Blender/C2/Camera-View-Settings/Gujarati
From Script | Spoken-Tutorial
Time' | Narration |
00.07 | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
00.11 | આ ટ્યુટોરીયલ નેવિગેશન - કૅમેરા વ્યુ વિશે છે. |
00.16 | આપણે બ્લેન્ડર 2.59 માં કેમેરા કેવી રીતે નેવિગેટ કરવું તે શીખીશું. |
00.30 | આ ટ્યુટોરીયલ જોયા બાદ, |
00.32 | આપણે શીખીશું કે નવું કેમેરા વ્યુ મેળવવા માટે કેમેરાનું સ્થાન કેવી રીતે બદલવું. |
00.38 | કેમેરા વ્યુને કેવી રીતે રોલ કરવું, ફેરવવું, ડોલી અને ટ્રેક કરવું; |
00.43 | અને ફ્લાય મોડનો ઉપયોગ કરીને નવું કેમેરા વ્યુ કેવી રીતે પસંદ કરવું. |
00.50 | હું ધારું છું કે તમને પહેલેથી જ ખબર છે તમારી સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું. |
00.54 | જો ન તો બ્લેન્ડર સંસ્થાપિત કરવા પરના અમારા પહેલાંના ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો. |
01.02 | મૂળભૂત રીતે, જયારે બ્લેન્ડર ખુલે છે, તો 3D view એ User Perspective view માં હોય છે. |
01.11 | હવે, ચાલો કેમેરા વ્યુ ઉપર સ્વીચ કરીએ. |
01.15 | 3D પેનલના તળિયે ડાબે ખૂણે View ટેબ ઉપર જાઓ. |
01.21 | મેનુ માંથી Camera ઉપર ડાબું ક્લિક કરો. |
01.25 | કીબોર્ડ શૉર્ટકટ માટે, નમપૅડ 0 દબાવો. |
01.29 | જો તમે લેપટોપ વાપરી રહ્યા છો, તો તમે નમપૅડ તરીકે તમારા નંબર કીઓનું અનુકરણ કરવાની જરૂર છે. |
01.36 | નમપૅડનું અનુકરણ કેવી રીતે એ શીખવા માટે, User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ. |
01.45 | આ Camera View છે. |
01.49 | ડોટેડ બોક્સ સક્રિય કેમેરાનું વ્યુ ફિલ્ડ છે. |
01.55 | ડોટેડ બોક્સની અંદરના બધા ઓબ્જેક્ટો રેન્ડર કરવામાં આવશે. |
02.01 | રેન્ડર સેટિંગ્સ પાછળના ટ્યુટોરીયલ માં શીખવવામાં આવશે. |
02.05 | બ્લેન્ડર તમને તમારા વર્તમાન વ્યુ પોઈન્ટને મેચ કરવા માટે સક્રિય કેમેરાને સ્થાન ઉપર બેસાડવા માટે અને દિશા આપવા માટેની પરવાનગી આપે છે. |
02.11 | ચાલો જોઈએ તે કેવી રીતે કરવું. |
02.15 | Perspective વ્યુ ઉપર પાછા જવા માટે નમપૅડ શૂન્ય ડબાઓ. |
02.20 | તમે જોશો કે કેમેરા વ્યુમાંથી સ્વિચ કરવા માટે શોર્ટકટ નમપૅડ શૂન્ય ટૉગલ છે. |
02.26 | માઉસ વ્હીલ અથવા MMB પકડી રાખો અને તમે જ્યાં કેમેરા મૂકવા ઈચ્છો છો, તે સ્થાન ઉપર વ્યુ રોટેટ કરવા માટે માઉસ ખસેડો. |
02.36 | મેં આ સ્થાન પસંદ કર્યું છે. |
02.40 | Control, Alt અને નમપૅડ શૂન્ય ડબાઓ. |
02.46 | કેમેરો નવા સ્થાન પર ખસે છે. |
02.49 | 3D વ્યુ એ જ સમયે કેમેરા વ્યુમાં બદલાય છે. |
02.54 | બ્લેન્ડર તમને કેમેરા ઉપર થોડી નેવિગેશનલ ક્રિયાઓ જેવી કે રોલિંગ, પેનીંગ, ટ્રેકિંગ વગેરે કરવા માટેની પરવાનગી આપે છે. |
03.03 | હવે આપણે આ જોઈશું. |
03.05 | કૅમેરા પસંદ કરવા માટે ડોટેડ બોક્સ પર જમણું ક્લિક કરો. |
03.10 | અહીંથી, તમે બીજા ઓબ્જેક્ટ પ્રમાણે કેમેરાને પણ મેનીપ્યુલેટ કરી શકો છો. |
03.17 | યાદ રાખો કે આ ક્રિયાઓ કરવા માટે તમારે કેમેરા વ્યુમાં હોવું જરૂરી છે. |
03.22 | પ્રથમ ક્રિયા આપણે જોશું કેમેરા વ્યુને રોલ કરવું. |
03.26 | ઓબ્જેક્ટ રોટેશન મોડમાં દાખલ થવા માટે તમારા કીબોર્ડ પર R ડબાઓ. |
03.32 | હવે તમારું માઉસ ડાબે થી જમણું અને ઉપરથી નીચેની તરફ ખસેડો. |
03.42 | મૂળભૂત રીતે કેમેરાને તેના લોકલ Z-અક્ષમાં રોટેટ કરે છે, એનો અર્થ છે અક્ષોની ચારે બાજુ, જે કેમેરા વ્યુની અંદર અથવા બહાર આવે છે. |
03.53 | ક્રિયા રદ કરવા માટે કીબોર્ડ પર જમણું ક્લિક કરો અથવા Esc ક્લિક કરો. |
03.58 | આ તમને અગાઉના કેમેરા વ્યુ પર પાછું લઇ જશે. |
04.04 | હવે, આગામી ક્રિયા આપણે કેમેરા વ્યુ પેન કરવાનું જોશું. |
04.09 | પેનીંગ 2 દિશાઓમાં છે - ડાબેથી જમણે અથવા ઉપરથી નીચે. |
04.15 | ઓબ્જેક્ટ રોટેશન મોડમાં દાખલ થવા માટે R દબાવો. બે વખર X ડબાઓ. |
04.22 | પ્રથમ X રોટેશનને ગ્લોબલ X અક્ષ માટે લોક કરે છે. |
04.26 | બીજું X રોટેશનને લોકલ X અક્ષ માટે લોક કરે છે. |
04.31 | આપણે આવનાર ટ્યુટોરિયલ્સ માં ગ્લોબલ અને લોકલ ટ્રાન્સફોર્મ અક્ષો માટે વિગતવાર શીખીશું. |
04.38 | હવે માઉસ ઉપર અને નીચે ખસેડો. |
04.42 | કેમેરા વ્યુ નીચે અને ઉપર પેન થાય છે |
04.47 | હવે, Y બે વાર દબાવો. |
04.51 | પ્રથમ y, રોટેશનને ગ્લોબલ y અક્ષ ઉપર લોક કરે છે. |
04.56 | બીજું y, રોટેશનને લોકલ y અક્ષ ઉપર લોક કરે છે. |
05.00 | હવે માઉસ ડાબેથી જમણી તરફ ખસેડો. |
05.05 | કેમેરા વ્યુ ડાબેથી જમણી તરફ અને ઉલટાક્રમમાં પેન થાય છે. |
05.12 | કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો. |
05.16 | આગળ આપણે કેમેરાને ડોલી કરીશું. આ કરવા માટે બે માર્ગો છે. |
05.21 | પ્રથમ, કેમેરા પકડવા માટે G દબાવો. |
05.25 | માઉસ વ્હીલ અથવા MMB પકડી રાખો અને માઉસ ઉપર અને નીચે ખસેડો. |
05.43 | બીજી રીતે, તમે તેની લોકલ Z અક્ષ સાથે કેમેરા ખસેડી શકો છો. G ડબાઓ. |
05.53 | પછી લોકલ Z અક્ષ સાથે કેમેરા લોક કરવા માટે બે વખત Z ડબાઓ. |
05.59 | હવે માઉસ ખસેડવું સમાન જ અસર આપે છે. |
06.11 | કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો. |
06.15 | કેમેરાને ડાબે થી જમણે અથવા ઉપર અને નીચે ટ્રેક કરવાનો અર્થ છે, કે તેને લોકલ X અથવા Y અક્ષ ઉપર ફરાવવું. |
06.24 | G ડબાઓ. X બે વાર ડબાઓ અને માઉસ ડાબેથી જમણી તરફ ખસેડો. |
06.35 | કેમેરા વ્યુ ડાબેથી જમણી તરફ અને ઉલટાક્રમમાં ટ્રેક થાય છે. |
06.42 | હવે બે વખત Y દબાવો અને માઉસને ઉપરથી નીચેની તરફ ખસેડો. |
06.48 | કેમેરા વ્યુ ઉપર અને નીચે ટ્રેક થાય છે. |
06.53 | કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો. |
06.59 | બ્લેન્ડર કેમેરા માટે ફ્લાય મોડ પણ આપે છે. |
07.05 | ફ્લાય મોડમાં દાખલ થવા માટે Shift F દબાવો. |
07.10 | હવે તમે કેમેરા વ્યુ ત્રણ રીતે ખસેડી શકો છો. |
07.14 | પ્રથમ, કીબોર્ડ પર શોર્ટકટ કીઓનો ઉપયોગ કરીને. |
07.19 | ઝૂમ ઇન કરવા માટે કીબોર્ડ પર W દબાવો |
07.30 | ઝૂમ આઉટ કરવા માટે S ડબાઓ. |
07.40 | ડાબી તરફ ખસેડવા માટે A દબાવો. |
07.51 | જમણી તરફ ખસેડવા માટે D દબાવો.
|
08.02 | કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો. |
08.05 | બીજી પદ્ધતિ છે, કૅમેરા વ્યુને ઝૂમ ઇન અને ઝૂમ આઉટ કરવા માટે ફ્લાય મોડમાં માઉસ વ્હીલ અથવા સ્ક્રોલ નો ઉપયોગ કરીને. |
08.13 | ફ્લાય મોડમાં દાખલ થવા માટે Shift F દબાવો. |
08.18 | ઝૂમ ઇન કરવા માટે માઉસ વ્હીલ ઉપર સ્ક્રોલ કરો. |
08.25 | શૉર્ટકટ માટે, નમપૅડ + દબાવો. |
08.30 | ઝૂમ આઉટ કરવા માટે માઉસ વ્હીલ નીચે સ્ક્રોલ કરો. |
08.38 | શૉર્ટકટ માટે, નમપૅડ - દબાવો. |
08.43 | કેમેરા વ્યુ પર પાછા જવા માટે જમણું ક્લિક કરો. |
08.49 | છેલ્લી પદ્ધતિ છે, કેમેરા વ્યુ ડાબે થી જમણી તરફ અને ઉલટાક્રમમાં ખસેડવા માટે, |
08.53 | ફ્લાય મોડમાં માઉસ વ્હીલ અથવા સ્ક્રોલનો ઉપયોગ કરીને. |
08.59 | ફ્લાય મોડમાં દાખલ થવા માટે Shift F દબાવો. |
09.04 | D ડબાઓ અને માઉસ વ્હીલ ઉપર અને નીચે સ્ક્રોલ કરો. |
09.13 | કેમેરા વ્યુ ડાબેથી જમણી તરફ અને ઉલટાક્રમમાં ખસે છે. |
09.28 | કેમેરા વ્યુ લોક કરવા સ્ક્રીન પર ડાબું ક્લિક કરો. |
09.33 | હવે, આ તમારૂ નવું કેમેરા વ્યુ છે. |
09.38 | અહીં નેવિગેશન - કેમેરા વ્યુ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
09.43 | હવે એક નવી ફાઇલમાં, |
09.45 | કેમેરા અમે કેમેરા વ્યુનું સ્થાન બદલો, તમારા કેમેરાને રોલ, પેન, ડોલી અને ટ્રેક કરો |
09.54 | અને નવું કેમેરા વ્યુ પસંદ કરવા માટે ફ્લાય મોડનો ઉપયોગ કરો. |
10.00 | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
10.08 | આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
10.27 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ |
10.30 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
10.33 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
10.38 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
10.45 | જોડાવા બદ્દલ આભાર. |
10.47 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |