PhET/C2/States-of-Matter/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 10:27, 26 October 2018 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 States of Matter Simulation પરના આ spoken tutorial માં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું States of Matter, એક ઇન્ટરેક્ટિવ (અંત:ક્રિયાત્મક) PhET simulation.
00:13 આ ટ્યુટોરીયલનું અનુસરણ કરવા માટે, શીખનારાઓ ઉચ્ચ શાળા વિજ્ઞાનમાંના વિષયોથી પરિચિત હોવા જોઈએ.
00:20 અહીં હું વાપરી રહ્યી છું-

Ubuntu Linux OS આવૃત્તિ 14.04

Java આવૃત્તિ 1.7.0

Firefox Web Browser આવૃત્તિ 53.02.2

00:37 Simulation નો ઉપયોગ કરીને, વિદ્યાર્થીઓ આપેલ કરવામાં સમર્થ થશે:

૧. દ્રવ્યની અવસ્થાઓની લાક્ષણિકતાઓ વર્ણવવી.

૨. તાપમાન અથવા દબાણ બદલવાથી કણોનું વર્તન કેવી રીતે બદલાય છે તે આગાહી કરવી.

૩. વિભિન્ન પદાર્થોના ગલન, ઠારણ અને ઉત્કલન બિંદુઓનો અભ્યાસ કરવો.

00:58 ૪. ત્રણ વિભિન્ન તબક્કાઓમાં કણોની તુલના કરવી.
01:02 ૫. ઘન, પ્રવાહી અને વાયુઓમાં કણો વચ્ચે થતી ક્રિયાપ્રતિક્રિયાઓની તુલના કરવી.
01:09 ૬. તાપમાન અને અણુઓની kinetic energy વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવો.
01:15 આપણી આસપાસમાં આવેલ દ્રવ્ય ૩ અવસ્થાઓમાં મોજૂદ છે- ઘન, પ્રવાહી અને વાયુ.
01:22 આ અવસ્થાઓ કણો વચ્ચે થતા ઇન્ટરમોલિક્યુલર (અંતઆણ્વીક) બળોના લીધે ઉપજે છે.

ઉષ્મા અને દબાણ આપવાથી અવસ્થામાં ફેરફાર થાય છે.

01:34 હવે ચાલો simulation થી શરૂઆત કરીએ.
01:37 simulation ને ડાઉનલોડ કરવા માટે આપેલ લીંકનો ઉપયોગ કરો.

http://phet.colorado.edu

01:42 મેં મારા Downloads ફોલ્ડરમાં, પહેલાથી જ States of Matter simulation ડાઉનલોડ કરી દીધું છે.
01:49 સિમ્યુલેશનને ખોલવા માટે, States-of-Matter એચટીએમએલ ફાઈલ પર જમણું ક્લીક કરો.

Open with Firefox Web Browser વિકલ્પ પસંદ કરો.

02:00 ફાઈલ બ્રાઉઝરમાં ખુલે છે.
02:03 સિમ્યુલેશન ૩ સ્ક્રીનો સાથે ખુલે છે-

States, Phase changes અને Interaction.

02:13 States સ્ક્રીન પર ક્લીક કરો.
02:16 મૂળભૂત રીતે, Screen નિયોનના પરમાણુઓથી ભરેલ એક કન્ટેનર (પાત્ર) ધરાવે છે.
02:22 કન્ટેનર (પાત્ર) સાથે એક થર્મોમીટર (ઉષ્ણતામાપક) પણ જોડાયેલું છે.

તે કેલ્વિન માપક્રમમાં તાપમાનને દર્શાવે છે.

તાપમાનને સેલ્સિયસ માપક્રમમાં જોવા માટે કાળા એરો (બાણચિન્હ) પર ક્લીક કરો.

02:36 કન્ટેનર (પાત્ર) ની નીચેની બાજુએ, સિસ્ટમ (પ્રણાલી) ને ઠંડી અથવા ગરમ કરવા માટે એક ઉષ્મા રેગ્યુલેટર (નિયમનકર્તા) આવેલું છે.
02:43 કન્ટેનર (પાત્ર) ના ગરમ થતા સુધી slider ને ઉપરની તરફે ડ્રેગ કરીને હોલ્ડ કરી રાખો.

કન્ટેનર (પાત્ર) ઠંડુ થાય ત્યાંસુધી સ્લાઇડરને નીચેની તરફે ડ્રેગ કરીને હોલ્ડ કરો.

02:53 સ્ક્રીનની જમણી-બાજુએ, Atoms & Molecules ની એક સૂચિ આવેલી છે.
02:59 આ સૂચિની નીચે, Solid, Liquid અને Gas માટે બટનો આવેલા છે.
03:07 સિમ્યુલેશનના નીચેની બાજુએ ડાબા-ખૂણે બે બટનો આવેલા છે.

મોટુંવાળું બટન સિમ્યુલેશનને pause અને play કરવા માટે છે.

03:16 નાનુવાળું બટન સિમ્યુલેશનને પગલાં-અનુસાર પ્લે કરવા માટે છે.

Reset બટન નીચે-જમણે ખૂણે આવેલું છે.

03:25 અહીં, આપણે phase ફેરફાર જોવા માટે અણુઓને અથવા પરમાણુઓને ગરમ અથવા ઠંડા કરી શકીએ છીએ.
03:32 કન્ટેનર (પાત્ર) નિયોનના પરમાણુઓ ધરાવે છે. Solid બટન પર ક્લીક કરો.
03:38 screen નું અવલોકન કરો. ઘનમાં, નિયોનના કણો મજબૂતાઈથી બંધાયેલા છે.
03:43 અણુઓનું હલનચલન પ્રતિબંધિત છે. કંપન ન્યુનત્તમ છે.
03:50 ઉષ્મા રેગ્યુલેટર (નિયમનકર્તા) પર સ્લાઇડરને ઉપરની બાજુએ ખસેડીને તાપમાનને વધારો.
03:56 તાપમાન ૨૭ K સુધી વધારો. આપણે અણુઓમાં હલનચલન જોઈ શકીએ છીએ.
04:04 તે સૂચવે છે કે નિયોન એ પ્રવાહી અવસ્થામાં છે.

તાપમાનને હજુ આગળ વધારો. અણુઓ કન્ટેનર (પાત્ર) માં મુક્ત રીતે હલનચલન કરી રહ્યા છે.

04:15 નિયોન વાયુ તબક્કામાં છે.
04:18 વાયુ તબક્કામાં, અણુઓ આડીઅવળી રીતે ઉચ્ચ ગતિએ હલનચલન કરે છે.
04:24 આ આડીઅવળી ગતિના લીધે, અણુઓ એક બીજાથી અને કન્ટેનર (પાત્ર) ની દિવાલથી ભટકાય છે.
04:30 સિમ્યુલેશનને રીસેટ (પુન:સુયોજિત) કરવા માટે Reset બટન પર ક્લીક કરો.
04:35 સૂચિમાંથી Water ના અણુઓ પસંદ કરો.

Solid બટન પર ક્લીક કરો.

04:41 તાપમાન અને કન્ટેનર (પાત્ર) માં અણુઓના હલનચલનનું અવલોકન કરો.

ફરીથી Liquid બટન પર ક્લીક કરો અને કન્ટેનર (પાત્ર) માં અણુઓનું અવલોકન કરો.

04:53 એજપ્રમાણે Gas બટન પર ક્લીક કરો.

સિમ્યુલેશનને રીસેટ (પુન:સુયોજિત) કરવા માટે Reset બટન પર ક્લીક કરો.

05:01 આગળ, ઇન્ટરફેસની નીચેની બાજુએ આવેલ Phase Changes સ્ક્રીન પર ક્લીક કરો.
05:08 આ સ્ક્રીનનો ઉપયોગ કરીને, આપણે અન્વેષણ કરી શકીએ છીએ કે કેવી રીતે અણુઓ અને પરમાણુઓ વર્તન કરે છે, જ્યારે સિસ્ટમ (પ્રણાલી) ગરમ થાય છે, ઠંડી થાય છે, સંકુચિત થાય છે અથવા જ્યારે વધુ પરમાણુઓને ઉમેરવામાં આવે છે.
05:20 આ સ્ક્રીનમાં, કન્ટેનર (પાત્ર) સાથે એક pressure gauge જોડાણ થયેલ છે.
05:25 તેની સાથે એક પંપ પણ જોડાણ થયેલ છે, વાયુના અણુઓ અને પરમાણુઓને પંપ (દબાણ વડે દાખલ કરવું) કરવા માટે.
05:32 સ્ક્રીનની જમણી-બાજુએ આપણે જોઈ શકીએ છીએ-

૧. Interaction Potential curve અથવા Lennard-Jones potential curve અને

૨. Phase Diagram curve.

05:44 પ્રયોગ શરુ કરીએ એ પહેલા, પ્રેશર ગેજ (દબાણમાપક) પર શરૂઆતનું દબાણ નોંધી લો.
05:51 થર્મોમીટર (ઉષ્ણતામાપક) પર તાપમાન નોંધી લો.

નિયોન ઘન અવસ્થામાં છે, જે કે Phase Diagram પર લાલ બિંદુ વડે દર્શાવાયું છે.

06:02 આંગળીને ધીરેથી નીચેની બાજુએ ધકેલીને દબાણ વધારો.

આંગળી પર ક્લીક કરો, mouse ને પકડી રાખો અને નીચેની તરફે ધીરે ધીરે ડ્રેગ કરો.

06:13 ઢાંકણ અણુઓને અડતાની સાથે તાપમાન અને દબાણનું અવલોકન કરો.
06:19 દબાણ જેમ વધે છે, તેમ અણુઓની kinetic energy વધે છે.

Phase Diagram પર લાલ બિંદુનું અવલોકન કરો.

06:28 પંપ દબાવીને કન્ટેનર (પાત્ર) માં વધુ નિયોનના પરમાણુઓ ઉમેરો.
06:43 કણો વચ્ચે અથડામણ જેમ વધે છે, તેમ તાપમાન અને દબાણ વધે છે.

Phase Diagram નું અવલોકન કરો, નિયોન હવે વાયુના તબક્કામાં છે.

06:55 આ સમયે, જો તમે દબાણ વધારો છો તો ઢાંકણ ઉડી જાય છે.

આનાથી કેટલાક પરમાણુઓ કન્ટેનર (પાત્ર) થી બહાર નીકળવામાં સફળ થાય છે.

07:06 ઢાંકણને બદલવા માટે, પીળા રંગના Return Lid બટન પર ક્લીક કરો.
07:11 તાપમાન રેગ્યુલેટર (નિયમનકર્તા) ને ઠંડક સ્થિતિ પર નીચેની બાજુએ ડ્રેગ કરો.
07:16 કન્ટેનર (પાત્ર) નું તાપમાન હવે ઘટે છે.

નિયોન હવે પ્રવાહી અવસ્થામાં છે.

પ્રેશર ગેજ (દબાણમાપક) નું અવલોકન કરો, દબાણ પણ ઘટે છે.

07:28 કન્ટેનર (પાત્ર) ને ત્યાંસુધી ઠંડુ પાડો જ્યાંસુધી તબક્કો ઘનમાં બદલાતો નથી.

Phase Diagram પર લાલ બિંદુનો ટ્રેક રાખો.

07:39 એજપ્રમાણે સૂચિમાના અન્ય Atoms અને Molecules માટે phase ફેરફારનું અવલોકન કરો.
07:49 ઇન્ટરફેસની નીચેની બાજુએ આવેલ Interaction સ્ક્રીન પર ક્લીક કરો.
07:54 આ સ્ક્રીન Potential Energy વિરુદ્ધ Distance Between Atoms નો એક આલેખ દર્શાવે છે.
08:01 આ સ્ક્રીનનો ઉપયોગ કરીને, આપણે બંધન અંતર અને સ્થિરતા વચ્ચે સંબંધ દર્શાવી શકીએ છીએ.
08:08 પરમાણુઓને જુદા પાડવા માટે ક્લીક કરીને ડ્રેગ કરો.

પિન કરેલા પરમાણુથી ખસેડાયેલા પરમાણુને દૂર ડ્રેગ કરો.

08:17 પરમાણુઓ જેમ પાસે આવે તેમ Potential Energy કર્વ (વળાંક) નું અવલોકન કરો.

પરમાણુઓ વચ્ચે આકર્ષણ અને પરાકર્ષણ બળ બદલાતા સ્થિતિ શક્તિ બદલાય છે.

08:29 એસાઈનમેન્ટ તરીકે:
08:31 Phase Changes સ્ક્રીનમાં, Atoms & Molecules સૂચિમાંથી પસંદ કરો Adjustable Attraction.
08:38 Interaction Strength ને weak થી strong માં બદલવા માટે સ્લાઇડરનો ઉપયોગ કરો.

અને, આ અણુઓ પર તાપમાન અને દબાણની અસરોનો અભ્યાસ કરો.

08:50 Phase Changes સ્ક્રીન વાપરીને, નક્કી કરો કે કયો પદાર્થ મજબૂત આંતર આણ્વીક અથવા મોલેક્યુલર બળ ધરાવે છે.
08:59 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા: States of Matter, ઇન્ટરેક્ટિવ (અંત:ક્રિયાત્મક) PhET simulation કેવી રીતે વાપરવું.
09:07 આ સિમ્યુલેશનનો ઉપયોગ કરીને, આપણે આપેલ વિશે શીખ્યા-

૧. States of matter ની લાક્ષણિકતાઓ.

09:14 ૨. તાપમાન અથવા દબાણની વિવિધતાથી કેવી રીતે કણોના વર્તનમાં ફેરફાર થાય છે.
09:21 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
09:30 Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.

વધુ વિગતમાં જાણવા માટે, કૃપા કરીને અમને લખો.

09:45 કૃપા કરી તમારા પ્રશ્નો આ ફોરમમાં પોસ્ટ કરો.
09:51 આ પ્રોજેક્ટને આંશિક ફાળો શિક્ષકો અને શિક્ષા પર પંડિત મદન મોહન માલવિયા નેશનલ મિશન દ્વારા આપવામાં આવ્યો છે.
10:00 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.

આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.

10:14 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki