Linux-AWK/C2/Built-in-Functions-in-awk/Gujarati
|
|
00:01 | નમસ્તે, awk માં built-in functions પરના આ સ્પોકન ટ્યુટોરીઅલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીઅલમાં આપણે built-in functions ના વિભિન્ન પ્રકાર વિશે શીખીશું જેમ કે-
Arithmetic functions |
00:15 | String functions |
00:17 | Input/Output functions અને Time-stamp functions |
00:23 | આપણે આ અમુક ઉદાહરણો મારફતે કરીશું. |
00:26 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું Ubuntu Linux 16.04 Operating System અને
gedit text editor 3.20.1 |
00:38 | તમે તમારા પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો. |
00:42 | આ ટ્યુટોરીયલના અભ્યાસ માટે, તમને આ વેબસાઈટ પર આવેલ પાછલા awk ટ્યુટોરીયલો મારફતે જવું જોઈએ. |
00:49 | તમને કોઈપણ પ્રોગ્રામિંગ ભાષાનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ જેમ કે C અથવા C++. |
00:56 | જો નથી, તો અમારી વેબસાઈટ પરના સબંધિત ટ્યુટોરીયલો મારફતે જાવ. |
01:02 | આ ટ્યુટોરીયલમાં વાપરવામાં આવેલ ફાઈલ આ ટ્યુટોરીયલ પુષ્ઠ પરના Code Files લિંકમાં ઉપલબ્ધ છે.
કૃપા કરી તેને ડાઉનલોડ કરીને એક્સટ્રેક્ટ કરો. |
01:12 | Built-in functions એ કોલ હેતુ awk માટે હંમેશા ઉપલબ્ધ હોય છે. |
01:17 | પહેલા આપણે arithmetic functions વિશે શીખીશું.
square root function (sqrt (x)) એ સંખ્યા x નું ધનાત્મક વર્ગમૂળ રિટર્ન કરે છે. |
01:27 | int ફંક્શન x ને ઇન્ટીજર વેલ્યુથી ટ્રન્કેટ્સ કરે છે |
01:32 | exponential function એ x નો એક્સ્પોનેન્શીયલ આપે છે |
01:37 | log function એ x ની પ્રાકૃતિક logarithm વેલ્યુ રિટર્ન કરે છે |
01:43 | sin અને cos અનુક્રમે sine(x) અને cosine(x) આપે છે |
01:49 | કૃપા કરી નોંધ લો argument x એ radians માં ઉલ્લેખિત હોવી જોઈએ. |
01:55 | ચાલો આ functions ને સમજવા ઉદાહરણ તરફે જોઈએ. |
02:00 | મેં પહેલાથી જ arithmetic underscore function dot awk ફાઈલમાં કોડ લખ્યો છે.
તે જ Code Files લિંકમાં ઉપલબ્ધ છે. |
02:10 | અહીં, આપણે અનુક્રમે ઘનાત્મક અને ઋણાત્મક સંખ્યાના વર્ગમૂળ પ્રિન્ટ કરી રહ્યા છીએ. |
02:17 | આગળ આપણે અનુક્રમે ઘનાત્મક અને ઋણાત્મક સંખ્યા માટે ઇન્ટીજર વેલ્યુ પ્રિન્ટ કરી રહ્યા છીએ. |
02:24 | ત્યારબાદ આપણે નાની સંખ્યા અને ખુબ મોટી સંખ્યાના એક્સ્પોનેન્શીયલ પ્રિન્ટ કરી રહ્યા છીએ. |
02:31 | ત્યાર પછી, ઘનાત્મક અને ઋણાત્મક સંખ્યાના પ્રાકૃતિક logarithm ને પ્રિન્ટ કરવામાં આવે છે. |
02:38 | સાથે જ આપણે 0.52 radian ની sine અને cosine વેલ્યુઓ પણ પ્રિન્ટ કરી રહ્યા છીએ, જે વાસ્તવમાં 30 degree છે.
ચાલો ફાઈલને terminal માં એક્ઝિક્યુટ કરીએ. |
02:50 | Ctrl, Alt અને T કી દાબીને terminal ખોલો. |
02:55 | આગળ cd command નો ઉપયોગ કરીને એ ફોલ્ડરમાં જાવ જ્યાં તમે Code Files ડાઉનલોડ કરી છે અને એક્સટ્રેકટ કરી છે. |
03:03 | હવે ટાઈપ કરો awk space -f space arithmetic_function.awk
અને આઉટપુટ જોવા માટે Enter દબાવો. |
03:14 | આ આઉટપુટથી કેટલીક બાબતો સાફ થાય છે. |
03:18 | sqrt() function એ ધનાત્મક સંખ્યાનું વર્ગમૂળ આપે છે. |
03:23 | સંખ્યા જો ઋણાત્મક હોય તો તે nan અથવા not a number રિટર્ન આપે છે. |
03:29 | int() એ કોઈપણ ધનાત્મક અથવા ઋણાત્મક સંખ્યાનું ટ્રન્કેટેડ ઇન્ટીજર આપે છે. |
03:36 | exp() એ સંખ્યાની એક્સ્પોનેન્શીયલ આપે છે.
સંખ્યા જો ખુબ મોટી હોય તો, function એ inf રિટર્ન કરશે. |
03:47 | ધનાત્મક સંખ્યાના પ્રાકૃતિક logarithm ને log() function દ્વારા આપવામાં આવે છે. |
03:53 | સંખ્યા જો ઋણાત્મક હોય તો, function એ nan રિટર્ન કરે છે. |
03:58 | Sine અને cosine functions સંદર્ભિત વેલ્યુઓ રિટર્ન કરે છે.
તમે તમારા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને વેલ્યુ ચકાસી શકો છો. |
04:07 | હવે, ચાલો random functions તરફે જોઈએ. |
04:11 | rand() એ 0 અને 1 વચ્ચેથી કોઈપણ રેન્ડમ સંખ્યા રિટર્ન કરે છે. પરંતુ ક્યારે પણ 0 અથવા 1 રિટર્ન કરતુ નથી. |
04:21 | ઉત્પન્ન થયેલ સંખ્યાઓ એક awk એક્ઝિક્યુશન અંતર્ગત રેન્ડમ રહેશે. |
04:27 | પરંતુ awk પ્રોગ્રામના વિભિન્ન એક્ઝિક્યુશન સામે અનુમાનનીય હોય છે. |
04:33 | srand(x) નો ઉપયોગ random function માટે seed value x આપવા માટે થાય છે. |
04:39 | x ની ગેરહાજરીમાં, દિવસની તારીખ અને સમયને seed value તરીકે વાપરવામાં આવે છે.
ચાલો આ ઉદાહરણ વડે સમજીએ. |
04:49 | મેં random function માટે કોડ લખ્યો છે અને તેને random.awk તરીકે સેવ કર્યો છે. |
04:56 | અહીં, for loop, rand() function અંદર 0 અને 1 વચ્ચેની એક રેન્ડમ સંખ્યા ઉત્પન્ન થશે. |
05:04 | ત્યારબાદ ઉત્પન્ન થયેલ સંખ્યા 50 થી ગુણાકાર થશે અને પ્રિન્ટ થશે. |
05:10 | તો, આ કોડ 50 અંતર્ગત 5 રેન્ડમ સંખ્યાઓ ઉત્પન્ન કરશે. |
05:16 | terminal પર જાવ અને ફાઈલને એક્ઝિક્યુટ કરો.
ચાલો હું terminal સાફ કરું. |
05:23 | ટાઈપ કરો: awk space hyphen f space random dot awk અને Enter દબાવો. |
05:31 | જુઓ, તે 5 રેન્ડમ સંખ્યાઓ આપે છે. |
05:35 | જો હું કોડ ફરીથી એક્ઝિક્યુટ કરું તો શું થશે? |
05:39 | પાછલા એક્ઝિક્યુટેડ કમાન્ડને મેળવવા હેતુ અપ એરો કી દબાવો અને Enter દબાવો. |
05:47 | આપણને સમાન આઉટપુટ મળે છે. જેનો અર્થ એ થાય છે કે, awk સ્ક્રીપ્ટના દરેક એક્ઝિક્યુશન માટે રેન્ડમ સંખ્યાનો સમાન ગણ ઉત્પન્ન કરે છે. |
05:57 | તો પછી દરેક એક્ઝિક્યુશનમાં નવી રેન્ડમ સંખ્યાનો ગણ આપણે કેવી રીતે મેળવી શકીએ છીએ?
ફરીથી કોડ પર જાવ. |
06:06 | for loop પહેલા, ટાઈપ કરો srand() function |
06:11 | ફાઈલને સેવ કરવા માટે Crtl અને S કી દબાવો. |
06:16 | હવે terminal પર જાવ. |
06:19 | પાછલા એક્ઝિક્યુટેડ કમાન્ડને મેળવવા હેતુ અપ એરો કી દબાવો અને Enter દબાવો. |
06:27 | તે જુદી રેન્ડમ સંખ્યા ગણ આપે છે. |
06:31 | તો, આપણે srand function વાપરીને નવી રેન્ડમ સંખ્યા ગણ ઉત્પન્ન કરી શકીએ છીએ, જ્યારે તેને argument વિના વાપરવામાં આવે છે. |
06:40 | આગળ આપણે અમુક string functions જોશું.
length function એક ચોક્કસ સ્ટ્રીંગ s ની લંબાઈ આપે છે. |
06:49 | index function એ મોટી string s1 અંતર્ગત string s2 ની સ્થિતિ નક્કી કરે છે. |
06:57 | ઉદાહરણ તરીકે, index within parentheses within double quotes linux comma within double quotes n, એ 3 રિટર્ન કરે છે.
ચાલો ઉદાહરણ જોઈએ. |
07:10 | awkdemo.txt ફાઈલ ખોલો. |
07:14 | આપણે જાણીએ છીએ કે awkdemo.txt ફાઈલમાં દરેક વિદ્યાર્થી 4 અંકી રોલ ક્રમાંક ધરાવે છે. |
07:21 | ટાઈપિંગ એરર (ત્રુટિ) લીધે, રોલ ક્રમાંક ખોટી અંક સંખ્યા ધરાવી શકે છે.
awk commands વાપરીને આપણે આ સરળતાથી શોધી શકીએ છીએ. |
07:30 | terminal પર જાવ.
ચાલો હું terminal સાફ કરું. |
07:36 | હવે અહીં દર્શાવ્યા પ્રમાણે command ટાઈપ કરો.
અહીં આપણે તપાસ કરીએ છીએ કે 1લા ફિલ્ડની લંબાઈ એ 4 ના બરાબર છે કે નહિ. |
07:46 | જો નથી, તો તે વ્યક્તિગત રેકોર્ડ પ્રિન્ટ થશે.
Enter દબાવો. |
07:53 | જુઓ, અહીં એક રોલ-ક્રમાંક S02 છે જે અયોગ્ય રીતે ટાઈપ થયેલો છે. |
08:00 | તે ત્રણ અંકો ધરાવે છે, જ્યારે કે બીજા તમામ ચાર અંકો ધરાવે છે. |
08:07 | substr(s,a,b) function એ મોટી string s માંથી એક substring એક્સટ્રેક્ટ કરે છે. |
08:14 | ચાલો હું પેરામીટર સમજાઉં. |
08:17 | અહીં s એ string છે. |
08:20 | a, s માં સ્થિતિ સૂચવે છે જેમાંથી એક્સટ્રેક્શન શરુ થવું જોઈએ |
08:26 | b કેરેક્ટરોની સંખ્યા સૂચવે છે જે એક્સટ્રેક્ટ થશે.
ચાલો ઉદાહરણ જોઈએ. |
08:33 | awkdemo.txt ફાઈલ પર જાવ. |
08:37 | રોલ ક્રમાંકનો પ્રથમ અક્ષર Hostel code રજુ કરે છે જ્યાં ચોક્કસ વિદ્યાર્થી રહે છે. |
08:46 | માનો કે આપણે એવા વિદ્યાર્થીઓની સૂચિ શોધવા ઇચ્છીએ છીએ, જેઓ હોસ્ટેલ A માં રહે છે. |
08:52 | તે મેળવવા માટે, ચાલો terminal પર જઈએ. |
08:56 | અહીં દર્શાવ્યા પ્રમાણે કમાન્ડ ટાઈપ કરો. |
09:00 | અહીં આપણે $1 દ્વારા સૂચિત string લઈએ છીએ. |
09:05 | જેવું કે આપણે જાણીએ છીએ $1 એ પ્રથમ field રજુ કરે છે, જે આપણા કિસ્સામાં રોલ ક્રમાંક છે. |
09:12 | આગળ, આપણે એક substring એક્સટ્રેક્ટ કરીએ છીએ જે કેરેક્ટર લંબાઈ one સાથે પોઝિશન one પર શરુ થાય છે. |
09:19 | ત્યારબાદ, જો તે કેપિટલ A ના બરાબર હોય, તો ફાઈલથી તે લાઈન પ્રિન્ટ થશે.
આઉટપુટ જોવા માટે Enter દબાવો. |
09:29 | આપણને વિદ્યાર્થીઓની સૂચિ મળે છે જેઓ હોસ્ટેલ A માં છે. |
09:34 | આપણે function split ને પહેલા જોયું છે.
તો, હું અહીં વિગતો નહિ સમજાવું. |
09:40 | તમને કોઈપણ શંકા હોય તો કૃપા કરી પહેલાના awk ટ્યુટોરીયલોનો સંદર્ભ લો. |
09:45 | અહીં અમુક અન્ય functions છે જે Input/Output થી સંબંધિત છે.
system() function - આપણને awk અંતર્ગત કોઈપણ unix command રન કરવામાં મદદ કરે છે. |
09:56 | હવે, આપણે awk command મારફતે unix command date રન કરીશું. |
10:01 | terminal માં અહીં દર્શાવ્યા પ્રમાણે કમાન્ડ ટાઈપ કરો.
અને Enter દબાવો. |
10:09 | terminal પર આઉટપુટ તરીકે આજની તારીખ અને સમય દૃશ્યમાન થાય છે. |
10:15 | હવે, આપણને આની શા માટે જરૂર છે? આપણે awk command નો ફક્ત BEGIN સેક્શન રાખ્યો છે. |
10:21 | વાસ્તવિક દુનિયાના દૃશ્યે, આપણે જોઈતા આઉટપુટને દર્શાવતા પહેલા, system date ને પ્રિન્ટ કરવાનું ઈચ્છી શકીએ છીએ. |
10:28 | આ કિસ્સામાં, આપણને awk command માંથી system commands એક્ઝિક્યુટ કરવાની જરૂર પડશે. |
10:34 | અહીં અમુક functions છે જે time stamps સાથે વહેવાર કરે છે જેમ કે
systime(), strftime() , વગેરે. |
10:43 | આ functions વિશે જાણવા હેતુ ઇન્ટરનેટને બ્રાઉઝ કરો. |
10:48 | અહીં આ ટ્યુટોરીઅલનો અંત થાય છે.
ચાલો સારાંશ લઈએ. |
10:53 | આ ટ્યુટોરીઅલમાં આપણે built-in functions ના વિભિન્ન પ્રકાર વિશે શીખ્યા જેમ કે
Arithmetic functions, String functions, Input/Output functions અને Time stamps functions |
11:06 | એસાઇનમેન્ટ તરીકે- દરેક રેકોર્ડનું છેલ્લું field પ્રિન્ટ કરવા માટે એક awk પ્રોગ્રામ લખો. |
11:13 | જ્યાં વિદ્યાર્થીનું નામ ત્રીજા અક્ષર તરીકે નાનો u ધરાવે, awkdemo.txt ફાઈલ વાપરીને. |
11:22 | આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
11:30 | Spoken Tutorial Project ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજે છે.
અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો. |
11:43 | તમારા પ્રશ્નોને આ ફોરમ પર પોસ્ટ કરો. |
11:47 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો અપાયો છે.
આ મિશન પર વધુ માહિતી આ લિંક પર ઉપલબ્ધ છે. |
11:59 | ભાષાંતર કરનાર, હું ભરત સોલંકી હવે આપથી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |