Blender/C2/Camera-View-Settings/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:34, 19 June 2013 by Krupali (Talk | contribs)

Jump to: navigation, search
Time' Narration
00.07 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00.11 આ ટ્યુટોરીયલ નેવિગેશન - કૅમેરા વ્યુ વિશે છે.
00.16 આપણે બ્લેન્ડર 2.59 માં કેમેરા કેવી રીતે નેવિગેટ કરવું તે શીખીશું.
00.30 આ ટ્યુટોરીયલ જોયા બાદ,
00.32 આપણે શીખીશું કે નવું કેમેરા વ્યુ મેળવવા માટે કેમેરાનું સ્થાન કેવી રીતે બદલવું.
00.38 કેમેરા વ્યુને કેવી રીતે રોલ કરવું, ફેરવવું, ડોલી અને ટ્રેક કરવું;
00.43 અને ફ્લાય મોડનો ઉપયોગ કરીને નવું કેમેરા વ્યુ કેવી રીતે પસંદ કરવું.
00.50 હું ધારું છું કે તમને પહેલેથી જ ખબર છે તમારી સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું.
00.54 જો ન તો બ્લેન્ડર સંસ્થાપિત કરવા પરના અમારા પહેલાંના ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો.
01.02 મૂળભૂત રીતે, જયારે બ્લેન્ડર ખુલે છે, તો 3D view એ User Perspective view માં હોય છે.
01.11 હવે, ચાલો કેમેરા વ્યુ ઉપર સ્વીચ કરીએ.
01.15 3D પેનલના તળિયે ડાબે ખૂણે View ટેબ ઉપર જાઓ.
01.21 મેનુ માંથી Camera ઉપર ડાબું ક્લિક કરો.
01.25 કીબોર્ડ શૉર્ટકટ માટે, નમપૅડ 0 દબાવો.
01.29 જો તમે લેપટોપ વાપરી રહ્યા છો, તો તમે નમપૅડ તરીકે તમારા નંબર કીઓનું અનુકરણ કરવાની જરૂર છે.
01.36 નમપૅડનું અનુકરણ કેવી રીતે એ શીખવા માટે, User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ.
01.45 આ Camera View છે.
01.49 ડોટેડ બોક્સ સક્રિય કેમેરાનું વ્યુ ફિલ્ડ છે.
01.55 ડોટેડ બોક્સની અંદરના બધા ઓબ્જેક્ટો રેન્ડર કરવામાં આવશે.
02.01 રેન્ડર સેટિંગ્સ પાછળના ટ્યુટોરીયલ માં શીખવવામાં આવશે.
02.05 બ્લેન્ડર તમને તમારા વર્તમાન વ્યુ પોઈન્ટને મેચ કરવા માટે સક્રિય કેમેરાને સ્થાન ઉપર બેસાડવા માટે અને દિશા આપવા માટેની પરવાનગી આપે છે.
02.11 ચાલો જોઈએ તે કેવી રીતે કરવું.
02.15 Perspective વ્યુ ઉપર પાછા જવા માટે નમપૅડ શૂન્ય ડબાઓ.
02.20 તમે જોશો કે કેમેરા વ્યુમાંથી સ્વિચ કરવા માટે શોર્ટકટ નમપૅડ શૂન્ય ટૉગલ છે.
02.26 માઉસ વ્હીલ અથવા MMB પકડી રાખો અને તમે જ્યાં કેમેરા મૂકવા ઈચ્છો છો, તે સ્થાન ઉપર વ્યુ રોટેટ કરવા માટે માઉસ ખસેડો.
02.36 મેં આ સ્થાન પસંદ કર્યું છે.
02.40 Control, Alt અને નમપૅડ શૂન્ય ડબાઓ.
02.46 કેમેરો નવા સ્થાન પર ખસે છે.
02.49 3D વ્યુ એ જ સમયે કેમેરા વ્યુમાં બદલાય છે.
