Health-and-Nutrition/C2/Breast-conditions/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:59, 13 August 2018 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:00 ધવડાવનારી માતાઓમાં છાતીની પરિસ્થિતિ પરનાં આ Spoken Tutorial માં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું- છાતીમાં ઉભાર થઇ સખતપણું આવવું અને પીડાકારક ગાંઠ
00:13 ચાલો છાતીનાં સખતપણાથી શરૂઆત કરીએ
00:17 છાતીનું સખતપણું મોટેભાગે પ્રસુતિ પછીનાં 3 થી 5 દિવસો દરમ્યાન થયી શકે છે
00:23 તે બંને છાતીમાં એક સાથે થાય છે
00:28 માતાને છાતીનાં ભરાવવા સાથે છાતીનાં સખતપણાની મૂંઝવણ ન થવી જોઈએ.
00:33 તેથી, હવે આપણે છાતીનું સખતપણું અને છાતીનાં ભરાવવા વચ્ચેનાં તફાવતની ચર્ચા કરીશું.
00:40 છાતીના સખતપણામાં- છાતી કડક, સોજાવાળી અને દુધથી ભરેલ પીડાકારક હોય છે.
00:46 અને છાતી ચમકદાર લાગે છે અને તેમાં ફેલાયેલી નસો દેખાય છે.
00:52 માતાને 24 કલાક થી વધુ સમય સુધી તાવ આવી શકે છે અને બાળક માટે ધાવવું મુશ્કેલ બને છે.
01:01 જ્યારે કે, પૂર્ણ ભરેલી છાતી સામાન્ય હોય છે.
01:04 પૂર્ણ ભરેલ છાતી મોટી દેખાઈ છે પણ તે દેખાવમાં ચમકદાર હોતી નથી,
01:10 પૂર્ણ ભરેલી છાતી દુખતી નથી અને છાતીનાં ભરાવ દરમ્યાન તાવ હોતો નથી .
01:17 હવે ચાલો ધવડાવનાર માતાઓમાં છાતીનાં સખતપણાનાં કારણો વિષે ચર્ચા કરીએ.
01:23 છાતીનું સખતપણું આપેલ પરિસ્થિતિઓમાં થયી શકે છે-
01:27 માતાએ જો પ્રસુતિ પછી તુરત બાળકને ધવડાવ્યું ન હોય તો.
01:32 માતા બાળકને વારંવાર ધવડાવતી ન હોય તો.
01:36 ધવડાવતી વખતે બાળક માતાની છાતીથી નબળી રીતે જોડાયું હોય તો અને
01:42 માતાએ અચાનક ધવડાવવાનું બંધ કરી દીધું હોય તો.
01:47 હવે ચાલો ચર્ચા કરીએ કે છાતીનાં સખતપણાની સારવાર કેવી રીતે કરી શકાય છે.
01:51 પહેલા- માતાને તેનાં હાથ ચોખ્ખા પાણીથી ધોવા માટે કહીએ.
01:56 ત્યારબાદ, બાળકને માતાની નજીક લાવીએ જેથી તે બાળકને - જોઈ, સુંઘી અને સ્પર્શ કરી શકે.
02:03 બાળક જો વધુ ચીડચીડું હોય તો, માતા બાળકનાં રૂમાલને સુંઘી શકે છે.
02:08 ત્યારબાદ, માતાએ એક ગ્લાસ પાણી પીવું જોઈએ.
02:12 પછી, 5 થી ૧૦ મિનીટ માટે છાતી પર ભિનું હુંફાળું કપડું રાખવું જોઈએ અથવા
02:18 માતા ગરમ પાણીથી નહાઈ પણ શકે છે.
02:21 આનાથી છાતીનાં દુધને બહાર આવવામાં મદદ મળશે.
02:24 ત્યારબાદ, સ્વાસ્થ્ય કાર્યકરને માતાને આરામ કરવા માટે જણાવવું જોઇએ - કારણ કે વધારાના તણાવથી દૂધ નીકળવાની પ્રતિક્રિયા પર અસર થશે અને
02:33 દૂધ બહાર આવશે નહી.
02:36 હવે, કા તો આરોગ્ય કાર્યકરે અથવા કુટુંબના કોઈ સભ્યે માતાની ગરદન પર તથા પીઠ પર માલીશ કરવી જોઈએ.
02:43 આનાથી છાતીનાં દૂધને બહાર નીકળવામાં મદદ મળશે.
02:46 કારણ કે, ઉપરની પીઠ અને છાતી તરફનો ચેતા પુરવઠો જ્ઞાનતંતુ એક જ હોય છે.
02:52 ત્યારબાદ, માતાએ ગોળાકારમાં તેનાં છાતીને હળવેથી માલીશ કરવું જોઈએ.
02:57 માલીશ કરવાથી તેને આરામ રહેશે અને દૂધ નીકળવાની પ્રતિક્રિયામાં સુધાર થશે.
03:03 આ તમામ બાબતો ઓક્સિટોસીન વધારવા માં મદદ કરશે.
03:07 આને ઓક્સિટોસીન રિફલેક્સ કે લેટ-ડાઉન રિફલેક્સ તરીકે ઓળખાવાય છે.
03:12 ઓક્સિટોસીન એ એક હોર્મોન છે જે દૂધને બહાર નીકાળવામાં મદદ કરે છે.
03:17 ત્યારબાદ, માતાએ એરીઓલાને નરમ કરવા માટે જાતેથી થોડા પ્રમાણમાં દુધ નીકાળવું જોઈએ.
03:23 આનાથી બાળકને ધાવવા માટે છાતી સાથે યોગ્ય રીતે જોડાવામાં મદદ મળશે.
03:27 છાતીનાં દૂધને નીકાળતી વખતે - માતાએ એરીઓલા ફરતે દબાણ આપવું જોઈએ.
03:33 દૂધ નીકાળ્યા બાદ - માતાએ એરીઓલા બાળકનાં મોઢામાં મૂકવું જોઈએ, કારણ કે બાળકને પોતેથી જોડાણ કરવામાં મુશ્કેલી થઇ શકે છે.
03:43 બંને બાજુએથી ધવડાવવાનો પ્રયાસ કરવો
03:46 ધવડાવવા દરમ્યાન માતાએ 5-10 મિનીટ માટે છાતી પર ભીનું ઠંડુ કપડું મુકવું જોઈએ અથવા
03:54 માતા ઠંડા કોબીનાં પત્તાને છાતી પર મૂકી શકે છે.
03:58 તે આ કોબીનાં પત્તાને કા તો ફ્રીજમાં અથવા માટીના ઘડામાં સંગ્રહી (મૂકી)શકે છે.
04:04 આનાથી છાતીની પીડા અને ગાંઠ ઓછો થવામાં મદદ મળે છે.
04:09 ત્યારબાદ માતાએ વારેઘડીએધવડાવવું જોઈએ.
04:13 હવે ચાલો શીખીએ કે સખત છાતીને કેવી રીતે રોકી શકાવાય.
04:17 પહેલા, બાળકનાં ભૂખનાં સંકેતો ઓળખવાનો પ્રયાસ કરો જેમ કે- કેડે ફરવું
04:25 રૂટિંગ રિફલેક્સ (પ્રતિક્રિયા) નું વધવું
04:28 જયારે કોઈ પણ વસ્તુ બાળકના ગાલ કે મોઢા પર અડે છે ત્યારે તેનું મોઢું એ બાજુએ વડે છે.
04:36 આંગળીઓ ચૂસવું
04:39 અંતમાં , બાળક રડવાનું શરુ કરે છે.
04:43 બાળક જ્યારે પણ ભૂખના પહેલા પેહલા સંકેતો બતાવે ત્યારે તેને ધવડાવવું, અને બાળકનાં રડવાની રાહ જોવી નહી.
04:50 બાળક ધવડાવવાની સ્થિતિમાં યોગ્ય રીતે છે અને સારી રીતે ધાવી રહ્યું છે તેની ખાતરી કરવી.
04:55 યાદ રાખો, બીજા છાતીથી ધવડાવવા પહેલા પહેલી છાતીથી પૂર્ણપણે ધવડાવવું જોઈએ.
05:02 આગળ, ચાલો બીજી અન્ય છાતીની પરિસ્થિતિ શીખીએ જે છે પીડાકારક ગાંઠ -
05:08 તે એક અવસ્થા છે જેમાં છાતીનો ભાગ લાલ, સોજાયેલો અને સખત બને છે.
05:14 માતાને અતિશય દુખાવો, તાવ આવવો અને માંદગી રહે છે.
05:18 મોટાભાગની માતાઓને પીડાકારક ગાંઠ પ્રથમ 6 અઠવાડિયા દરમ્યાન થાય છે,
05:22 પણ તે ધવડાવવાનાં સમયગાળામાં ક્યારે પણ થઇ શકે છે.
05:27 કેટલીક વાર તેની સખત છાતી સાથે ગેરસમજ થાય છે.
05:31 જો કે સખત છાતી સંપૂર્ણ છાતીને અને કેટલીક વાર બંને છાતીને અસર કરે છે.
05:37 જ્યારે કે પીડાકારક ગાંઠ છાતીના અમુક ભાગને અને સામાન્ય રીતે માત્ર એક છાતીને અસર કરે છે.
05:44 પીડાકારક ગાંઠ સખત છાતીમાં બદલાઈ શકે છે અથવા બંધ નસો ને કારણે થઇ શકે છે,
05:51 હવે, આપણે ચર્ચા કરીશું જો સારવાર ન કરવામાં આવે તો કેવી રીતે બંધ નસો પીડાકારક ગાંઠ માં બદલાઈ શકે છે .
05:59 બંધ નસ એક અવસ્થા છે જેના લીધે દૂધ છાતીના બંધ નસ વાળા ભાગમાંથી નીકળતું નથી.
06:04 સામાન્ય રીતે , છાતી ના અમુક ભાગ ની નસો માં ઘટ્ટ દૂધથી જામી જાય છે.
06:11 આનાથી ગાંઠ થાય છે. આ ગાંઠ કુમળી હોય છે અને ઘણીવાર ગાંઠ ફરતે ચામડી લાલાશ પડતી રહે છે.
06:20 બંધ નસો અને સખત છાતીનાં કારણે દુધ રોકાય છે.
06:24 જ્યારે દૂધ બંધ નસો અને સખત છાતીમાંના અમુક ભાગમાં રહે છે, તેને દૂધનું રોકાવું કહેવાય છે.
06:32 જો આ દૂધનું રોકાવું નો નિકાલ કરવામાં ન આવે તો, આનાથી છાતીની પેશીઓની બળતરા થાય છે. તેને બિન-ચેપી પીડાકારક ગાંઠ કહેવાય છે.
06:42 જ્યારે કે, કેટલીક વાર છાતીને બેક્ટેરિયા (જીવાણું) થી ચેપ લાગે છે અને આને ચેપી પીડાકારક ગાંઠ કહેવાય છે.
06:51 આપેલ અવસ્થામાં, જીવાણું સફળતાથી ચીરા મારફતે દાખલ થાય છે:
06:56 ચીરો જો છાતી પર હોય તો, પીડાકારક ગાંઠ ની સારવાર થાય નહીં અને સારવારમાં મોડું કરવામાં આવે તો.
07:06 નોંધ લો: છાતીમાનું પરું એ સારવાર ન કરાયેલ પીડાકારક ગાંઠ ની આગળની સ્થિતી છે.
07:11 હવે ચાલો પીડાકારક ગાંઠ નાં કારણની ચર્ચા કરીએ-
07:15 વારેઘડીયે ન ધવડાવવું તે પીડાકારક ગાંઠ નું સોંથી મહત્વ નું કારણ છે.


07:21 જો ધવડાવનારી માતા કામ કરતી સ્ત્રી હોય તો, વારંવાર ધવડાવવું મુશ્કેલ બને છે.
07:27 વારેઘડીયે ન ધવડાવવા ના માટે અન્ય કારણ હોઈ શકે છે માતા અથવા બાળકની માંદગી હોય.
07:33 બીજું છે, ડીંટડીથી ધવડાવવું, ડીંટડીથી ધવડાવવાથી બાળક છાતીને પૂર્ણપણે ખાલી કરશે નહી.
07:40 ત્રીજું છે, દૂધનો પુરવઠો વધી જવો.
07:43 ચોથું છે, વહેલું દૂધ છોડાવવું - જ્યાં બાળક છાતીનાં દૂધ સિવાય અન્ય ખોરાક ખાય છે.
07:49 પાંચમું છે, ચુસ્ત કપડા- માતા ચુસ્ત કપડા પહેરે તો, ખાસકરીને રાત્રીએ માતા જો ચુસ્ત બ્રા પહેરે તો, તેનાથી છાતી પર દબાણ આવે છે અને દૂધની નળીઓ બંધ કરી શકે છે.
08:03 છઠ્ઠું છે સુવાવડનો તણાવ - માતા જો કોઈપણ તણાવથી પસાર થતી હોય તો, તેનાથી દૂધ છુટું પડવાની પ્રતિક્રિયાને અસર થશે.
08:12 સાતમું છે ડીંટડીનો ચીરો - તે બેક્ટેરિયા (જીવાણું) ને છાતીની પેશીમાં દાખલ કરવા માટે એક રસ્તો પૂરો પાડે છે અને પીડાકારક ગાંઠ થઇ શકે છે.
08:22 ચાલો પીડાકારક ગાંઠ નો ઉપચાર જોઈએ.
08:26 પહેલા કારણ ઓળખવાનો પ્રયાસ કરવો અને પછી સારવાર શરૂ કરવી.
08:31 ધવડાવતા પહેલા માતાએ ગરમ પાણી ના શેક નો ઉપયોગ કરવો જોઈએ,
08:35 અથવા તો ગરમ પાણીએ નહાવું જોઈએ.
08:37 તેણે પહેલા અસરગ્રસ્ત છાતીથી ધવડાવવું જોઈએ
08:42 તેનાથી જો પીડા વધે અથવા દૂધ છૂટવાની પ્રતિક્રિયાને અસર થાય તો બિનઅસરગ્રસ્ત છાતીથી ધવડાવવું જોઈએ.
08:50 યાદ રાખો, વારંવાર ધવડાવવું જરૂરી છે.
08:55 ખુલ્લો ઘાવ ડીંટડી અથવા એરીઓલા પર ન હોય તો, માતા અસરગ્રસ્ત છાતીથી ધવડાવી શકે છે.
09:04 યાદ રાખો, જ્યારે પણ માતા બાળકને પીડાકારક ગાંઠ ની છાતીથી ધવડાવી રહી હોય તો
09:09 તેણે ચેપના સંકેતો માટે બાળકની દેખરેખ કરવી જોઈએ કારણ કે બાળકને ચેપ થવાનું જોખમ હોય છે .


09:17 જ્યારે કે, અસરગ્રસ્ત બાજુની છાતીનાં દૂધમાં ઘણા હાનિકારક બેક્ટેરિયા (જીવાણુંઓ) રહી શકે છે.
09:24 છાતીની માલીશ કરવાથી દૂધનાં પુરવઠામાં સુધાર થઇ શકે છે,
09:28 અસરગ્રસ્ત ભાગથી ડીંટડી તરફે હળવી માલીશ થવી જોઈએ.
09:34 અને માતાએ પુરતો આરામ લેવો જોઈએ.
09:37 જો લક્ષણો ગંભીર હોય તો તેણે ડોક્ટર સંદર્ભ લેવો જોઈએ.
09:40 છાતીમાંનાં પરુનું નિકાલ કરવાની તથા એન્ટિબાયોટિકની જરૂર પડશે.
09:47 આ ઉપરાંત - માતાએ તેના શરીરને આરામ આપવા માટે ખાસ પ્રયાસ કરવો જોઈએ તથા ઊંડેથી અને સમાનરૂપે શ્વાસ લેવો જોઈએ.
09:55 સૌમ્ય સંગીત સાંભળવું અને દૂધ છુટું પડવાની પ્રતિક્રિયાને શરૂ કરવામાં સહાય માટે તેનાં બાળક વિશે વિચારવું.
10:04 યાદ રાખો, પીડાકારક ગાંઠ અટકાવવા માટે, યોગ્ય ધાવણ પ્રક્રિયા જરૂરી છે.
10:09 આનાથી નસોનું બંધ થવું અટકશે અને બાળકને પુરતું દુધ મળશે.
10:14 આ તમામ છાતીની સ્થિતીને રોકવા માટે બાળકની સ્થિતિ અને તેનું યોગ્ય રીતે જોડાવું તથા તેનું વારંવાર ધાવણ કરવું મુખ્ય બાબતો છે -


10:24 ધાવણ કરાવનારી માતાઓમાં છાતીની સ્થિતિ પરનાં આ ટ્યુટોરીયલનો અહીં અંત થાય છે.
10:31 આ ટ્યુટોરીયલમાં, આપણે છાતીનું સખતપણું અને પીડાકારક ગાંઠ વિશે શીખ્યા
10:37 આ ટ્યુટોરીયલનું યોગદાન Spoken Tutorial પ્રોજેક્ટ, IIT Bombay દ્વારા કરવામાં આવ્યું છે
10:43 Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, Government of India દ્વારા આપવામાં આવ્યો છે.

આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.

10:56 WHEELS Global Foundation તરફથી ઉદાર યોગદાન દ્વારા આ ટ્યુટોરીયલને આંશિક ફાળો અપાયો છે.
11:03 આ ટ્યુટોરીયલ એ “Maa aur Shishu Poshan Project” નો એક ભાગ છે.
11:07 આ ટ્યુટોરીયલ માટે ડોમેઈન રીવ્યુઅર છે - Dr. Rupal Dalal, એમડી બાળરોગતજ્ઞ અને Dr. Taru Jindal, એમએસ પ્રસૂતિશાસ્ત્રજ્ઞ અને સ્ત્રીરોગતજ્ઞ.
11:20 એનિમેશન બનાવનાર Arthi Anbalagan અને આહારશાસ્ત્રી Rajani Sawant સાથે IIT Bombay તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Debosmita, Jyotisolanki