Blender/C2/Types-of-Windows-Properties-Part-2/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:20, 26 June 2013 by Jyotisolanki (Talk | contribs)

Jump to: navigation, search
Visual Cue Narration
00.04 બ્લેન્ડર ટ્યુટોરીયલોની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00.08 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે.
00.15 This script has been contributed by Sneha Deorukhkar and Bhanu Prakash and edited by Monisha Banerjee
00.28 આ ટ્યુટોરીયલ જોયા પછી, આપણે શીખીશું કે પ્રોપર્ટીઝ વિન્ડો શું છે;
00.35 પ્રોપર્ટીઝ વિન્ડો અંતર્ગત scene panel, world panel અને Object panel શું છે;
00.42 પ્રોપર્ટીઝ વિન્ડો અંતર્ગત scene panel, world panel અને Object panel માં વિવિધ સેટિંગો (સુયોજનો) શું છે
00.52 હું માનું છુ કે તમને બ્લેન્ડર ઈન્ટરફેસ (આંતરફલક) નાં મૂળભૂત તત્વો વિશેની જાણ છે.
00.57 જો નથી તો અમારું પહેલાનું ટ્યુટોરીયલ - Basic Description of the Blender Interface નો સંદર્ભ લો.
01.05 પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે.
01.11 પ્રોપર્ટીઝ વિન્ડોની પહેલી પેનલ અને સુયોજનોને આપણે પાછલા ટ્યુટોરીયલમાં પહેલાથી જ જોઈ ચુક્યા છીએ.
01.17 ચાલો પ્રોપર્ટીઝ વિન્ડોમાંની આગલી પેનલો જોઈએ.
01.21 સૌપ્રથમ, વધુ સારી રીતે જોવા અને સમજવાં હેતુ આપણે આપણા પ્રોપર્ટીઝ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરવું જોઈએ.
01.27 પ્રોપર્ટીઝ વિન્ડોનાં ડાબા ખૂણે ડાબું ક્લિક કરો, હોલ્ડ (પકડી રાખવું) કરો અને ડાબી બાજુએ ડ્રેગ (ખસેડવું) કરો.
01.37 આપણે હવે પ્રોપર્ટીઝ વિન્ડોમાંના વિકલ્પોને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ.
01.42 બ્લેન્ડર વિન્ડોનાં માપમાં કેવી રીતે ફેરબદલ કરવું એ શીખવાં માટે અમારું ટ્યુટોરીયલ - How to Change Window Types in Blender જુઓ.
01.51 પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની હરોળનાં બીજા આઈકોન પર ડાબું ક્લિક કરો. આ scene (દૃશ્ય) પેનલ છે.
02.02 Camera (કેમેરો) એ દૃશ્યને રેન્ડર કરવાં માટે વપરાતો સક્રીય કેમેરો છે.
02.08 Units (એકમો) દૃશ્યમાં વસ્તુઓનું માપ નક્કી કરે છે.
02.14 બ્લેન્ડરમાં એનીમેટ કરવાં હેતુ આ ખુબ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે.
02.20 મૂળભૂત રીતે, Unitsnone અને degrees પર સુયોજિત છે.
02.26 Metric ને ડાબું ક્લિક કરો. હવે અમારા દૃશ્યમાં તમામ વસ્તુઓ મીટરમાં માપવામાં આવશે.
02.35 Gravity પર નજર ફેરવી લઈએ.
02.38 નોંધ લો કે ગ્રેવીટીનાં xyz યુનિટો metres per second square માં બદલાઈ ગયા છે
02.46 જયારે આપણે બ્લેન્ડરમાં ફીજીક્સ (ભૌતિકવિજ્ઞાન) વાપરીને વસ્તુઓને એનીમેટ કરીએ છીએ ત્યારે ગ્રેવીટી ઉપયોગમાં આવે છે.
02.52 આપણે તે પછીનાં ટ્યુટોરીયલમાં જોઈશું.
02.56 પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની હરોળનાં ત્રીજા આઈકોન પર ડાબું ક્લિક કરો.
03.03 World (વર્લ્ડ) પેનલ છે. અહીં આપણે બ્લેન્ડરનાં વર્લ્ડ સુયોજનોને અથવા બેકગ્રાઉન્ડ (પૃષ્ઠભૂમિ) સુયોજનોને બદલી કરી શકીએ છે.
03.12 Blend Sky પર ડાબું ક્લિક કરો. પ્રીવ્યું (પૂર્વદર્શન) ગ્રેડીએન્ટ (ઢાળ) રંગોમાં બદલાઈ જાય છે.
03.21 પરંતુ 3D દેખાવ એવું જ દેખાય છે. તો આપણે કેવી રીતે જાણી શકીએ કે વાસ્તવમાં બેકગ્રાઉન્ડ બદલાયું છે કે નહી?
03.30 સક્રીય કેમેરા દેખાવને રેન્ડર કરવાં માટે F12 દબાવો.
03.36 બેકગ્રાઉન્ડમાંનો ફેરફાર હવે આપણે જોઈ શકીએ છીએ.
03.40 રેન્ડર પ્રદર્શન બંધ કરો.
03.46 Zenith colour પર ડાબું ક્લિક કરો. મેનુંમાંથી એક રંગ પસંદ કરો. હું સફેદ પસંદ કરી રહ્યી છું.
03.58 હવે બેકગ્રાઉન્ડ કાળા અને સફેદ ગ્રેડીએન્ટ સાથે રેન્ડર થશે.
04.03 World પેનલમાં બીજા અન્ય સુયોજનો છે - Ambient Occlusion, environment lighting, Indirect lighting, Gather, Mist, Stars.
04.21 આ સુયોજનોને lighting in Blender (બ્લેન્ડરમાં પ્રકાશ) વિશેનાં વધુ અદ્યતન ટ્યુટોરીયલોમાં આવરી લેવાશે.
04.29 પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની હરોળનાં ચોથા આઈકોન પર ડાબું ક્લિક કરો.
04.37 Object (ઓબજેક્ટ) પેનલ છે. અહીં સક્રીય ઓબજેક્ટ (વસ્તુ) માટે સુયોજનો છે.
04.45 મૂળભૂત રીતે, ક્યુબ (ઘન) એ સક્રીય ઓબજેક્ટ છે. તો અહીંના તમામ સુયોજનો ઘન માટે છે.
04.54 Transform એ સક્રીય ઓબજેક્ટનું સ્થાન, રોટેશન (કક્ષામાં ફરવું) અને માપ નક્કી કરે છે.
05.04 location (લોકેશન) અંતર્ગત X 0 પર ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર 1 ટાઈપ કરો અને એન્ટર દબાવો.
05.14 ઘન x ધરી પર 1 યુનિટ (એકમ) જેટલું આગળ ખસે છે.
05.20 તો આ રીતે આપણે સક્રીય ઓબજેક્ટને ખસેડવાં, ફેરવવાં અને માપ વધઘટ માટે Object પેનલ વાપરી શકીએ છીએ.
05.28 બ્લેન્ડરમાં કીફ્રેમોને એનીમેટ કરતી વેળાએ આ અત્યંત ઉપયોગી છે.
05.35 3D દેખાવમાં Camera ને જમણું ક્લિક કરો.
05.40 નોંધ લો કેવી રીતે ઓબજેક્ટ પેનલમાં Transform અંતર્ગત સ્થાન, રોટેશન અને માપનાં એકમો બદલાઈ ગયા છે.
05.50 આ પસંદીત કેમેરા માટેના સુયોજનો છે.
05.55 આગળ આવનાર સુયોજન છે Relations. અહીં આપણે આપણા સક્રીય ઓબજેક્ટ માટે layer (સ્તર) અને parent ને નક્કી કરી શકીએ છીએ.
06.07 Layers અંતર્ગત બીજા ચોકઠાંને ડાબું ક્લિક કરો. કેમેરો હવે અદૃશ્ય છે.
06.13 આમ જોઈએ તો, તે બીજા લેયર પર ખસેડાઈ ગયો છે. કારણ કે જો લેયર અદૃશ્ય છે તો કેમેરો પણ અદૃશ્ય રહે છે.
06.23 3D દેખાવની નીચેની બાજુએ ડાબે ખૂણે View માં જાવ. મેનું ખોલવા માટે ડાબું ક્લિક કરો.
06.32 show all layers પસંદ કરો. 3D દેખાવમાં કેમેરાને ફરીથી જોઈ શકાય છે.
06.42 જયારે એક દૃશ્યમાં અનેક ઓબજેક્ટ સાથે કામ કરતા હોઈએ ત્યારે Layers અત્યંત ઉપયોગી છે.
06.50 ઓબજેક્ટ પેનલમાં Relations અંતર્ગત Parent ને ડાબું ક્લિક કરો.
06.55 Parent એ તમામ 3D એનીમેશન સોફ્ટવેરોમાં વપરાતું સૌથી મહત્વપૂર્ણ એનીમેશન ટૂલ છે.
07.03 આપણે આને બ્લેન્ડર એનીમેશન ટ્યુટોરીયલોમાં ખુબ વાપરીશું.
07.10 cube પસંદ કરો,
07.13 કેમેરો ક્યુબ (ઘન) ઉપર પેરેન્ટ થયો છે.
07.16 ક્યુબ એ પેરેન્ટ ઓબજેક્ટ છે અને કેમેરો એ ચાઈલ્ડ ઓબજેક્ટ છે. ચાલો જોઈએ આનો શું અર્થ છે.
07.24 3D દેખાવમાં ઘનને પસંદ કરવા હેતુ જમણું ક્લિક કરો
07.28 ભૂરાં હાથાને ડાબું ક્લિક કરો, પકડી રાખો અને તમારા માઉસને ઉપર અને નીચે ફેરવો.
07.36 કેમેરો ઘનની સાથે સાથે ઉપર અને નીચેની તરફ ફરે છે.
07.44 ક્યુબ માટે એક નવા સ્થાનની ખાતરી કરવા હેતુ સ્ક્રીન પર ડાબું ક્લિક કરો.
07.51 3D દેખાવમાં કેમેરાને જમણું ક્લિક કરો. હવે ઓબજેક્ટ પેનલમાં Parent પર પાછા જાવ.
08.02 Parent ને ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર બેકસ્પેસ દબાવીને એન્ટર દબાવો.
08.11 કેમેરો હવે ક્યુબને પેરેન્ટ નથી.
08.15 તે 3D દેખાવમાં તેની મૂળ સ્તિથીને દેખાડે છે જયારે કે ક્યુબ નવી અવસ્થામાં રહે છે.
08.22 એનો અર્થ એ છે કે પેરેન્ટ કરવું એ ચાઈલ્ડ ઓબજેક્ટની મૂળ ટ્રાન્સફોર્મ (પરિવર્તન) સુયોજનોને બદલતું નથી.
08.29 તો, આ ટ્યુટોરીયલમાં, આપણે પ્રોપર્ટીઝ વિન્ડો અંતર્ગત scene panel, world panel અને Object panel ને આવરી લીધું છે.
08.39 બચેલા પેનલોને આવનારા ટ્યુટોરીયલમાં આવરી લેવાશે.
08.45 હવે, આગળ વધો અને એક નવી Blend (બ્લેન્ડ) ફાઈલ બનાવો. દૃશ્ય એકમોને Metric (મેટ્રીક)માં બદલો.
08.52 વર્લ્ડ રંગને Blend sky લાલ અને કાળામાં બદલી કરો.
08.58 આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર દ્વારા બનાવેલ છે અને આઇસીટી દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
09.08 આ વિશે વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.
09.28 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ
09.30 મૌખિક ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપો (કાર્યશાળાઓ)નું આયોજન કરે છે.
09.33 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે.
09.38 વધુ વિગત માટે, કૃપા કરી અમને contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
09.45 અમને જોડાવાબદ્દલ આભાર.
09.47 અને આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble, Ranjana