Health-and-Nutrition/C2/Vegetarian-recipes-for-lactating-mothers/Gujarati
|
|
00:01 | દૂધ આપતી માતાઓ માટે શાકાહારી વાનગીઓ પરના Spoken tutorial માં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરિયલમાં, આપણે આપેલ વિશે શિખીશું: લૅક્ટેશન દરમિયાન પોષકતત્વોનું મહત્વ |
00:12 | શાકાહારી વાનગીઓ બનાવવી જેવી કે - મિશ્રિત સ્પ્રાઉટ્સ (ફણગાવેલ કઠોળ) નો ચીલા |
00:18 | લસણ, અળસિબીજ અને તલની ચટણી |
00:21 | શિંગદાણા, પાલક અને મેથીની કટલેટ |
00:24 | બાજરા અને રાજગીરાના પત્તાના મઠિયાં |
00:27 | ફણગાવેલ મેથીના બીજની કર્રી |
00:30 | લૅક્ટેશન દરમિયાન, માતાને વધારાના પોષણની આવશ્યકતા હોય છે - દૂધ ઉત્પાદન કરવા માટે |
00:38 | વિકાસ થતા શિશુ માટે પૂરતા પોષક તત્વો પ્રદાન કરવા અને માતાનું પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે |
00:44 | લૅક્ટેશન દરમિયાન જરૂરી પોષકતત્વો છે-
Protein |
00:50 | Vitamins, ખનીજતત્વો |
00:53 | Omega 3 fatty acids અને Choline |
00:57 | વધારામાં- પૂરતા પ્રમાણમા આયોડિન અને વિટામિન D નો આહાર લેવો પણ જરૂરી છે. |
01:03 | કારણ કે, આયોડિન થાયરૉઈડ હોર્મોન્સ બનાવવામાં મદદ કરે છે અને
શિશુના વૃદ્ધિ અને ન્યુરોલોજીકલ વિકાસ માટે જરૂરી છે |
01:13 | તેથી તેની ભલામણ કરવામાં આવે છે -
આયોડિનની ઉણપથી બચવા ખોરાકમાં દરરોજ આયોડિનયુક્ત મીઠું લેવું |
01:20 | એજ પ્રમાણે, Vitamin D એ સ્વસ્થ હાડકાં અને
Calcium ના શોષણ માટે જરૂરી છે |
01:28 | vitamin D મેળવવાની સૌથી ઉત્તમ રીત છે કે 11.00am થી 3.00pm વચ્ચે 15 મિનિટ માટે સૂર્યપ્રકાશમાં ખુલ્લા રહેવું |
01:40 | જરૂરી પોષકતત્વો બાદ, આપણે હવે માતાના આહાર વિશે ચર્ચા કરીશું. |
01:44 | આહારમાં રોજ વિવિધ શાકભાજીઓનો સમાવેશ કરવાની ભલામણ કરવામાં આવે છે |
01:49 | શાકભાજીઓમાં આવશ્યક પોષકતત્વો હોય છે જે રોગ પ્રતિરક્ષક શક્તિ નિર્માણ કરવામાં મદદ કરે છે |
01:55 | સાથે જ તે antioxidants નો સારો સ્ત્રોત છે અને તે રોગ થવાનું જોખમ ઘટાડે છે |
02:02 | જો કે તમામ પ્રકારની શાકભાજીઓ ખાવી જોઈએ, પરંતુ આપણે અંહી અમુકની જ ચર્ચા કરીશું જેવી કે - |
02:10 | શિમલા મરચાં
પાલક |
02:13 | પત્તા કોબી
ફૂલકોબી (ફ્લાવર) |
02:15 | રાજગીરા
કોળું |
02:17 | ગાજર
મેંથીના પત્તા અને રીંગણાં |
02:22 | શાકભાજીના અતિરિક્ત, આપણે Galactogogues વિશે શિખીશું- |
02:27 | Galactogogues એ ઘટક છે જે દૂધના ઉત્પાદનમાં મદદ કરે છે |
02:32 | માતા તેને આહારમાં આપેલ સમાવિષ્ટ કરીને મેળવી શકે છે
લસણ મેથીના બીજ અને પત્તા |
02:37 | વરિયાળી બીજ (સૌંફ)
અસલિયો |
02:40 | શરગવાના પત્તા
સૂવો અને અજમો |
02:45 | શાકભાજી અને Galactogogues અતિરિક્ત-
માતાએ દરરોજ 2-3 લિટર પાણી પીવું જોઈએ |
02:52 | દરેક ધાવણ પહેલા તેણે ઉકાળીને ઠડું પાડેલ એક ગ્લાસ પાણી પીવું જોઈએ |
02:58 | દૂધ આપનાર માતા માટે આ તમામ મહત્વપૂર્ણ બાબતો શીખ્યા બાદ, આપણે પ્રથમ વાનગી બનાવવાથી શરૂ કરીશું.
પ્રથમ વાનગી છે - મિશ્રિત સ્પ્રાઉટ્સ (ફણગાવેલ કઠોળ) નો ચીલા |
03:10 | આ ચીલાને બનાવવા માટે, આપણને જોઈશે - 1 કપ ફણગાવેલ કાબુલી ચણા, લીલાં ચણા અને મઠનું મિશ્રણ |
03:18 | 3 લીલાં મરચાં
3 લસણની કળીઓ |
03:22 | ½ કાંદા
½ કપ ચણાનો લોટ |
03:26 | 1 મોટી ચમચી દહી
મીઠું સ્વાદ અનુસાર |
03:29 | ½ નાની ચમચી કડી પત્તાનો પાવડર |
03:32 | 1 નાની ચમચી અસલિયાનો પાવડર
2 નાની ચમચી ઘી |
03:37 | અસલિયાનો પાવડર બનાવવા માટે:
1 મોટી ચમચી ભરેલ બીજને નિમ્નથી મધ્યમ તાપ પર ત્યાંસુધી શેકો જ્યાસુધી તેનો રંગ ન બદલાય |
03:46 | બીજને ઠંડા પડવા દો |
03:48 | હવે, તેને વાટવાના પથ્થર પર અથવા મિક્સરમાં વાટી લો |
03:53 | સ્પ્રાઉટ્સ બનાવવા માટે - લીલાં ચણા, કાબુલી ચણા અને મઠને રાત્રિએ અલગથી પલાળી રાખો |
04:00 | તેને સવારે પાણી કાઢીને મલમલી કાપડમાં સારી રીતે બાંધી લો |
04:05 | તેને અંકુરણ થવા હેતુ 2 દિવસ સુધી ગરમ સ્થાને રાખી મૂકો |
04:09 | કૃપા કરી નોંધ લો - લીલાં ચણા અને કાબુલી ચણાની તુલનામાં મઠને ફણગા ફૂંટવામાં વધુ સમય લાગશે. |
04:17 | તો, તે અનુસાર વાનગી બનાવવાની યોજના કરો |
04:20 | સ્પ્રાઉટ્સ તૈયાર થઈ જાય પછીથી
વાટવાના પથ્થર પર અથવા મિક્સરમાં સ્પ્રાઉટ્સ, લસણ, મરચાં, દહીનો પેસ્ટ બનાવી લો |
04:30 | હવે ચણાનો લોટ અને પાણી ઉમેરીને તેને સારી રીતે મિશ્રિત કરો |
04:34 | આ મિશ્રણમાં સમારેલા કાંદા, મીઠું, કડી પત્તાનો પાવડર અને અસલિયાનો પાવડર ઉમેરો |
04:42 | તમામ તૈયારી થયા બાદ -
પેનમાં 1 નાની ચમચી ઘી ગરમ કરો |
04:48 | મિશ્રણને તેમાં નાખીને ફેલાવો |
04:50 | ચીલાને મધ્યમ તાપ પર રાંધો, જ્યાં સુધી બંને બાજુ રંધાઈ ન જાય |
04:54 | મિશ્રિત સ્પ્રાઉટ્સ (ફણગાવેલ કઠોળ) નો ચીલા તૈયાર છે |
04:57 | જો તમને, આ વાનગીમાં ઉલ્લેખિત કઠોળ મળતા નથી તો તમે ઉપયોગ કરી શકો છો - |
05:04 | ચોળી
છોલા |
05:07 | કળથી
સોયાબીન |
05:10 | આખી મસૂર દાળ અને
રાજમા |
05:13 | કૃપા કરી નોંધ લો:
સ્પ્રાઉટ્સની અવધિ કઠોળના પ્રકાર અને હવામાન પરિસ્થિતિઓ પર આધાર રાખે છે |
05:20 | આ વાનગીમાં વધુ માત્રામાં હોય છે -
Protein ફાયબર |
05:25 | Omega 3 fatty acids
Folate |
05:28 | Magnesium
ઝિંક |
05:31 | બીજી વાનગી છે : લસણ, અળસિબીજ અને તલની ચટણી |
05:36 | તેને બનાવવા માટે, આપણને જોઈએ છે
3 મોટી ચમચી અળસિનાં બીજ |
05:40 | 3 મોટી ચમચી તલ |
05:43 | 5 લસણની કળીઓ
4 લાલ મરચાં |
05:46 | 5 થી 6 ટુકડા પલાળેલી આમલી
મીઠું સ્વાદ અનુસાર |
05:51 | ½ નાની ચમચી તેલ/ઘી |
05:54 |
પહેલા, તલ અને અળસિને અલગથી શેકો તેને ઠંડુ પડવા દો |
06:00 | આગળ, ½ નાની ચમચી તેલને પેનમાં ગરમ કરો અને તેમાં લસણ અને લાલ મરચાંને 2 મિનિટ તળો |
06:07 | ઠંડુ પડ્યા પછી, તેમાં બીજ મિશ્રિત કરો.
તેમાં આમલી અને મીઠું પણ ઉમેરો. |
06:13 | વાટવાના પથ્થર પર અથવા મિક્સરમાં પાણી ઉમેરી તેનો પેસ્ટ બનાવો
ચટણી તૈયાર છે |
06:20 | તલ જો સરળતાથી ન મળી આવે તો પર્યાય રૂપે તમે આપેલને પણ અજમાવી શકો છો : |
06:28 | કસેલું ખોપરું (નાળિયેર)
શિંગદાણા |
06:31 | કાળા તલ
કોળાના બીજ સુરજમુખીના બીજ |
06:36 | આ વાનગીમાં વધુ માત્રામાં છે -Omega 3 fatty acids
Calcium |
06:41 | Folate
Protein |
06:43 | ફાયબર
ઝિંક |
06:46 | ત્રીજી વાનગી જે આપણે બનાવતા શિખીશું તે છે -
શિંગદાણા, પાલક અને મેથીની કટલેટ. |
06:53 | કટલેટ્સ બનાવવા માટે, આપણને જોઈએ છે -
½ કપ શિંગદાણાનો પાવડર 2 મોટી ચમચી ચણાનો લોટ 2 મોટી ચમચી ઘઉંનો લોટ |
07:02 | ½ કપ સમારેલ પાલક
¼ કપ સમરેલ મેથી પત્તા |
07:07 | 1 મોટી ચમચી કોથમીર
1 નાની ચમચી લાલ મરચાંનો પાવડર મીઠું સ્વાદ અનુસાર |
07:13 | 1 નાની ચમચી બીજનો પાવડર, તમે તલ અથવા અળસિનું સંયોજન ઉપયોગ કરી શકો છો |
07:19 | 1 મોટી ચમચી લીંબુનો રસ |
07:21 | 1 નાની ચમચી લસણનો પેસ્ટ
4 ચમચી તેલ |
07:26 | શિંગદાણાનો પાવડર બનાવવા માટે-
½ કપ શિંગદાણાને પેનમાં શેકો જ્યાસુધી તેનો રંગ ન બદલાય અને ફોરમ ન આવે |
07:33 | તેને ઠંડુ પડવા દો
ત્યારબાદ તેના છોતરાં કાઢવા હેતુ તેને હથેળી વચ્ચે મૂકીને ઘસો |
07:40 | તેને વાટવાના પથ્થર પર અથવા મિક્સરમાં નાખીને પીસીને બારીક પાવડર બનાવો |
07:44 | હવે શિંગદાણાના પાવડર અને અન્ય તમામ સામગ્રીને વાટકામાં કાઢી લો
તેમાં સેજ પાણી ઉમેરીને ગૂંદીને કણક બનાવી લો |
07:53 | કણકને 4 ભાગમાં વિભાજિત કરીને તેને આકાર આપી કટલેટ્સ બનાવો
તવાને ગરમ કરો, સેજ તેલ નાખો |
08:00 | તેના પર દરેક કટલેટને પકવો, જ્યાં સુધી તે બંને બાજુએ ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય
શિંગદાણાના કટલેટ્સ તૈયાર છે |
08:07 | તમે આ કટલેટ્સ લીંબુના અચાર સાથે અથવા આમળાની ચટણી સાથે ખાઈ શકો છો |
08:12 | લીંબુમાં ઉપલબ્ધ Vitamin C એ કટલેટ્સમાં હાજર આયર્ન (લોહ પોષકતત્વ) ને શોષવા માટે મદદ કરશે |
08:19 | આ કટલેટ વાનગીમાં આપેલ પ્રચુર માત્રામાં છે -
Protein આયર્ન (લોહ પોષકતત્વ) |
08:24 | Folate
સારી ચરબી અને Potassium |
08:28 | 4થી વાનગી છે બાજરા અને રાજગીરાના મઠિયાં |
08:33 | આને બનાવવા માટે, આપણને જોઈએ છે -
½ કપ બાજરાનો લોટ 1 નાની ડુંગળી (કાંદો) |
08:39 | ½ કપ રાજગીરાના પત્તા
½ નાની ચમચી હળદર પાવડર |
08:44 | સ્વાદ અનુસાર મીઠું
¼ નાની ચમચી શરગવાના પત્તાનો પાવડર |
08:49 | 1 નાની ચમચી લાલ મરચાંનો પાવડર |
08:52 | ½ ચમચી રાઈ
½ ચમચી જીરું |
08:57 | 2 નાની ચમચી તલ
1 નાની ચમચી તેલ |
09:01 | એક વાટકામાં લોટ, કાંદા અને રાજગીરાના પત્તા લો |
09:06 | હવે હળદર પાવડર, લીંબુનો રસ અને શરગવાના પત્તાનો પાવડર ઉમેરો
તેને સારી રીતે મિશ્રિત કરી લો |
09:12 | સેજ સેજ પાણી તેમાં ઉમેરીને તેનું કણક બાંધી લો |
09:17 | હથેળી પર થોડું તેલ લગાવીને આ કણકને નાના ભાગમાં વહેંચી લો |
09:23 | આ ટુકડાઓને નળાકાર રોલ્સમાં ઢાળો |
09:27 | રોલ્સને સ્ટીમર (વાષ્પપાત્ર) માં નિમ્નથી મધ્યમ તાપ પર 10-15 મિનિટ માટે બાફો |
09:33 | રોલ્સને ઠંડુ પડવા દો અને ત્યારબાદ તેને વૃત્તકાર ટુકડાઓમાં કાપી લો |
09:38 | હવે 1 નાની ચમચી તેલ પેનમાં નાખીને ગરમ કરો |
09:41 | તેમાં રાઈ, તલ અને જીરું ઉમેરો
તે તતડી જાય ત્યારબાદ તેમાં મઠિયાંના ટુકડાઓ ઉમેરો |
09:49 | ટુકડાઓ કકરા થાય ત્યાં સુધી તેને સાંતળો |
09:52 | બાજરા અને રાજગીરા પત્તાના મઠિયાં તૈયાર છે |
09:55 | બાજરો જો ન મળે, તો તમે આપેલ પણ વાપરી શકો છો
જુવારનો લોટ અથવા રાગીનો લોટ |
10:03 | આ વાનગીમાં વધુ માત્રામાં છે -
Protein |
10:06 | ફૉસ્ફરસ
Folate |
10:09 | આયર્ન (લોહ પોષકતત્વ)
ફાયબર |
10:11 | Beta carotene અને
Potassium |
10:15 | છેલ્લી વાનગી જે આપણે જોશું તે છે ફણગાવેલ મેથીના બીજની કર્રી. |
10:20 | આને બનાવવા માટે, આપણને જોઈએ છે - 1 કપ ફણગાવેલ મેથીના બીજ
1 મધ્યમ કદની ડુંગળી (કાંદો) |
10:27 | 1 ટામેટું
મીઠું સ્વાદ અનુસાર |
10:29 | 1 નાની ચમચી મરચાંનો પાવડર
½ નાની ચમચી હળદર પાવડર |
01:34 | 1 નાની ચમચી લીંબુનો રસ
1 નાની ચમચી રાઈ અને જીરું |
10:39 | 1 નાની ચમચી તેલ |
10:41 | મેથીના બીજને ફણગાવવા માટે: મેથીના બીજને રાતભર પાણીમાં પલાળીને મૂકો |
10:46 | ત્યારબાદ પાણી કાઢીને ચોખ્ખા મલમલી કાપડમાં તેને બાંધો દો
તેને 2 કે 3 દિવસો સુધી અંકુરિત થવા માટે રાખી મૂકો |
10:53 | વાનગી બનાવવા માટે: પેનમાં, થોડું તેલ ગરમ કરો |
10:57 | રાઈ અને જીરાને તેમાં ઉમેરીને વઘાર થવા દો |
11:01 | આમાં, કાંદા નાખીને તેનો રંગ બદલાતા સુધી તળો |
11:05 | હવે ટામેટાં નાખીને તે નરમ થાય ત્યાસુધી પકવો |
11:09 | આગળ, મસાલા ઉમેરો અને 2 મિનિટ સુધી રાંધો |
11:12 | આમાં, ફણગાવેલી મેથી અને 2 મોટી ચમચી પાણી ઉમેરો |
11:17 | સારી રીતે મિશ્રિત કરો અને મિશ્રણને 6-8 મિનિટ માટે ઢાંકીને રાખો |
11:21 | તાપ બંધ કરો અને તેમાં લીંબુનો રસ ઉમેરો |
11:24 | ફણગાવેલ મેથીના બીજની કર્રી તૈયાર છે |
11:28 | આ વાનગીમાં પ્રચુર માત્રામાં છે-
પ્રોટીન ફાયબર |
11:32 | ફૉસ્ફરસ
Calcium |
11:35 | આયર્ન (લોહ પોષકતત્વ) અને
Omega 3 Fatty acid |
11:38 | ફણગાવેલ મેથી ઉત્કૃષ્ટ galactogogues છે |
11:42 | આ ટ્યુટોરિયલમાં દર્શાવેલ તમામ વાનગીઓ પોષકતત્વથી ભરપૂર છે જે જરૂરી છે-
દૂધ ઉત્પાદન માટે |
11:49 | બાળકની વૃધ્ધિ અને વિકાસ માટે અને
માતાને તંદુરસ્ત રાખવા માટે |
11:54 | અહી દૂધ આપતી માતાઓ માટે શાકાહારી વાનગીઓ પરનું આ સ્પોકન ટ્યુટોરિયલ સમાપ્ત થાય છે.
જોડાવાબદ્દલ આભાર |