Scilab/C4/Simulating-a-PID-controller-using-XCOS/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 12:58, 5 July 2018 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | Simulating a PID controller using Xcos પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે Xcos માં PID controller નો અમલ કરાવતા શીખીશું. |
00:13 | તમારા કમ્પ્યુટર પર Scilab સંસ્થાપિત હોવું જોઈએ તેની ખાતરી કરી લો. |
00:17 | હું આ ટ્યુટોરીયલને Ubuntu 16.04 64-bit Operating System પર રેકોર્ડ કરી રહ્યી છું અને Scilab 6.0.0 વાપરી રહ્યી છું. |
00:27 | પૂર્વજરૂરિયાત તરીકે, Xcos Introduction ટ્યુટોરીયલ નિહાળો. |
00:32 | આ ટ્યુટોરીયલ તમને Xcos વાતાવરણ સાથે સુગમ બનાવશે. |
00:37 | એ સાથે જ, આપણે તે ટ્યુટોરીયલમાં બનાવેલ firstorder.xcos ફાઈલ વાપરીશું. |
00:43 | તેથી, આ મહત્વપૂર્ણ છે કે તમે આગળ વધો એ પહેલા ટ્યુટોરીયલનો અભ્યાસ કરો જેથી કરીને તમારી પાસે ફાઈલ રહે. |
00:50 | PID controller ની અમુક સામાન્ય જાણકારી અનિવાર્ય છે. |
00:54 | એ માનીને ચાલીએ કે તમે પૂર્વ-જરૂરિયાતોનું સમાધાન કર્યું છે, ચાલો ટ્યુટોરીયલ સાથે શરૂઆત કરીએ. |
00:59 | સૌ પહેલા, આપણે Scilab ને લોન્ચ (શરુ કરવું) કરીશું. |
01:03 | ત્યારબાદ Applications પર જાવ અને પસંદ કરો Xcos. |
01:08 | અથવા તમારા Scilab console વિન્ડોમાં, ટાઈપ કરો Xcos અને Enter દબાવો. |
01:15 | આવું કરવાથી, બે વિન્ડો ખુલશે.
|
01:23 | Untitled-Xcos વિન્ડો પર, File પર ક્લીક કરો અને ત્યારબાદ Open પર ક્લીક કરો. |
01:30 | firstorder.xcos ફાઈલ જ્યાં સંગ્રહી છે તે ડિરેક્ટરીને બ્રાઉઝ કરો. |
01:36 | તે ફાઈલને પસંદ કરો અને Ok પર ક્લીક કરો. |
01:40 | હવે, transfer function block પર બમણું-ક્લીક કરો. |
01:44 | તપાસ કરી લો હું જે transfer function વાપરી રહ્યી છું તે જ તમે પણ વાપરી રહ્યા છો. |
01:49 | મારી માટે, અંશ છે 1 અને છેદ છે 2 asteric s plus 1
જે કે 2 ગુણ્યાં s વત્તા એક છે. |
02:01 | Ok પર ક્લીક કરો. |
02:03 | Step block પર બમણું ક્લીક કરો. |
02:06 | તપાસ કરી લો મારી જેમ તમે પણ step input પેરામીટર વાપરી રહ્યા છો. |
02:11 | મારી માટે Step time છે 1, Initial value છે 0 અને Final value છે 2.
OK પર ક્લીક કરો. |
02:20 | મેનુ બારમાં Simulation પર ક્લીક કરો અને ફાઈલને સીમ્યુલેટ કરવા માટે Start પસંદ કરો. |
02:27 | સમાન આલેખની અપેક્ષા રાખો જે ખાતરી કરશે કે ફાઈલમાં કોઈપણ ભૂલ નથી. |
02:32 | Palette Browser પર જાવ. |
02:35 | Continuous time systems કેટેગરી (વર્ગ) પર ક્લીક કરો. |
02:39 | PID બ્લોકને ડ્રેગ અને ડ્રોપ કરો, જે કે અહીં, Xcos વિન્ડોની અંદર |
02:46 | Signal Routing કેટેગરી (વર્ગ) પર ક્લીક કરો. |
02:49 | Mux બ્લોકને ડ્રેગ અને ડ્રોપ કરો, જે કે અહીં, Xcos વિન્ડોની અંદર. |
02:55 | Mathematical Operations કેટેગરી (વર્ગ) પર ક્લીક કરો. |
03:00 | Summation બ્લોકને ડ્રેગ અને ડ્રોપ કરો, જે કે અહીં, Xcos વિન્ડોની અંદર. |
03:07 | નોંધ લો આ બ્લોક, મૂળભૂત રીતે, પહેલા ઇનપુટમાંથી બીજા ઇનપુટની બાદબાકી કરે છે. |
03:14 | આપણે summation બ્લોકનું આ મૂળભૂત કોનફિગરેશન વાપરીશું. |
03:18 | step input બ્લોક અને transfer function બ્લોકને જોડતી લાઈન પર ક્લીક કરો. |
03:24 | ત્યારબાદ તેને રદ્દ કરવા માટે Delete બટન દબાવો. |
03:27 | step input બ્લોકને ડ્રેગ કરી transfer function બ્લોકથી દૂર કરો. |
03:31 | transfer function બ્લોક અને cscope બ્લોકને જોડતી લાઈન પર ક્લીક કરો. |
03:36 | ત્યારબાદ તેને રદ્દ કરવા માટે Delete બટન દબાવો. |
03:40 | cscope અને clock input બ્લોકને ડ્રેગ કરીને transfer function બ્લોકથી દૂર કરો. |
03:46 | transfer function બ્લોક પહેલા PID બ્લોકને મુકો. |
03:50 | PID બ્લોક પહેલા summation બ્લોકને મુકો. |
03:54 | transfer function બ્લોક અને cscope બ્લોક વચ્ચે Mux બ્લોક મુકો. |
03:59 | જરૂર હોય તો, બ્લોકને ગોઠવો, જેથી તે તમામ એક લાઈનમાં આવે. |
04:04 | step input બ્લોકને summation બ્લોકના પહેલા input port થી જોડાણ કરો. |
04:10 | નોંધ લો આ summation બ્લોકનું ઘનાત્મક input port છે. |
04:15 | summation બ્લોકના output port ને PID બ્લોકના input port થી જોડાણ કરો. |
04:21 | PID બ્લોકના output port ને transfer function બ્લોકના input port થી જોડાણ કરો. |
04:27 | transfer function બ્લોકના output port ને Mux બ્લોકના નીચલા input port થી જોડાણ કરો. |
04:33 | Mux બ્લોકના output port ને cscope બ્લોકના input port થી જોડાણ કરો. |
04:39 | step input બ્લોક અને summation બ્લોકનું જોડાણ કરતી લાઈનને શોધો. |
04:44 | Mux ના input પોર્ટનું જોડાણ એ લાઈનથી કરો. |
04:48 | જોડાણ બનાવતી વખતે ડાબા માઉસ ક્લીકનો ઉપયોગ લાઈન વળાંક બનાવવા માટે કરો. |
04:54 | transfer function બ્લોક અને Mux બ્લોકને જોડતી લાઈનને શોધો. |
04:59 | summation બ્લોકના બીજા input port નું જોડાણ એ લાઈનથી કરો. જ્યાં જરૂર હોય ત્યાં લાઈન વળાંકનો ઉપયોગ કરો. |
05:08 | PID બ્લોકનું પેરામીટર સેટિંગ ડાયલોગ બોક્સ ખોલવા માટે તેના પર બમણું-ક્લીક કરો. |
05:14 | અહીં તમે સુયોજિત કરી શકો છો Proportional, Integral અને Derivative ગેઈન (વૃદ્ધિ). |
05:18 | કૃપા કરી નોંધ લો Integral gain ને 1 by tau I તરીકે ધારવું જોઈએ, જ્યાં tau I એ integral time છે. |
05:28 | આપણે મૂળભૂત સેટિંગ્સ (સુયોજન) વાપરીશું. મૂળભૂત સેટિંગ્સ વાપરવા માટે Cancel પર ક્લીક કરો. |
05:34 | સિમ્યુલેશન ચલાવવા માટે આપણે હવે તૈયાર છીએ. |
05:37 | નોંધ લો આપણે step input બ્લોકને setpoint વેરીએબલ તરીકે વાપરી રહ્યા છીએ. |
05:42 | PID controller એ Transfer Function બ્લોક માટે એક ઇનપુટ ઉત્પન્ન કરશે. |
05:47 | તે એ પ્રમાણે હશે કે transfer function બ્લોકનું આઉટપુટ એ setpoint થી મળતું હોય. |
05:53 | મેનુ બાર પર ઉપલબ્ધ Start simulation બટન પર ક્લીક કરો. |
05:58 | એક ગ્રાફિક વિન્ડો ખુલવાની અપેક્ષા છે. તેમાં બે વેરીએબલો એક આલેખમાં આલેખ્યાં હશે. |
06:07 | સ્ટેપ (ત્રાસો) આલેખ એક setpoint છે જે 2 ની અંતિમ વેલ્યુ ધરાવે છે. |
06:12 | કર્વ્ડ (વળાંકવાળો) આલેખ જે કે લીલા રંગમાં છે, તે transfer function નું આઉટપુટ છે જે 2 ની setpoint વેલ્યુને મળવાનો પ્રયાસ કરે છે. |
06:22 | તમે હવે PID સેટિંગ્સ બદલી શકો છો અને તે કેવી રીતે આઉટપુટને અસર કરે છે તે શીખી શકો છો. |
06:28 | વિડિઓને અહીં અટકાવો અને આપેલ અભ્યાસ (દાખલા) ને ઉકેલો. |
06:33 | ફક્ત એક Proportional Controller ને અમલ કરો. એટલે કે, ફક્ત P ના કે PID |
06:40 | પ્રમાણસર ગેઇનને એ રીતે બદલો કે સેટપોઇન્ટ આઉટપુટ સાથે મેળ ખાય પરંતુ તેને ઓળંગ્યા વગર. |
06:47 | આલેખમાં summation બ્લોકના આઉટપુટનો સમાવેશ કરો. |
06:51 | તેને જુદું રાખવા માટે તમે CMSCOPE નો ઉપયોગ કરી શકો છો. |
06:55 | જોઈ શકાય એ રીતે PID બ્લોકના આઉટપુટ સાથે તેની સરખામણી કરો. |
06:59 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. |
07:04 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: PID કંટ્રોલરને અમલ કરાવવા માટે firstorder.xcos ફાઈલને મોડીફાય કરવી. |
07:12 | સિમ્યુલેશન જરૂરિયાતો મુજબ દરેક બ્લોકને કોનફિગર કરવું. |
07:16 | સિમ્યુલેશન પેરામીટરો સુયોજિત કરવા. |
07:19 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ, સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
07:26 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ વર્કશોપો આયોજિત કરે છે અને પ્રમાણપત્રો આપે છે.
વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો. |
07:34 | શું તમારી પાસે આ સ્પોકન ટ્યુટોરીયલને લગતા કોઈ પ્રશ્નો છે? |
07:37 | કૃપા કરી આપેલ લીંકની મુલાકાત લો http://forums.spoken-tutorial.org |
07:43 | જે પ્રશ્નો પૂછવા છે તેની મિનિટ અને સેકેંડ પસંદ કરો. |
07:47 | તમારા પ્રશ્નને વિસ્તારપૂર્વક સમજાવો. |
07:50 | અમારી ટીમમાંથી જે કોઈ ઉપલબ્ધ હશે તે તેનો જવાબ આપશે. |
07:53 | સ્પોકન ટ્યુટોરીયલ ફોરમ એ આ ટ્યુટોરીયલ પરના સંદર્ભિત પ્રશ્નો માટે છે. |
07:58 | કૃપા કરી આના પર અસંદર્ભિત અને સામાન્ય પ્રશ્નો પોસ્ટ ન કરો. |
08:03 | આનાથી અસ્તવ્યસ્તતા ટાળી શકાશે. |
08:05 | ઓછા વેરવિખેરથી, આપણે આ ચર્ચાને સૂચનાત્મક સાધન તરીકે વાપરી શકીએ છીએ. |
08:11 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટને ફાળો એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. |
08:23 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |