Joomla/C2/Installing-Joomla-on-Windows/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 12:57, 2 May 2018 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | Installing Joomla on Windows પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું: Joomla મેળવવું, database બનાવવું અને Joomla સંસ્થાપિત કરવું. |
00:16 | તમારી સિસ્ટમમાં Joomla સંસ્થાપિત કરવા માટે, તમારી પાસે આપેલને આધાર આપતી સિસ્ટમ હોવી જોઈએ:
Apache 2.x અથવા IIS 7 (અથવા કોઈપણ ઉચ્ચતમ આવૃત્તિ) MySQL 5.0.4 (અથવા કોઈપણ ઉચ્ચતમ આવૃત્તિ) અને PHP 5.2.4 (અથવા કોઈપણ ઉચ્ચતમ આવૃત્તિ) |
00:38 | કૃપા કરી નોંધ લો MySQL 6 અને એનાથી ઉચ્ચ આવૃત્તિઓને હાલમાં આધાર અપાતું નથી. |
00:45 | વેબ-સર્વર વિતરણ તમને Apache, MySQL/MariaDB અને PHP એકમાં બંડલ થયેલા આપે છે. |
00:53 | તમે આને અલગથી સંસ્થાપિત કરી શકો છો અથવા XAMPP, WAMPP કે LAMPP જેવા વેબ-સર્વર વિતરણનો ઉપયોગ કરી સંસ્થાપિત કરી શકો છો. |
01:02 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરીશ: Windows 8 ઓએસ, Joomla 3.7.2, XAMPP 5.6.28 મારફતે મેળવેલ Apache, MySQL અને PHP |
01:19 | સૌ પહેલા, આપણી મશીન પર XAMPP સંસ્થાપિત છે કે નહી ચાલો તે તપાસીએ. |
01:24 | કીબોર્ડ પર Windows આઇકોન પર ક્લિક કરો અને ટાઈપ કરો XAMPP. |
01:29 | જો તમને કોઈ પરિણામ ન મળે તો, XAMPP સંસ્થાપિત નથી. |
01:34 | તમને XAMPP સંસ્થાપિત કરવું પડશે. |
01:37 | આ વેબસાઈટ પર PHP & MySQL શ્રેણીમાં XAMPP સંસ્થાપન ટ્યુટોરીયલનો સંદર્ભ લો. |
01:44 | તાજેતરની આવૃત્તિ સંસ્થાપિત કરવા માટે આ ટ્યુટોરીયલમાં આપેલ સૂચના અનુસરો. |
01:50 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરતી વખતે તાજેતરની આવૃત્તિ 5.6.28 છે. |
01:56 | મેં મારી મશીન પર પહેલાથી જ XAMPP સંસ્થાપિત કર્યું છે. |
02:00 | XAMPP Control Panel પર ક્લિક કરો. |
02:03 | સંબંધિત સર્વિસો પર આવેલ START બટન પર ક્લિક કરીને Apache અને MySQL સર્વિસો શરુ કરો. |
02:11 | સર્વિસોને રોકવા માટે, આપણે STOP બટન પર ક્લિક કરવું પડશે. |
02:16 | તમને આ પ્રમાણે અમુક એરર મેસેજો મળી શકે છે: |
02:19 | “Apache shutdown unexpectedly” |
02:22 | અથવા “Port 80 in use for Apache Server'” |
02:26 | અથવા “Unable to connect to any of the specified MySQL hosts for MySQL database.” |
02:34 | આનું કારણ એ છે કે Apache અને MySQL ને ફાળવવામાં આવેલા મૂળભૂત ports બીજા સોફ્ટવેર દ્વારા લેવાયા છે. |
02:42 | Apache માટે મૂળભૂત port એ 80 છે અને MySQL માટે 3306 છે. |
02:51 | આ પોર્ટોને બદલવા માટે આ વેબસાઈટ પર PHP & MySQL શ્રેણીમાં XAMPP સંસ્થાપન ટ્યુટોરીયલનો સંદર્ભ લો. |
02:59 | આગળ વધવા પહેલા યોગ્ય પોર્ટ ક્રમાંકો ફાળવો. |
03:04 | એકવાર XAMPP સંસ્થાપિત કરીને ચાલુ કર્યા બાદ, બ્રાઉઝર પર જાવ. |
03:09 | તમારું XAMPP હોમ પેજ (મુખ્ય પુષ્ઠ) જોવા માટે, એડ્રેસ બારમાં localhost ટાઈપ કરો. |
03:15 | પુષ્ઠની ટોંચે જમણી બાજુએ મેનુમાં, phpinfo() પર ક્લિક કરો. |
03:21 | હવે, CTRL+ F કી દબાવો અને DOCUMENT underscore ROOT માટે શોધો. |
03:28 | તે કંઈક C:/xampp/htdocs જેવું રહેશે જે કે તમારી મશીનમાં XAMPP ક્યા સંસ્થાપિત થયું છે તેના પર આધાર રાખે છે. |
03:37 | કૃપા કરી આની નોંધ લો કારણ કે આપણે આ ચોક્કસ ફોલ્ડરમાં Joomla સંસ્થાપિત કરવું પડશે. |
03:44 | હવે, ચાલો Joomla ડાઉનલોડ કરીએ. |
03:47 | Joomla official website http://www.joomla.org પર જાવ. |
03:54 | ટોંચનાં મેનુમાં Download & Extend પર ક્લિક કરો. |
03:59 | Joomla Downloads પર ક્લિક કરો અને ત્યારબાદ “Download Joomla 3.7.2 Full Package, ZIP” પર ક્લિક કરો. |
04:10 | તુરત જ, એક નાનો ડાયલોગ બોક્સ ખુલશે. |
04:14 | અહીં Save File વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ ‘Ok” બટન પર ક્લિક કરો. |
04:22 | આ Joomla ડાઉનલોડ કરશે. |
04:25 | આ ટ્યુટોરીયલ બનાવતી વખતે, તાજેતરની સ્થિર આવૃત્તિ 3.7.2 છે. |
04:32 | મેં આ ફાઈલ પહેલાથી જ ડાઉનલોડ કરી છે અને તે મારા Downloads ફોલ્ડરમાં છે. |
04:37 | ચાલો Downloads ફોલ્ડર પર જઈએ. અહીં, આ ડાઉનલોડ કરેલી ફાઈલ છે. |
04:44 | ઝીપ ફાઈલ પર જમણું-ક્લિક કરો અને Extract All પસંદ કરો. |
04:49 | ત્યારબાદ ગંતવ્યસ્થાન પસંદ કરવા માટે ‘Browse’ પર ક્લિક કરો. |
04:53 | હવે, આપણે વેબસર્વર રૂટ ડિરેક્ટરીમાં ફોલ્ડરને પેસ્ટ કરવું પડશે. |
04:59 | C:\xampp\htdocs લોકેશન (સ્થાન) ને બ્રાઉઝ કરો. |
05:06 | ‘Make a new folder’ પર ક્લિક કરો અને ટાઈપ કરો ‘Joomla’. |
05:12 | ‘ok’ પર ક્લિક કરો. ત્યારબાદ ‘Extract’ પર ક્લિક કરો. |
05:18 | આ Joomla નામનું એક નવું ફોલ્ડર બનાવશે અને ઝીપ ફાઈલનાં કન્ટેન્ટો (ઘટકો) એક્સટ્રેકટ કરશે. |
05:26 | સંસ્થાપનમાં આગળ વધીએ એ પહેલા, આપણે Joomla માટે એક database બનાવવાની જરૂર છે. |
05:33 | આપણે આ phpmyadmin માં કરીશું. |
05:37 | Phpmyadmin એ MySQL માટે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે. |
05:43 | અને તે XAMPP સંસ્થાપન સાથે આવે છે. |
05:47 | બ્રાઉઝર પર જાવ અને XAMPP હોમપેજ પર જાવ. |
05:52 | XAMPP પુષ્ઠની જમણી બાજુએ, તમે phpmyadmin માટે લીંક જોઈ શકો છો. તેના પર ક્લિક કરો. |
06:00 | ટોંચના મેનુમાં User accounts પર ક્લિક કરો. નીચે સ્ક્રોલ કરો અને ત્યારબાદ Add User account પર ક્લિક કરો. |
06:10 | username દાખલ કરો, જે છે, Joomla hyphen 1 |
06:15 | Host ડ્રોપડાઉન યાદીમાંથી, Local પસંદ કરો. |
06:19 | Password ટેક્સ્ટ-બોક્સમાં password દાખલ કરો, જે છે joomla123. |
06:25 | તમે તમારી પસંદનો કોઈપણ પાસવર્ડ દાખલ કરી શકો છો. |
06:29 | Re-type ટેક્સ્ટબોક્સમાં સમાન પાસવર્ડ દાખલ કરો. |
06:33 | કૃપા કરી અત્યારે Generate Password પ્રોમ્પ્ટનો જવાબ આપતા નહી. |
06:38 | Database for user account અંતર્ગત, આપણે “Create a database with the same name and grant all privileges” વિકલ્પ, જોઈ શકીએ છીએ. |
06:49 | આપણે આ વિકલ્પ ચેક કરીશું અને નીચે સ્ક્રોલ કરીને પુષ્ઠનાં અંતમાં જઈશું. |
06:55 | આ પુષ્ઠમાં નીચે જમણી બાજુએ આવેલ Go બટન ક્લિક કરો. |
07:00 | આનાથી Joomla hyphen 1 નામ અને Joomla hyphen 1 યુઝર ધરાવતો એક નવો database બનશે. |
07:08 | username, password અને database નામોની નોંધ લો. |
07:13 | આની જરૂરીયાત પછીથી Joomla સંસ્થાપનને પૂર્ણ કરવા માટે થશે. |
07:18 | કૃપા કરી નોંધ લો: Database નામ અને username સમાન હોવું જરૂરી નથી. |
07:24 | જુદા નામો હોવા માટે, તમે પહેલા database બનાવી શકો છો અને ત્યારબાદ તે database માટે એક યુઝર બનાવી શકો છો. |
07:32 | એ સાથે જ, નામોલ્લેખ પ્રણાલી મુજબ, username વચ્ચે કોઈપણ સ્પેસ (ખાલી જગ્યા) હોવી ન જોઈએ. |
07:39 | આપણે હવે Joomla સંસ્થાપિત કરવા માટે તૈયાર છીએ. |
07:42 | આપણી પાસે XAMPP ચાલતું છે અને આપણો database તૈયાર છે. |
07:47 | અને આપણે DOCUMENT underscore ROOT માં joomla ફોલ્ડર અંતર્ગત Joomla એક્સટ્રેક્ટ કર્યું છે. |
07:54 | બ્રાઉઝર પર જાવ. |
07:56 | નવા ટેબમાં, ટાઈપ કરો localhost slash Joomla. |
08:01 | કૃપા કરી નોંધ લો joomla એ ફોલ્ડર છે જેમાં આપણે એક્સટ્રેક્ટ કર્યું છે. |
08:06 | Enter દબાવો અને તમને Joomla સંસ્થાપન પુષ્ઠ દેખાશે. |
08:11 | મૂળભૂત રીતે, આપણે પગલા ક્રમાંક એકમાં છીએ, જે છે, Configuration. |
08:17 | Joomla ને બહુવિધ ભાષાઓમાં સંસ્થાપિત કરી શકાવાય છે. |
08:21 | આપણે અહીં English (United states) પસંદ કરીશું. |
08:26 | Main Configuration વિભાગ જોવા માટે નીચે સ્ક્રોલ કરો. |
08:30 | તમારી વેબસાઈટ માટે તમને જોઈતું સાઈટનામ દાખલ કરો. |
08:34 | હું તે "Digital India" તરીકે રાખીશ. |
08:38 | વિવરણ આપણે ખાલી રહેવા દઈશું. |
08:41 | Email-id એક અનિવાર્ય ફિલ્ડ (ક્ષેત્ર) છે. કૃપા કરી અહીં પ્રમાણિત ઈમેઈલ-આઈડી દાખલ કરો. |
08:48 | હું "priyanka@spoken-tutorial.org" તરીકે આઈડી આપીશ. |
08:55 | આગળ, તમને Joomla Administrative પુષ્ઠ માટે ઈચ્છિત username દાખલ કરો. |
09:01 | હું admin તરીકે યુઝરનામ દાખલ કરીશ. |
09:05 | Joomla Administrator માટે પાસવર્ડ દાખલ કરો. |
09:09 | હું મારા admin password તરીકે admin123 દાખલ કરીશ. |
09:14 | કન્ફર્મેશન (પુષ્ટિકરણ) બોક્સમાં પાસવર્ડ ફરીથી ટાઈપ કરો. |
09:19 | Site Offline (Yes/No) માં કૃપા કરી No વિકલ્પ પસંદ કરો. |
09:24 | હવે, નીચે-જમણી બાજુએ Next બટન પર ક્લિક કરો. |
09:29 | તો, આપણે હવે Database Configuration પુષ્ઠ પર આવ્યા છીએ. |
09:33 | "MySQL" ને Database Type તરીકે પસંદ કરો. |
09:37 | "localhost" ને Host Name તરીકે દાખલ કરો. |
09:41 | હવે, આપણે username, password અને database names દાખલ કરવું પડશે. |
09:47 | આ દરેક આપણે અગાઉ, phpmyadmin માં, બનાવ્યું છે. |
09:52 | username તરીકે હું Joomla hyphen 1 દાખલ કરીશ. |
09:57 | જૂમલામાં કેપિટલ અક્ષર J ની નોંધ લો. |
10:01 | ત્યારબાદ password તરીકે joomla123 નાખીશ. |
10:05 | અને database name તરીકે Joomla hyphen 1 નાખીશ. |
10:09 | Table Prefix ને એવું જ રહેવા દો. |
10:13 | Old Database Process માં, પસંદ કરો Backup. |
10:17 | આ ડેટાબેઝમાં મળતા નામો સાથેનાં, ટેબલોનો બેકઅપ લેવા બદ્દલ છે, જ્યારે Joomla ને અપગ્રેડ (સુધારિત) કરવામાં આવે છે. |
10:25 | નીચે જમણી બાજુએ આવેલ Next બટન પર ક્લિક કરો. |
10:29 | આપણે હવે Finalisation and Overview પુષ્ઠમાં છીએ. |
10:34 | Finalisation વિભાગમાં, Install Sample Data દર્શાવો. |
10:39 | મૂળભૂત રીતે, એકાદ રેડીઓ બટનની પસંદગી થશે. |
10:43 | અહીં યાદીબદ્ધ વિકલ્પો, સાઈટ પર કેટલાક સેમ્પલ articles, menus, plugins વગેરે, સંસ્થાપિત કરશે. |
10:52 | આ Joomla ને સમજવા માટે શિખાઉ લોકો માટે ઉપયોગી છે. |
10:56 | તમે Joomla પહેલી વખત સંસ્થાપિત કરતી વખતે, આમાંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કરી શકો છો. |
11:00 | હું આવું કરવા ઈચ્છતી નથી. તેથી, હું None વિકલ્પ પસંદ કરીશ. |
11:06 | પુષ્ઠને નીચે સ્ક્રોલ કરો અને અહીં દર્શાવેલ Overview માહિતી ચેક કરો. |
11:12 | હવે નીચે-જમણી બાજુએ આવેલ Install બટન પર ક્લિક કરો. |
11:17 | આ પગલુ અમુક સમય લઇ શકે છે. |
11:20 | પૂર્ણ થવા પર, આપણે જોશું એક મેસેજ "Congratulations! Joomla is now installed". |
11:27 | નીચે સ્ક્રોલ કરીને જુઓ, એક Remove Installation Folder બટન છે. |
11:32 | installation folder ને કાઢી નાખવા માટે તેના પર ક્લિક કરો. |
11:36 | આપણને જો આ પગલામાં કોઈ એરર મળે તો, આપણને ફોલ્ડર મેન્યુઅલી (પોતેથી) કાઢવું જોઈએ. |
11:41 | installation folder સફળતાપૂર્વક રદ્દ થયા બાદ, site બટન પર ક્લિક કરો. |
11:47 | આપણે આપણી વેબસાઈટ પર પહોચ્યા છીએ! |
11:50 | જો કે મેં સેમ્પલ ડેટા સંસ્થાપિત કર્યો ન હોવાથી, અત્યારે મને menus, articles વગેરે દેખાતા નથી. |
11:57 | ચાલો administrator page પર જઈએ. |
12:00 | યુઆરએલમાં, ટાઈપ કરો localhost slash Joomla slash administrator |
12:07 | Enter દબાવો. |
12:09 | administrator login અને password વડે લોગીન કરો. |
12:13 | હું યુઝરનેમ તરીકે admin અને પાસવર્ડ તરીકે admin123 ટાઈપ કરીશ. |
12:19 | ‘Log in’ બટન પર ક્લિક કરો. |
12:21 | જો કે આપણી વેબસાઈટ સંસ્થાપિત થઇ છે, આપણી પાસે administrator access છે. |
12:27 | ચાલો સારાંશ લઈએ. |
12:29 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા: Joomla વેબસાઈટ પરથી Joomla ડાઉનલોડ કરવું,
phpmyadmin માં ડેટાબેઝ બનાવવું અને Windows મશીન પર Joomla સંસ્થાપિત કરવું. |
12:42 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ, Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
12:49 | Spoken Tutorial પ્રોજેક્ટ ટીમ વર્કશોપો આયોજીત કરે છે અને પ્રમાણપત્રો આપે છે. |
12:56 | વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો. |
13:00 | શું તમને આ Spoken Tutorial માં કોઈ પ્રશ્ન પૂછવો છે? કૃપા કરી આ સાઈટનો સંદર્ભ લો http://forums.spoken-tutorial.org. |
13:06 | જ્યાં તમારો પ્રશ્ન છે તે મિનિટ અને સેકેંડ પસંદ કરો. તમારો પ્રશ્ન સંક્ષિપ્તમાં સમજાવો, અમારી ટીમમાંથી કોઈ એક તેનો જવાબ આપશે. |
13:16 | સ્પોકન ટ્યુટોરીયલ ફોરમ આ ટ્યુટોરીયલ પર સંદર્ભિત ચોક્કસ પ્રશ્નો માટે છે. |
13:21 | કૃપા કરી આના પર બિનસંબંધિત અને સામાન્ય પ્રશ્નો પોસ્ટ કરશો નહીં. આ વેરવિખેર ઘટાડવામાં મદદ કરશે. |
13:29 | ઓછા વેરવિખેરથી, આપણે આ ચર્ચાને સૂચનાત્મક સામગ્રી તરીકે વાપરી શકીએ છીએ. |
13:35 | Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, Government of India દ્વારા અપાયો છે. આ મિશન પર વધુ જાણકારી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. |
13:47 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડીંગ કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |