PhET/C3/Gravity-and-Solar-system/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:04, 9 January 2019 by PoojaMoolya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Gravity and Solar System પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે ડેમોનસ્ટ્રેટ કરીશું Gravity and Orbits અને My Solar System, PhET simulations.
00:16 અહીં હું વાપરી રહ્યી છું- Ubuntu Linux OS આવૃત્તિ 14.04
00:23 Java આવૃત્તિ 1.7.0 અને
00:27 Firefox Web Browser આવૃત્તિ 53.02.2
00:34 આ ટ્યુટોરીયલના અનુસરણ માટે, શીખનારાઓ ઉચ્ચ શાળા વિજ્ઞાનમાંના વિષયોથી પરિચિત હોવા જોઈએ.
00:42 આ સિમ્યુલેશનનો ઉપયોગ કરીને, આપણે આપેલ કરીશું:

૧. સૂર્ય, પૃથ્વી, ચંદ્ર અને ઉપગ્રહ વચ્ચેના સંબંધનું વર્ણન કરવુ.

00:51 ૨. ગુરુત્વાકર્ષણ બળ પર દળ અને અંતરની અસરનો અભ્યાસ કરવો.
00:56 ૩. સમજાવવું કે કેવી રીતે ગુરુત્વાકર્ષણ આપણા સૂર્યમંડળની ગતિને નિયંત્રિત કરે છે.
01:02 ૪. ગુરુત્વાકર્ષણની શક્તિને અસર કરતા વેરીએબલો (ચલો) ને ઓળખવા.
01:08 ૫. અને, ગુરુત્વાકર્ષણ બળ નક્કી કરવુ.
01:12 આપણા સૌરમંડળમાં, તમામ અવકાશી પદાર્થો સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે.
01:18 આ પદાર્થો ગ્રહો, ચંદ્રો, ધૂમકેતુઓ, સૂક્ષ્મ ગ્રહો, ઉલ્કાપિંડો અને ઉલ્કાઓ છે.
01:27 સૂર્ય અને અવકાશી પદાર્થો વચ્ચે આકર્ષણ બળ અસ્તિત્વ ધરાવે છે.
01:34 આકર્ષણનું આ બળ એ ગુરુત્વાકર્ષણ બળ છે.
01:39 ચાલો ડેમોનસ્ટ્રેટ શરુ કરીએ.
01:43 simulation ને ડાઉનલોડ કરવા માટે આપેલ link નો ઉપયોગ કરો.
01:48 મેં મારા Downloads ફોલ્ડરમાં, પહેલાથી જ Gravity and Orbits simulation ડાઉનલોડ કરી દીધું છે.
01:55 simulation ને ખોલવા માટે, gravity-and-orbits_en.html ફાઈલ પર જમણું ક્લીક કરો.
02:01 Open With Firefox Web Browser વિકલ્પ પસંદ કરો.
02:06 Simulation બ્રાઉઝરમાં ખુલે છે.
02:10 Gravity and Orbits simulation નું interface છે.
02:16 ઇન્ટરફેસ બે સ્ક્રીનો ધરાવે છે-

Model,

To Scale.

02:22 ચાલો આપણું ડેમોનસ્ટ્રેશન Model સ્ક્રીન સાથે શરુ કરીએ.
02:26 Model સ્ક્રીનને ખોલવા માટે તેના પર ક્લીક કરો.
02:29 સ્ક્રીનની જમણી બાજુએ તમે એક બોક્સ જોઈ શકો છો.
02:34 તેમાં મોડેલ જેવા ચાર સૌર મંડળ આવેલા છે.
02:38 મોડેલોની બાજુમાં, એક ભૂખરા રંગનું Reset બટન આવેલું છે.
02:43 આ બટન સૌર મંડળને તેના મૂળભૂત અવસ્થામાં સુયોજિત કરે છે.
02:48 on અને off રેડીઓ બટનો વાપરીને, આપણે Gravity પસંદ કરી શકીએ છીએ.
02:54 Gravity ની નીચે, આપણી પાસે આપેલ માટે ચેક-બોક્સો છે-

Gravity Force,

Velocity,

Path અને

Grid .

03:03 તમામ ચેક-બોક્સો પર ક્લીક કરો.
03:06 આ બોક્સની નીચે, આપણી પાસે હજુ એક બોક્સ છે.

Star અને Planet નું દળ બદલવા માટે તેમાં sliders છે.

03:15 સ્ક્રીનની નીચેની બાજુએ, animation ની ગતિમાં ફેરફાર કરવા માટે આપણી પાસે Fast Forward, Normal અને Slow motion રેડીઓ બટનો આવેલા છે.
03:25 મૂળભૂત રીતે, Normal ગતિ પસંદ થયેલી છે.
03:29 સાથે જ, અહીં Rewind, Play/Pause અને Step buttons છે,
03:35 Earth Days ગણતરીને reset કરવા માટે છે Clear બટન,
03:39 simulation ને રીસેટ (ફરીસુયોજિત) કરવા માટે છે Reset બટન.
03:43 મૂળભૂત રીતે, સૂર્ય અને પૃથ્વી સિસ્ટમ પસંદ થયેલ છે.
03:48 હવે Play બટન પર ક્લીક કરો.
03:51 નોંધ લો પૃથ્વી ગોળાકાર માર્ગમાં સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે.
03:57 આ ગોળાકાર ગતિ કેન્દ્રકીય બળને કારણે છે.
04:02 કેન્દ્રકીય બળના કારણે પ્રવેગમાં ફેરફાર થાય છે અને બોડી (પદાર્થનો ભાગ) ગોળાકાર માર્ગમાં ખસેડાતી રહે છે.
04:11 આ બળ કેન્દ્ર તરફ કામ કરે છે.
04:15 આ ગોળાકાર માર્ગ તેની ભ્રમણકક્ષા હોય છે.
04:19 પૃથ્વી ભ્રમણકક્ષા પર દરેક પોઈન્ટે (સ્થાને કે બિંદુએ) તેની પરિભ્રમણની દિશા બદલતી રહે છે.
04:25 નોંધ લો પૃથ્વીના વેગની દિશા સૂર્યના ગુરુત્વાકર્ષણીય ખેંચાણને લંબરૂપ હોય છે.
04:32 હવે, ચાલો Earth Days ગણતરી કરીએ.
04:35 સૂર્ય અને પૃથ્વીને તેમના મૂળભૂત સ્થાને લાવવા માટે Reset arrow પર ક્લીક કરો.
04:42 પૃથ્વી જેમ સૂર્યનું પરિભ્રમણ કરે તેમ Earth Days માં થતા ફેરફારનું અવલોકન કરો.
04:48 હવે આપણે ચોક્કસ દિવસો ગણતરી કરવા માટે, એનિમેશનને બદલીને સ્લો (ધીમું) કરીશું.
05:00 simulation ને અટકાવવા માટે Pause પર ક્લીક કરો.
05:04 પૃથ્વીને એક પરિભ્રમણ પૂર્ણ કરવામાં ૩૬૫ દિવસો લાગે છે.
05:09 આગળ આપણે જોશું કે ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં પૃથ્વીને શું થાય છે.
05:14 off રેડીઓ બટન પર ક્લીક કરો.
05:17 હવે આપણે એનિમેશનને બદલીને નોર્મલ (સામાન્ય) કરીશું.
05:21 ત્યારબાદ Play બટન પર ક્લીક કરો.
05:24 અવલોકન કરો ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં, પૃથ્વી એક સીધી લાઈન (રેખા) માં ઉડી જાય છે.
05:31 આ ગતિ ગોળાકાર માર્ગને સ્પર્શકીય (લંબરૂપ) છે.
05:35 Return Objects બટન પર ક્લીક કરો.
05:38 પૃથ્વી પાછી તેના મૂળભૂત સ્થાને આવશે.
05:42 હવે આપણે ભ્રમણકક્ષા પર દળમાં પરિવર્તનની અસર જોઈશું.
05:48 મૂળભૂત રીતે, Star Mass સ્લાઇડર એ Our Sun પર છે.
05:53 ચાલો Star Mass સ્લાઇડરને 1.5 તરફે ડ્રેગ કરીએ.
05:58 ડ્રેગ કરતાની સાથે, તારાના માપમાં થયેલ વધારાનું અવલોકન કરો.
06:03 આગળ, ક્લીક કરો ગ્રેવિટી (ગુરુત્વાકર્ષણ) નું on રેડીઓ બટન અને ત્યારબાદ Play બટન.
06:10 ભ્રમણકક્ષાના પાથ (માર્ગ) નું અવલોકન કરો.
06:13 પૃથ્વી હવે એલિપ્ટિકલ (અંડાકાર) માર્ગમાં ખસે છે.
06:17 ભ્રમણકક્ષાનું માપ પણ નાનું થાય છે.
06:21 અહીં, ભ્રમણકક્ષાના કેન્દ્રમાં સૂર્ય નથી.
06:26 નોંધ લો સૂર્યના દળમાં વધારાની સાથે Earth Days ઘટે છે.
06:32 Planet Mass સ્લાઇડરને 1.5 તરફે ડ્રેગ કરો.
06:37 નોંધ લો તેમના વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ વધે છે.
06:42 સિમ્યુલેશનને અટકાવવા માટે Pause બટન પર ક્લીક કરો.
06:46 ગ્રહ પર ક્લીક કરો અને તેને સૂર્યથી દૂર લઇ જાવ.
06:51 Play બટન પર ક્લીક કરો.
06:53 અવલોકન કરો ગ્રહ અને સૂર્ય વચ્ચેનું અંતર વધતા ગુરુત્વાકર્ષણીય બળ ઘટે છે.
07:01 Pause બટન પર ક્લીક કરો. સિસ્ટમને રીસેટ (ફરીસુયોજિત) કરવા માટે Reset બટન પર ક્લીક કરો.
07:08 હવે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર સિસ્ટમ પસંદ કરો.
07:12 વ્યુ (દૃશ્ય) ને zoom in કરવા માટે પ્લસ ચિન્હ (+) આગળ સ્લાઇડરને ડ્રેગ કરો.
07:17 ત્યારબાદ Play બટન પર ક્લીક કરો.
07:20 નોંધ લો ચંદ્ર એ પૃથ્વી સાથે સર્પાકાર ભ્રમણકક્ષામાં છે જ્યારે કે પૃથ્વી એ સૂર્ય સાથે વર્તુળાકાર ભ્રમણકક્ષામાં છે.
07:29 અહીં ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે.
07:34 એસાઈનમેન્ટ તરીકે, Model સ્ક્રીન વાપરીને, પૃથ્વી, ચંદ્ર અને પૃથ્વી, ઉપગ્રહ સિસ્ટમોનું અન્વેષણ કરો.
07:43 હવે આપણે To Scale સ્ક્રીન પર જશું.
07:47 ઇન્ટરફેસની નીચેની બાજુએ આવેલ To Scale સ્ક્રીન પર ક્લીક કરો.
07:52 To Scale સ્ક્રીન એ Model સ્ક્રીન જેવા જ ટૂલો ધરાવે છે.
07:57 આ સ્ક્રીન વધારાના બે ચેક-બોક્સો ધરાવે છે-

Mass અને

Measuring Tape.

08:04 Mass, Path અને Grid ચેક-બોક્સો પર ક્લીક કરો.
08:09 મૂળભૂત રીતે, સૂર્ય અને પૃથ્વી સિસ્ટમ (પ્રણાલી) પસંદ થયેલ છે.
08:14 અહીં, તારાનું દળ છે 333 thousand Earth masses અને ગ્રહનું દળ છે 1 Earth mass.
08:24 પરિભ્રમણનો પાથ (માર્ગ) દર્શાવવા માટે Play બટન પર ક્લીક કરો.
08:28 ત્યારબાદ pause બટન પર ક્લીક કરો.
08:31 ચાલો તારા અને પૃથ્વી વચ્ચેનું અંતર માપીએ.
08:35 Measuring Tape ચેક-બોક્સ આગળ ચેક કરો.
08:39 Mass ચેક-બોક્સને અનચેક કરો.
08:42 આ આપણને અંતરને ચોક્કસ રીતે માપવામાં સક્ષમ કરશે.
08:47 વ્યુ (દૃશ્ય) ને zoom in કરવા માટે પ્લસ ચિન્હ (+) આગળ zoom in સ્લાઇડરને ડ્રેગ કરો.
08:52 Measuring Tape ને તારા પર મુકો અને બીજા છેડાને ગ્રહ પર ડ્રેગ કરો.
09:00 તારા અને ગ્રહ વચ્ચેનું અંતર નોંધો.
09:04 તે 91503 thousand miles છે.
09:10 આ વેલ્યુ તમારા કિસ્સામાં સેજ વધી શકે છે કારણ કે સૂર્ય પણ ગતિમાં છે.
09:17 ચાલો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ ગણતરી કરીએ.
09:22 ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ- કોઈપણ બે પદાર્થો વચ્ચેનું આકર્ષણ બળ તેમના દળના ગુણનફળના સમ પ્રમાણમાં હોય છે.
09:33 તે તેમના વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
09:38 આ બળ બે પદાર્થોના કેન્દ્રોને જોડતી લાઇન સાથે રહે છે.
09:44 ગુરુત્વાકર્ષણીય બળ નીચેના સૂત્રનો ઉપયોગ કરીને ગણતરી કરાય છે જ્યાં G એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચલ છે,
09:53 કેપિટલ M એ સૂર્યનું દળ છે,
09:58 નાનો m એ પૃથ્વીનું દળ છે
10:02 અને d એ પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર છે.
10:07 આ સૂત્રમાં આપણે G, કેપિટલ M, નાનો m અને d ની વેલ્યુઓ સબસ્ટિટ્યુટ કરીએ છીએ.
10:15 આનાથી આપણને સૂર્ય અને પૃથ્વી વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળની વેલ્યુ મળશે.
10:21 વેલ્યુ છે 3.6 x1022 N(ન્યુટન).
10:28 એસાઇનમેન્ટ તરીકે, To Scale સ્ક્રીન વાપરીને, પૃથ્વી અને ઉપગ્રહ વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ નક્કી કરો.
10:37 હવે આપણે My Solar System PhET simulation પર જશું.
10:43 મારા Downloads ફોલ્ડરમાં મેં પહેલાથી જ My Solar System simulation ડાઉનલોડ કર્યું છે.
10:50 simulation ને run કરવા માટે, terminal ખોલો.

પ્રોમ્પ્ટ પર, ટાઈપ કરો: cd Downloads અને Enter દબાવો.

11:01 ત્યારબાદ ટાઈપ કરો: java space hyphen jar space my-solar-system_en.jar અને Enter દબાવો.
11:17 My Solar System સિમ્યુલેશન ખુલે છે.
11:21 My Solar System simulation નું ઇન્ટરફેસ છે.
11:26 સ્ક્રીન જમણી બાજુએ સિસ્ટમ ડ્રોપ-ડાઉન બોક્સ ધરાવે છે.
11:30 અહીં, આપણે આપણા પસંદની સૌર પ્રણાલીની જોડી પસંદ કરી શકીએ છીએ.
11:36 ડ્રોપ-ડાઉન બોક્સની નીચે બીજો એક બોક્સ આવેલો છે.
11:40 તેમાં Start, Stop અને Reset બટનો છે.
11:45 આપણી પાસે આપેલ માટે ચેક-બોક્સો છે System Centered, Show Traces, Show Grid અને Tape Measure.
11:55 જરૂર અનુસાર આ ચેક-બોક્સો વાપરો.
11:59 એનીમેશનની ગતિને નિયંત્રિત કરવા માટે અહીં એક slider આવેલું છે.
12:03 નીચેની તરફે સ્ક્રીનમાં Initial Settings આપવામાં આવી છે.
12:08 અહીં આપણે mass, position અને velocity ની વેલ્યુઓ તેમના સંદર્ભિત બોક્સોમાં ઇનપુટ કરી શકીએ છીએ.
12:16 number of bodies પસંદ કરવા માટે આપણે રેડીઓ-બટનો પણ વાપરી શકીએ છીએ.
12:20 હવે ડ્રોપ ડાઉન એરો પર ક્લીક કરો.
12:24 Sun, planet, comet ને સ્ક્રોલ કરો અને તેના પર ક્લીક કરો.
12:28 આપણે 3 રંગી પદાર્થો જોઈએ છીએ ગ્રહ, સૂર્ય અને ધૂમકેતુ.
12:37 લાલ રંગનો એરો વેગ સૂચવે છે.
12:41 તે એક vector પરિમાણ છે જેને વર્તુળાકારમાં V દ્વારા સૂચવવામાં આવ્યું છે.
12:46 Start બટન પર ક્લીક કરો અને પરિભ્રમણ કક્ષાઓનું અવલોકન કરો. ધૂમકેતુ સૂર્યની ફરતે એલિપ્ટિકલ (અંડાકાર) પરિભ્રમણ કક્ષામાં ખસે છે.
12:55 Stop બટન પર ક્લીક કરો.
12:57 Sun, Planet અને comet નું mass, current position અને velocity મેળવવા માટે તેમની ઉપર mouse ફેરવો.
13:09 start બટન પર ક્લીક કરો.
13:12 અમુક પરિભ્રમણ પછી ધૂમકેતુ સૂર્ય સાથે અથડાઈ જાય છે અને અદૃશ્ય થઈ જાય છે.
13:19 Four star ballet પસંદ કરો અને Start બટન પર ક્લીક કરો.
13:25 પરિભ્રમણ કક્ષાનું અવલોકન કરો. ત્યારબાદ Stop બટન પર ક્લીક કરો.
13:31 પદાર્થોનું mass, position અને velocity મેળવવા માટે તેમની ઉપર mouse ફેરવો.
13:39 એસાઈનમેન્ટ તરીકે, વિવિધ સિસ્ટમો (પ્રણાલીઓ) પસંદ કરો અને પરિભ્રમણ કક્ષાઓનું અવલોકન કરો.
13:46 પ્રારંભિક સેટિંગ્સ (સુયોજનો) બદલો અને ભ્રમણકક્ષામાં ફેરફારોનું અવલોકન કરો અને નિરીક્ષણ સમજાવો.
13:54 ચાલો સારાંશ લઈએ.
13:57 આ ટ્યુટોરીયલમાં, આપણે ડેમોનસ્ટ્રેટ કર્યું કે Gravity and Orbits અને My Solar System, PhET simulations નો ઉપયોગ કેવી રીતે કરવો,
14:07 simulations નો ઉપયોગ કરીને, આપણે સૂર્ય, પૃથ્વી, ચંદ્ર અને ઉપગ્રહ વચ્ચેના સંબંધનું વર્ણન કર્યું,
14:15 ગુરુત્વાકર્ષણ બળ પર દળ અને અંતરની અસરનો અભ્યાસ કર્યો,
14:20 સમજાવ્યું કે કેવી રીતે ગુરુત્વાકર્ષણ આપણા સૂર્યમંડળની ગતિને નિયંત્રિત કરે છે,
14:25 ગુરુત્વાકર્ષણની શક્તિને અસર કરતા વેરીએબલો (ચલો) ને ઓળખ્યા,
14:30 અને ગુરુત્વાકર્ષણ બળ નક્કી કર્યું.
14:35 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.

14:44 Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને

ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.

14:54 વધુ વિગતમાં જાણવા માટે, કૃપા કરીને અમને લખો.
14:58 કૃપા કરી તમારા પ્રશ્નો આ ફોરમમાં પોસ્ટ કરો.
15:03 આ પ્રોજેક્ટને આંશિક ફાળો શિક્ષકો અને શિક્ષા પર પંડિત મદન મોહન માલવિયા નેશનલ મિશન દ્વારા આપવામાં આવ્યો છે.
15:12 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.

આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.

15:25 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya