PhET/C3/Rutherford-Scattering/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:19, 29 January 2019 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | Rutherford Scattering simulation પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે ડેમોનસ્ટ્રેટ કરીશું Rutherford Scattering, PhET simulation. |
00:13 | અહીં હું વાપરી રહ્યી છું-
Ubuntu Linux OS આવૃત્તિ 14.04, |
00:20 | Java આવૃત્તિ 1.7.0, |
00:25 | Firefox Web Browser આવૃત્તિ 53.02.2 |
00:31 | આ ટ્યુટોરીયલના અનુસરણ માટે, શીખનારાઓ ઉચ્ચ શાળા વિજ્ઞાનમાંના વિષયોથી પરિચિત હોવા જોઈએ. |
00:39 | આ simulation વાપરીને, આપણે આપેલ શીખીશું: Plum pudding અને Rutherford પરમાણુ મોડેલ વિશે, |
00:48 | Rutherford gold foil પ્રયોગને પ્રદર્શિત કરવું, |
00:52 | alpha કણોના વર્તન વિશે, |
00:56 | alpha કણોના વિચલનને પ્રભાવિત કરતા પરિબળોને ઓળખવું. |
01:02 | હવે ચાલો ડેમોનસ્ટ્રેટ શરુ કરીએ. |
01:06 | simulation ને ડાઉનલોડ કરવા માટે આપેલ link નો ઉપયોગ કરો. |
01:11 | મેં મારા Downloads ફોલ્ડરમાં પહેલાથી જ Rutherford Scattering simulation ડાઉનલોડ કર્યું છે. |
01:18 | simulation ને ખોલવા માટે, Rutherford Scattering એચટીએમએલ ફાઈલ પર જમણું ક્લીક કરો. |
01:26 | Open with Firefox Web Browser વિકલ્પ પસંદ કરો. |
01:30 | ફાઈલ બ્રાઉઝરમાં ખુલે છે. |
01:33 | આ Rutherford Scattering simulation નું ઇન્ટરફેસ છે. |
01:38 | ઇન્ટરફેસ 2 screens ધરાવે છે- Rutherford Atom, Plum Pudding Atom. |
01:45 | ચાલો Plum Pudding Atom સ્ક્રીન સાથે શરુ કરીએ. |
01:49 | જે. જે. થોમસને Plum Pudding પરમાણુ મોડેલ પ્રસ્તાવિત કર્યું હતું. |
01:53 | આ મોડેલ Rutherford ના પરમાણુ મોડેલ પહેલા પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું. |
01:58 | Plum Pudding Atom સ્ક્રીનને ખોલવા માટે તેના પર ક્લીક કરો. |
02:02 | સ્ક્રીનની ડાબી બાજુએ Plum Pudding પરમાણુ મોડેલ માટે પ્રાયોગિક સેટ અપ (સુયોજન) આવેલું છે. |
02:09 | તેમાં Alpha Particles સ્ત્રોતની ઉપર એક ધાતુની પાતળી શીટ (પતરું) આવેલી છે. |
02:15 | સ્ક્રીનની મધ્યમાં view box આવેલું છે. |
02:19 | તે એકલ પરમાણુ દર્શાવે છે જે ધરાવે છે 3 into 10 to the power of -10 meter atomic scale. |
02:26 | પરમાણુમાં, લાલ ભાગ પોઝિટિવ (ઘનાત્મક) charge રજૂ કરે છે જે કે સમાન રીતે વિતરીત કરવામાં આવ્યું છે. |
02:33 | નાના બ્લુ (ભૂરા) ગોળાઓ ઇલેક્ટ્રોનો રજુ કરે છે જે કે પરમાણુમાં જોડાયેલા હોય છે. |
02:39 | પરમાણુમાં પોઝિટિવ (ઘનાત્મક) ચાર્જ અને ઇલેક્ટ્રોનો વચ્ચે કોઈપણ જુદાપણું (વિયોગ) નથી. |
02:44 | જમણી બાજુએ આવેલ Screen 2 બોક્સો દર્શાવે છે, Legend અને Alpha particle. |
02:53 | Legend બોક્સ પરમાણુના મુખ્ય કંપોનૅન્ટો (ઘટકો) ને ઓળખવામાં મદદ કરે છે. |
02:58 | Alpha Particle બોક્સ ધરાવે છે- એક Energy સ્લાઇડર જે કે અંદર આવનારા આલ્ફા કણોની ઊર્જામાં ફેરફાર કરવા માટે છે, |
03:06 | Traces ચેક-બોક્સ એ alpha કણોની ટ્રેજેક્ટરી (આપેલ બળે ક્રિયાન્વિત ઉડતા કણો દ્વારા અનુસરિત માર્ગ) દર્શાવવા માટે છે. |
03:11 | Traces ચેક-બોક્સને ચેક કરો. |
03:14 | સ્ક્રીનમાં નીચેની બાજુએ આપણી પાસે છે, Play/Pause બટન, |
03:19 | Step બટન અને Reset બટન. |
03:23 | Alpha Particles સ્ત્રોતને ટર્ન ઓન (ચાલુ) કરવા માટે, બ્લુ (ભૂરા) બટન પર ક્લીક કરો. |
03:28 | નોંધ લો alpha કણોની બીમ (કિરણ) પાતળા ધાતુના પતરાને અથડાય છે. |
03:33 | પરમાણુ અંતર્ગત alpha કણોના માર્ગનું અવલોકન કરો. |
03:37 | તમામ alpha કણો જે પરમાણુમાંથી પસાર થાય છે તે વણ-વિચલિત છે. |
03:42 | આ એટલા માટે કારણ કે ઇલેક્ટ્રોનો સમગ્ર પરમાણુમાં સમાન રીતે વહેંચાયેલા છે. |
03:47 | પરમાણુમાં ઋણાત્મક અને ઘનાત્મક charge ની તીવ્રતા સરખી હોય છે. |
03:53 | આ સૌથી સ્થિર electrostatic ગોઠવણી આપે છે. |
03:57 | તેથી તે પરમાણુને વિદ્યુતીય રીતે તટસ્થ બનાવે છે. |
04:01 | Plum Pudding મોડેલ પરમાણુની સંપૂર્ણ તટસ્થતાને સમજાવવામાં સક્ષમ હતું. |
04:07 | પરમાણુનું Plum Pudding મોડેલ આપેલને સમજાવવામાં નિષ્ફળ થયું:
પરમાણુની સ્થિરતા, |
04:15 | પરમાણુમાં ન્યુક્લિઅસ (નાભિ) નું સ્થાન. |
04:19 | Plum Pudding મોડેલને પરમાણુ રચના માટે ગણતરીમાં લઇ શકાયુ નથી. |
04:24 | પરંતુ તેણે અન્ય પરમાણુ રચના મોડેલોના વિકાસ માટે પાયો પૂરો પાડ્યો છે. |
04:31 | ચાલો Rutherford Atom સ્ક્રીન પર જઈએ. |
04:35 | Rutherford Atom ને ખોલવા માટે તેના પર ક્લીક કરો. |
04:39 | Rutherford Atom સ્ક્રીન રૂથરફોર્ડના ગોલ્ડ ફોઈલ (સોનાના પતરા) ના પ્રયોગને પ્રદર્શિત કરવામાં મદદ કરે છે. |
04:45 | Rutherford Atom સ્ક્રીન Plum Pudding પરમાણુ સ્ક્રીન જેવા જ ટૂલો ધરાવે છે. |
04:51 | વધારામાં, અહીં Alpha Particle બોક્સની નીચે એક Atom બોક્સ આવેલું છે. |
04:56 | Atom બોક્સ Protons અને Neutrons સ્લાઇડરો ધરાવે છે જેથી ન્યુક્લિઅસ (નાભિ) ના સંયોજનમાં ફેરફાર કરી શકાય. |
05:04 | અહીં, protons અને neutrons ની સંખ્યા સોનાના પરમાણુમાના જેટલી જ છે. |
05:09 | સ્ક્રીનની મધ્યમાં, તમને એક બોક્સ દેખાશે. |
05:13 | તે સોનાના પતરામાં વિભિન્ન પરમાણુઓનું zoom in વ્યુ (દેખાવ) રજુ કરે છે. |
05:19 | સ્ક્રીનની ડાબી બાજુ 2 મોડેલ વ્યૂઝ (દેખાવ) ધરાવે છે. |
05:23 | તે છે atomic view અને nuclear view. |
05:27 | મૂળભૂત રીતે, atomic view પસંદ થયેલ છે. |
05:31 | Atomic view એ પરમાણુમાંથી જેમ alpha કણો પસાર થાય તેમ તેમના વર્તન બદ્દલ ખ્યાલ આપે છે. |
05:38 | Alpha particles સ્ત્રોતને ટર્ન ઓન (ચાલુ) કરવા માટે બ્લુ (ભૂરા) બટન પર ક્લીક કરો. |
05:43 | નોંધ લો alpha કણોની બીમ (કિરણ) પાતળા સોનાના પતરાથી અથડાય છે. |
05:48 | alpha કણોની ટ્રેજેક્ટરીઝ નિહાળવા માટે Traces ચેક-બોક્સને ચેક કરો. |
05:54 | alpha કણો જેમ પરમાણુના નાભિ સુધી પહોંચે તેમ તેના ટ્રેસ (નિશાનો) નું અવલોકન કરો. |
06:00 | હવે, simulation ને અટકાવો અને Step બટન પર ક્લીક કરો. |
06:06 | અહીં, ઘણા alpha કણો વણ-વિચલિત છે. |
06:11 | કેટલાક alpha કણો સેજ વિચલિત થયા છે. |
06:15 | ખુબ ઓછા alpha કણો પાછા ફેંકાયા છે, એટલે કે, લગભગ 180° વિચલિત થયા છે. |
06:22 | ચાલો nuclear view માં alpha કણોનું વર્તન જોઈએ. |
06:27 | nuclear view પર ક્લીક કરો. |
06:29 | નોંધ લો zoom in view માં, પરમાણુઓ એકલ ન્યુક્લિઅસથી બદલાય છે. |
06:35 | હવે simulation ને પ્લે કરો. |
06:38 | alpha કણો જેમ ન્યુક્લિઅસ સુધી પહોંચે તેમ તેનું વિચલન અવલોકન કરો. |
06:44 | અહીં સોનાના પરમાણુ માટે n/p ગુણોત્તર છે 1.5. તેથી alpha કણો મોટું વિચલન દર્શાવે છે. |
06:53 | ચાલો એવા પરિબળોનો અભ્યાસ કરીએ જે alpha કણોના સ્કેટરિંગ (વેરવિખેર) ને અસર કરે છે. |
06:59 | Energy સ્લાઇડરને ડ્રેગ કરીને minimum તરફે લાવો. |
07:03 | અવલોકન કરો ઊર્જાના ઘટાડા સાથે વિચલનનો કોણ વધે છે. |
07:09 | આગળ આપણે જોઈશું કે, કેવી રીતે ન્યુક્લિઅસના સંયોજનમાં ફેરફાર કરવાથી alpha કણોના સ્કેટરિંગ (વેરવિખેર) ને અસર થાય છે. |
07:16 | ચાલો એવી નાની ન્યુક્લિઅસથી શરૂઆત કરીએ જેમાં protons અને neutrons ની સંખ્યા ઓછી છે. |
07:22 | Energy સ્લાઇડરને ડ્રેગ કરીને તેના મૂળભૂત સ્થાને લાવો. |
07:27 | ત્યારબાદ Protons અને Neutrons સ્લાઇડરને ડ્રેગ કરીને 20 તરફે લાવો. |
07:32 | ન્યુક્લિઅસનું માપ નાનું થાય છે. |
07:35 | alpha કણોના વિચલન કોણનું અવલોકન કરો. |
07:39 | પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા ઘટવાથી વિચલન કોણ ઘટે છે. |
07:45 | અહીં પરમાણુ સ્થિર છે કારણ કે n /p ગુણોત્તર 1 છે. |
07:50 | અવલોકન કરો alpha કણો જે કે ન્યુક્લિઅસથી ખુબ દૂર છે લગભગ શોધી ન શકાય તેવું વિચલન ધરાવે છે. |
07:57 | જ્યારે કે જે alpha કણો ન્યુક્લિઅસની પાસે આવેલા છે તે વિચલિત થયા છે. |
08:02 | એસાઈનમેન્ટ તરીકે, પ્રોટોન અને ન્યુટ્રોનનાં વિવિધ સંયોજનો અજમાવી જુઓ અને વિચલનો તપાસો. |
08:10 | alpha કણોના વર્તનમાં થતા ફેરફાર માટે સમજૂતી આપો. |
08:16 | ચાલો સારાંશ લઈએ. |
08:19 | આ ટ્યુટોરીયલમાં, આપણે ડેમોનસ્ટ્રેટ કર્યું કે કેવી રીતે Rutherford Scattering, PhET simulation વાપરવું છે. |
08:28 | આ simulation વાપરીને, આપણે આપેલ શીખ્યા: Plum pudding અને Rutherford પરમાણુ મોડેલ વિશે, |
08:37 | રૂથરફોર્ડ ગોલ્ડ ફોઈલ પ્રયોગને પ્રદર્શિત કરવો, |
08:41 | alpha કણોના વર્તન વિશે, |
08:45 | alpha કણોના વિચલનને પ્રભાવિત કરતા પરિબળોને ઓળખવું. |
08:51 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
09:00 | Spoken Tutorial Project ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. |
09:09 | વધુ વિગતમાં જાણવા માટે, કૃપા કરીને અમને લખો. |
09:13 | કૃપા કરી તમારા પ્રશ્નો આ ફોરમમાં પોસ્ટ કરો. |
09:17 | આ પ્રોજેક્ટને આંશિક ફાળો શિક્ષકો અને શિક્ષા પર પંડિત મદન મોહન માલવિયા નેશનલ મિશન દ્વારા આપવામાં આવ્યો છે. |
09:25 | Spoken Tutorial પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
09:38 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
જોડવાબદ્દલ આભાર. |