Joomla/C2/Formatting-article-in-Joomla/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 14:45, 28 May 2018 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Basic Formatting of Articles in Joomla પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું:

Joomla માં Article એડીટર

એક article માટે સામાન્ય ફોરમેટિંગ

અને article ટેક્સ્ટને સ્ટાઇલિંગ (વિવિધ શૈલી આપવી) કરવી

00:19 સાથે જ આપણે શીખીશું કે કેવી રીતે: articles માં lists દાખલ કરવી, એક page break દાખલ કરવું અને Read More links દાખલ કરવા.
00:28 આ ટ્યુટોરીયલ માટે, આપણે વાપરીશું:

Ubuntu Linux OS 14.04

Joomla 3.4.1,

XAMPP 5.5.19 મારફતે મેળવેલ Apache MySQL અને PHP

00:46 આ ટ્યુટોરીયલના અનુસરણ માટે: તમને Joomla માં articles બનાવતા આવડવું જોઈએ.
00:51 જો નથી આવડતું તો, વેબસાઈટ પર સંદર્ભિત Joomla ટ્યુટોરીયલો તપાસો.
00:56 અગાઉ, આપણે Joomla માં article ને બનાવવાનું, એડીટ કરવાનું, રદ્દ કરવાનું અને કોપી કરવાનું શીખ્યા.
01:03 હવે, ચાલો articles ને ફોરમેટ કરવાનું શીખીએ.
01:07 ચાલો Joomla control panel પર જઈએ.
01:11 Article Manager પર ક્લીક કરો.
01:14 આપણે પહેલા બનાવેલા articles આ રહ્યા: “Benefits of Sodium” અને “Vitamin A”
01:21 ચાલો તેમને Digital India વેબપેજ પર જોઈએ.
01:25 પુષ્ઠની ટોંચે જમણી બાજુએ આવેલ Digital India પર ક્લીક કરો.
01:29 આપણે આપણા બંને articles અહીં જોઈએ શકીએ છીએ.
01:32 Benefits of Sodium પર ક્લીક કરો.
01:35 આપણે જોઈ શકીએ છીએ કે article ફોરમેટ કરેલું નથી.
01:38 ચાલો પાછા Article Manager પર જઈએ.
01:41 “Benefits of Sodium” શીર્ષકના article પર ક્લીક કરો.
01:45 એડીટર જેમાં આપણે article ની ટેક્સ્ટ ટાઈપ કરીએ છીએ, તેને WYSIWYG editor કહેવાય છે.
01:53 WYSIWYG એ 'What You See Is What You Get' નું સંક્ષેપ છે.
01:59 તેનો અર્થ એ થાય છે કે article વેબ પેજમાં એવું જ દેખાય છે જેવું કે એડીટીંગ વિન્ડોમાં દેખાય છે.
02:05 હવે એડીટરના મેનુ બાર તરફે જુઓ.
02:08 પહેલી હરોળ ડ્રોપ-ડાઉન મેનુઓ ધરાવે છે, જેમાં વિવિધ ફોરમેટિંગ વિકલ્પો છે.
02:13 જ્યારે તમે તેના પર ક્લીક કરો છો તમે ઉપ-વિકલ્પો જોઈ શકો છો.
02:17 બીજી હરોળ કેટલાક ફોરમેટિંગ વિકલ્પો ધરાવે છે.
02:20 તો અહીં, આપણે જોઈએ છીએ ટેક્સ્ટના દેખાવમાં વૃદ્ધિ કરનારા કેટલાક વિકલ્પો જેમ કે Bold, Italics, Underline અને Strikethrough.
02:28 આગળ, આપણે ટેક્સ્ટને left, centre, right અને justify ગોઠવવાના વિકલ્પો જોઈએ છીએ.
02:36 આ બીજા અન્ય ટેક્સ્ટ એડીટરમાં કામ કરે એવું જ છે.
02:40 એલાઈનમેન્ટ વિકલ્પો પછી, આપણે Paragraph નામનું એક બટન જોઈ શકીએ છીએ.
02:45 જ્યારે આપણે તેના પર ક્લીક કરીએ છીએ ત્યારે, આપણે Heading 1, Heading 2, વગેરે જેવા વિવિધ વિકલ્પો જોઈ શકીએ છીએ.
02:51 Joomla દ્વારા ફોરમેટિંગ હેતુસર અપાયેલ આ પૂર્વ-સુયોજિત વિકલ્પો છે.
02:56 ટેક્સ્ટ સ્ક્રીન પર સરળતાથી વાંચી શકાય તેવા દેખાડવામાં Headings ખુબ મહત્વના છે.
03:01 સાથે જ Headings વિગતોની અધિશ્રેણી પણ વ્યાખ્યાયિત કરે છે.
03:06 Heading 1 સૌથી મહત્વપૂર્ણ મથાળું વ્યાખ્યાયિત કરે છે અને Heading 6 એ ઓછા મહત્વનું છે.
03:12 Digital India વેબપેજ પર જાવ.
03:15 અહીં, ટેક્સ્ટ HomeHeading 1 માં છે.
03:19 Joomla માં article નું શીર્ષક Heading 2 માં છે.
03:23 Main Menu અને Login Form જેવા અન્ય વિકલ્પો, Heading 3 માં છે.
03:29 નોંધ લો headings ના સ્તરો સાથે ફોન્ટનું માપ ઘટતું રહે છે.
03:34 Edit Article વેબપેજ પર જાવ.
03:37 ચાલો Sodium ના ખોરાક સ્રોતો પર એક વિભાગ ઉમેરીએ.
03:41 article ટેક્સ્ટના અંતમાં, એક નવા ફકરાની શરૂઆત માટે Enter ક્લીક કરો.
03:46 મથાળા તરીકે ટાઈપ કરો Food Sources:.
03:50 આપણે અહીં ૩ ખોરાક સ્ત્રોતો ટાઈપ કરીશું – Salt, Processed Food અને Canned Food.
04:00 પસંદ કરો ટેક્સ્ટ Food Sources: અને Paragraph ડ્રોપ-ડાઉનમાં, પસંદ કરો Heading 4.
04:07 Save બટન પર ક્લીક કરો.
04:09 Digital India વેબપેજ પર જાવ અને પુષ્ઠને રિફ્રેશ કરો.
04:13 નોંધ લો ટેક્સ્ટ Food Sources બોલ્ડમાં દૃશ્યમાન થાય છે.
04:17 Edit Article વેબપેજ પર પાછા જાવ.
04:20 Food Sources મથાળા આગળ, ટેક્સ્ટ ઉમેરો - Let’s look at some food sources of sodium.
04:27 અહીં, આપણે સમાન ફકરામાં ટેક્સ્ટ ઉમેરી છે.
04:30 નવી ઉમેરાયેલી ટેક્સ્ટ એ મથાળાનો અંશ બને છે અને Heading 4 તરીકે ફોરમેટ થાય છે.
04:36 કૃપા કરી નોંધ લો: header formatting એ સમગ્ર ફકરા માટે લાગુ થાય છે ના કે અમુક શબ્દો માટે.
04:43 આ લાઈનને heading થી જુદી કરવા માટે, નવી ઉમેરાયેલી ટેક્સ્ટ પહેલા Enter દબાવો.
04:49 ત્યારબાદ ટેક્સ્ટને પસંદ કરો અને Paragraph ડ્રોપ-ડાઉનમાંથી, Paragraph વિકલ્પ પસંદ કરો.
04:56 ટેક્સ્ટ હવે Heading 4 ફોરમેટમાં રહેતી નથી.
04:59 ચાલો હું પુષ્ઠના ટોંચે એક ટેક્સ્ટ લાઈન ઉમેરું: “Chemical Symbol of Sodium is Na.”
05:07 ટેક્સ્ટ લાઈનને પસંદ કરો અને પછી Paragraph ડ્રોપ-ડાઉન બટનમાંથી, પસંદ કરો Pre.
05:14 Pre વિકલ્પ એ પૂર્વ ફોરમેટ કરેલ ટેક્સ્ટ માટે છે.
05:17 પૂર્વ ફોરમેટ કરેલ ટેક્સ્ટ નિયત પહોળા ફોન્ટમાં દેખાય છે, અને સ્પેસ તથા લાઈન બ્રેકો (ભંગાણ) બંને સાચવે છે.
05:24 Save બટન પર ક્લીક કરો.
05:26 Digital India વેબપેજ પર જાવ અને તેને રિફ્રેશ કરો.
05:30 નોંધ લો નવી ઉમેરાયેલી ટેક્સ્ટ એક ભૂખરા બોક્સમાં દેખાય છે.
05:34 સાથે જ તે અલગ ફોન્ટ તથા સ્ટાઈલ (શૈલી) માં દૃશ્યમાન થાય છે.
05:38 Pre સ્ટાઈલ (શૈલી) સામાન્ય રીતે એ ટેક્સ્ટ માટે વપરાય છે જેને article માં જુદી રીતે દેખાડવાની જરૂર છે. આ કાવ્યાત્મક કડી, કમ્પ્યુટર કોડ, સુવિચાર વગેરે હોઇ શકે છે.
05:48 ફરીથી Edit Article વેબપેજ પર જાવ.
05:51 આગળ, આપણી પાસે છે bulleted list અને numbered list વિકલ્પો.
05:56 ચાલો તેને કેવી રીતે વાપરવું એ જોઈએ.
05:58 article ટેક્સ્ટમાં છેલ્લી ૩ લાઈન આઇટમો પસંદ કરો.
06:03 હવે bullet list આઇકોન પર ક્લીક કરો અને ત્યારબાદ Save બટન પર ક્લીક કરો.
06:08 article Benefits of Sodium માં બુલેટ થયેલ સૂચિ જોવા માટે Website ને રિફ્રેશ કરો.
06:14 Edit Article વેબપેજ પર પાછા આવીએ.
06:17 ત્રીજી હરોળ કેટલાક અદ્યતન ફોરમેટિંગ વિકલ્પો ધરાવે છે જેમ કે: indent ને ઘટાડવું તથા વધારવું, Un-do અને Redo, Insert links, images, tables, વગેરે., Subscript, superscript અને special characters
06:34 તમે આ પોતેથી પ્રયાસ કરી શકો છો અને જુઓ કે તે કેવી રીતે કામ કરે છે.
06:38 ચાલો આપણા article તરફે ફરીથી જોઈએ.
06:41 અહીં આપણી પાસે ૨ વિભાગો છે: sodium ના પરિચય અને તેના ફાયદાઓ બદ્દલ ટેક્સ્ટ અને Food Sources.
06:49 ચાલો આડી લાઈનનો ઉપયોગ કરીને આ બે વિભાગોને જુદા પાડીએ.
06:53 Food Sources ટેક્સ્ટની પહેલા કર્સરને રાખો.
06:57 હવે ફોરમેટિંગ ટૂલ બારમાં Horizontal Line આઇકોન પર ક્લીક કરો.
07:01 આનાથી એક આડી લાઈન દાખલ થશે.
07:04 ડિજિટલ ઇન્ડિયા વેબપેજ Save કરો અને રિફ્રેશ કરો.
07:08 article “Benefits of Sodium” માં આપણે ફેરફારો જોઈ શકીએ છીએ.
07:12 આડી લાઈન દાખલ કરવાના બદલે, આ ૨ વિભાગોને ૨ જુદા પુષ્ઠો પર શા માટે ન મૂકીએ? ચાલો આવું કરવાનો પ્રયાસ કરીએ.
07:20 Edit Article વેબપેજ પર પાછા આવીએ.
07:22 પહેલા આપણે આડી લાઈનને રદ્દ કરીશું.
07:26 તો તેના પર ક્લીક કરો અને ત્યારબાદ કીબોર્ડ પર Backspace કી દબાવો.
07:31 હવે કર્સરને એ જગ્યાએ મુકો જ્યાં આપણે Page Break દાખલ કરવા ઇચ્છીએ છીએ.
07:36 નીચેની તરફે સ્ક્રોલ કરો અને એડિટર વિન્ડોની નીચની બાજુએ Page Break બટન જુઓ. તેના પર ક્લીક કરો.
07:43 તેનાથી Insert Pagebreak ડાયલોગ બોક્સ ખુલશે.
07:47 Page Title તરીકે Sources દાખલ કરો અને Table of Contents Alias તરીકે Food Sources of Sodium.
07:57 Insert Page Break બટન પર ક્લીક કરો.
08:00 તમને બે વિભાગો વચ્ચે એક ઝિગ-ઝેગ (વાંકી ચૂંકી) લાઈન દેખાશે.
08:03 Save બટન પર ક્લીક કરો.
08:06 Digital India વેબપેજ પર જાવ અને તેને રિફ્રેશ કરો.
08:10 આ પુષ્ઠ દર્શાવે છે Page 1 of 2.
08:14 article ટેક્સ્ટની નીચે અહીં Prev અને Next બટનો છે.
08:19 જમણી બાજુએ એક નવો બ્લોક દ્રશ્યમાન થયો છે.
08:22 તે આપણને ચોક્કસ article ના વિવિધ પુષ્ઠો પર નેવિગેટ કરવામાં મદદ કરે છે.
08:27 ૨ જા પુષ્ઠનું શીર્ષક છે Table of Contents Alias જે આપણે પહેલા ટાઈપ કર્યું હતું…..એટલે કે Food Sources of Sodium
08:35 Next બટન પર ક્લીક કરો.
08:37 હવે, પુષ્ઠ દર્શાવે છે Page 2 of 2.
08:41 Page Title ની નોંધ લો જે આપણે Insert Pagebreak ફિલ્ડમાં ટાઈપ કર્યું હતું.
08:46 તે article ના શીર્ષક સાથે સંલગ્ન થઇ ગયું છે.
08:50 હવે, આપણી વેબસાઈટના Homepage પર પાછું જવા માટે ચાલો Digital India લિંક પર ક્લીક કરીએ.
08:56 article Benefits of Sodium ને જોવા માટે નીચે સ્ક્રોલ કરો.
09:00 અહીં નોંધ લો કે પૂર્ણ article ટેક્સ્ટ એ Homepage પર દર્શાવાયી છે.
09:04 ચાલો અન્વેષણ કરીએ કે અહીં Read More વિકલ્પ કેવી રીતે ઉમેરવું છે.
09:09 આ વિકલ્પ Homepage પર ફક્ત article ના અંશને દર્શાવશે.
09:14 article માટે, હું ટેક્સ્ટ પહેલા એક Read More લિંક દાખલ કરીશ: Daily consumption of sodium, however, depends on a number of factors.
09:22 Edit Article વેબપેજ પર પાછા જાવ.
09:25 તમે જે જગ્યાએ Read More લિંક દાખલ કરવા ઈચ્છો છો ત્યાં કર્સર મુકો.
09:30 હવે, નીચેની તરફે, Page Break બટનથી આગળ આવેલ Read More બટન પર ક્લીક કરો.
09:36 ઉપર સ્ક્રોલ કરો અને Save બટન પર ક્લીક કરો.
09:39 વેબપેજ પર જાવ અને તેને રિફ્રેશ કરો.
09:42 આપણે અહીં article ટેક્સ્ટની નીચે Read More લિંક જોઈ શકીએ છીએ.
09:46 જ્યારે આપણે તેના પર ક્લીક કરીએ છીએ, article Benefits of Sodium ખુલે છે.
09:50 અને તે પૂર્ણ article ને ૨ પુષ્ઠો પર દેખાડશે, જેવું કે આપણે પહેલા તેને સુયોજિત કર્યું હતું.
09:57 ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા:

Joomla માં Article એડિટર

article નું સામાન્ય ફોરમેટિંગ

article ટેક્સ્ટને સ્ટાઇલિંગ (વિવિધ શૈલી આપવી) કરવી

10:08 સાથે જ આપણે શીખ્યા કે કેવી રીતે: articles માં Lists દાખલ કરવી, Page Break દાખલ કરવું અને Read More links દાખલ કરવા.
10:15 અહીં તમારી માટે એક એસાઈનમેન્ટ છે:

sodium ના ૪ ફાયદાઓ ક્રમાંકિત સૂચિ તરીકે મોડીફાય કરો.

Food Sources મથાળાને Center align કરો.

10:25 Read More લિંકને રદ્દ કરો અને તેને Food Sources પહેલા તુરત મુકો.
10:30 વર્તમાન પ્રિ-ફોરમેટેડ (પૂર્વ ફોરમેટ કરેલ) ટેક્સ્ટ સાથે પ્રિ-ફોરમેટેડ ટેક્સ્ટ તરીકે ટેક્સ્ટ Melting Point 97.72 °C ઉમેરો.
10:40 article માં '° C' ટેક્સ્ટ મેળવવા માટે special characters નો ઉપયોગ કરવાનો હિંટ (ઈશારો) છે

article ને સંગ્રહો

Homepage ને રિફ્રેશ કરો

ફેરફારોનું અવલોકન કરો અને સમજો કે શું થયું છે.

10:54 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ, Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.

કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો.

11:01 Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ વર્કશોપો આયોજીત કરે છે અને ઓનલાઈન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો.
11:11 Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, Government of India દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.
11:22 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki