Moodle-Learning-Management-System/C2/Admin-dashboard/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 13:48, 7 March 2019 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | Moodle માં Admin’s dashboard પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું:
Admin’s dashboard પરનાં વિવિધ blocks Admin’s profile page અને preferences ને કેવી રીતે એડીટ કરવું |
00:22 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યી છું:
Ubuntu Linux OS 16.04 Apache, MariaDB અને PHP, XAMPP 5.6.30 મારફતે મેળવેલ Moodle 3.3 અને Firefox વેબ બ્રાઉઝર |
00:46 | તમે તમારા પસંદનું કોઈપણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:50 | જો કે, Internet Explorer નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, કારણકે તેનાથી ડિસ્પ્લે અસંગતતાની સમસ્યા થાય છે. |
00:59 | આ ટ્યુટોરીયલ શીખનારાઓને તેમની સીસ્ટમ પર Moodle 3.3 સંસ્થાપિત કરેલું હોવું જોઈએ.
જો નથી તો, કૃપા કરી આ વેબસાઈટ પરનાં સંબંધિત Moodle ટ્યુટોરીયલોનો સંદર્ભ લો. |
01:13 | બ્રાઉઝર પર જાવ અને તમારી moodle site ખોલો. XAMPP service ચાલી રહ્યી છે કે નહી એ વાતની ખાતરી કરી લો. |
01:21 | તમે ફક્ત મથાળા સાથે એક ખાલી પેજ જોઈ શકો છો. આ એટલા માટે કારણ કે આપણે આપણા સંસ્થાપન માટે કોઈપણ front page સુયોજિત કર્યું નથી. |
01:33 | વિન્ડોની ઉપરની બાજુએ જમણા ખૂણે આવેલ Log in લીંક પર ક્લિક કરો. |
01:39 | Moodle સંસ્થાપિત કરતી વેળાએ આપેલ તમારા admin username અને password વડે લોગ ઇન કરો. |
01:47 | હું username, admin તરીકે દાખલ કરીશ અને Spokentutorial1@ તરીકે password નાખીશ. ત્યારબાદ Log in બટન પર ક્લિક કરો. |
01:59 | પેજ જે આપણે અત્યારે જોઈએ છીએ તેને dashboard કહેવાય છે. |
02:04 | આપણે જોઈ શકીએ છીએ કે આપણું dashboard 2 કોલમોમાં વહેંચાયેલું છે. |
02:08 | ડાબી બાજુએ આવેલ પહોળી કોલમ, મુખ્ય Content column છે. |
02:13 | જમણી બાજુએ આવેલ કોલમ Blocks column છે. |
02:17 | Blocks, આ columns માંનાં આઈટમ્સ છે, જે એક ચોક્કસ ઉદ્દેશ્ય અથવા માહિતી પૂરી પાડે છે. |
02:25 | Blocks, Moodle નાં તમામ પેજો પર મળી આવે છે.
તમે આને તમારા અભ્યાસક્રમનાં નિર્ણાયક ભાગોનાં શોર્ટકટ્સનાં રૂપે વિચારી શકો છો. |
02:35 | ઉદાહરણ તરીકે. Private Files, Online Users, Course Overview વગેરે. આ મારા dashboard પર blocks છે. |
02:46 | નોંધ લો અહીં કોઈપણ પ્રવૃત્તિઓ અથવા અભ્યાસક્રમો નથી. |
02:50 | આ એટલા માટે કારણ કે આપણે હજી સુધી કોઈપણ અભ્યાસક્રમ બનાવ્યો નથી. |
02:56 | તમામ અભ્યાસક્રમોની સૂચી દ્રશ્યમાન થશે - જો એક વપરાશકર્તા (એટલે કે શિક્ષક અથવા વિદ્યાર્થી અથવા એડમીન) અભ્યાસક્રમોમાં એનરોલ થાય છે અથવા કે તેને રોલ એસાઈન થાય છે. |
03:08 | સાથે જ નોંધ લો કે Online Users block, Admin User દર્શાવે છે, જે આપણું વર્તમાન લોગીન છે. |
03:17 | આ block કોઈપણ એક ચોક્કસ સમયે તમામ logged in users ને દર્શાવે છે. |
03:23 | Moodle માં દરેક block એક ચોક્કસ ઉદ્દેશ્ય ધરાવે છે. આપણે Moodle માં કોઈપણ page ની કોઈપણ column માં blocks ઉમેરી શકીએ છીએ. |
03:34 | ચાલો હવે page નાં header તરફે જોઈએ. |
03:38 | ઉપર ડાબા ખૂણે, આપણે એક Navigation Drawer અથવા Navigation menu જોઈ શકીએ છીએ. આ આપણને Calendar અને અન્ય Administration લીંકો એક્સેસ કરવામાં મદદ કરે છે. આ એક toggle menu છે. |
03:55 | જેનો અર્થ એ છે કે જ્યારે તેને ક્લિક કરવામાં આવે છે ત્યારે તે તેનું status , open થી close અને એજ પ્રમાણે વિપરીત તરીકે બદલે છે. |
04:04 | ત્યારબાદ આપણી પાસે logo માટે પ્લેસહોલ્ડર છે. |
04:08 | મૂળભૂત રીતે, આ short site name છે. આના પર ક્લિક કરવાથી, આ આપણને કોઈપણ page થી dashboard પર લઇ જશે. |
04:18 | ઉપર જમણી બાજુએ, notifications અને messages માટે ક્વિક (ઝડપી) એક્સેસ આઈકોનો આવેલા છે. |
04:26 | તેની આગળ ડ્રોપ-ડાઉન user menu છે. તેને quick access user menu પણ કહેવામાં આવે છે. |
04:35 | આ ટ્યુટોરીયલમાં આપણે Profile અને Preferences page ની વિસ્તૃત રીતે ચર્ચા કરીશું. |
04:41 | આ તમામ menu items પણ toggle menus છે, જેવું કે ડાબી બાજુએ આવેલું છે. |
04:48 | આગળ Profile લીંક પર ક્લિક કરો. |
04:52 | Moodle માં દરેક યુઝર profile page ધરાવે છે. |
04:57 | તે users ને આપેલ એક્સેસ કરવા લીંકો આપે છે, તેમની પ્રોફાઈલ માહિતીને એડીટ કરવા માટે, તેમનાં forum અથવા blog posts ને જોવા માટે. |
05:07 | તેમને એક્સેસ કરવા હેતુ જોઈતી કોઈપણ reports તપાસવા માટે અને તેમનાં access logs અને IP address ને જોવું જે કે છેલ્લી વખતે લોગીન માટે વાપર્યું હતું. |
05:18 | ચાલો હવે Edit Profile લીંક પર ક્લિક કરો. Edit Profile page ખુલે છે. |
05:26 | આ પેજ 5 વિભાગમાં વહેંચાયુ છે:
General User Picture Additional Names Interests Optional |
05:39 | General section મૂળભૂત રીતે વિસ્તૃત થયેલુ છે. |
05:43 | કોઈપણ section નામ પર ક્લિક કરવાથી તે વિસ્તૃત થાય છે અથવા બંધ થાય છે. |
05:49 | જમણી બાજુએ આવેલ ‘Expand all’ લીંક બધા section ને વિસ્તૃત કરે છે. |
05:55 | અહીં આવેલ બધા ફીલ્ડો એડીટ કરવા યોગ્ય છે. |
05:59 | ચાલો હવે City / Town ઉમેરીએ. હું ટાઈપ કરીશ Mumbai. |
06:04 | ખાતરી કરી લો કે Select a country ડ્રોપડાઉનમાં India પસંદિત છે. અને timezone એ Asia/Kolkata તરીકે સુયોજિત છે. |
06:13 | આ પ્રોફાઈલ પેજ પરથી ફક્ત Admins, password ને બદલી શકે છે. |
06:18 | ચાલો હું Optional વિભાગમાં અમુક ફીલ્ડો ઉમેરુ. |
06:22 | હું Institution ફિલ્ડમાં IIT Bombay દાખલ કરીશ. સાથે જ Department માં દાખલ કરીશ Mathematics અને Phone number ફિલ્ડમાં માન્ય ફોન નંબર. |
06:36 | ત્યારબાદ પેજને સેવ કરવા માટે Update Profile બટન પર ક્લિક કરો. |
06:42 | ફરીથી, ઉપર જમણી બાજુએ quick access user menu પર ક્લિક કરો. Preferences લીંક પર ક્લિક કરો. |
06:51 | પ્રીફરેન્સીસ પેજ યુઝરને વિવિધ સેટીંગ્સનું ઝડપી એક્સેસ આપે છે જેને તે ઈચ્છે તો એડીટ કરી શકે છે. |
06:59 | admin account માટે Preferences પેજ 4 sections માં વહેંચાયેલું છે:
User account, Roles, Blogs, અને Badges |
07:12 | User Account section, user ને Edit Profile અને Change Password ની પરવાનગી આપે છે. |
07:19 | સાથે જ તે Language, Forum, Calendar, Message, Notification, વગેરે માટે preferences સુયોજિત કરે છે. |
07:30 | ચાલો Calendar preferences પર ક્લિક કરીએ. |
07:34 | આપણે calendar ને 24 કલાકના ફોર્મેટમાં સમય દર્શાવવા માટે સુયોજિત કરીશું. |
07:40 | સાથે જ, આપણે Upcoming events look-ahead ને 2 અઠવાડીયા પર સુયોજિત કરીશું. |
07:46 | એનો અર્થ એ થાય છે કે આપણને કેલેન્ડર પર આગળ 2 અઠવાડીયામાં થનાર તમામ ઇવેન્ટોની નોટીફીકેશનો દેખાશે. |
07:55 | હું તમામ ફિલ્ડ આગળ આવેલ help આઇકોનને હાઈલાઈટ કરવા ઈચ્છું છું. |
08:00 | આના પર ક્લિક કરવાથી, એક help box ખુલશે જે field શાના માટે છે તેનું ટૂંકું વિવરણ દર્શાવશે. |
08:08 | જ્યારે કોઈપણ field વિશે શંકા હોય તો, તેનું મહત્વ સમજવા માટે હંમેશા help આઇકોન પર ક્લિક કરો. |
08:16 | ચાલો બાકીના તમામ વિકલ્પોને એવા જ રહેવા દઈએ. Save Changes બટન પર ક્લિક કરો. |
08:23 | આપણે બાકી બચેલ પ્રીફરેન્સીસ મારફતે પછીથી જઈશું જ્યારે આપણે આ શ્રુંખલામાં એ ફીચરોની ચર્ચા કરીશું. |
08:30 | અહીં આવેલ માહિતીની નોંધ લો. |
08:33 | આ breadcrumb navigation છે. આ એક દ્રશ્ય સહાય છે જે દર્શાવે છે કે આપણે Moodle site’s નાં અધિક્રમમાં, કયા પેજ પર છીએ. |
08:45 | આનાથી આપણે એક સિંગલ ક્લિક વડે ઉચ્ચ-સ્તરે આવેલ પેજ પર પાછા જઈ શકીએ છીએ. |
08:51 | dashboard પર જવા માટે breadcrumbs માં Dashboard લીંક પર ક્લિક કરો. |
08:57 | આ સાથે, અહીં આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. |
09:03 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા:
admin’s dashboard પર વિવિધ blocks Admin’s profile page અને preferences ને કેવી રીતે એડીટ કરવું |
09:16 | અહીં તમારી માટે એક નાનો એસાઈનમેંટ છે.
Message Preferences પર ક્લિક કરો. Moodle માં Users એકબીજાને ખાનગી મેસેજો મોકલી શકે છે. |
09:27 | હું ઑફલાઇન હોઉં ત્યારે પણ, મારા મેસેજોને ઈમેઈલ તરીકે મોકલવા ઈચ્છતી નથી. |
09:33 | ઑનલાઇન અને ઑફલાઇન હેલ્પ બોક્સ તરફે જુઓ અને સેટીંગ્સ યોગ્ય છે કે તેની ખાતરી કરી લો. |
09:40 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ, Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
09:48 | Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ વર્કશોપો આયોજિત કરે છે અને પ્રમાણપ્રત્રો આપે છે.
વધુ જાણકારી માટે, કૃપા કરી અમને લખો. |
09:57 | કૃપા કરી સમય નોંધ કરેલ પ્રશ્નો આ ફોરમમાં પોસ્ટ કરો. |
10:01 | Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, Government of India દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. |
10:15 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
10:24 | જોડાવાબદ્દલ આભાર. |