Java/C2/First-Java-Program/Gujarati
From Script | Spoken-Tutorial
Time' | Narration |
00:02 | First java program પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:09 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું, |
00:11 | સિમ્પલ જાવા પ્રોગ્રામ બનાવવું, |
00:14 | પ્રોગ્રામ કમ્પાઈલ કરવું, |
00:16 | પ્રોગ્રામ રન કરવું અને |
00:19 | જાવામાં અનુસરવામાં આવતા નેમીંગ કન્વેન્શનો વિષે |
00:24 | અહીં આપણે ઉબુન્ટુ આવૃત્તિ 11.10 અને જાવા ડેવલપમેન્ટ એન્વાયર્નમેન્ટ jdk 1.6 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00:32 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે JDK 1.6 તમારી સિસ્ટમ પર સંસ્થાપિત હોવું જોઈએ. |
00:39 | જો નહિં, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે બતાવેલ અમારી વેબસાઇટ જુઓ. |
00:46 | હવે ચાલો આપણો પ્રથમ જાવા પ્રોગ્રામ લખીએ. |
00:51 | તે માટે તમને Terminal અને Text Editor ની જરૂર છે. |
00:56 | હું Text Editor તરીકે gedit નો ઉપયોગ કરી રહ્યી છું. |
01:01 | Text editor માં, આપણે પ્રથમ HelloWorld ક્લાસ બનાવીશું. |
01:06 | તો ટાઇપ કરો, class HelloWorld. HelloWorld એ ક્લાસનું નામ છે. |
01:17 | કર્લી કૌંસ ખોલો. Enter ડબાઓ અને કર્લી કૌંસ બંધ કરો. |
01:24 | આ બે કર્લી કૌંસ વચ્ચેનો કોડ HelloWorld ક્લાસનો છે. |
01:33 | હવે ટોચ પર Save ચિહ્ન પર ક્લિક કરી ફાઇલ સેવ કરો |
01:37 | ફાઈલ વારંવાર સંગ્રહ્વી સારી વાત છે. |
01:43 | તો Save As સંવાદ બોક્સ દેખાય છે. |
01:46 | તમે જ્યાં ફાઈલ સંગ્રહવા ઈચ્છો છો તે સ્થાન બ્રાઉઝ કરો. |
01:51 | અહીં, Home ડિરેક્ટરીમાં હું ફોલ્ડર બનાવીશ. |
01:57 | ચાલો તેને Demo નામ આપીએ , Enter ડબાઓ. |
02:02 | પછી આ ફોલ્ડર અંદર આપણે ફાઇલ સંગ્રહ કરીશું. |
02:08 | Name ટેક્સ્ટ બોક્સમાં, ક્લાસનું નામ લખો. |
02:13 | જાવામાં, ક્લાસનું નામ અને ફાઈલનું નામ સમાન હોવું જોઈએ. |
02:20 | યાદ કરો આપણે HelloWorld ક્લાસ બનાવ્યો હતો. |
02:25 | તો આપણે ફાઈલ HelloWorld dot java તરીકે સંગ્રહીશું. |
02:33 | Dot java જાવા ફાઇલને આપેલ ફાઈલ એક્સટેન્સન છે. |
02:39 | પછી Save બટન પર ક્લિક કરો. ફાઈલ હવે સંગ્રહાય છે. |
02:47 | ક્લાસ અંદર, આપણે main મેથડ લખીશું.
|
02:53 | તો ટાઇપ કરો |
02:54 | public static void main કૌંસ, કૌંસ અંદર String arg ચોરસ કૌંસ
|
03:10 | Main ફન્કશન પ્રોગ્રામનું શરૂઆત બિંદુ ચિહ્નિત કરે છે.
|
03:15 | આપણે ભવિષ્યના ટ્યુટોરીયલ માં public, static, void અને String arg માટે જોઈશું. |
03:23 | પછી ફરીથી, કર્લી કૌંસ ખોલો. |
03:27 | Enter ડબાઓ અને કર્લી કૌંસ બંધ કરો. |
03:32 | આ બે કર્લી કૌંસ વચ્ચેનો કોડ main મેથડનો છે. |
03:41 | હવે આપણે Terminal પર રેખા દર્શાવવા માટેનો કોડ લખીશું.
|
03:46 | તો main મેથડ અંદર ટાઇપ કરો, System dot out dot println કૌંશ, અર્ધવિરામ.
|
03:59 | આ લાઈન પ્રિન્ટ કરવા માટે ઉપયોગી સ્ટેટમેન્ટ છે. અર્ધવિરામ લીટીને સમાપ્ત કરવા માટે વપરાય છે.
|
04:10 | હવે ચાલો જાવા ને શું પ્રિન્ટ કરવું તે કહીએ.
|
04:13 | તો કૌંશ અંદર, ડબલ અવતરણ ચિહ્ન અંદર ટાઇપ કરો, My first java program ઉદગાર ચિહ્ન. |
04:30 | Save આઇકોન પર ક્લિક કરી ફાઈલ સેવ કરો. |
04:36 | Terminal ઉપર જાઓ. |
04:38 | ખાતરી કરો કે તમે તે ડિરેક્ટરીમાં છે જ્યાં HelloWorld.java સેવ થયેલ છે.
|
04:46 | યાદ રાખો હું મારી હોમ ડિરેક્ટરીમાં છું.
|
04:50 | તો ટાઇપ કરો cd સ્પેસ Demo અને Enter ડબાઓ.
|
04:59 | આપણે જોશું HelloWorld.java Demo ફોલ્ડરમાં હાજર છે. |
05:06 | ચાલો આ ફાઈલ કમ્પાઈલ કરીએ. ટાઇપ કરો, javac સ્પેસ HelloWorld dot java અને Enter ડબાઓ. |
05:21 | આ આપણે બનાવેલ ફાઈલ કમ્પાઈલ કરે છે. |
05:25 | આપણે જોશું કે ફાઈલ કમ્પાઈલ થયેલ છે અને કોઈ પણ એરર નથી. |
05:30 | આપણે જોશું HelloWorld.class ફાઇલ બનેલ છે. |
05:36 | આ ફાઇલ ગમે ત્યાં રન થઇ શકે છે. |
05:38 | એટલે કે કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમ પર. |
05:41 | આપણને જાવા કમ્પાઇલરની પણ જરૂર નથી. |
05:45 | તેથી, જાવા બરાબર કહે છે કે, “એક વાર લખો, ગમે ત્યાં રન કરો.” |
05:51 | તેથી સફળ કમ્પાઇલેશન બાદ, આ આદેશની મદદથી પ્રોગ્રામ રન કરો. |
05:56 | java (c વગર) સ્પેસ HelloWorld (dot java એક્સ્ટેશન વગર) અને Enter ડબાઓ. |
06:07 | તમને My first java program! આઉટપુટ મળશે. |
06:13 | તો આપણે આપણો પ્રથમ જવા પ્રોગ્રામ લખ્યો. ચાલો editor પર પાછા જાઓ. |
06:22 | હવે, અર્ધવિરામ રદ કરો, જે સ્ટેટમેન્ટના અંતે છે. |
06:27 | Save આઇકોન ઉપર ક્લિક કરો. |
06:29 | ચાલો Terminal ટર્મિનલ ઉપર પાછા જઈએ. |
06:33 | આ આદેશ રન કરો, javac HelloWorld dot java. |
06:41 | કમ્પાઈલર એક ભૂલ આપે છે. |
06:44 | તે કહે છે, પાંચમી લાઈન ઉપર અર્ધવિરામ જરૂરી છે.
|
06:52 | અપ એરો એરર સ્ટેટમેન્ટને નિર્દેશ કરે છે. |
06:57 | ચાલો Editor ઉપર પાછા જઈએ. |
07:01 | જાવામાં, બધા સ્ટેટમેન્ટ અર્ધવિરામ સાથે સમાપ્ત થાય છે. |
07:06 | તેથી પાંચમી લીટી પર જાઓ અને અર્ધવિરામ ઉમેરો. |
07:13 | Save આઇકોન ઉપર ક્લિક કરો. કમ્પાઈલ કરવા પહેલાં ફાઈલ સંગ્રહવું જરૂરી છે |
07:22 | ચાલો Editor ઉપર પાછા જઈએ. |
07:25 | આ આદેશ દ્વારા ફાઈલ કમ્પાઈલ કરો, javac સ્પેસ HelloWorld dot java. |
07:32 | આપણે જોશું કોઈ પણ એરર નથી, ફાઇલ સફળતાપૂર્વક કમ્પાઈલ થયેલ છે. |
07:36 | આ આદેશ દ્વારા પ્રોગ્રામ રન કરો java HelloWorld અને .
|
07:45 | આપણને આ આઉટપુટ મળશે, My first java program! |
07:49 | આ રીતે તમે જાવામાં એરર નિયંત્રિત કરી શકો છો. |
07:54 | જેમ શ્રેણી વધશે, આપણે વધુ એરર વિશે જાણીશું. |
08:02 | હવે આપણે જાવામાં નેમીંગ કન્વેન્શન વિષે શીખીશું. |
08:06 | * ક્લાસ નામ કેમલકેસ માં હોવું જોઈએ. |
08:10 | * જેનો અર્થ છે, દરેક નવો શબ્દ મોટા અક્ષરથી શરૂ થતો હોવો જોઈએ. |
08:14 | * ઉદાહરણ તરીકે: class HelloWorld, class ChessGame. |
08:19 | તેથી, hello નો H અને World નો W મોટા અક્ષરમાં હોવો જોઈએ. |
08:25 | તેવી જ રીતે Chess અને Game નો C અને G અનુક્રમે મોટા અક્ષરમાં હશે. |
08:31 | મેથડ નામ મિશ્ર અક્ષરોમાં હશે. |
08:35 | જેનો અર્થ છે, પ્રથમ શબ્દ નાના અક્ષર સાથે શરૂ થશે. |
08:39 | અને ત્યાર બાદ બધા નવા શબ્દો મોટા અક્ષર સાથે શરૂ કરીશું. |
08:44 | અને મેથડ નામ ક્રિયાપદ પણ હોવું જોઈએ. |
08:48 | ઉદાહરણ તરીકે : showString(), main(), goToHelp(). અહીં show નો s નાના અક્ષરમાં છે, જયારે string નો S મોટા અક્ષરમાં છે. વેરિયેબલ નામ નંબરો સાથે શરુ થતું ન હોવું જોઈએ. |
09:06 | આપણે આપણા ક્લાસ, મેથડ અથવા વેરિયેબલ નામ માટે કીવર્ડ્સ ઉપયોગ કરી શકતા નથી. |
09:13 | ઉદાહરણ તરીકે: આપને public, private, void, static વગેરે જેવા કીવર્ડ્સ ઉપયોગ કરી શકતા નથી. |
09:22 | તો આ ટ્યુટોરીયલ માં, આપણે સરળ જાવા પ્રોગ્રામ લખતા, કમ્પાઇલ અને રન કરતા શીખ્યા. |
09:30 | આપણે જાવા દ્વારા અનુસરતા નેમીંગ ક્ન્વેન્શ્ન્સ વિષે પણ શીખ્યા. |
09:35 | સેલ્ફ એસેસમેન્ટ માટે સરળ જાવા પ્રોગ્રામ આ પ્રિન્ટ કરવા માટે લખો : Java file name and class name should be same.
|
09:47 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, |
09:50 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken- |
09:58 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
10:02 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
10:08 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
10:10 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
10:13 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
10:17 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
10:25 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
10:30 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
10:38 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-ઇન્ત્રો |
10:49 | આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
10:51 | જોડાવા બદ્દલ આભાર. |
10:53 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |