Drupal/C4/RESTful-API-with-a-REST-Client/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:12, 29 August 2018 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:01 RESTful API with a REST Client પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે REST client વિશે શીખીશું.
00:11 સાથે જ આપણે શીખીશું GET method વાપરીને ડેટાને પુનઃપ્રાપ્ત કરવા માટે REST client નો ઉપયોગ કરવાનું.
00:17 POST method વાપરીને એક નવી નોડ (શાખા) બનાવતા.
00:20 PATCH method વાપરીને હયાત નોડ (શાખા) ને મોડીફાય કરતા અને
00:24 DELETE method વાપરીને હયાત નોડ (શાખા) ને રદ્દ કરતા
00:28 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું Ubuntu Linux 16.04
00:34 Drupal 8
00:36 REST client તરીકે Postman અને Firefox web browser
00:41 તમે તમારા પસંદ મુજબનું કોઈપણ REST client અને વેબ બ્રાઉઝર વાપરી શકો છો.
00:46 આ ટ્યુટોરીયલના અભ્યાસ માટે, તમને Drupal નું સાદું જ્ઞાન હોવું જોઈએ.
00:52 તમારી Drupal વેબસાઈટ પર RESTful API ઈમ્પ્લીમેન્ટ (અમલીકરણ) થયેલ હોવી જોઈએ.
00:57 જો નથી તો, કૃપા કરી આ વેબસાઈટ પરના પાછલા Drupal ટ્યુટોરીયલો મારફતે જાવ.
01:03 સાથે જ તમારી પાસે કાર્યરત (ચાલતું) Internet જોડાણ હોવું જોઈએ.
01:08 પહેલા આપણે ખાતરી કરીશું કે આપણી Drupal8 સાઈટ પર RESTful API ઈમ્પ્લીમેન્ટ (અમલીકરણ) થયેલ છે કે નહીં.

આવું કરવા માટે, આપણી Drupa8 સાઈટને ખોલીએ.

01:18 ત્યારબાદ જઈએ Structure અને Views પર.
01:23 અહીં તમે જોઈ શકો છો કે Events content type માં RESTful API ઈમ્પ્લીમેન્ટ (અમલીકરણ) થયેલી છે.
01:30 નોંધ લો અગાઉ આપણે RESTful API ને ઈમ્પ્લીમેન્ટ (અમલીકરણ) કરવાનું પહેલાથી જ શીખી ચુક્યા છીએ.
01:35 હવે આપણે REST client નો ઉપયોગ કરીને આપણી RESTful API ને તપાસ કરતા શીખીશું.
01:41 હું REST client તરીકે Postman વાપરીશ.
01:44 તમે તમારી પસંદ મુજબ કોઈપણ REST client વાપરી શકો છો.
01:49 Postmanweb services ની ચકાસણી કરવા માટે શક્તિશાળી HTTP client છે.
01:54 Postman client ને સંસ્થાપિત કરવા માટે, આ ટ્યુટોરીયલના Additional reading material લીંકનો સંદર્ભ લો.
02:01 આપેલ પગલાંઓ Bitnami Drupal Stack ને લાગુ થાય છે.
02:06 પરંતુ આમાંના મોટાભાગના પગલાંઓ અન્ય બીજા Drupal installation ને પણ લાગુ થાય છે.
02:12 ચાલો Postman client ખોલીએ.
02:15 પહેલા આપણે GET method નો ઉપયોગ કરીને Anonymous users માટે ડેટાને પુનઃપ્રાપ્ત કરવાનું શીખીશું.
02:21 ડ્રોપ-ડાઉન યાદીમાંથી GET પસંદ કરો.
02:24 યાદ કરો આગાઉ આપણે આપણા Events content type પર RESTful API ઈમ્પ્લીમેન્ટ (અમલીકરણ) કરી હતી.
02:31 આપણે હવે આપણા RESTful API નો પાથ દાખલ કરીશું.
02:36 અહીં localhost:8080 એ મારા server નું નામ છે.
02:41 જો તમે Bitnami Drupal stack વાપરી નથી રહ્યા તો, કૃપા કરી localhost:8080 ના બદલે localhost વાપરો.
02:50 drupal એ મારા Drupal ઇન્સ્ટન્સનું ફોલ્ડર છે.
02:53 events content type છે જેના પર આપણે RESTful API કોન્ફિગર કરી છે.
03:00 હવે ટોંચે જમણે ખૂણે આવેલ Send બટન પર ક્લીક કરો.
03:03 તમે અહીં json format માં આપણા events content type ના કન્ટેન્ટો જોઈ શકો છો.
03:09 આગળ ચાલો એકલ node ને પુનઃપ્રાપ્ત કરવાનું શીખીએ.
03:13 એક નવું ટેબ ઉમેરવા માટે ટોંચના પેનલમાં આવેલ પ્લસ (સરવાળાનું ચિન્હ) બટન પર ક્લીક કરો.
03:18 ડ્રોપડાઉન યાદીમાંથી પસંદ કરો GET.
03:21 આપણને ચોક્કસ node નો ચોક્કસ પાથ આપવો પડશે.
03:25 Send બટન પર ક્લીક કરો. તમે અહીં જોઈ શકો છો કે તે ચોક્કસ node ના કન્ટેન્ટ પુનઃપ્રાપ્ત થાય છે.
03:32 આગળ ચાલો POST method વાપરીને Authenticated users માટે એક નવી node બનાવતા શીખીએ.
03:39 એક નવું ટેબ ઉમેરવા માટે ટોંચના પેનલમાં આવેલ પ્લસ (સરવાળાનું ચિન્હ) બટન પર ક્લીક કરો.
03:44 ડ્રોપડાઉન યાદીમાંથી પસંદ કરો POST.
03:47 દર્શાવ્યા પ્રમાણે પાથ ટાઈપ કરો. અહીં મારા server નું નામ છે localhost:8080.
03:55 drupal એ મારા Drupal ઇન્સ્ટન્સનું ફોલ્ડર છે.
03:59 આપણે બાકી બચેલ વસ્તુઓને સ્થાયી કરવી પડશે.
04:02 Authorization અંતર્ગત, આપણે Type ને બદલીને Basic Authentication તરીકે કરીશું.
04:08 હવે આપણે આપણી Drupal વેબસાઈટનો username અને password આપીશું.
04:13 આપણી request ને અપડેટ (સુધારિત) કરવા માટે ડાબી બાજુએ આવેલ Preview Request બટન પર ક્લીક કરો.
04:19 Headers ટેબ પર ક્લીક કરો. અહીં તમે basic authentication માટે token જોઈ શકો છો.
04:26 આપણે Content-Type ને application/hal+json તરીકે સુયોજિત કરીશું.
04:32 હવે આપણે Body ટેબ પર જશું.
04:34 ચાલો data format બદલીને raw તરીકે કરીએ.
04:38 અહીં આપણે જોઈતું title અને type fields ઘોષિત કરવું જોઈએ.
04:43 તો આપેલ કોડ ટાઈપ કરો.
04:46 json કોડનો ઉપયોગ ટાઈપ events ના નવા કોડને બનાવવા માટે થાય છે.
04:52 તે માટે આપણે ટાઇટલ (શીર્ષક) અને બોડી ફિલ્ડ્સ માટે વેલ્યુઓ સ્પષ્ટ કરીએ છીએ.
04:57 આ ટ્યુટોરીયલના Code files લીંકમાં સમાન કોડ આપવામાં આવ્યો છે.
05:02 કૃપા કરી તેને ડાઉનલોડ કરીને વાપરો.
05:05 ટોંચે જમણે ખૂણે આવેલ Send બટન પર ક્લીક કરો.
05:09 કન્ટેન્ટ જો સફળતાપૂર્વક પોસ્ટ થયું (મોકલાયું) છે તો, તમે નીચેની તરફે આ કન્ટેન્ટનો json કોડ જોઈ શકો છો.
05:16 સાથે જ આપણે આપણી Drupal વેબસાઈટમાં કન્ટેન્ટ તપાસ કરી શકીએ છીએ.
05:20 આપણી Drupal સાઈટ પર પાછા ફરીએ.
05:23 અહીં તમે event જોઈ શકો છો જે Postman client પરથી પોસ્ટ થયેલ (મોકલાયેલા) છે.
05:28 નોંધ લો આ પોસ્ટનું UID છે 100.
05:32 આપણે આ node ને મોડીફાય કરવા માટે આ UID ને પોસ્ટમેન કલાઇન્ટમાં વાપરીશું.
05:38 આગળ ચાલો PATCH method વાપરીને Authenticated users માટે node મોડીફાય કરવાનું શીખીએ.
05:45 ચાલો Postman client પર પાછા ફરીએ.
05:48 એક નવું ટેબ ઉમેરવા માટે ટોંચના પેનલમાં આવેલ પ્લસ (સરવાળાનું ચિન્હ) બટન પર ક્લીક કરો.
05:52 ડ્રોપ-ડાઉન યાદીમાંથી PATCH પસંદ કરો.
05:55 આપણે જે node ને મોડીફાય કરવા ઇચ્છીએ છીએ તેનું URL દાખલ કરીશું.
06:00 ઉદાહરણ તરીકે, આપણે POST method વાપરીને જે node બનાવી હતી તેને મોડીફાય કરીશું.
06:05 post નું UID છે 100. આપણે node 100 નું યુઆરએલ દાખલ કરીશું.
06:14 Authorization અંતર્ગત, આપણે Type ને બદલીને Basic Authentication તરીકે કરીશું.
06:20 હવે આપણે આપણી Drupal વેબસાઈટનું username અને password આપીશું.
06:25 ડાબી બાજુએ આવેલ Preview Request બટન પર ક્લીક કરો.
06:28 Headers ટેબ પર ક્લીક કરો. અહીં તમે basic authentication માટે token જોઈ શકો છો.
06:35 આપણે Content-Type ને application/hal+json તરીકે સુયોજિત કરીશું.
06:41 હવે આપણે Body ટેબ પર જશું.
06:44 data format ને બદલીને raw કરો.
06:47 અને આપેલ કોડ અહીં ટાઈપ કરો.
06:51 આ કોડમાં આપણે title અને body fields બંને માટે વેલ્યુઓ મોડીફાય કરીએ છીએ.
06:57 આ ટ્યુટોરીયલના Code files લીંકમાં સમાન કોડ આપવામાં આવ્યો છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને વાપરો.

07:05 ત્યારબાદ ટોંચે જમણે ખૂણે આવેલ Send બટન પર ક્લીક કરો.
07:09 તમે જોઈ શકો છો કે Status 200 OK તરીકે છે જેનો અર્થ એ થાય છે કે કન્ટેન્ટ મોડીફાય થયેલું છે.
07:16 ચાલો આપણી Drupal વેબસાઈટમાં કન્ટેન્ટ તપાસીએ.
07:20 આપણી Drupal વેબસાઈટ પર પાછા ફરીએ. ચાલો પુષ્ઠને રિફ્રેશ કરીએ.
07:25 અહીં તમે જોઈ શકો છો કે PATCH method વાપરીને event સફળતાપૂર્વક મોડીફાય થઇ ગયા છે.
07:31 આગળ ચાલો DELETE method વાપરીને Authenticated users માટે મોજૂદ node ને રદ્દ કરતા શીખીએ.
07:38 હું પસંદ કરીશ node 100 જે મેં એક authenticated user તરીકે બનાવી હતી.
07:44 યાદ રાખો આપણે authenticated users ને તેમના પોતાના કન્ટેન્ટને રદ્દ કરવા માટે જ પરવાનગી આપી છે.
07:50 Postman client પર પાછા ફરીએ. નવું ટેબ ઉમેરવા માટે પ્લસ બટન પર ક્લીક કરો.
07:57 ડ્રોપ-ડાઉન યાદીમાંથી DELETE પસંદ કરો.
08:00 આપણે જે node રદ્દ કરવા ઇચ્છીએ છીએ તેનું URL દાખલ કરીશું.
08:04 Authorization અંતર્ગત, આપણે Type ને બદલીને Basic Authentication તરીકે કરીશું.
08:10 હવે આપણે આપણી Drupal વેબસાઈટનો username અને password આપીશું.
08:14 ડાબી બાજુએ આવેલ Preview Request બટન પર ક્લીક કરો.
08:18 ત્યારબાદ Headers ટેબ પર ક્લીક કરો.
08:21 આપણે Content-Type ને application/hal+json તરીકે સુયોજિત કરીશું.
08:28 ટોંચે જમણે ખૂણે આવેલ Send બટન પર ક્લીક કરો.
08:31 તમે જોઈ શકો છો કે Status 204 No content તરીકે છે જેનો અર્થ એ થાય છે કે કન્ટેન્ટ રદ્દ થયું છે.
08:38 આપણી Drupal સાઈટ પર પાછા ફરીએ.
08:41 ચાલો પુષ્ઠને રિફ્રેશ કરીએ.
08:43 આપણે જોઈ શકીએ છીએ કે node સફળતાપૂર્વક રદ્દ થઇ ગયી છે.
08:47 Postman client મારફતે કન્ટેન્ટની ગોઠવણ કરવા બદ્દલ બસ આટલું જ.

આ સાથે, અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.

08:55 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા- REST client તરીકે Postman client અને
09:03 GET, POST, PATCH અને DELETE methods વાપરીને Postman client મારફતે કન્ટેન્ટની ગોઠવણ કરવી
09:10 એસાઈનમેન્ટ તરીકે - REST client મારફતે અમુક નવા articles બનાવો અને articles ને PATCH method વાપરીને મોડીફાય કરો.
09:19 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.
09:27 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ વર્કશોપો આયોજિત કરે છે અને જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.

વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો.

09:38 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો એનએમઈઆઈસીટી, માનવ સંસાધન વિકાસ મંત્રાલય (એમએચઆરડી) તથા એનવીએલઆઈ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
09:49 આ ટ્યુટોરીયલનું યોગદાન વિશાલ જિંદલ દ્વારા કરાયું છે.

IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki