08:24 ટેંગરા ફીશ વગેરે.
08:28 આ રેસીપી માટે અમે, સુકા બુંબલાનો ઉપયોગ કર્યો છે.
08:32 પાવડર બનાવવા માટે આવશ્યક અન્ય વસ્તુઓ છે:
08:36 ૧-૨ લાલ મરચા
08:38 ૩-૪ લસણની કડી
08:40 ૧ લીંબુની કદની આમલી
08:43 ૧ ચમચી જીરૂ
08:45 અને સ્વાદ અનુસાર મીઠું
08:48 મચ્છીના ટુકડાને ધીમા તાપે ૨ મિનિટ માટે સુકા શેકી લો.
08:53 તેને ઠંડા થવા માટે બાજુ પર રાખો.

08:55

સુકી મચ્છી અને બીજી વસ્તુઓને એક ગ્રાઈન્ડરમાં પીસી લો.
09:01 સુકી મચ્છીનો પાવડર તૈયાર છે.
09:03 તમે આ પાવડરને તમારા ખોરાકની સાથે દિવસમાં ૨ થી ૩ વખત લઈ શકો છો.
09:08 સુકી મચ્છીના પાવડરનો એક ચતુર્થાંશ બાઉલ ૨૦૮ મિલિગ્રામ કેલ્શિયમ ધરાવે છે.
09:14 આ બધી જ રેસીપીઓ નીચે મુજબના પોષક તત્વો ધરાવે છે:
09:20 પ્રોટીન
09:22 ઝિંક

ફોલેટ

09:25 ફોસ્ફરસ
09:27 આયર્ન

ઓમેગા 3 ફેટી એસિડ

09:30 સારી તંદુરસ્તી માટે આપણા રોજીંદા ખોરાકમાં આ બધા પોષક તત્વો લેવા જરૂરી છે.
09:36 આ સાથે આપણે ટ્યુટોરીયલને સમાપ્ત કરીએ છીએ.

અમારી સાથે જોડાવવા બદલ આભાર.

Contributors and Content Editors

Helpgrid, Sakinashaikh