02.54 બ્લેન્ડર તમને કેમેરા ઉપર થોડી નેવિગેશનલ ક્રિયાઓ જેવી કે રોલિંગ, પેનીંગ, ટ્રેકિંગ વગેરે કરવા માટેની પરવાનગી આપે છે.
03.03 હવે આપણે આ જોઈશું.
03.05 કૅમેરા પસંદ કરવા માટે ડોટેડ બોક્સ પર જમણું ક્લિક કરો.
03.10 અહીંથી, તમે બીજા ઓબ્જેક્ટ પ્રમાણે કેમેરાને પણ મેનીપ્યુલેટ કરી શકો છો.
03.17 યાદ રાખો કે આ ક્રિયાઓ કરવા માટે તમારે કેમેરા વ્યુમાં હોવું જરૂરી છે.
03.22 પ્રથમ ક્રિયા આપણે જોશું કેમેરા વ્યુને રોલ કરવું.
03.26 ઓબ્જેક્ટ રોટેશન મોડમાં દાખલ થવા માટે તમારા કીબોર્ડ પર R ડબાઓ.
03.32 હવે તમારું માઉસ ડાબે થી જમણું અને ઉપરથી નીચેની તરફ ખસેડો.
03.42 મૂળભૂત રીતે કેમેરાને તેના લોકલ Z-અક્ષમાં રોટેટ કરે છે, એનો અર્થ છે અક્ષોની ચારે બાજુ, જે કેમેરા વ્યુની અંદર અથવા બહાર આવે છે.
03.53 ક્રિયા રદ કરવા માટે કીબોર્ડ પર જમણું ક્લિક કરો અથવા Esc ક્લિક કરો.
03.58 આ તમને અગાઉના કેમેરા વ્યુ પર પાછું લઇ જશે.
04.04 હવે, આગામી ક્રિયા આપણે કેમેરા વ્યુ પેન કરવાનું જોશું.
04.09 પેનીંગ 2 દિશાઓમાં છે - ડાબેથી જમણે અથવા ઉપરથી નીચે.
04.15 ઓબ્જેક્ટ રોટેશન મોડમાં દાખલ થવા માટે R દબાવો. બે વખર X ડબાઓ.
04.22 પ્રથમ X રોટેશનને ગ્લોબલ X અક્ષ માટે લોક કરે છે.
04.26 બીજું X રોટેશનને લોકલ X અક્ષ માટે લોક કરે છે.
04.31 આપણે આવનાર ટ્યુટોરિયલ્સ માં ગ્લોબલ અને લોકલ ટ્રાન્સફોર્મ અક્ષો માટે વિગતવાર શીખીશું.
04.38 હવે માઉસ ઉપર અને નીચે ખસેડો.
04.42 કેમેરા વ્યુ નીચે અને ઉપર પેન થાય છે
04.47 હવે, Y બે વાર દબાવો.
04.51 પ્રથમ y, રોટેશનને ગ્લોબલ y અક્ષ ઉપર લોક કરે છે.
04.56 બીજું y, રોટેશનને લોકલ y અક્ષ ઉપર લોક કરે છે.
05.00 હવે માઉસ ડાબેથી જમણી તરફ ખસેડો.
05.05 કેમેરા વ્યુ ડાબેથી જમણી તરફ અને ઉલટાક્રમમાં પેન થાય છે.
05.12 કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો.
05.16 આગળ આપણે કેમેરાને ડોલી કરીશું. આ કરવા માટે બે માર્ગો છે.
05.21 પ્રથમ, કેમેરા પકડવા માટે G દબાવો.
05.25 માઉસ વ્હીલ અથવા MMB પકડી રાખો અને માઉસ ઉપર અને નીચે ખસેડો.
05.43 બીજી રીતે, તમે તેની લોકલ Z અક્ષ સાથે કેમેરા ખસેડી શકો છો. G ડબાઓ.
05.53 પછી લોકલ Z અક્ષ સાથે કેમેરા લોક કરવા માટે બે વખત Z ડબાઓ.
05.59 હવે માઉસ ખસેડવું સમાન જ અસર આપે છે.
06.11 કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો.
06.15 કેમેરાને ડાબે થી જમણે અથવા ઉપર અને નીચે ટ્રેક કરવાનો અર્થ છે, કે તેને લોકલ X અથવા Y અક્ષ ઉપર ફરાવવું.
06.24 G ડબાઓ. X બે વાર ડબાઓ અને માઉસ ડાબેથી જમણી તરફ ખસેડો.
06.35 કેમેરા વ્યુ ડાબેથી જમણી તરફ અને ઉલટાક્રમમાં ટ્રેક થાય છે.
06.42 હવે બે વખત Y દબાવો અને માઉસને ઉપરથી નીચેની તરફ ખસેડો.
06.48 કેમેરા વ્યુ ઉપર અને નીચે ટ્રેક થાય છે.
06.53 કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો.
06.59 બ્લેન્ડર કેમેરા માટે ફ્લાય મોડ પણ આપે છે.
07.05 ફ્લાય મોડમાં દાખલ થવા માટે Shift F દબાવો.
07.10 હવે તમે કેમેરા વ્યુ ત્રણ રીતે ખસેડી શકો છો.
07.14 પ્રથમ, કીબોર્ડ પર શોર્ટકટ કીઓનો ઉપયોગ કરીને.
07.19 ઝૂમ ઇન કરવા માટે કીબોર્ડ પર W દબાવો
07.30 ઝૂમ આઉટ કરવા માટે S ડબાઓ.
07.40 ડાબી તરફ ખસેડવા માટે A દબાવો.
07.51 જમણી તરફ ખસેડવા માટે D દબાવો.


08.02 કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો.
08.05 બીજી પદ્ધતિ છે, કૅમેરા વ્યુને ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરવા માટે ફ્લાય મોડમાં માઉસ વ્હીલ અથવા સ્ક્રોલ નો ઉપયોગ કરીને.
08.13 ફ્લાય મોડમાં દાખલ થવા માટે Shift F દબાવો.
08.18 ઝૂમ ઇન કરવા માટે માઉસ વ્હીલ ઉપર સ્ક્રોલ કરો.
08.25 શૉર્ટકટ માટે, નમપૅડ + દબાવો.
08.30 ઝૂમ આઉટ કરવા માટે માઉસ વ્હીલ નીચે સ્ક્રોલ કરો.
08.38 શૉર્ટકટ માટે, નમપૅડ - દબાવો.
08.43 કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો.
08.49 છેલ્લી પદ્ધતિ છે, કેમેરા વ્યુ ડાબે થી જમણી તરફ અને ઉલટાક્રમમાં ખસેડવા માટે,
08.53 ફ્લાય મોડમાં માઉસ વ્હીલ અથવા સ્ક્રોલનો ઉપયોગ કરીને.
08.59 ફ્લાય મોડમાં દાખલ થવા માટે Shift F દબાવો.
09.04 D ડબાઓ અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો.
09.13 કેમેરા વ્યુ ડાબેથી જમણી તરફ અને ઉલટાક્રમમાં ખસે છે.
09.28 કેમેરા વ્યુ લોક કરવા સ્ક્રીન પર ડાબું ક્લિક કરો.
09.33 હવે, આ તમારૂ નવું કેમેરા વ્યુ છે.
09.38 અહીં નેવિગેશન - કેમેરા વ્યુ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
09.43 હવે એક નવી ફાઇલમાં,
09.45 કેમેરા અમે કેમેરા વ્યુનું સ્થાન બદલો, તમારા કેમેરાને રોલ, પેન, ડોલી અને ટ્રેક કરો
09.54 અને નવું કેમેરા વ્યુ પસંદ કરવા માટે ફ્લાય મોડનો ઉપયોગ કરો.
10.00 આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
10.08 આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.
10.27 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ
10.30 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
10.33 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
10.38 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
10.45 જોડાવા બદ્દલ આભાર.
10.47 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Ranjana