Health-and-Nutrition/C2/Physical-methods-to-increase-the-amount-of-breastmilk/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:02, 3 January 2019 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:02 | Physical Methods to Increase the Amount of Breast Milk પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું શારીરિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને કેવી રીતે છાતીના દૂધની માત્રા વધારવી. |
00:17 | ચાલો કાંગારુ માતા સંભાળ સાથે શરુ કરીને. |
00:20 | આ પદ્ધતિમાં માં જેટલું અધિક થયી શકે તેટલું માતાએ તેના બાળક સાથે ત્વચા થી ત્વચાનો સંપર્ક કરવો. |
00:27 | નોંધ લો કે કાંગારુ માતા સંભાળ સમાન શ્રેણીમાં અન્ય ટ્યુટોરીયલમાં સમજવામાં આવ્યું છે. |
00:34 | આગળ આપણે શીખીશું કેવી રીતે Let down reflex અથવા Oxytocin reflex. કેવી રીતે વધારી શકાય.
તેના પહેલા આપણને ખબર હોવી જોઈએ કે Oxytocin એ શું છે? |
00:44 | Oxytocin એ હોર્મોન છે જેથી Let down reflex ને પ્રોત્સાહન મળે છે. જેના કારણે બાળકના વિષે વિચારતાની સાથેજ દૂધ બહાર નીકળવા માંડે છે. |
00:54 | તેથી, દૂધને બહાર નીકળવા માટે, માતાએ પ્રથમ આરામથી અને શાંત પણે તેના બાળકની સામે જોવું. |
01:01 | માતાએ તેના બાળકના ન ધોયેલા કપડાંને પણ સુંધી શકે છે અને સુખદ સંગીત પણ સાંભળી શકે છે.
માતા તેના બાળકના ન ધોયેલા કપડાંને પણ સુંધી શકે ,છે અને સુખદ સંગીત પણ સાંભળી શકે છે. |
01:09 | અન્ય પદ્ધતિ પણ દૂધને બહાર નીકળવા મદદ કરશે જેમકે-
ગરમ પાણીનો શેક. |
01:16 | પીઠ ની ઉપરની બાજુ અને છાતીની માલિશ . |
01:20 | ચાલો ગરમ પાણીનો શકે કેવી રીતે કરવો તે વિષે જોઈએ. |
01:24 | માતા ગરમ પાણીથી સ્નાન કરી શકે છે અથવા હુંફાળું કપડું તેની છાતી પર મૂકી શકે છે. |
01:30 |
બંને પદ્ધતિ, છાતીમાંthi દૂધને બહાર નીકાળવામાં મદદ કરશે , |
01:36 | આગળ ચાલો માલિશ વિષે શીખીએ. |
01:40 | પીઠ અને છાતી ની નસ એક જ હોવાથી પીઠ અને ગરદનની માલિશ કરવાથી દૂધ મુક્ત રીતે વહેવામાં મદદ મળશે. |
01:49 | ધવડાવતાં પહેલા છાતીની માલિશ કરવાથી નસો ખુલે છે. |
01:53 | જેથી દૂધ, મુક્તપણે વહેશે અને છાતી પૂર્ણપણે ખાલી થાય છે, દૂધની માત્રામાં વધારો થાય છે. |
02:01 | સ્તનમાં દૂધની માત્રા વધારવા માટે બાળકને યોગ્ય રીતે ધવડાવવા માટે પ્રોત્સાહિત કરીશું. |
02:09 | ચાલો જોઈએ આ કેવી રીતે કરશું . |
02:12 | બાળકના ઉપના હોઠ પર ડીંટડી ને ઘસવું.
જેથી બાળક તેનું મોઢું મોટું ખોલશે અને તેથી બાળકને સારી રીતે ધાવવામાં મદદ મળશે અને બાળકને પૂરતું દૂધ મળે છે. |
02:24 | નોંધ લો ધવડાવી વખતે- |
02:27 | માતાએ તેના બાળકના પૂર્ણ શરીર ને આધાર આપવો. |
02:30 | માતાનું પેટ તેના બાળકના પેટથી અડેલું હોય |
02:34 | બાળકનું માથું ,ગરદન અને શરીર હંમેશા સીધી રેખામાં હોવી . |
02:39 | બાળકનું નાક માતાની ડીંટડીની રેખામાં હોય. |
02:43 | બાળકની દાઢીને આગળ લાવીને માતાના છાતીમાં ધકેલવી જોઈએ.
બાળકનો નીચેનો હોઠ બહારની દિશામાં વળેલો હોવો જોઈએ. |
02:50 | નોંધ લો બાળક ધાવતી વખતે નીચેનાં હોઠ પાસે આવેલ એરીઓનો ભાગ વધારે મોઢામાં લે , જેથી બાળકનાં ઉપરના હોઠ પાસે આવેલ એરીઓલાનો ભાગ નીચેનાં હોઠ પાસે આવેલ ભાગ કરતા વધારે દેખાય. |
03:01 | કૃપા કરી નોધ લો- એરીઓલા ડીંટડી ફરતે આવેલ ઘટ્ટ ભાગ છે. |
03:05 | આગળ, અન્ય એક શારીરિક પદ્ધતિ જોઈએ જેમાં છાતીને હળવે થી દબાવવાનું છે |
03:12 | આ કરવા માટે ધવડાવતી વખતે છાતીને પકડીને હળવેથી દબાવવી. |
03:17 | દૂધની ગ્રન્થિઓ પર હળવો ભાર આપવાથી વધુ દૂધને બહાર નીકળવામાં મદદ મળે છે . |
03:22 | આ દરેક વખતે ચૂસવાની સાથે વધુ દૂધ બહાર આવવામાં મદદ કરશે. |
03:27 | છાતીને હળવેથી કેવી રીતે દબાવવું તે સમાન શ્રેણીના અન્ય ટ્યુટોરીયલમાં સમજાવ્યું છે. |
03:33 | એક રસપ્રદ હકીકત એ છે કે, રાતના ધવડાવવું તે ખુબ મહત્વનું છે.
ચાલો સમજીએ શા માટે ? |
03:41 | રાત્રી ના સમયે છાતીના દૂધમાં હોર્મોન Prolactin ni માત્રા વધુ હોય છે. |
03:46 | જયારે બાળક રાત્રીના સમયે વધુ ધાવે છે તો ધાવતી વખતે દૂધની માત્રામાં વધારો થાય છે, જે બાળકના વિકાસમાં મદદરૂપ થાય છે. |
03:56 | વારેઘડીએ ધવડાવવાથી છાતીના દૂધની માત્રા વધારવમાં મદદ કરશે |
04:04 | બાળકને 24 કલાકમાં ઓછામાં ઓછું 10-12 વખત અને રાત્રીના સમયે અંદાજે 2-3 વખત ધવડાવવું જોઈએ. |
04:15 | બાળકને ભૂખ્યું રાખવું નહીં. |
04:17 | માતાએ બાળકના પહેલા પહેલા ભૂખનાં સંકેતો બદ્દલ ધ્યાન જોઈએ જેમ કે- બાળnu હલનચલન કરવું |
04:24 | બાળકના ગાલને કોઈ પણ વસ્તુ અડે તો તે તેના તરફ વડે અને તેનું મોઢું ખોલે. |
04:30 | ધ્યાનમાં રાખો કે તેનું રડવું એ અંતિમ સંકેત છે, માટે બાળકના પહેલા પહેલા ભૂખનાં સંકેતો પર જ તેને ધવડાવવું જોઈએ. |
04:39 | પછીનું આવતું દૂધ પણ કાઢવું ખુબ જરૂરી છે.
પછીનું દૂધ એ ઘટ્ટ દૂધ હોય છે જે છાતીનાં પાછલા ભાગમાં સંગ્રહાયેલું હોય છે. |
04:49 | જે ચરબીયુક્ત હોય છે. આ ઘટ્ટ હોય છે. |
04:53 | તેથી માતા એ ખાતરી કરવી જોઈએ કે તેણે એક છાતીને પૂર્ણપણે ખાલીને પછી જ બીજી છાતીથી બાળકને ધવડાવું જોઈએ. |
05:00 | ચાલો હવે ધવડાવ્યા બાદ છાતીમાંથી દૂધ દબાવીને કાઢવા વિષે ચર્ચા કરીએ. |
05:06 | આ પદ્ધતિમાં માતા પોતાના હાથેથી છાતીનેદબાવીને દૂધ કાઢે છે. |
05:11 | આ કરવા માટે માતાએ તેની આંગળી અને અગુંઠાને એરીઓલાની કિનારી અને છાતીની ચામડી પર રાખવી જોઈએ. |
05:19 | ત્યારબાદ એરીઓલાને હળવેથી છાતીના અંદરની તરફ દબાવવું જોઈએ , દબાવવું અને છોડવું. |
05:26 | બાળકે પૂર્ણપણે ધાવીને છાતીને ખાલી કર્યા બાદ પણ આ કરાય છે. |
05:31 | માતાએ બે વખત ધવડાવવાના વચ્ચે પણ દૂધ કાઢવું જોઈએ. |
05:35 | વારેઘડીએ દૂધ કાઢવાથી છાતીમાં દૂધની માત્રામાં વધારો થશે. |
05:40 | આપેલ બાબત હંમેશા ધ્યાનમાં રાખો: નિપ્પલ શિલ્ડ અને ફોમ્યુંલા દૂધ ને આપવાનું ટાળો તેથી માતાનું દૂધ કમી થશે. |
05:50 | ગાય અથવા બકરી દૂધ અને ફોર્મ્યુલા દૂધ આપવું નહીં. |
05:54 | નિપ્પલ શિલ્ડ આપવું નહીં જેનાથી બાળકને છાતીથી સીધે સીધું ધાવવામાં મુંજવણ થશે. |
05:59 | નોંધ લો, જયારે પણ બાળક પહેલા પહેલા ભૂખના સંકેત આપે છે બાળકને તરતજ ધવડાવો. |
06:06 | સ્વાસ્થ્યકાર્યકરે માતાને યોગ્ય ધવડાવવાની પદ્ધતિ શીખડાવીને તેનો આત્મવિશ્વાસ વધાવવો. |
06:12 | એ વાતની ખાતરી કરવા માટે કે બાળક નું વજન દરરોજ 25 થી 30 ગ્રામ જેટલું વધી રહ્યું છે તે માટે દરરોજ બાળકના વજનની નોંધ લેવી. |
06:21 | આપણે હવે Physical Methods to Increase the Amount of Breast Milk' ટ્યુટોરીયલના અંતમાં પહોંચી ગયા. જોડાવા બદલ આભાર.
|