Health-and-Nutrition/C2/Cradle-Hold-for-Breastfeeding/Gujarati
From Script | Spoken-Tutorial
00:01 | ધવડાવવા માટેની Cradle પકડ પરનાં Spoken Tutorial માં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું- |
00:09 | માતા અને તેના બાળક માટે યોગ્ય ધવડાવવાની પકડની પસંદગી |
00:15 | ધવડાવવા પહેલા માતાની તૈયારી અને |
00:18 | Cradle hold ની રીત. |
00:22 | ચાલો શરુ કરીએ.
દુનિયાભરમાં, માતાઓ તેમના બાળકને વિવિધ પ્રકારની પકડોનો ઉપયોગ કરી ધવડાવે છે. પહેલાના ટ્યુટોરીયલમાં ચર્ચા કર્યા પ્રમાણે - માતા અને તેના બાળક માટે ઉત્તમ ધવડાવવાની પકડ એ છે કે જેમાં - |
00:39 | માતા અને બાળક બંને સંપૂર્ણ ધાવણ દરમ્યાન આરામદાયક સ્થિતિમાં રહે. |
00:45 | બાળક માતાની છાતી સાથે ઊંડાણપૂર્વક જોડાવામાં સક્ષમ હોય |
00:50 | અને તે પૂરતું દૂધ મેળવે. |
00:54 | ચાલો આમાંની એક પકડ જે કે Cradle પકડ કહેવાય છે તેના વિશે શીખીએ. |
00:59 | તેના બાળકને ધવડાવવા પહેલા, માતાએ તેના હાથને સાબુ અને પાણી વડે ધોવા જોઈએ. |
01:05 | અને તેના હાથને યોગ્ય રીતે સુકાવવા જોઈએ. |
01:10 | ત્યારબાદ તેણે ઉકાળીને ઠંડુ પાડેલું એક ગ્લાસ પાણી પીવું જોઈએ. |
01:15 | ધવડાવનાર માતા દિવસમાં આશરે ૭૫૦ થી ૮૫૦ મીલીલીટર દૂધ ઉત્પન્ન કરે છે. |
01:22 | તેથી, તેમણે રોજ વધારે પાણી પીવું જોઈએ. |
01:27 | આગળ, ચાલો માતાની બેસવાની સ્થિતીની ચર્ચા કરીએ. |
01:31 | માતાએ જમીન પર અથવા પલંગ પર પલાંઠી વાળીને બેસવું જોઈએ. |
01:36 | અથવા ખુરસી પર એ રીતે બેસવું જોઈએ કે પગ જમીન પર અડે. |
01:41 | ખુરસી જો ઉંચી હોય અને તેનો પગ જમીન પર અડતો ના હોય તો - |
01:47 | તે તેનો પગ નાના સ્ટુલ પર અથવા તકિયાને જમીન પર રાખી તેનાં પર મૂકી શકે છે. |
01:53 | બેસતી વખતે, તેણે એ વાતની ખાતરી કરી લેવી જોઈએ કે -
તેની પીઠ ટટ્ટાર હોય જેથી કરીને કમરના દુખાવાને ટાળી શકાય. |
02:00 | તેનાં ખભા આરામદાયક સ્થિતીમાં હોવા જોઈએ અને ઉંચા કે વળાંકમાં ન હોવા જોઈએ. |
02:05 | અને આ આરામદાયક સ્થિતીને સંપૂર્ણ ધવડાવતાં દરમ્યાન જાળવી રાખવી જોઈએ. |
02:12 | હવે, માતાએ જે છાતીથી બાળકને ધવડાવવું છે તે પરથી વસ્ત્ર નીકાળવું જોઈએ. |
02:18 | તેણે એ વાતની ખાતરી કરવી જોઈએ કે તેની બ્રા અથવા કબ્જાનું દબાણ સ્તન પર પડવું ન જોઈએ. |
02:25 | આરામદાયક સ્થિતીમાં બેસ્યા બાદ, બાળકને માતાની નજીક લાવવું. |
02:29 | માતા જે સ્તનથી તેનાં બાળકને ધવડાવશે તેની સામેની સ્થિતીમાં આવેલા હાથ વડે બાળકનું માથું પકડવું. |
02:37 | તેજ હાથની કોણીનાં અંદરના ભાગમાં બાળકનું માથું આરામથી રાખવું. |
02:44 | તેજ હાથેથી, માતાએ તેનાં બાળકનાં માથાને, ગળાને અને ધડને આધાર આપવો. |
02:51 | આ દૃશ્યમાં દર્શાવેલ માતા, તેની જમણી છાતીથી બાળકને ધવડાવશે. |
02:56 | તેથી, બાળકનાં માથાને, ગળાને અને ધડને આધાર આપવા માટે તે તેનાં જમણા હાથનો ઉપયોગ કરી રહ્યી છે અને |
03:04 | બાળકનું માથું તેનાં જમણા હાથની કોણીનાં અંદરના ભાગમાં આરામથી ભરાયેલું છે. |
03:10 | બાળકને ઊંચકી રાખવા માટે જો માતાને વધારાનો આધાર જોઈએ તો, તે તેના ખોળામાં બાળકનાં નીચે એક તકીયો રાખી શકે છે. |
03:19 | યાદ રાખો, માતાએ તેની પીઠ ઝુકાવીને છાતીને બાળક નજીક લાવવી નહી. |
03:25 | આનાથી તેને અસુવિધા થશે અને પીઠનો દુખાવો થશે. |
03:30 | તેણે હમેશા તેની પીઠ ટટ્ટાર રાખવી જોઈએ અને બાળકને તેની છાતી સુધી પહોંચાડવા ઉંચુ કરીને નજીક લેવું જોઈએ. |
03:36 | આગળ, ચાલો બાળકના શરીરને યોગ્ય રીતે ગોઠવવાનું શીખીએ. |
03:42 | બાળકનું પેટ માતાના શરીર દ્વારા હળવેથી દબાયેલું હોવું જોઈએ. |
03:47 | તેમનાં શરીર વચ્ચે ઓછું અંતર હોવાથી બાળકને છાતી સુધી પહોંચવામાં ઓછી મહેનત લાગશે. |
03:54 | અને તેનાથી બાળકને ઊંડાણપૂર્વક જોડાવામાં સરળતા રહેશે. |
04:00 | ત્યારબાદ, બાળકનાં સંપૂર્ણ શરીરને આધાર તે બીજો મહત્વનો મુદ્દો જોઈએ. |
04:08 | તમે કદાચિત નોંધ કર્યું હશે કે -
આપણે જ્યારે જમીએ છીએ ત્યારે, આપણું માથું, ગળું અને શરીર હમેશા સીધી રેખામાં હોય છે. |
04:16 | પણ, ઘણી વાર ધવડાવતી વખતે બાળકનું માથું એક બાજુ વળી જાય છે. |
04:23 | આ કારણે બાળક માટે ધાવવું તકલીફદાયક બને છે. |
04:28 | ધાવતી વખતે બાળકનું માથું, ગળું અને શરીર હમેશા સીધી રેખામાં હોવું જોઈએ. |
04:35 | આનાથી દૂધને ગળવામાં બાળકને સરળતા રહેશે. |
04:41 | હવે આપણે બાળકની શરીરની સ્થિતીનાં ત્રીજા પોઈન્ટ પર આવીએ. |
04:46 | માતાએ તેનાં બાળકનાં માથાને, ગળાને અને ધડને આધાર આપવો જોઈએ. |
04:51 | નહી તો બાળકને છાતી સાથે ઊંડાણપૂર્વક જોડાવામાં ઘણી મહેનત કરવી પડશે. |
04:58 | આગળ, ચાલો બાળકનાં નાક અને દાઢી સ્થિતી તરફે જોઈએ. |
05:03 | બાળકનું નાક ડીટડીની રેખામાં હોવું જોઈએ. |
05:07 | અને તેની દાઢી આગળ પડતી અને છાતીથી અત્યંત નજીક હોવી જોઈએ. |
05:13 | આનાથી એ વાતની ખાતરી થશે કે બાળક ધાવતી વખતે areola નાં નીચેનો ભાગ મોટા પ્રમાણમાં લેશે. |
05:19 | અને તેથી, અસરકારક રીતે દૂધ પીવા માટે નીચેના જડબાનો ઉપયોગ કરશે. |
05:26 | કૃપા કરી નોંધ લો - Areola એ ડીટડી ફરતે આવેલ ઘટ્ટ વિસ્તાર છે. |
05:32 | હવે જો કે બાળકની સ્થિતી યોગ્ય છે તો, |
05:35 | ચાલો છાતીને પકડવાનું શીખીએ. |
05:39 | તેનાં બીજા હાથની આંગળીઓનો ઉપયોગ કરીને, માતાએ તેનાં છાતીને ઉપરથી U આકારની પકડમાં પકડીને રાખવું જોઈએ. |
05:48 | આ ચિત્રમાં દર્શાવેલ માતા તેની જમણી છાતીને પકડવા માટે ડાબા હાથનો ઉપયોગ કરશે. |
05:55 | અંગુઠા અને આંગળીઓની યોગ્ય સ્થિતી સમજવા માટે, માતાની જમણી છાતી પર ડીટડીને ઘડિયાળનું કેન્દ્ર માનીએ. |
06:04 | માતાએ આ ઘડિયાળ પર તેનાં ડાબા અંગુઠાને ઘડિયાળનાં 3 વાગવાની સ્થિતીમાં મુકવો જોઈએ. |
06:10 | જ્યારે કે તેની ડાબી તર્જની અને વચલી આંગળી 9 વાગવાની સ્થિતીમાં હોવી જોઈએ. |
06:18 | છાતી પકડીને, માતાની આંગળીઓ હમેશા બાળકનાં હોઠની દિશામાં હોવી જોઈએ. |
06:25 | કેમ?
ચાલો એક સરળ ઉદાહરણ દ્વારા આ સમજીએ. |
06:30 | આપણે જ્યારે વડાપાવ કે બર્ગર ખાઈએ છીએ ત્યારે, આપણા હોંઠ આડી રીતે ખુલે છે. |
06:35 | મોટુ બચકું લેવા માટે આપણે વડાપાવ કે બર્ગરને આડી રીતે પકડીએ છીએ. |
06:40 | અહીં, અંગુઠો અને આંગળીઓ હોંઠની દિશામાં મુકાયા છે. |
06:46 | આપણે જો વડાપાવ કે બર્ગરને ઉભી રીતે પકડીએ તો, આપણે મોટુ બચકું લઇ શકીશું નહી. |
06:53 | એજ પ્રમાણે, બાળકનાં હોઠની દિશાની નોંધ લો.
હોઠ અહીં ઉભી દિશામાં છે. |
07:00 | તેથી, આંગળીઓ અને અંગુઠો પણ છાતી પર ઉભી દિશામાં મુકાવા જોઈએ. |
07:06 | આનાથી બાળકને areola ની નીચેનો મોટો ભાગ તેનાં મોઢામાં લેવામાં મદદ મળશે. |
07:13 | વધુમાં, બાળકનાં હોઠની દિશામાં રહેવાના સાથે, માતાનો અંગુઠો અને આંગળીઓ હમેશા ડીટડીથી 3 આંગળીઓનાં અંતરે હોવા જોઈએ. |
07:23 | ફરીથી, વડાપાવ કે બર્ગરના ઉદાહરણ તરફ જઈએ.
જો આપણે ખુબ નજીકથી પકડીએ તો, મોટુ બચકું લેવામાં આપણી આંગળીઓ મોઢાને અવરોધ કરશે. |
07:34 | આપણે જો ખુબ દુરથી પકડીએ તો, આપણા મોઢામાં બેસવા યોગ્ય તેનો આકાર રહેશે નહી. |
07:41 | તેથી, આપણે મોટુ બચકું લેવા માટે યોગ્ય અંતરે પકડવું જોઈએ. |
07:47 | એજ પ્રમાણે બાળક માટે, યોગ્ય અંતર છે ડીટડીથી 3 આંગળીઓનું અંતર, જેવું કે આ ચિત્રમાં દર્શાવ્યું છે. |
07:55 | આ અંતર એ વાતની ખાતરી કરશે કે-
માતાની આંગળીઓ બાળકને તેનાં મોઢામાં areola નો મોટો ભાગ લેવામાં અટકાવે નહી. |
08:05 | માતા ફક્ત ડીટડીને ન દબાવે જે કે ખુબ ઓછા પ્રમાણમાં દૂધ આપશે. |
08:11 | માતા areola નાં નીચે આવેલી મોટી દૂધ વાહિનીઓ દબાવે જેથી વધુ દૂધ બહાર નીકળશે. |
08:17 | અને છાતીનો આકાર યોગ્ય રહે જેથી બાળકને ઉંડાણપૂર્વક જોડાવામાં મદદ મળે. |
08:23 | યાદ રાખો-
માતાનો અંગુઠો છાતીની એ બાજુએ રહે જ્યાં બાળકની દાઢી સ્થિત છે. |
08:30 | અને તેની 2 આંગળીઓ છાતીની એ બાજુએ રહે જ્યાં બાળકનું નાક સ્થિત છે. |
08:36 | ચાલો વડા પાવ કે બર્ગરનાં ઉદાહરણ પર પાછા જઈએ. |
08:41 | વડા પાવ કે બર્ગરને યોગ્ય રીતે પકડ્યા બાદ, આપણે મોટુ બચકું લેવા માટે હમેશા તેને દબાવીએ છીએ. |
08:48 | એજ પ્રમાણે, માતાએ ઉપરથી U આકારમાં તેનાં છાતીને પકડી રાખીને હળવેથી દબાવવું જોઈએ. |
08:54 | આનાથી બાળકને areola ની નીચેનો છાતીનો મોટો ભાગ તેનાં મોઢામાં લેવામાં મદદ મળશે. |
09:01 | પરંતુ યાદ રાખો, માતાએ ઊંધા V આકારની પકડમાં તેનાં છાતીને દબાવવું ન જોઈએ. |
09:07 | V આકારમાં દબાવવું છાતીને ચિમટી ભરશે અને પરિણામસ્વરૂપ ડીટડી દ્વારા ધાવણ થશે. |
09:14 | સાથે જ ખ્યાલ રાખો કે અંગુઠા અને આંગળીઓ વડે છાતીનું સરખા પ્રમાણમાં દબાણ હોય. |
09:21 | નહી તો, ડીટડી કાં તો જમણી તરફ ખસી જશે અથવા તો ડાબી તરફ ખસી જશે. |
09:27 | અને એનાથી બાળક છાતી સાથે ઊંડી રીતે જોડાવામાં સક્ષમ રહેશે નહી. |
09:32 | યાદ રાખો, છાતીને ધકેલીને બાળક નજીક લાવવી ન જોઈએ. |
09:39 | બાળકને હમેશા છાતીની નજીક લાવો. |
09:43 | હવે, બાળક Cradle પકડમાં છે અને ધાવવા માટે છાતીથી જોડાવા તૈયાર છે. |
09:49 | બાળકની છાતીથી જોડાણની રીત આ શ્રેણીના બીજા અન્ય ટ્યુટોરીયલમાં સમજાવવામાં આવી છે. |
09:58 | બાળક એકવાર બરાબરથી જોડાય અને છાતી જો ખુબ વજનવાળી ન હોય તો- |
10:05 | માતાએ તેનાં હાથને તેની છાતીથી કાઢવો જોઈએ |
10:09 | અને બાળકને આધાર આપવા માટે તેનાં હાથને બાળકનાં નીચેની તરફે મુકવો જોઈએ. |
10:14 | આ સ્થિતીમાં, માતાએ તેનાં બંને હાથ તેનાં શરીરથી અડાડીને રાખવા જોઈએ. |
10:21 | આનાથી ધવડાવતી વખતે તેને આરામદાયક સ્થિતીમાં રહેવામાં મદદ મળશે. |
10:26 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
10:29 | જોડાવાબદ્દલ આભાર. |