KTouch/S1/Configuring-Settings/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:02, 6 June 2013 by Krupali (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00.00 KTouch માં સુયોજનો રૂપરેખાંકિત કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.04 આ ટ્યુટોરીયલ માં, તમે:
00.08 તાલીમ સ્તર બદલવું

ટાઈપ ની ઝડપ સંતુલિત કરવું

00.13 શોર્ટ કટ કીઓ રૂપરેખાંકિત કરવું.

ટૂલબાર રૂપરેખાંકિત કરવું. ટાઈપીંગ મેટ્રિક્સ જોતા શીખીશું.

00.20 અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 11.10 પર KTouch આવૃત્તિ 1.7.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
00.27 KTouch ખોલો.
00.33 આપણે સ્તર 1 ઉપર છીએ. ચાલો બીજા સ્તર પર જઈએ જે 2 છે.
00.40 તાલીમ સ્તર 2 થી વધારવા માટે, Level ફિલ્ડની બાજુમાં, ટોપ ત્રિકોણ ચિહ્ન પર ક્લિક કરો.
00.48 નોંધ લો કે શું થાય છે જયારે આપણે સ્તર 2 થી બદલીએ છીએ?
00.52 Teacher’s Line માં અક્ષરોમાં ફેરફાર થાય છે!
00.56 New Characters in this Level હેઠળ દર્શાવેલ અક્ષરો જુઓ. તે પણ બદલાયા છે!
01.02 પસંદ કરેલ સ્તર માટે પ્રેક્ટીસ કરવા માટે આ અક્ષરો છે.
01.07 હવે, ટાઈપ કરવાનું શરૂ કરીએ.
01.09 હવે Teacher’s Line માં પ્રદર્શિત ન થયેલ અક્ષરો ટાઇપ કરીએ.
01.14 Student Line લાલમાં બદલાય છે.
01.17 તમે બીજું શું જુઓ છો?
01.19 Correctness ફિલ્ડમાં પ્રદર્શિત થયેલ ટકા ઘટે છે.
01.23 બેકસ્પેસ દબાવો અને ભૂલ રદ કરો.
01.27 હવે તાલીમ વિકલ્પો સુયોજિત કરતા શીખીએ.
01.31 તાલીમ વિકલ્પો શું છે?
01.33 આપણે ટાઇપ કરવાની ઝડપ અને ચોકસાઈ (ટાઈપ કરવાની ચોકસાઈ માટેની ટકાવારી) પરિમાણો બદલવા માટે તાલીમ વિકલ્પોનો ઉપયોગ કરીએ છીએ.
01.41 આપણે ચોક્કસ સ્તરમાં લીટીઓની સંખ્યા જે ટાઇપ કરી શક્ય છે તે પણ બદલી શકીએ છીએ.
01.47 મુખ્ય મેનુ માંથી, Settings પસંદ કરો, અને Configure KTouch પર ક્લિક કરો.
01.52 Configure – KTouch સંવાદ બોક્સ દેખાય છે.
01.56 Configure – KTouch ની ડાબી પેનલ માંથી - KTouch સંવાદ બોક્સ, Training Options ઉપર ક્લિક કરો.
02.02 જમણી પેનલ હવે વિવિધ તાલીમ વિકલ્પો દર્શાવે છે.
02.06 Typing speed, Correctness, અને Workload માટે ઉપલી સીમા સુયોજિત કરો.
02.13 Limits હેઠળ સ્તર વધારવા માટે , ચાલો:
02.15 Typing Speed ને 120 characters per minute, Correctness ને 85% થી સુયોજિત કરો.
02.24 અંતે Workload માટે 1 સુયોજિત કરો.
02.27 આનો અર્થ છે આપણે દરેક સ્તર પર માત્ર એક જ વાક્ય પૂર્ણ કરવાની જરૂર છે.
02.31 આપણે પછી આપમેળે આગલા સ્તર પર સ્થળાંતર થશું.
02.36 જો તમે આગલા સ્તર પર આગળ વધો તે પહેલાં આ સ્તર માટે તાલીમ પૂર્ણ કરવા ઈચ્છો છો, તો "Complete whole training level before proceeding box" ચેક કરો.
02.46 Typing speed અને Correctness માટે નીચલી સીમા સુયોજિત કરો.
02.50 Limits to decrease a level હેઠળ:
02.53 Typing Speed ને 60 characters per minute and Correctness ને 60 થી સુયોજિત કરો.
03.00 Remember level for next program આ બોક્સ ચેક કરો.
03.06 Apply ઉપર ક્લિક કરો. OK ઉપર ક્લિક કરો.
03.09 આપણે કરેલા ફેરફારો ત્યારે જ લાગુ પડે છે જયારે ફરીથી નવું સેશન શરૂ કરીએ.
03.14 Start New Session પર ક્લિક કરો અને Keep Current Level પસંદ કરો.
03.20 ફરી લખવાનું શરૂ કરીએ.
03.23 નોંધ લો કે શરૂઆતમાં ઝડપ 0 છે. આપણે ટાઇપ કરીએ તે પ્રમાણે તે વધે અથવા ઘટે છે.
03.30 Pause Session ઉપર ક્લિક કરો. જયારે પોઝ કરીએ છીએ તો ટાઈપીંગ સ્પીડ એ જ ગણતરી ઉપર રહે છે.
03.38 ફરી ટાઈપીંગ શરૂ કરીએ.
03.40 નોંધ લો કે જેવી speed 60 નીચે જાય છે, સ્પીડ પાસે લાલ વર્તુળ ચમકે છે.
03.47 આ સૂચવે છે કે સ્પીડ નીચલી મર્યાદા નીચે ઘટી છે, જે 60 છે.
03.54 હવે, નંબર 4 લખો જેTeacher’s Line માં પ્રદર્શિત નથી.
03.59 Student’s Line લાલ થાય છે.
04.02 Correctness ની ટકાવારી પણ ધટી છે.
04.05 શું તમે Teacher’s Line માં આપવામાં આવેલ અક્ષરોના સમૂહ અથવા અક્ષર વચ્ચે સ્પેસીસ જોઈ શકો છો?
04.11 હવે, હું આ શબ્દ પછી સ્પેસ બાર ન દબાવીશ.
04.15 Student’s Line ફરીથી લાલ થઇ છે!
04.18 આનો અર્થ છે કે સ્પેસીસ પણ યોગ્ય રીતે ટાઇપ થયેલ હોવું જોઈએ.
04.22 Student’s line માં સમગ્ર વાક્ય લખીને પૂર્ણ લખો અને Enter દબાવો.
04.31 લેવેલ 3 માં બદલાઈ ગયેલ છે!
04.33 લેવલ 3 માં કેમ બદલાયું છે? કારણ કે આપણે વર્કલોડ 1 થી સુયોજિત કરેલ છે.
04.39 તેથી, જયારે આપણે સ્તર 2 માટે એક લીટી પૂર્ણ કરી અને Enter દબાવીએ છીએ, ત્યારે આગલા સ્તર પર જઈએ છીએ.
04.47 નોંધ લો કે નવા અક્ષરો Teacher’s Line માં દર્શાવેલ છે.
04.52 શું તમે તમારા ટાઈપીંગ સેશનના સ્કોર્સ જાણવા ઈચ્છો છો?
04.55 Lecture Statistics ઉપર ક્લિક કરો. Training statistics "સંવાદ બોક્સ" દેખાય છે.
05.02 "Tabs" પર ક્લિક કરો અને દરેક શું સૂચવે છે તે જુઓ.
05.07 Current Training Session પર ક્લિક કરો.
05.12 આ general statistics વિગતો, ટાઈપીંગ ની ગતી, ટાઈપીંગ ની ચોકસાઈ, અને ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે તે અક્ષરો વિષે વિગતો દર્શાવે છે.
05.22 Current Level Statistics ટેબ Current Training Session ટેબમાં પ્રદર્શિત વિગતો સમાન જ વિગતો દર્શાવે છે.
05.31 Monitor Progress ટેબ તમારી ટાઈપીંગની પ્રગતિ ગ્રાફિક સાથે દર્શાવે છે.
05.38 સંવાદ બોક્સ બંધ કરો.
05.41 તમે તમારી પોતાની "short cut keys" બનાવી શકો છો.
05.45 "short cut keys" શું છે?
05.47 શોર્ટકટ કીઓ બે કે તેથી વધુ કીઓનું મિશ્રણ છે, જે મેનુ વિકલ્પોના ઉપયોગને બદલે કીબોર્ડ પરથી દબાવવામાં આવે છે.
05.56 Lecture Statistics જોવા માટે શોર્ટકટ કી રૂપરેખાંકિત કરો.
06.01 મુખ્ય મેનુ માંથી, Settings પર ક્લિક કરો, "Short cuts" રૂપરેખાંકિત કરો.
06.06 Configure Short cuts – KTouch સંવાદ બોક્સ દેખાય છે.
06.10 શોધ બોક્સમાં Lecture Statistics દાખલ કરો.
06.16 Lecture Statistics પર ક્લિક કરો.

Custom પસંદ કરો અને None ઉપર ક્લિક કરો. ઇનપુટ કરવા માટે આઇકોન બદલાય છે.

06.24 હવે, કીબોર્ડ પરથી, "Shift અને A" કી એકસાથે દબાવો.
06.30 નોંધ લો, આઇકોન હવે "Shift+A" અક્ષરો દર્શાવે છે, OK પર ક્લિક કરો.
06.38 હવે, "Shift અને A" કી એકસાથે દબાવો. Training Statistics સંવાદ બોક્સ દેખાય છે.
06.45 બહાર નીકળવા માટે Close પર ક્લિક કરો.
06.49 KTouch ટૂલબાર રૂપરેખાંકિત કરવા માટેની પણ પરવાનગી આપે છે.
06.53 ધારો કે આપણે Quit Ktouch આદેશ આઇકોન તરીકે પ્રદર્શિત કરવું છે.
06.58 મુખ્ય મેનુ માંથી, Settings પર ક્લિક કરો અને Configure Toolbars પર ક્લિક કરો.
07.03 Configure Toolbars – KTouch સંવાદ બોક્સ દેખાય છે.
07.07 ડાબી પેનલમાં, વિકલ્પની યાદીમાંથી, Quit આઇકોન પસંદ કરો. તે પર ડબલ ક્લિક કરો.
07.15 આઇકોન જમણી પેનલ પર ખસેડવામાં આવેલ છે. Apply પર ક્લિક કરો અને પછી OK પર ક્લિક કરો.
07.22 Quit આઇકોન હવે KTouch વિન્ડો પર પ્રદર્શિત થાય છે.
07.26 KTouch પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
07.30 આ ટ્યુટોરીયલ માં આપણે તાલીમ સ્તર કેવી રીતે બદલવું, ટાઈપીંગ ની ઝડપ અને ચોકસાઈ કેવી રીતે મોનીટર કરવું તે શીખ્યા.
07.38 આપણે કીબોર્ડ શોર્ટકત અને ટૂલબાર રૂપરેખાંકિત કરતા પણ શીખ્યા.
07.43 અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે.
07.46 Configure KTouch હેઠળ, વર્કલોડ 2 થી બદલો.
07.50 Complete whole training level before proceeding box ચેક કરો.
07.56 હવે એક નવું ટાઈપીંગ સેશન ખોલો અને ટાઈપીંગની પ્રેકટીશ કરો.
08.00 અંતે, lecture statistics તપાસો.
08.04 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
08.07 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
08.10 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
08.15 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,
08.17 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
08.20 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
08.23 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
08.29 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08.33 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
08.41 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
08.52 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, Pratik kamble, Sakinashaikh