Linux-Old/C2/Ubuntu-Desktop-10.10/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:13, 25 September 2019 by Nancyvarkey (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 ઉબુન્ટુ ડેસ્કટોપના આ મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે.
00:04 આ ટ્યુ્ટોરીઅલ દ્વારા,આપણે "જીનોમ એન્વાર્નમેન્ટ" પર ઉબુન્ટુ ડેસ્કટોપથી પરિચિત થઇશું.
00:12 આ હેતુ માટે,હું ઉબુન્ટુ ૧૦.૧૦નો ઉપયોગ કરી રહી છું.
00:19 હવે તમે જે જોઈ રહ્યા છો તે ઉબુન્ટુ ડેસ્કટોપ છે.
00:24 તમે ઉપરના ડાબી બાજુના ખૂણામાં "મુખ્ય યાદી"(main menu) જોઈ શકો છો.
00:31 આને ખોલવા,તમે "Alt+F1" દબાવી શકો અથવા "એપ્લીકેશન" પર જઈ તેના ઉપર દબાવો.
00:40 એપ્લીકેશન યાદી બધી સંસ્થાપિત એપ્લીકેશનોને વર્ગીકૃત રૂપમાં ધરાવે છે.
00:48 આ એપ્લીકેશન યાદીમાં,ચાલો મહત્વની એપ્લીકેશનોથી પરિચિત થઈએ.
00:55 તો ચાલો એપ્લીકેશન પર જઈ એક્સેસરીઝ->કેલ્કયુલેટર પર જઈએ.
01:04 કેલ્કયુલેટર અંકગણિત,વૈજ્ઞાનિક અથવા નાણાંકીય ગણતરીઓ અમલમાં મુકે છે.
01:12 ચાલો તે ખોલવા કેલ્કયુલેટર પસંદ કરીએ.
01:18 થોડી સરળ ગણતરી કરીએ.
01:22 "૫*(ગુણ્યા)૮" લખી "બરાબર ચિહ્ન"(=) દબાવો.
01:32 "બરાબર ચિહ્ન"(=) દબાવાને બદલે,તમે "enter કળ" પણ દબાવી શકો.
01:39 હવે આ કેલ્કયુલેટરથી બહાર નીકળવા "બંધ કરવાનું બટન" દબાવો.
01:46 હવે ચાલો બીજી અન્ય એપ્લીકેશન જોઈએ.
01:50 તેના માટે ફરી એપ્લીકેશન પર જઈ અને એક્સેસરીઝ પર જઈએ.
01:59 એક્સેસરીઝમાં,ચાલો "ટેક્સ્ટ એડિટર" ખોલીએ.તેના ઉપર દબાવીએ.
02:09 હવે તમે પડદા ઉપર જે જોઈ રહ્યા છો તે "જીએડિટ ટેક્સ્ટ એડિટર" છે.
02:16 હું અહીં કંઈક લખું દાખલા તરીકે "H-e-l-l-o W-o-r-l-d" અને તેનો સંગ્રહ કરું.
02:28 તેનો સંગ્રહ કરવા,હું "Clt+s" અથવા ફાઈલના "સેવ" બટનને દબાવી શકું.તો ચાલો હું ફાઈલ ઉપર જઈ સેવ દબાઉં.
02:45 એક નાનો ડાયલોગ બોક્સ ખુલે છે જે ફાઈલનું નામ અને સ્થાન પૂછે છે જ્યાં આ ફાઈલનો સંગ્રહ થશે.
02:56 ચાલો તો હું "હેલો.ટીએક્સટી" નામ આપું.સ્થાન માટે ડેસ્કટોપ પસંદ કરું અને સેવ બટન દબાઉ.
03:15 ચાલો જીએડિટને બંધ કરી તપાસીએ કે ડેસ્કટોપ પર આપણી ફાઈલનો સંગ્રહ થયો છે કે નહિ!
03:24 હવે ડેસ્કટોપ ઉપર તમે ફાઈલ "હેલો.ટીએક્સટી" જોઈ શકો છો.
03:30 આપણી ટેક્સ્ટ ફાઈલ સફળતાપૂર્વક સંગ્રહિત થઇ છે.
03:35 ચાલો આ ફાઈલ ઉપર બે વાર દબાવી તેને ખોલીએ.
03:40 વાહ!આપણા લખાણવાળી ટેક્સ્ટ ફાઈલ ખુલી.
03:44 ઈન્ટરનેટ ઉપર જીએડિટ ટેક્સ્ટ એડિટર વિષે ઘણી માહિતી ઉપલબ્ધ છે.
03:50 આ વિષયના મૌખિક ટ્યુ્ટોરીઅલ પણ http://spoken-tutorial.org પર ઉપલબ્ધ છે.
04:00 ટેક્સ્ટ એડિટરને બંધ કરીએ અને એક્સેસરીઝમાંથી અન્ય એપ્લીકેશન "ટર્મિનલ"ને નિહાળીએ.
04:12 તો ચાલો ફરી એપ્લીકેશન->એક્સેસરીઝ પર જઈ "ટર્મિનલ" પસંદ કરીએ.
04:19 ટર્મિનલને કમાંડ લાઈન કહે છે કારણકે તમે કમ્પ્યુટરને અહીંથી આદેશ આપી શકો.
04:25 હકીકતમાં તે "GUI"(Graphical User Interface) કરતા પણ વધારે સરળ છે.
04:30 ટર્મિનલને સમજવા ચાલો એક સરળ આદેશ આપીએ.
04:36 તો ચાલો 'ls' લખી એન્ટર દબાવીએ.
04:41 તમે જોઈ શકો છો કે તે વર્તમાન ડિરેક્ટરીની બધી ફાઈલો અને ફોલ્ડરોની યાદી આપે છે.
04:48 અહીં આ આદેશ "હોમ ફોલ્ડર"ની ફાઈલો અને ફોલ્ડરો પ્રદર્શિત કરી રહ્યો છે.
04:55 આપણે આ ટ્યુ્ટોરીઅલમાં પછી જોઈશું કે "હોમ ફોલ્ડર" શું છે.
05:01 આપણે ટર્મિનલ માટે વધારે સમય પસાર નહીં કરીએ.ટર્મિનલના આદેશો http://spoken-tutorial.org પરના "લિનક્સના મૌખિક ટ્યુ્ટોરીઅલમાં" વિસ્તારમાં સમજાવેલ છે.
05:17 ટર્મિનલ બંધ કરીએ.
05:20 હવે તે પછીની એપ્લીકેશન જે ફાયરફોકસ વેબ બ્રાઉઝર છે તેના પર જઈએ.તે ખોલીએ.
05:27 તેના માટે એપ્લીકેશન પર જઈ,ઈન્ટરનેટમાં ફાયરફોક્સ ઉપર દબાવીએ.
05:36 ફાયરફોક્સ "વલ્ડ વાઇડ વેબ"ને પ્રાપ્ય કરવા ઉપયોગમાં લેવાય છે.હવે તમે ખૂલેલ ફાયરફોક્સ જોઈ શકો છો.
05:43 ચાલો જીમેલ સાઈટ ઉપર જઈએ.તેના માટે એડ્રેસ બાર પર જાઓ અથવા F6 દબાવો.હું F6 દબાઉં છું.
05:53 ઠીક છે.હું એડ્રેસ બાર પર છું અને હવે તેને સાફ કરવા બેકસ્પેસ દબાવું છું.
06:00 હું "www.gmail.com" લખીશ.
06:04 જેવું હું લખીશ,ફાયરફોક્સ કેટલીક શક્યતાઓ સૂચવે છે.
06:09 તમે આમાંથી કોઈ એક પસંદ કરી શકો છો અથવા પૂરું એડ્રેસ આપી એન્ટર દબાવો.
06:15 ફાયરફોક્સ આ વેબસાઈટ સાથે સીધું જોડાશે અથવા તે "લોગીન અને પાસવર્ડ" પૂછશે.
06:22 હવે ચાલો ઉપયોગકર્તાનું નામ અને પાસવર્ડ આપી એન્ટર દબાવીએ.
06:36 હવે તમે ખૂલેલું "જીમેલ વેબ પૃષ્ઠ" જોઈ શકો છો.તેને બંધ કરીએ અને બીજી અન્ય એપ્લીકેશન પર જઈએ.
06:45 હવે એપ્લીકેશન મેનુમાંના "ઓફીસ" વિકલ્પ પર જઈએ.
06:53 આ ઓફીસ મેનુમાં "ઓપનઓફીસ વર્ડ પ્રોસેસર","સ્પ્રેડશીટ" અને "પ્રેઝન્ટેશન" જેવા વિકલ્પો છે.
07:03 ઈન્ટરનેટ ઉપર આના વિષે ઘણી માહિતી ઉપલબ્ધ છે.
07:07 ભવિષ્યમાં અમારી વેબ સાઈટ ઉપર પણ આ વિષયના મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપલબ્ધ થશે.
07:12 હવે "સાઉન્ડ અને વિડીયો મેનુ"નું નિરીક્ષણ કરીએ.તેના માટે એપ્લીકેશનના સાઉન્ડ અને વિડીયો ઉપર જાઓ.
07:21 આમાં એક મહત્વની એપ્લીકેશન છે જે છે,"મુવી પ્લેઅર".તે વિડીયો અને ગીત વગાડવા ઉપયોગમાં લેવાય છે.સામાન્ય રીતે તે માત્ર "ઓપન ફોરમેટ" વિડીયો ફાઈલો જ વગાડે છે.
07:35 નમુના રૂપે હું મારી પેન-ડ્રાઈવમાંથી એક ફાઈલ પસંદ કરું.હું હવે USB ખાંચામાં પેન-ડ્રાઈવ દાખલ કરીએ .પેન-ડ્રાઈવ ખુલે છે.
07:48 જો તે ન ખુલે તો તેને ડેસ્કટોપ ઉપરથી પણ ખોલી શકો છો.
07:53 નીચેના ડાબી બાજુના ખૂણામાંના ચિહ્નને દબાવીએ.જો તેને દબાવીએ તો તે માત્ર ડેસ્કટોપ બતાવે છે.જો તેને ફરી દબાવીએ તો તે પહેલેથી ખુલેલી ફાઈલ સાથેનું ડેસ્કટોપ દર્શાવે છે.
08:08 આપણે ડેસ્કટોપ,વિન્ડોવ્ઝ કળ અને ડી એક સાથે દબાવી પણ ખોલી શકીએ છીએ.નોંધીલો કે ઉબુન્ટુની પહેલાની આવૃત્તિઓમાં ડેસ્કટોપ પર જવા જરૂરી કળોનું સંયોજન "Clt+Alt+D" હતું.ઉપયોગકર્તાએ આવૃત્તિ દર આવૃત્તિના આવા ફેરફારોને તપાસવા તૈયાર રેહવું પડશે.હવે ચાલો વિન્ડોવ્ઝ કળ અને ડી દબાવીએ.
08:37 તમે અહીં તમારી પેન-ડ્રાઈવ ડેસ્કટોપ પર જોઈ શકો છો.
08:42 તેના પર બે વાર માઉસ બટન દબાવી તેને ખોલીએ.
08:46 હવે હું "ઉબુન્ટુ યુમેનીટી.ઓજીવી" મુવી ફાઈલ વગાડીશ.
08:57 આ રહી મારી ફાઈલ,હું તેને ખોલવા તેના ઉપર બે વખત દબાઉં.
09:09 સામાન્ય રીતે તે મુવી-પ્લેઅરમાં ખુલે છે.આને બંધ કરીએ.
09:13 હવે ચાલો આ ડેસ્કટોપ ઉપરની કેટલીક હજી વધુ મહત્વની ચીજો જોઈએ.
09:18 તેના માટે હવે "પ્લેસીસ મેનુ" ઉપર જઈએ.આમાં હોમ ફોલ્ડર છે.
09:27 તેને ખોલીએ અને હોમ ફોલ્ડર ઉપર દબાવીએ.
09:29 દરેક ઉપયોગકર્તા પાસે એક અનન્ય હોમ ફોલ્ડર હોય છે.
09:34 એમ કહી શકીએ કે હોમ ફોલ્ડર આપણું ઘર છે જ્યાં આપણે,આપણી ફાઈલો અને ફોલ્ડરોનો સંગ્રહ કરી શકીએ.
09:42 આપણી પરવાનગી વગર ઉપયોગકર્તા તેને જોઈ ન શકે.ફાઈલની પરવાનગી વિષે વધારે માહિતી http://spoken-tutorial.orgના લિનક્સના મૌખિક ટ્યુ્ટોરીઅલ ઉપર ઉપલબ્ધ છે.
09:56 હોમ ફોલ્ડરમાં,આપણે અન્ય ફોલ્ડર જેવા કે ડેસ્કટોપ,ડોક્યુમેન્ટ,ડાઉનલોડ,વિડિયોઝ વગેરે જોઈ શકીએ છીએ.
10:08 લિનક્સમાં બધું એક ફાઈલ છે.ડેસ્કટોપ ફોલ્ડરને બે વખત દબાવી ખોઇએ.
10:16 આપણે તે જ ફાઈલ,"હેલો. ટીએક્સટી" જેનો ટેક્સ્ટ એડીટરમાં સંગ્રહ કર્યો હતો તે અહીં જોઈ શકીએ છીએ.
10:25 તો આ ફોલ્ડર અને ડેસ્કટોપ બંને સમાન છે.ચાલો હું આ ફોલ્ડર બંધ કરું.
10:31 તમે ડેસ્કટોપનું એક નું એક થીમ જોઇને કંટાળ્યા નથી?ચાલો તેને બદલીએ.
10:37 તેના માટે સિસ્ટમ->પ્રેફ્રન્સીસ->અપીરીઅન્સ પર જાઓ.તેના પર દબાવો.
10:44 અહીં થીમ્સ ટેબમાં,ઘણી પહેલાથી સ્થાપિત થયેલ થીમ્સ છે.તેમાંથી "ક્લીયરલૂકસ"ને પસંદ કરીએ.
10:52 જેવું તમે તેના ઉપર દબાવશો,તમે તમારા કમ્પ્યુટર પર લાગુ પડતા ફેરફારો જોઈ શકો છો.
10:58 તમે આ ફેરફાર નીચે ડાબીબાજુના ખૂણામાંના ડેસ્કટોપ ચિહ્નને દબાવી બરાબર જોઈ શકો છો.આ ચિહ્નને ફરી દબાવી પાછા ફોલ્ડર ઉપર જઈએ.
11:10 તમને જે ગમે તે થીમ પસંદ કરો અને બહાર નીકળવા "ક્લોઝ બટન" પર દબાવો.
11:18 અહીં આ ટ્યુ્ટોરીઅલ સમાપ્ત થાય છે.
11:21 આ મૌખિક ટ્યુ્ટોરીઅલમાં આપણે "ઉબુન્ટુ ડેસ્કટોપ","મુખ્ય યાદી(મૈન મેનુ)" અને બીજા ચિહ્નો જે ઉબુન્ટુના પડદા ઉપર ધ્ર્શ્યમાન છે તેનો વિષે અભ્યાસ કર્યો.
11:31 મૌખિક ટ્યુ્ટોરીઅલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે.જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને ICT ના માધ્યમથી સમર્થિત કરેલ છે.
11:41 મિશન વિષે વધુ જાણકારી આ લિંક http://spoken-tutorial.org/NMEICT-Intro ઉપર ઉપલબ્ધ છે.
11:47 IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.ટ્યુ્ટોરીઅલમાં ભાગ લેવા આભાર.

Contributors and Content Editors

Chandrika, Nancyvarkey, PoojaMoolya, Pravin1389