Moodle-Learning-Management-System/C2/Courses-in-Moodle/Gujarati
Time | Narration |
00:01 | Courses in Moodle પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું:
course કેવી રીતે બનાવવું અને courses પર એક્શન્સ (ક્રિયાઓ) કેવી રીતે ભજવવી. |
00:16 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા, હું વાપરીશ: Ubuntu Linux OS 16.04 |
00:24 | Apache, MariaDB અને PHP, XAMPP 5.6.30 મારફતે મેળવેલ
Moodle 3.3 અને Firefox વેબ બ્રાઉઝર |
00:38 | તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:42 | જો કે, Internet Explorer નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણકે તેનાથી ડિસ્પ્લે અસંગતતાની સમસ્યા થાય છે. |
00:50 | આ ટ્યુટોરીયલ શીખનારાઓને Moodle માં categories બનાવતા આવડવું જોઈએ. |
00:56 | જો નથી તો, આ વેબસાઈટ પરનાં સંબંધિત Moodle ટ્યુટોરીયલોનો સંદર્ભ લો. |
01:03 | બ્રાઉઝર પર જાવ અને તમારું Moodle હોમપેજ ખોલો. એ વાતની ખાતરી કરી લો કે XAMPP service ચાલી રહ્યી છે કે નહી. |
01:11 | તમારા admin username અને password વિગતોથી લોગીન કરો. |
01:16 | આપણે હવે admin dashboard માં છીએ. |
01:19 | ડાબી બાજુએ નેવિગેશન મેનુ ખોલવા માટે ડ્રોવર મેનુ પર ક્લિક કરો. |
01:25 | ડાબી બાજુએ, Site Administration પર ક્લિક કરો. |
01:29 | Courses ટેબ પર ક્લિક કરો અને ત્યારબાદ Manage courses and categories પર. |
01:36 | નોંધ લો આપણી પાસે અહીં ફક્ત એક category છે, જે છે Mathematics. |
01:41 | અને બે subcategories: 1st Year Maths અને 2nd Year Maths છે, જે આપણે અગાઉ બનાવી હતી. |
01:50 | હવે, ચાલો Mathematics અંતર્ગત એક નવો course બનાવીએ. |
01:55 | તો Create new course પર ક્લિક કરો. |
01:59 | અને Add a new course સ્ક્રીનમાં, તમામ ફીલ્ડો જોવા માટે, ટોંચે જમણી બાજુએ આવેલ Expand All પર ક્લિક કરો. |
02:12 | Course full name ટેક્સ્ટબોક્સમાં, આપણે ટાઈપ કરીશું Calculus. |
02:18 | Course short name માં, આપણે ફરીથી Calculus ટાઈપ કરીશું. |
02:24 | Course short name નો ઉપયોગ breadcrumbs માં અને course સંબંધી ઈમેઈલમાં થશે. |
02:31 | આ course full name થી જુદું પણ હોઈ શકે છે. |
02:35 | Course Category એ Mathematics છે, જેવું કે આપણે જોઈ શકીએ છીએ. |
02:40 | આગળનો વિકલ્પ છે Course visibility. મૂળભૂત રીતે, Show પસંદ થયેલ છે. |
02:48 | Visible સેટીંગ એ નક્કી કરે છે કે course ને, અન્ય courses સાથે દર્શાવવામાં આવશે કે નહી. |
02:56 | સંતાડેલ course ફક્ત તેઓ માટે દૃશ્યિત રહે છે જેઓને course એસાઈન થયું છે, જેમ કે- Admin, Course creator, Teacher, Manager |
03:08 | હમણાં માટે, આપણે આ સેટીંગ એવી જ રહેવા દઈશું. |
03:12 | આગળ Course start date આવે છે. |
03:16 | જો course એક ચોક્કસ તારીખે શરુ થાય છે જેમ કે સત્ર પ્રારંભ તારીખ,તેને start date માં પસંદ કરો. |
03:25 | એનો અર્થ એ થાય છે કે course વિદ્યાર્થીઓને start date સુધી દેખાશે નહી. |
03:32 | Course end date, મૂળભૂત રીતે, સક્રિય હોય છે અને કોર્સ જે તારીખે બન્યો છે એજ તારીખે સુયોજિત હોય છે. |
03:42 | ચાલો ચેકબોક્સ પર ક્લિક કરીને હું તેને નિષ્ક્રિય કરું.
આનો અર્થ એ થશે કે course નો ક્યારે પણ અંત થશે નહી. |
03:51 | જો કે, course ની જો કોઈ સમાપ્તિ તારીખ હોય તો, તમે ચેકબોક્સને અહીં સક્રિય કરી શકો છો.
ત્યારબાદ તમારી આવશ્યકતા અનુસાર તારીખ પસંદ કરો. |
04:02 | મહત્વપૂર્ણ નોંધ: પસંદ કરેલ end date બાદ, course વિદ્યાર્થીઓને દેખાશે નહી.
હું તેને નિષ્ક્રિય રહેવા દઈશ. |
04:13 | Course ID number એ Category ID number નાં જેવું જ છે.
Course ID number એક વૈકલ્પિક ફિલ્ડ છે. |
04:22 | આ admin users માટે છે જે ઓફલાઈન courses સાથે course ને ઓળખવા હેતુ છે. |
04:28 | તમારી કોલેજ જો courses માટે IDs વાપરતી હોય તો, તમે તે course ID અહીં વાપરી શકો છો.
આ ફિલ્ડ અન્ય Moodle users ને દેખાશે નહી. |
04:40 | આ ફિલ્ડ વૈકલ્પિક છે અને વેબસાઈટ પર ક્યા પણ દેખાતું નથી.
હું આને ખાલી છોડી દઈશ. |
04:49 | આગળ Description અંતર્ગત આપણે 2 ફીલ્ડો જોઈ શકીએ છીએ: Course Summary અને Course Summary files. |
04:59 | Course summary વૈકલ્પિક છે પરંતુ મહત્વપૂર્ણ ફિલ્ડ છે.
તે એટલા માટે કારણ કે, user જ્યારે શોધ ક્રિયા કરે છે ત્યારે course summary ટેક્સ્ટ પણ સ્કેન થાય છે. |
05:13 | અહીં વિષય નામોને સૂચીબદ્ધ કરવું એ સારો વિચાર છે.
આપેલ ટાઈપ કરો: Topics covered in this Calculus course are: Limits,Graph of a function, Factorial |
05:29 | courses ની સૂચી સાથે Course summary પણ દ્રશ્યમાન થાય છે. |
05:35 | કોર્સ સમરી ફાઈલોને, Course summary files ફિલ્ડમાં અપલોડ કરવી જોઈએ. |
05:42 | મૂળભૂત રીતે, course summary files તરીકે ફક્ત jpg, gif અને png file types ને જ પરવાનગી છે.
હું આને છોડીને આગળ વધીશ કારણ કે મને કોઈપણ ફાઈલ અપલોડ કરવી નથી. |
05:57 | Course format એ સંદર્ભે છે કે વિદ્યાર્થીઓ માટે સંસાધનો અને પ્રવૃત્તિઓ કેવી રીતે ગોઠવવામાં આવે છે. |
06:06 | અહીં Format ડ્રોપડાઉનમાં 4 વિકલ્પો આવેલા છે -
Single Activity Format, Social Format, Topics Format અનેWeekly Format. |
06:20 | અહીં courses છે જે દર અઠવાડિયે ચાલે છે. |
06:24 | તમારો course જો એ પ્રકારનો હોય તો, Weekly format પસંદ કરો. |
06:30 | Moodle, સ્પષ્ટ શરૂઆતની તારીખ અને સમાપ્તિની તારીખ સહીત course નાં દરેક અઠવાડિયા માટે એક વિભાગ બનાવશે. |
06:39 | અહીં courses છે જે વિષય પ્રમાણે ચાલે છે.
તમારો course જો એ પ્રકારનો હોય તો, Topics format પસંદ કરો. |
06:49 | Moodle, course નાં દરેક topic માટે એક વિભાગ બનાવશે. |
06:55 | આ ફિલ્ડ માટે Topics format એ મૂળભૂત છે.
આપણે તેને એવું જ રહેવા દઈશું. |
07:03 | નંબર ઓફ સેક્શન્સ (વિભાગોની સંખ્યા), મૂળભૂત રીતે, 4 છે. |
07:07 | તમે જો તમારો course વધુમાં વિભાજીત કર્યો છે, અથવા તે 4 વિષયો કરતા ઓછો છે,તો આ ફિલ્ડને આવશ્યકતા અનુસાર બદલો.
હું આ સંખ્યા બદલીને 5 કરીશ. |
07:20 | અન્ય formats ની ચર્ચા આપણે પછીનાં ટ્યુટોરીયલોમાં કરીશું. |
07:25 | બાકી બચેલા વિકલ્પોને, ચાલો જેવા છે તેવા જ રહેવા દઈએ.
નીચે સ્ક્રોલ કરીને પેજની નીચેની બાજુએ આવીએ અને Save and display બટન પર ક્લિક કરીએ. |
07:36 | આપણે Enrolled Users પેજ પર રીડાયરેક્ટ થયા છીએ.
user enrollment વિશે આપણે પછીનાં ટ્યુટોરીયલમાં શીખીશું. |
07:46 | હમણાં માટે, આપણે category Mathematics અંતર્ગત આપણો પહેલો course Calculus સફળતાપૂર્વક બનાવ્યો છે. |
07:56 | જો કે આપણે આ course page પર છીએ તો, નોંધ લો કે ડાબી બાજુએ આવેલ મેનુ બદલાઈ ગયું છે. |
08:03 | ડાબી બાજુએ આવેલ નેવિગેશન મેનુ, આપણે બનાવેલ course થી સંબંધિત મેનુઓ ધરાવે છે.
તેમાં Participants, Grades વગેરેનો સમાવેશ થાય છે. |
08:15 | ડાબી બાજુએ આવેલ Calculus નામના કોર્સ પર ક્લિક કરો. |
08:20 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં 5 વિષયો દૃશ્યમાન છે. જેના નામ આ પ્રમાણે છે Topic 1, Topic 2 અને ક્રમશ.
યાદ કરો આ સંખ્યા 5 આપણે અગાઉ આપી હતી. |
08:34 | પેજમાં ઉપર જમણી બાજુએ આવેલ ગીયર આઇકોન પર ક્લિક કરો. |
08:39 | ત્યારબાદ Edit settings પર ક્લિક કરો.
આનાથી એના જેવું પેજ ખુલશે જેવા પેજ પર આપણે, આ course બનાવતી વખતે હતા. |
08:51 | આ પેજ પર આપણે પાછલી સેટીંગ્સને બદલી શકીએ છીએ.
હું Course start date બદલીને 15th October 2017 કરીશ. |
09:04 | નીચે સ્ક્રોલ કરીને પેજની નીચેની બાજુએ આવો અને Save and display બટન પર ક્લિક કરો. |
09:11 | ગીયર મેનુ અંતર્ગત આવેલ અન્ય submenus નું અન્વેષણ આપણે પછીથી કરીશું. |
09:17 | ચાલો હવે આપણા course ની સંરચના સેજ બદલીએ. |
09:22 | Site administration પર ક્લિક કરો.
Courses પર ક્લિક કરો અને ત્યારબાદ Manage courses and categories. |
09:31 | આપણે બનાવેલ course ને જોવા માટે Mathematics category પર ક્લિક કરો.
course ની જમણી બાજુએ આવેલા 3 આઈકોનોની નોંધ લો. |
09:42 | આઈકોનો શા માટે છે તે જોવા કર્સરને તેનાં પર ફેરવો. |
09:46 | ગીયર આઇકોન course ને એડીટ કરવા માટે છે. ડીલીટ અથવા trash આઇકોન course ને રદ્દ કરવા માટે છે. |
09:55 | અને આય (આંખ) આઇકોન course ને સંતાડવા માટે છે. |
10:01 | સંતાયેલો course, ક્રોસ કરેલી આંખ દર્શાવે છે જે સંતાવાનું સૂચક છે. |
10:07 | course settings ને એડીટ કરવા માટે, આપણે કોર્સના નામની જમણી બાજુએ આવેલ ગીયર આઇકોન પર ક્લિક કરી શકીએ છીએ. |
10:14 | હું Course Summary ને મોડીફાય કરવા અને મોજુદ વિષયોમાં Binomials ઉમેરવા ઈચ્છું છું.
બાકી બચેલી સેટીંગ્સ સમાન રહી શકે છે. |
10:25 | પેજમાં નીચેની તરફે સ્ક્રોલ કરો અને આ વખતે Save and return બટન પર ક્લિક કરો. |
10:34 | અહીં તમારી માટે એક નાનો એસાઈનમેંટ છે: category Mathematics અંતર્ગત એક નવો કોર્સ Linear Algebra બનાવો. |
10:44 | હમણાં માટે આ course ને સંતાડો. |
10:47 | course summary: Linear equations, Matrices અને Vectors માં નીચેના વિષયોનો ઉલ્લેખ કરો.
Save and Return બટન પર ક્લિક કરો. |
11:00 | ટ્યુટોરીયલને અટકાવો અને એસાઈનમેંટ જ્યારે પૂર્ણ થાય ત્યારે ફરી ચાલુ કરો. |
11:06 | હવે આપણી પાસે Mathematics અંતર્ગત 2 courses છે: Calculus અને Linear Algebra. |
11:14 | નોંધ લો, હવે courses આગળ એક નવું આઇકોન દ્રશ્યમાન થયું છે. |
11:20 | courses નાં ક્રમને ફરી-ગોઠવવા માટે અપ અને ડાઉન એરો આપવામાં આવ્યા છે. |
11:26 | આપણે ક્રમને ડ્રેગ અને ડ્રોપ ફીચર વાપરીને પણ બદલી શકીએ છીએ.
ચાલો હું Calculus course ને Linear Algebra course ની ઉપર ખસેડું. |
11:36 | આ બંને courses 1 લાં વર્ષનાં વિદ્યાર્થીઓ માટે છે.
તો, ચાલો તેને 1st Year Maths subcategory અંતર્ગત ખસેડીએ. |
11:47 | 2 courses ને પસંદ કરવા માટે તેમની ડાબી બાજુએ આવેલ ચેકબોક્સને ચેક કરો. |
11:53 | ત્યારબાદ Move selected courses to ડ્રોપડાઉનમાં, પસંદ કરો Mathematics / 1st year Maths. |
12:02 | અને Move બટન પર ક્લિક કરો. |
12:04 | આપણને એક સફળતાનો મેસેજ મળે છે - Successfully moved 2 courses into 1st year Maths. |
12:14 | નોંધ લો, Mathematics અંતર્ગત courses ની સંખ્યા 0 થઇ ગયી છે અને 1st year Maths અંતર્ગત તે 2 છે. |
12:24 | 1st year Maths sub-category પર ક્લિક કરો. |
12:28 | આપણે જોઈ શકીએ છીએ કે આપણા courses આ subcategory અંતર્ગત સૂચીબદ્ધ થયા છે. |
12:33 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. ચાલો સારાંશ લઈએ. |
12:38 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા: course કેવી રીતે બનાવવો છે
courses પર એડીટ, મૂવ વગેરે જેવી એક્શન્સ (ક્રિયાઓ) કેવી રીતે ભજવવી છે. |
12:50 | અહીં તમારી માટે એક એસાઈનમેંટ છે:
Mathematics અંતર્ગત, subcategory 2nd Year Maths માં 2 courses ઉમેરો, જેના નામ છે |
13:00 | Multivariable calculus અને Advanced Algebra. |
13:06 | વિગત માટે આ ટ્યુટોરીયલનાં Code files લીંકનો સંદર્ભ લો. |
13:12 | courses ને 15મી ઓક્ટોબર 2017 એ શરુ કરવા એડીટ કરો. |
13:18 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ, Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
13:26 | Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ વર્કશોપો આયોજિત કરે છે અને પ્રમાણપ્રત્રો આપે છે.
વધુ જાણકારી માટે, કૃપા કરી અમને લખો. |
13:36 | કૃપા કરી સમય નોંધ કરેલ પ્રશ્નો આ ફોરમમાં પોસ્ટ કરો. |
13:40 | Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, Government of India દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. |
13:53 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |