Health-and-Nutrition/C2/Breast-conditions/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:59, 13 August 2018 by Jyotisolanki (Talk | contribs)
|
|
00:00 | ધવડાવનારી માતાઓમાં છાતીની પરિસ્થિતિ પરનાં આ Spoken Tutorial માં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું- છાતીમાં ઉભાર થઇ સખતપણું આવવું અને પીડાકારક ગાંઠ |
00:13 | ચાલો છાતીનાં સખતપણાથી શરૂઆત કરીએ |
00:17 | છાતીનું સખતપણું મોટેભાગે પ્રસુતિ પછીનાં 3 થી 5 દિવસો દરમ્યાન થયી શકે છે |
00:23 | તે બંને છાતીમાં એક સાથે થાય છે |
00:28 | માતાને છાતીનાં ભરાવવા સાથે છાતીનાં સખતપણાની મૂંઝવણ ન થવી જોઈએ. |
00:33 | તેથી, હવે આપણે છાતીનું સખતપણું અને છાતીનાં ભરાવવા વચ્ચેનાં તફાવતની ચર્ચા કરીશું. |
00:40 | છાતીના સખતપણામાં- છાતી કડક, સોજાવાળી અને દુધથી ભરેલ પીડાકારક હોય છે. |
00:46 | અને છાતી ચમકદાર લાગે છે અને તેમાં ફેલાયેલી નસો દેખાય છે. |
00:52 | માતાને 24 કલાક થી વધુ સમય સુધી તાવ આવી શકે છે અને બાળક માટે ધાવવું મુશ્કેલ બને છે. |
01:01 | જ્યારે કે, પૂર્ણ ભરેલી છાતી સામાન્ય હોય છે. |
01:04 | પૂર્ણ ભરેલ છાતી મોટી દેખાઈ છે પણ તે દેખાવમાં ચમકદાર હોતી નથી, |
01:10 | પૂર્ણ ભરેલી છાતી દુખતી નથી અને છાતીનાં ભરાવ દરમ્યાન તાવ હોતો નથી . |
01:17 | હવે ચાલો ધવડાવનાર માતાઓમાં છાતીનાં સખતપણાનાં કારણો વિષે ચર્ચા કરીએ. |
01:23 | છાતીનું સખતપણું આપેલ પરિસ્થિતિઓમાં થયી શકે છે- |
01:27 | માતાએ જો પ્રસુતિ પછી તુરત બાળકને ધવડાવ્યું ન હોય તો. |
01:32 | માતા બાળકને વારંવાર ધવડાવતી ન હોય તો. |
01:36 | ધવડાવતી વખતે બાળક માતાની છાતીથી નબળી રીતે જોડાયું હોય તો અને |
01:42 | માતાએ અચાનક ધવડાવવાનું બંધ કરી દીધું હોય તો. |
01:47 | હવે ચાલો ચર્ચા કરીએ કે છાતીનાં સખતપણાની સારવાર કેવી રીતે કરી શકાય છે. |
01:51 | પહેલા- માતાને તેનાં હાથ ચોખ્ખા પાણીથી ધોવા માટે કહીએ. |
01:56 | ત્યારબાદ, બાળકને માતાની નજીક લાવીએ જેથી તે બાળકને - જોઈ, સુંઘી અને સ્પર્શ કરી શકે. |
02:03 | બાળક જો વધુ ચીડચીડું હોય તો, માતા બાળકનાં રૂમાલને સુંઘી શકે છે. |
02:08 | ત્યારબાદ, માતાએ એક ગ્લાસ પાણી પીવું જોઈએ. |
02:12 | પછી, 5 થી ૧૦ મિનીટ માટે છાતી પર ભિનું હુંફાળું કપડું રાખવું જોઈએ અથવા |
02:18 | માતા ગરમ પાણીથી નહાઈ પણ શકે છે. |
02:21 | આનાથી છાતીનાં દુધને બહાર આવવામાં મદદ મળશે. |
02:24 | ત્યારબાદ, સ્વાસ્થ્ય કાર્યકરને માતાને આરામ કરવા માટે જણાવવું જોઇએ - કારણ કે વધારાના તણાવથી દૂધ નીકળવાની પ્રતિક્રિયા પર અસર થશે અને |
02:33 | દૂધ બહાર આવશે નહી. |
02:36 | હવે, કા તો આરોગ્ય કાર્યકરે અથવા કુટુંબના કોઈ સભ્યે માતાની ગરદન પર તથા પીઠ પર માલીશ કરવી જોઈએ. |
02:43 | આનાથી છાતીનાં દૂધને બહાર નીકળવામાં મદદ મળશે. |
02:46 | કારણ કે, ઉપરની પીઠ અને છાતી તરફનો ચેતા પુરવઠો જ્ઞાનતંતુ એક જ હોય છે. |
02:52 | ત્યારબાદ, માતાએ ગોળાકારમાં તેનાં છાતીને હળવેથી માલીશ કરવું જોઈએ. |
02:57 | માલીશ કરવાથી તેને આરામ રહેશે અને દૂધ નીકળવાની પ્રતિક્રિયામાં સુધાર થશે. |
03:03 | આ તમામ બાબતો ઓક્સિટોસીન વધારવા માં મદદ કરશે. |
03:07 | આને ઓક્સિટોસીન રિફલેક્સ કે લેટ-ડાઉન રિફલેક્સ તરીકે ઓળખાવાય છે. |
03:12 | ઓક્સિટોસીન એ એક હોર્મોન છે જે દૂધને બહાર નીકાળવામાં મદદ કરે છે. |
03:17 | ત્યારબાદ, માતાએ એરીઓલાને નરમ કરવા માટે જાતેથી થોડા પ્રમાણમાં દુધ નીકાળવું જોઈએ. |
03:23 | આનાથી બાળકને ધાવવા માટે છાતી સાથે યોગ્ય રીતે જોડાવામાં મદદ મળશે. |
03:27 | છાતીનાં દૂધને નીકાળતી વખતે - માતાએ એરીઓલા ફરતે દબાણ આપવું જોઈએ. |
03:33 | દૂધ નીકાળ્યા બાદ - માતાએ એરીઓલા બાળકનાં મોઢામાં મૂકવું જોઈએ, કારણ કે બાળકને પોતેથી જોડાણ કરવામાં મુશ્કેલી થઇ શકે છે. |
03:43 | બંને બાજુએથી ધવડાવવાનો પ્રયાસ કરવો |
03:46 | ધવડાવવા દરમ્યાન માતાએ 5-10 મિનીટ માટે છાતી પર ભીનું ઠંડુ કપડું મુકવું જોઈએ અથવા |
03:54 | માતા ઠંડા કોબીનાં પત્તાને છાતી પર મૂકી શકે છે. |
03:58 | તે આ કોબીનાં પત્તાને કા તો ફ્રીજમાં અથવા માટીના ઘડામાં સંગ્રહી (મૂકી)શકે છે. |
04:04 | આનાથી છાતીની પીડા અને ગાંઠ ઓછો થવામાં મદદ મળે છે. |
04:09 | ત્યારબાદ માતાએ વારેઘડીએધવડાવવું જોઈએ. |
04:13 | હવે ચાલો શીખીએ કે સખત છાતીને કેવી રીતે રોકી શકાવાય. |
04:17 | પહેલા, બાળકનાં ભૂખનાં સંકેતો ઓળખવાનો પ્રયાસ કરો જેમ કે- કેડે ફરવું |
04:25 | રૂટિંગ રિફલેક્સ (પ્રતિક્રિયા) નું વધવું |
04:28 | જયારે કોઈ પણ વસ્તુ બાળકના ગાલ કે મોઢા પર અડે છે ત્યારે તેનું મોઢું એ બાજુએ વડે છે. |
04:36 | આંગળીઓ ચૂસવું |
04:39 | અંતમાં , બાળક રડવાનું શરુ કરે છે. |
04:43 | બાળક જ્યારે પણ ભૂખના પહેલા પેહલા સંકેતો બતાવે ત્યારે તેને ધવડાવવું, અને બાળકનાં રડવાની રાહ જોવી નહી. |
04:50 | બાળક ધવડાવવાની સ્થિતિમાં યોગ્ય રીતે છે અને સારી રીતે ધાવી રહ્યું છે તેની ખાતરી કરવી. |
04:55 | યાદ રાખો, બીજા છાતીથી ધવડાવવા પહેલા પહેલી છાતીથી પૂર્ણપણે ધવડાવવું જોઈએ. |
05:02 | આગળ, ચાલો બીજી અન્ય છાતીની પરિસ્થિતિ શીખીએ જે છે પીડાકારક ગાંઠ - |
05:08 | તે એક અવસ્થા છે જેમાં છાતીનો ભાગ લાલ, સોજાયેલો અને સખત બને છે. |
05:14 | માતાને અતિશય દુખાવો, તાવ આવવો અને માંદગી રહે છે. |
05:18 | મોટાભાગની માતાઓને પીડાકારક ગાંઠ પ્રથમ 6 અઠવાડિયા દરમ્યાન થાય છે, |
05:22 | પણ તે ધવડાવવાનાં સમયગાળામાં ક્યારે પણ થઇ શકે છે. |
05:27 | કેટલીક વાર તેની સખત છાતી સાથે ગેરસમજ થાય છે. |
05:31 | જો કે સખત છાતી સંપૂર્ણ છાતીને અને કેટલીક વાર બંને છાતીને અસર કરે છે. |
05:37 | જ્યારે કે પીડાકારક ગાંઠ છાતીના અમુક ભાગને અને સામાન્ય રીતે માત્ર એક છાતીને અસર કરે છે. |
05:44 | પીડાકારક ગાંઠ સખત છાતીમાં બદલાઈ શકે છે અથવા બંધ નસો ને કારણે થઇ શકે છે, |
05:51 | હવે, આપણે ચર્ચા કરીશું જો સારવાર ન કરવામાં આવે તો કેવી રીતે બંધ નસો પીડાકારક ગાંઠ માં બદલાઈ શકે છે . |
05:59 | બંધ નસ એક અવસ્થા છે જેના લીધે દૂધ છાતીના બંધ નસ વાળા ભાગમાંથી નીકળતું નથી. |
06:04 | સામાન્ય રીતે , છાતી ના અમુક ભાગ ની નસો માં ઘટ્ટ દૂધથી જામી જાય છે. |
06:11 | આનાથી ગાંઠ થાય છે. આ ગાંઠ કુમળી હોય છે અને ઘણીવાર ગાંઠ ફરતે ચામડી લાલાશ પડતી રહે છે. |
06:20 | બંધ નસો અને સખત છાતીનાં કારણે દુધ રોકાય છે. |
06:24 | જ્યારે દૂધ બંધ નસો અને સખત છાતીમાંના અમુક ભાગમાં રહે છે, તેને દૂધનું રોકાવું કહેવાય છે. |
06:32 | જો આ દૂધનું રોકાવું નો નિકાલ કરવામાં ન આવે તો, આનાથી છાતીની પેશીઓની બળતરા થાય છે. તેને બિન-ચેપી પીડાકારક ગાંઠ કહેવાય છે. |
06:42 | જ્યારે કે, કેટલીક વાર છાતીને બેક્ટેરિયા (જીવાણું) થી ચેપ લાગે છે અને આને ચેપી પીડાકારક ગાંઠ કહેવાય છે. |
06:51 | આપેલ અવસ્થામાં, જીવાણું સફળતાથી ચીરા મારફતે દાખલ થાય છે: |
06:56 | ચીરો જો છાતી પર હોય તો, પીડાકારક ગાંઠ ની સારવાર થાય નહીં અને સારવારમાં મોડું કરવામાં આવે તો. |
07:06 | નોંધ લો: છાતીમાનું પરું એ સારવાર ન કરાયેલ પીડાકારક ગાંઠ ની આગળની સ્થિતી છે. |
07:11 | હવે ચાલો પીડાકારક ગાંઠ નાં કારણની ચર્ચા કરીએ- |
07:15 | વારેઘડીયે ન ધવડાવવું તે પીડાકારક ગાંઠ નું સોંથી મહત્વ નું કારણ છે.
|
07:21 | જો ધવડાવનારી માતા કામ કરતી સ્ત્રી હોય તો, વારંવાર ધવડાવવું મુશ્કેલ બને છે. |
07:27 | વારેઘડીયે ન ધવડાવવા ના માટે અન્ય કારણ હોઈ શકે છે માતા અથવા બાળકની માંદગી હોય. |
07:33 | બીજું છે, ડીંટડીથી ધવડાવવું, ડીંટડીથી ધવડાવવાથી બાળક છાતીને પૂર્ણપણે ખાલી કરશે નહી. |
07:40 | ત્રીજું છે, દૂધનો પુરવઠો વધી જવો. |
07:43 | ચોથું છે, વહેલું દૂધ છોડાવવું - જ્યાં બાળક છાતીનાં દૂધ સિવાય અન્ય ખોરાક ખાય છે. |
07:49 | પાંચમું છે, ચુસ્ત કપડા- માતા ચુસ્ત કપડા પહેરે તો, ખાસકરીને રાત્રીએ માતા જો ચુસ્ત બ્રા પહેરે તો, તેનાથી છાતી પર દબાણ આવે છે અને દૂધની નળીઓ બંધ કરી શકે છે. |
08:03 | છઠ્ઠું છે સુવાવડનો તણાવ - માતા જો કોઈપણ તણાવથી પસાર થતી હોય તો, તેનાથી દૂધ છુટું પડવાની પ્રતિક્રિયાને અસર થશે. |
08:12 | સાતમું છે ડીંટડીનો ચીરો - તે બેક્ટેરિયા (જીવાણું) ને છાતીની પેશીમાં દાખલ કરવા માટે એક રસ્તો પૂરો પાડે છે અને પીડાકારક ગાંઠ થઇ શકે છે. |
08:22 | ચાલો પીડાકારક ગાંઠ નો ઉપચાર જોઈએ. |
08:26 | પહેલા કારણ ઓળખવાનો પ્રયાસ કરવો અને પછી સારવાર શરૂ કરવી. |
08:31 | ધવડાવતા પહેલા માતાએ ગરમ પાણી ના શેક નો ઉપયોગ કરવો જોઈએ, |
08:35 | અથવા તો ગરમ પાણીએ નહાવું જોઈએ. |
08:37 | તેણે પહેલા અસરગ્રસ્ત છાતીથી ધવડાવવું જોઈએ |
08:42 | તેનાથી જો પીડા વધે અથવા દૂધ છૂટવાની પ્રતિક્રિયાને અસર થાય તો બિનઅસરગ્રસ્ત છાતીથી ધવડાવવું જોઈએ. |
08:50 | યાદ રાખો, વારંવાર ધવડાવવું જરૂરી છે. |
08:55 | ખુલ્લો ઘાવ ડીંટડી અથવા એરીઓલા પર ન હોય તો, માતા અસરગ્રસ્ત છાતીથી ધવડાવી શકે છે. |
09:04 | યાદ રાખો, જ્યારે પણ માતા બાળકને પીડાકારક ગાંઠ ની છાતીથી ધવડાવી રહી હોય તો |
09:09 | તેણે ચેપના સંકેતો માટે બાળકની દેખરેખ કરવી જોઈએ કારણ કે બાળકને ચેપ થવાનું જોખમ હોય છે .
|
09:17 | જ્યારે કે, અસરગ્રસ્ત બાજુની છાતીનાં દૂધમાં ઘણા હાનિકારક બેક્ટેરિયા (જીવાણુંઓ) રહી શકે છે. |
09:24 | છાતીની માલીશ કરવાથી દૂધનાં પુરવઠામાં સુધાર થઇ શકે છે, |
09:28 | અસરગ્રસ્ત ભાગથી ડીંટડી તરફે હળવી માલીશ થવી જોઈએ. |
09:34 | અને માતાએ પુરતો આરામ લેવો જોઈએ. |
09:37 | જો લક્ષણો ગંભીર હોય તો તેણે ડોક્ટર સંદર્ભ લેવો જોઈએ. |
09:40 | છાતીમાંનાં પરુનું નિકાલ કરવાની તથા એન્ટિબાયોટિકની જરૂર પડશે. |
09:47 | આ ઉપરાંત - માતાએ તેના શરીરને આરામ આપવા માટે ખાસ પ્રયાસ કરવો જોઈએ તથા ઊંડેથી અને સમાનરૂપે શ્વાસ લેવો જોઈએ. |
09:55 | સૌમ્ય સંગીત સાંભળવું અને દૂધ છુટું પડવાની પ્રતિક્રિયાને શરૂ કરવામાં સહાય માટે તેનાં બાળક વિશે વિચારવું. |
10:04 | યાદ રાખો, પીડાકારક ગાંઠ અટકાવવા માટે, યોગ્ય ધાવણ પ્રક્રિયા જરૂરી છે. |
10:09 | આનાથી નસોનું બંધ થવું અટકશે અને બાળકને પુરતું દુધ મળશે. |
10:14 | આ તમામ છાતીની સ્થિતીને રોકવા માટે બાળકની સ્થિતિ અને તેનું યોગ્ય રીતે જોડાવું તથા તેનું વારંવાર ધાવણ કરવું મુખ્ય બાબતો છે -
|
10:24 | ધાવણ કરાવનારી માતાઓમાં છાતીની સ્થિતિ પરનાં આ ટ્યુટોરીયલનો અહીં અંત થાય છે. |
10:31 | આ ટ્યુટોરીયલમાં, આપણે છાતીનું સખતપણું અને પીડાકારક ગાંઠ વિશે શીખ્યા |
10:37 | આ ટ્યુટોરીયલનું યોગદાન Spoken Tutorial પ્રોજેક્ટ, IIT Bombay દ્વારા કરવામાં આવ્યું છે |
10:43 | Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, Government of India દ્વારા આપવામાં આવ્યો છે.
આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
10:56 | WHEELS Global Foundation તરફથી ઉદાર યોગદાન દ્વારા આ ટ્યુટોરીયલને આંશિક ફાળો અપાયો છે. |
11:03 | આ ટ્યુટોરીયલ એ “Maa aur Shishu Poshan Project” નો એક ભાગ છે. |
11:07 | આ ટ્યુટોરીયલ માટે ડોમેઈન રીવ્યુઅર છે - Dr. Rupal Dalal, એમડી બાળરોગતજ્ઞ અને Dr. Taru Jindal, એમએસ પ્રસૂતિશાસ્ત્રજ્ઞ અને સ્ત્રીરોગતજ્ઞ. |
11:20 | એનિમેશન બનાવનાર Arthi Anbalagan અને આહારશાસ્ત્રી Rajani Sawant સાથે IIT Bombay તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |