PhET/C2/The-Greenhouse-Effect/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 17:35, 8 January 2019 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | Greenhouse Effect, એક ઇન્ટરેક્ટિવ (અંત:ક્રિયાત્મક) PhET simulation પરના આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે ઇન્ટરેક્ટિવ PhET simulation વાપરીને Greenhouse Effect ડેમોનસ્ટ્રેટ કરીશું. |
00:14 | આ ટ્યુટોરીયલના અનુસરણ માટે, તમને ઉચ્ચ શાળા વિજ્ઞાનનું જ્ઞાન હોવું જોઈએ. |
00:20 | અહીં હું વાપરી રહ્યી છું- Ubuntu Linux OS આવૃત્તિ 14.04 |
00:26 | Java આવૃત્તિ 1.7.0 |
00:30 | Firefox Web Browser આવૃત્તિ 53.02.2. |
00:36 | આ સિમ્યુલેશનનો ઉપયોગ કરીને, વિદ્યાર્થીઓ આપેલ શીખશે:
૧. વાતાવરણીય તાપમાન પર ગ્રીનહાઉસ વાયુઓનો પ્રભાવ. |
00:44 | ૨. Ice age નું વાતાવરણ અને આજનું વાતાવરણ અન્વેષણ કરો અને તેની સરખામણી કરો. |
00:49 | ૩. વાતાવરણીય તાપમાન પર Glass panes અને Clouds નો પ્રભાવ. |
00:55 | ૪. વાતાવરણીય વાયુઓ સાથે ફોટોનની ઈન્ટરેક્શન (ક્રિયાપ્રતિક્રિયા). |
00:59 | ૫. Greenhouse Effect પર વાતાવરણીય વાયુઓનું યોગદાન. |
01:04 | Greenhouse Effect:
તે એક એવી ઘટના છે જેમાં સૂર્ય દ્વારા ઉત્સર્જિત વિકિરણને પૃથ્વીનું વાતાવરણ પોતાનામાં ફસાઈ લે છે. |
01:13 | આ અસર વાતાવરણમાંના વાયુઓના કારણે થાય છે. |
01:17 | તેઓ પૃથ્વીની સપાટીથી પાછી ફેંકાયેલી ગરમીને જાળવી રાખે છે. |
01:22 | આ સ્લાઇડ ગ્રીનહાઉસ વાયુઓ અને તેમની ટકાવારી દર્શાવે છે. |
01:27 | આ પ્રક્રિયા Greenhouse ની અંદર શું થાય છે તેના જેવી જ છે. |
01:32 | ઠંડા સ્થળોએ, ફળો અને શાકભાજીઓ ગ્લાસ (કાંચ) વડે આવરાયેલા વિસ્તારમાં ઉગાડવામાં આવે છે જેને Greenhouse કહેવાય છે. |
01:40 | Greenhouse માં, સૌર વિકિરણો પારદર્શક ગ્લાસ (કાંચ) માંથી પસાર થાય છે અને જમીનને ગરમ કરે છે. |
01:47 | આમાંની કેટલીક ગરમી ગ્લાસ (કાંચ) દ્વારા શોષાય છે અને કેટલીક પરાવર્તિત થાય છે. |
01:52 | આ યંત્રણા (પદ્ધતિ) Greenhouse માં સૂર્યની ઊર્જાને જકડી રાખે છે. |
01:58 | simulation ને ડાઉનલોડ કરવા માટે આપેલ link વાપરો. |
02:02 | મેં મારા Downloads ફોલ્ડરમાં પહેલાથી જ Greenhouse Effect સિમ્યુલેશન ડાઉનલોડ કર્યું છે. |
02:08 | terminal નો ઉપયોગ કરીને હું સિમ્યુલેશન ખોલીશ. |
02:12 | ટર્મિનલ ખોલો. |
02:14 | પ્રોમ્પ્ટ પર, ટાઈપ કરો: cd Downloads અને Enter દબાવો. |
02:20 | ત્યારબાદ ટાઈપ કરો: java space hyphen jar space greenhouse_en.jar અને Enter દબાવો. |
02:31 | Greenhouse Effect સિમ્યુલેશન ખુલે છે. |
02:35 | સિમ્યુલેશન ૩ સ્ક્રીનો ધરાવે છે:
Greenhouse Effect, Glass Layers અને Photon Absorption. |
02:45 | Greenhouse Effect સ્ક્રીન પૃથ્વીનું વાતાવરણ બતાવે છે. |
02:49 | સૂર્યથી આવેલ પ્રકાશને પીળા ફોટોન તરીકે દર્શાવવામાં આવ્યો છે. |
02:54 | પૃથ્વીની સપાટીથી ફેંકાયેલી ગરમી લાલ infrared photons તરીકે બતાવવામાં આવી છે. |
03:00 | panel ની જમણી બાજુએ, આપણી પાસે વાતાવરણને અન્વેષણ કરવા માટેના વિકલ્પો છે. |
03:06 | મૂળભૂત રીતે, Atmosphere during એ Today તરીકે સુયોજિત છે. |
03:11 | Today's Atmosphere માટે ગ્રીનહાઉસ વાયુઓની રચનાનું અવલોકન કરો. |
03:16 | અહીં Kelvin અને Fahrenheit સ્કેલ (માપ) માં તાપમાન રેકોર્ડ કરવા માટે ઉષ્ણતામાપક આવેલું છે. |
03:23 | Options પેનલ Fahrenheit અથવા Celsius એકમમાં તાપમાન દર્શાવવા માટે રેડીઓ-બટનો ધરાવે છે. |
03:31 | સ્ક્રીનની નીચેની બાજુએ, સિમ્યુલેશનને Pause અને Play કરવાના બટનો આવેલા છે. |
03:37 | animation ની ગતિને fast થી બદલીને slow કરવા માટે slider ડ્રેગ કરો. |
03:44 | ઉષ્ણતામાપક પર તાપમાનનું અવલોકન કરો. |
03:48 | Adjustable concentration બટન પર ક્લીક કરો. |
03:52 | તે ગ્રીનહાઉસ વાયુઓની સાંદ્રતા વધારશે. |
03:57 | ત્યારબાદ Greenhouse Gas Concentration સ્લાઇડરને Lots તરફે ડ્રેગ કરો. |
04:03 | ઉષ્ણતામાપક પર તાપમાનનું અવલોકન કરો. |
04:07 | જેમ ગ્રીનહાઉસ વાયુઓની સાંદ્રતા વધે છે તેમ, તાપમાન વધે છે. |
04:13 | શું વાતાવરણમાં વાદળો Greenhouse Effect ને ઘટાડવામાં મદદ કરે છે? |
04:18 | Options મેનુમાંથી સિમ્યુલેશનમાં Clouds ઉમેરો. |
04:23 | તાપમાનનું અવલોકન કરો. નોંધ લો કે Clouds એ વાતાવરણને ગરમી જાળવી રાખવામાં મદદ કરશે. |
04:30 | સાથે જ તમે ૧૮ મી સદી અને Ice age દરમ્યાનના તાપમાનની તુલના કરી શકો છો. |
04:36 | 1750 રેડીઓ-બટન પર ક્લીક કરો. |
04:40 | ગ્રીનહાઉસ વાયુઓની રચનાની નોંધ લો. |
04:44 | Ice age રેડીઓ બટન પર ક્લીક કરો. |
04:47 | ગ્રીનહાઉસ વાયુઓની રચનામાં થયેલ ફેરફારની નોંધ લો. |
04:52 | Ice age માં ગ્રીનહાઉસ વાયુઓની રચનાની ટકાવારી ખૂબ ઓછી છે. |
04:58 | સિમ્યુલેશનને reset કરવા માટે screen ની નીચેની બાજુએ આવેલ Reset All બટન પર ક્લીક કરો. |
05:04 | તમારી ક્રિયાની ખાતરી કરવા માટે Yes પર ક્લિક કરો. |
05:08 | હવે, ચાલો આ વિન્ડોમાની અન્ય સ્ક્રીનોનું અન્વેષણ કરીએ. |
05:13 | Glass Layers ટેબ પર ક્લીક કરો. |
05:16 | અહીં, આપણી પાસે સિમ્યુલેશનમાં Glass Panes ઉમેરવાનું એક વિકલ્પ છે. |
05:22 | આ વાતાવરણીય તાપમાન પર Glass Panes ના પ્રભાવને સમજવામાં સહાય કરે છે. |
05:28 | ચાલો એક Glass Pane ઉમેરીએ અને તાપમાનમાં થયેલ ફેરફારનું અવલોકન કરીએ. |
05:33 | વધુ Glass Panes ઉમેરો અને જુઓ કે શું થાય છે. |
05:38 | Photon Absorption ટેબ પર ક્લીક કરો. |
05:41 | ફોટોનને મુક્ત કરવા માટે Infrared Photon સ્લાઇડર ડ્રેગ કરો. |
05:46 | એક એક કરીને, Atmospheric Gases રેડીઓ બટનો પર ક્લીક કરો, અને કંપન ચકાસો. |
06:00 | Build Atmosphere રેડીઓ બટન પર ક્લીક કરો. |
06:04 | સંદર્ભિત પરમાણુઓ માટે sliders ડ્રેગ કરો. |
06:19 | ત્યારબાદ Infrared અથવા Visible Photons ને મુક્ત કરવા માટે સ્લાઇડરને ડ્રેગ કરો. |
06:25 | અણુઓના કંપનનું અવલોકન કરો. |
06:29 | ચાલો સારાંશ લઈએ. |
06:31 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા વાતાવરણીય તાપમાન પર ગ્રીનહાઉસ વાયુઓના પ્રભાવ વિશે, |
06:38 | Ice age અને Today ના વાતાવરણની તુલના કરી, |
06:43 | વાતાવરણીય તાપમાન પર Glass panes અને Clouds નો પ્રભાવ, |
06:48 | વાતાવરણીય વાયુઓ સાથે ફોટોનની ક્રિયાપ્રતિક્રિયા, |
06:52 | Greenhouse Effect માં વાતાવરણીય વાયુઓનું યોગદાન. |
06:57 | એસાઈનમેન્ટ તરીકે, ૧૮ મી સદી અને Ice age દરમ્યાનના વાતાવરણીય તાપમાનની તુલના કરો. |
07:05 | સિમ્યુલેશનમાં Clouds ઉમેરો અને તાપમાનમાં થયેલ ફેરફારનું અવલોકન કરો. |
07:11 | Glass layers અને Photon Absorption સ્ક્રીનોનું અન્વેષણ કરો. |
07:16 | સમજાવો કે શા માટે Glass panes વાતાવરણનું તાપમાન વધારે છે. |
07:22 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
07:31 | Spoken Tutorial Project ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. |
07:41 | વધુ વિગતમાં જાણવા માટે, કૃપા કરીને અમને લખો. |
07:45 | કૃપા કરી તમારા પ્રશ્નો આ ફોરમમાં પોસ્ટ કરો. |
07:49 | આ પ્રોજેક્ટને આંશિક ફાળો શિક્ષકો અને શિક્ષા પર પંડિત મદન મોહન માલવિયા નેશનલ મિશન દ્વારા આપવામાં આવ્યો છે. |
07:57 | Spoken Tutorial પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
08:09 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
જોડવાબદ્દલ આભાર. |