KTurtle/C3/Control-Execution/Gujarati
From Script | Spoken-Tutorial
Visual Cue | Narration |
---|---|
00.01 | હેલો. |
00.03 | KTurtle માં Control Execution પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.10 | આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું, |
00.13 | 'while' loop અને |
00.15 | 'for' loop |
00.17 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે. |
00.32 | હું ધારું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે. |
00.38 | જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ 'http://spoken-tutorial.org' જુઓ. |
00.45 | ચાલો નવી KTurtle એપ્લિકેશન ખોલીએ. |
00.48 | Dash home ઉપર ક્લિક કરો. |
00.50 | સર્ચબારમાં, KTurtle ટાઇપ કરો. |
00.53 | option ઉપર ક્લિક કરો. KTurtle એપ્લીકેશન ખુલે છે. |
00.59 | ચાલો હું પ્રથમ કન્ટ્રોલ એકઝીક્યુશન શું છે તે વિષે સમજાવું. |
01.05 | કન્ટ્રોલ એકઝીક્યુશન એ પ્રોગ્રામનો ફ્લો નિયંત્રિત કરે છે. |
01.10 | પ્રોગ્રામ એકઝીક્યુશન કન્ટ્રોલ કરવા માટે વિવિધ કન્ડીશનનો વપરાય છે. |
01.16 | લૂપ કોઈ ચોક્કસ કન્ડીશન સાચી થાય ત્યાં સુધી વારંવાર ચલાવવામાં આવતો કોડ બ્લોક છે. |
01.25 | ઉદાહરણ તરીકે “while” loop અને “for” loop |
01.30 | ચાલો while લુપ સાથે ટ્યુટોરીયલ શરૂ કરીએ |
01.34 | while લુપમાં, લૂપની અંદર આવેલ કોડ પુનરાવર્તન થશે જ્યાં સુધી boolean ની વેલ્યુ 'false' થાય. |
01.42 | ચાલો હું while લુપનું સ્ટ્રક્ચર સમજાવું.
'while લુપ કન્ડીશન { કંઈક કરો લુપ ઇન્ક્રીમેન્ટ વેરિયેબલ સાથે } |
01.56 | મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ કોડ છે. |
01.59 | હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ. |
02.07 | ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો. |
02.13 | પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો |
02.18 | ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું તે સંભવતઃ થોડું અસ્પષ્ટ હોઈ શકે છે. |
02.25 | હું કોડ સમજાવીશ. |
02.27 | # સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે. |
02.32 | આનો અર્થ છે, જયારે પ્રોગ્રામ રન થશે, ત્યારે આ વાક્ય રન કરવામાં આવશે નહીં. |
02.38 | “reset” કમાન્ડ ટર્ટલને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે. |
02.43 | $x=0 x વેરિયેબલની વેલ્યુ શૂન્યથી ઇનીશ્યલાઈઝ કરે છે. |
02.52 | પ્રોગ્રામમાં મેસેજ બે અવતરણચિહ્નો ની અંદર message કીવર્ડ પછી આપવામાં આવે છે
message કમાંડ ઈનપુટ તરીકે string લે છે. |
03.04 | તે સ્ટ્રિંગમાંથી ટેક્સ્ટ સમાવતું પોપ અપ સંવાદ બોક્સ દેખાય છે. |
03.11 | while $x<30 “while” કન્ડીશન તપાસે છે. |
03.17 | $x=$x+3 $x વેરિયેબલની વેલ્યુ 3 થી વધારે છે. |
03.27 | fontsize 15 પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે. |
03.35 | Fontsize નંબર તરીકે ઇનપુટ લે છે, જે પિક્સેલ્સ માં સુયોજિત છે. |
03.42 | forward 20 “Turtle” ને કેનવાસ ઉપર 20 પગલા આગળ ખસવા માટે કહે છે. |
03.52 | print $x કેનવાસ ઉપર વેરિયેબલ x ની વેલ્યુ પ્રદર્શિત કરે છે. |
04.01 | પ્રોગ્રામ રન કરવા માટે “Run” બટન પર ક્લિક કરો. |
04.05 | મેસેજ સંવાદ બોક્સ દેખાય છે. OK પર ક્લિક કરો. |
04.11 | 3 થી 30 સુધી 3 ના ગુણાંક કેનવાસ પર પ્રદર્શિત થાય છે. |
04.17 | “Turtle” કેનવાસ ઉપર 20 પગલા આગળ ખસે છે. |
04.22 | આગામી ચાલો “for” લુપ સાથે કામ કરીએ. |
04.26 | “for” લુપ કાઉન્ટિંગ લૂપ છે. |
04.29 | દરેક સમયે “for” લૂપ અંદરનો કોડ એકઝીક્યુટ થાય છે, |
04.34 | વેરિયેબલ વેલ્યુ વધે છે, જ્યાં સુધી તે અંતિમ વેલ્યુ સુધી પહોંચે છે. |
04.41 | ચાલો હું for લુપનું સ્ટ્રક્ચર સમજાવું. |
04.46 | for વેરિયેબલ = શરૂઆતનો નમ્બર to અંતિમ નમ્બર { સ્ટેટમેન્ટ } |
04.55 | ચાલો હું વર્તમાન પ્રોગ્રામ રદ કરું. |
04.59 | ચાલો કેનવાસ સાફ કરવા માટે હું clear કમાન્ડ ટાઇપ કરી RUN કરું. |
05.05 | હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ. |
05.14 | ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ ટાઇપ કરો. |
05.20 | પ્રોગ્રામ ટાઇપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો |
05.25 | ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું તે સંભવતઃ થોડું અસ્પષ્ટ હોઈ શકે છે. |
05.32 | હું કોડ સમજાવીશ. |
05.34 | "#" (હેશ) સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે. |
05.39 | “reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે. |
05.44 | $r=0 r વેરિયેબલની વેલ્યુ શૂન્યથી ઇનીશ્યલાઈઝ કરે છે. |
05.52 | for $x= 1 to 15 “for” કન્ડીશન 1 થી 15 સુધી તપાસે છે. |
06.01 | $r=$x*($x+1)/2 r વેરિયેબલની વેલ્યુની ગણતરી કરે છે. |
06.12 | fontsize 18 પ્રિન્ટ કમાંડ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે. |
06.19 | print $r કેનવાસ ઉપર વેરિયેબલ r ની વેલ્યુ પ્રદર્શિત કરે છે. |
06.26 | forward 15 “Turtle” ને કેનવાસ ઉપર 15 પગલા આગળ ખસવા માટે કહે છે. |
06.34 | go 10,250 ટર્ટલને 10 પિક્સેલ્સ કેનવાસની ડાબી તરફથી અને 250 પિક્સેલ્સ કેનવાસની ઉપરની તરફથી જવા માટે કહે છે. |
06.48 | “Turtle” કોઇ પણ સમય ગેપ વગર બધા પ્રિન્ટ કમાન્ડો દર્શાવે છે. |
06.54 | “Wait 2” કમાન્ડ ટર્ટલને આગામી આદેશ એકઝીક્યુટ કરવા પહેલા 2 સેકન્ડો માટે રાહ જોવા માટે કહે છે. |
07.04 | “print” કમાન્ડ બે અવતરણચિહ્નો ની અંદર દર્શાવેલ "સ્ટ્રીંગ" અને વેરિયેબલ r પણ દર્શાવે છે. |
07.13 | પ્રોગ્રામ રન કરવા માટે Run બટન પર ક્લિક કરો. |
07.17 | પ્રથમ 15 પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી અને પ્રથમ 15 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેનવાસ પર પ્રદર્શિત થાય છે. |
07.27 | Turtle કેનવાસ ઉપર 15 પગલા આગળ ખસે છે. |
07.32 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
07.37 | સારાંશ માટે, |
07.40 | આ ટ્યુટોરીયલમાં આપણે, |
07.44 | “while”' લૂપ અને “for” લૂપનો ઉપયોગ કરતા શીખ્યા. |
07.47 | એસાઈનમેન્ટ તરીકે, હું ઈચ્છીશ કે તમે નીચે આપેલ માટે પ્રોગ્રામ લખો |
07.54 | “while” લૂપની મદદથી 2 ના ગુણાંક શોધો. |
07.58 | “for” લુપની મદદથી કોઈ એક નમ્બરનું ગુણાકાર કોષ્ટક શોધો. |
08.03 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial |
08.08 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
08.12 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
08.17 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
08.20 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
08.23 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
08.27 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
08.36 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08.41 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
08.48 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
08.54 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |