Health-and-Nutrition/C2/Laid-back-hold-for-breastfeeding/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 10:56, 2 January 2019 by Jyotisolanki (Talk | contribs)
|
|
00:01 | ધવડાવવા માટેની Laid-back પકડ પરના Spoken Tutorial માં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, માતા અને તેના બાળક માટે યોગ્ય ધવડાવવાની પકડની પસંદ કરવી |
00:15 | ધવડાવવા પહેલા માતાની તૈયારી અને laid-back પકડની રીત . |
00:22 | ચાલો શરુ કરીએ. |
00:24 | દુનિયાભરમાં, માતાઓ તેમના બાળકને વિવિધ પ્રકારની પકડોનો ઉપયોગ કરી ધવડાવે છે. |
00:31 | પહેલાના ટ્યુટોરીયલમાં ચર્ચા કર્યા પ્રમાણે- માતા અને તેના બાળક માટે ઉત્તમ ધવડાવવાની પકડ એ છે કે જેમાં- |
00:39 | માતા અને બાળક બંને સંપૂર્ણ ધાવણ દરમ્યાન આરામદાયક સ્થિતિમાં રહે. |
00:47 | બાળક માતાની છાતી સાથે ઊંડાણપૂર્વક જોડાવામાં સક્ષમ હોય
અને તે પૂરતું દૂધ મેળવે. |
00:55 | ચાલો આમાંની એક પકડ જે કે Laid-back પકડ કહેવાય છે તેના વિશે શીખીએ. |
01:00 | Laid-back પકડનો ત્યારે ઉપયોગ કરાવાય છે જ્યારે- cross cradle અથવા cradle પકડનો ઉપયોગ કરીને બાળકને છાતીથી ઊંડાણપૂર્વક જોડાવવામાં મુશ્કેલી થતી હોય છે. |
01:10 | અથવા કે માતાની છાતી મોટી હોય. |
01:13 | કે પછી માતાને પીઠનો દુખાવો હોય. |
01:16 | અથવા માતા જ્યારે થાકેલી હોય . |
01:19 | તેના બાળકને ધવડાવવા પહેલા, માતાએ તેના હાથને સાબુ અને પાણી વડે ધોવા જોઈએ.
અને તેના હાથને યોગ્ય રીતે સુકાવવા જોઈએ. |
01:27 | ત્યારબાદ તેણે ઉકાળીને ઠંડુ પાડેલું એક ગ્લાસ પાણી પીવું જોઈએ. |
01:32 | ધવડાવનારી માતાઓ દિવસદીઠ આશરે ૭૫૦ થી ૮૫૦ મિલીલીટર દૂધનું ઉત્પાદન કરે છે.
તેથી, તેમણે તેમની રોજની પાણી પીવાની માત્રા વધારવું . |
01:44 | આગળ, માતાએ જે છાતીથી તેના બાળકને ધવડાવવું હોય તે છાતીને ખોલવી. |
01:50 | તેણે એ વાતની ખાતરી કરી લેવી જોઈએ કે તેની બ્રા અથવા કબજાનું દબાણ છાતી પર ન પડે. |
01:55 | ત્યારબાદ, માતાએ જમીન અથવા પલંગ પર આરામદાયક રીતે આડા પડવું . |
02:01 | માતાના માથા, ગરદન અને પીઠની ઉપરના ભાગને તકિયા દ્વારા સારી રીતે આધાર મળવો જોઈએ. |
02:07 | હવે જો કે માતા તૈયાર છે તો, ચાલો જોઈએ કે બાળકને યોગ્ય રીતે કેવી રીતે પકડવું . |
02:13 | જે બાજુએથી માતા ધવધાવશે તે બાજુના હાથથી માતાએ બાળકને પકડવું |
02:20 | તેના બીજા હાથના અગુંઠા અને આંગળીઓ વડે બાળકના માથાના નીચેના ભાગને પકડવું. |
02:27 | આ ચિત્રમાં દર્શાવેલ માતા, તેના બાળકને તેની જમણી છાતીથી ધવડાવશે. |
02:32 | તેથી, તે તેના બાળકના શરીરને પકડવા માટે તેના જમણા હાથનો ઉપયોગ કરે છે. |
02:38 | તે તેના ડાબા હાથના અંગુઠા અને આંગળીઓનો ઉપયોગ તેના બાળકના માથાના નીચલા ભાગને પકડવા માટે કરે છે. |
02:46 | આગળ, ચાલો બાળકના માથાને પકડવા માટે માતાના અંગુઠા અને આંગળીઓને મુકવાની યોગ્ય સ્થિતિ જોઈએ. |
02:54 | માતાનો અંગુઠો બાળકના એક કાનની પાછળ, અને બાકીની આંગળીઓ બીજા કાનની પાછળ આવવી જોઈએ. |
03:02 | તેણે તેની આંગળીઓને અથવા અંગુઠાને બાળકના કાન પાછળથી સરકાવીને ગરદન પર મુકવી ન જોઈએ. |
03:08 | તેણે તેના હાથ વડે બાળકના માથાના પાછળના ભાગ પર દબાણ આપવું ન જોઈએ.
આનાથી બાળક ધાવણ વખતે આરામદાયક સ્થિતિમાં રહેશે. |
03:20 | આગળ, ચાલો બાળકના શરીરને યોગ્ય સ્થિતિમાં કેવી રીતે ગોઠવવું છે તે શીખીએ. |
03:25 | બાળકને માતાના શરીર પર એ રીતે ગોઠવવું જોઈએ કે બાળકનું પેટ માતાના પેટ પર હોય |
03:32 | અને બાળકનું માથું માતાની છાતીની નજીક હોય. |
03:38 | બાળક અને છાતી વચ્ચે ઓછું અંતર રહેવાથી બાળકને છાતી સુધી પહોંચવામાં મદદ મળશે. |
03:44 | અને તેનાથી બાળક માટે ઊંડાણપૂર્વક જોડાવામાં સરળતા રહેશે. |
03:49 | ત્યારબાદ, બીજું મહત્વનો મુદ્દો, એ છે કે જેમાં બાળકના સંપૂર્ણ શરીરને આધાર મળ્યો છે. |
03:56 | તમે નોંધ લીધી હશે કે- જ્યારે આપણે ખાવાનું ખાઈએ છીએ ત્યારે, આપણું માથું, ગરદન અને શરીર હંમેશા એકસમાન દિશામાં હોય છે. |
04:05 | એજપ્રમાણે- બાળકનું માથું, ગરદન અને શરીર ધાવતી વખતે હંમેશા સમાન દિશામાં હોવું જોઈએ. |
04:14 | આનાથી બાળક માટે દૂધને ગળવું સરળ રહેશે. |
04:19 | યાદ રાખો, બાળકને માતાના શરીર પર કોઈપણ દિશામાં ગોઠવી શકાવાય છે, જ્યાં સુધી કે - બાળકના શરીરના આગળના સંપૂર્ણ ભાગને માતાના શરીરના આગળના ભાગ પર મૂકેલું હોય છે. |
04:32 | અને બાળક છાતી સુધી સરળતાથી પહોંચી શકતું હોય . |
04:38 | હવે આપણે બાળકના શરીરને ગોઠવવાના ત્રીજા મુદ્દા પર આવીએ છીએ. |
04:42 | માતાએ તેના બાળકના સંપૂર્ણ શરીરને આધાર આપવો જોઈએ. |
04:47 | નહી તો, બાળકને છાતીથી ઊંડાણપૂર્વક જોડાવામાં ખુબ મહેનત કરવી પડશે. |
04:54 | આગળ, ચાલો બાળકના નાક અને દાઢીની સ્થિતિ તરફે જોઈએ. |
04:59 | બાળકનું નાક હંમેશા સ્તનની ડીંટડીની રેખામાં હોવું જોઈએ. |
05:04 | અને તેની દાઢી આગળ પડતી અને છાતીના અત્યંત નજીક હોવી જોઈએ. |
05:09 | આનાથી એ વાતની ખાતરી થશે કે બાળક ધાવતી વખતે મોટા પ્રમાણમાં areola ના નીચેની બાજુનો ભાગ મોઢામાં લેશે. |
05:16 | અને તેથી, વધુ દૂધને અસરકારક રીતે પીવા માટે નીચલા જડબાનો ઉપયોગ કરશે. |
05:21 | કૃપા કરી નોંધ લો- Areola એ સ્તનની ડીંટડી ફરતે આવેલ ઘટ્ટ વિસ્તાર છે. |
05:27 | હવે, બાળક laid back પકડમાં છે અને ધાવવા માટે તૈયાર છે. |
05:34 | આ પકડમાં, બાળક કુદરતી રીતે માતાની છાતીથી ઊંડાણપૂર્વક જોડાઈ શકે છે. |
05:40 | બાળકનું છાતીથી ઊંડાણપૂર્વક જોડાવું સમાન શ્રેણીના અન્ય વિડિઓમાં સમજાવવામાં આવ્યું છે. |
05:49 | જેમ જ બાળક છાતીથી ઊંડાણપૂર્વક જોડાય છે તેમ- માતા બાળકના માથાને તેના હાથને મુક્ત કરી શકે છે.
અને તેના બંને હાથનો ઉપયોગ બાળકના શરીરને આધાર આપવા માટે કરી શકે છે. |
06:02 | આ સ્થિતિમાં, માતાએ આડા પડ્યા રહીને, આરામદાયક રહીને ધવડાવવું જોઈએ.
અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
06:11 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા- માતા અને તેના બાળક માટે યોગ્ય ધવડાવવાની પકડ
ની પસંદ. |
06:18 | ધવડાવવા પહેલા માતાની તૈયારી અને laid-back પકડની રીત. |
06:25 | આ ટ્યુટોરીયલનું યોગદાન સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ, આઈઆઈટી બોમ્બે દ્વારા કરવામાં આવ્યું છે |
06:31 | 'Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, Government of India દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
06:44 | વ્હીલ્સ ગ્લોબલ ફાઉન્ડેશન તરફથી ઉદાર યોગદાન દ્વારા આ ટ્યુટોરીયલને આંશિક ફાળો અપાયો છે. |
06:51 | આ ટ્યુટોરીયલ માં ઔર શિશુ પોષણ પ્રોજેક્ટનો એક ભાગ છે.
આ ટ્યુટોરીયલ માટે ડોમેઈન રીવ્યુઅર છે ડોક્ટર રૂપલ દલાલ, એમડી બાળરોગતજ્ઞ. |
07:03 | એનિમેશન બનાવનાર શીતલ જોશી સહીત આહારશાસ્ત્રી તસનીમ શેઈખ અને IIT Bombay તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
જોડાવાબદ્દલ આભાર.
|