OpenModelica/C2/Array-Functions-and-Operations/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Array Functions and Operations પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખવા જઈ રહ્યા છીએ: કેવી રીતે OMShell નો ઉપયોગ કરવો, કેવી રીતે array construction functions નો ઉપયોગ કરવો. |
00:17 | vectors અને matrices પર કેવી રીતે arithmetic operations ભજવવા. |
00:23 | કેવી રીતે array conversion functions વાપરવા. |
00:27 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું OpenModelica 1.9.2 Ubuntu Operating System version 14.04 અને gedit |
00:40 | Windows વપરાશકર્તાઓ gedit નાં બદલે Notepad જેવું કોઈપણ ટેક્સ્ટ એડીટર વાપરી શકે છે.
|
00:47 | આ ટ્યુટોરીયલને સમજવા તથા અભ્યાસ કરવા માટે, તમને Modelica માંનાં function અને array declaration નું જ્ઞાન હોવું જરૂરી છે. |
00:56 | પૂર્વજરૂરીયાત ટ્યુટોરીયલોને અમારી વેબસાઈટ પર ઉલ્લેખવામાં આવ્યા છે. કૃપા કરી તેનો સંદર્ભ લો. |
01:02 | ચાલો હવે OMShell વિશે વધુ શીખીએ. |
01:06 | OMShell એ ઇન્ટરેક્ટિવ (પારસ્પરિક ) કમાંડ લાઈન ટૂલ છે. |
01:10 | તે OpenModelica નો એક ભાગ છે. |
01:13 | OpenModelica compiler નું આવ્હાન OMShell માં ટાઈપ કરેલ commands વાપરીને કરી શકાવાય છે. |
01:20 | આને classes ને લોડ કરવા તથા તેને સિમ્યુંલેટ કરવા ઉપયોગમાં લઇ શકાવાય છે. |
01:25 | Functions ને પણ OMShell માં કોલ (આવ્હાન) કરી શકાય છે. |
01:29 | OMShell ને ડેમોનસ્ટ્રેટ કરવા માટે આપણે હવે polynomialEvaluatorUsingVectors અને functionTester નામનાં classes નો ઉપયોગ કરીશું. |
01:38 | આ classes ને પાછલા ટ્યુટોરીયલમાં ચર્ચા કરાયા હતા. |
01:42 | આ classes પર વધુ માહિતી માટે, કૃપા કરી પૂર્વજરૂરીયાત ટ્યુટોરીયલો જુઓ. |
01:48 | આ ટ્યુટોરીયલમાં વાપરવામાં આવનાર તમામ commands, OMShell-commands.txt નામની ફાઈલમાં આપવામાં આવ્યા છે. |
01:57 | તમે અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ તમામ code files શોધીને તેને ડાઉનલોડ કરી શકો છો. |
02:03 | સરળ એક્સેસ માટે કૃપા કરી આ તમામ કોડ ફાઈલોને એક ડિરેક્ટરીમાં સંગ્રહો. |
02:09 | હવે ચાલો હું OMShell લોંચ (આરંભ) કરું. |
02:12 | OMShell ને Ubuntu ઓપરેટીંગ સીસ્ટમ પર ખોલવા, લોંચર (પ્રક્ષેપણ) માં ટોંચે ડાબી બાજુએ આવેલ Dash Home આઇકોન પર ક્લિક કરો. |
02:21 | સર્ચ (શોધ) બારમાં OMShell ટાઈપ કરો. |
02:25 | OMShell આઇકોન પર ક્લિક કરો. |
02:28 | Windows માં, તમને આઇકોન Start મેનુમાં મળશે. |
02:33 | હવે, ચાલો અમુક ઉપયોગી કમાંડો શીખીએ. |
02:37 | પહેલા, એ જગ્યાએ જાવ જ્યાં તમે OMShell-commands.txt નામની ટેક્સ્ટ ફાઈલ સંગ્રહી છે અને તેને ખોલો. |
02:47 | નોંધ લો આ ફાઈલ આ ટ્યુટોરીયલમાં વાપરવામાં આવનાર તમામ commands ધરાવે છે. |
02:52 | તેથી, જ્યારે પણ શંકા થાય ત્યારે તમે આ ફાઈલનો સંદર્ભ લઇ શકો છો. |
02:57 | ચાલો હવે હું OMShell પર જાઉં. |
03:00 | ટાઈપ કરો cd open and close parentheses. |
03:05 | command નાં એક્ઝીક્યુટ થવા પર ઉત્પન્ન થયેલ પરિણામોને દર્શાવવા માટે Enter દબાવો. |
03:11 | આ વર્તમાન ડિરેક્ટરીનાં પાથ (પથ) ને પ્રિંટ કરે છે. |
03:15 | હવે વર્તમાન ડિરેક્ટરીને બદલીને એ સ્થાન કરીએ જ્યાં તમે code files સંગ્રહી છે. |
03:22 | ચાલો હું મારી સીસ્ટમ પર ડિરેક્ટરી બદલું. |
03:25 | ટાઈપ કરો cd(ખુલ્લું અને બંધ કૌંસ) (બમણા અવતરણમાં), પાથ સ્પષ્ટ કરો. Enter દબાવો. |
03:38 | નોંધ લો Windows પાથ forward slash નો ઉપયોગ કરે છે ન કે Ubuntu માં ઉપયોગ થનાર backward slash. |
03:46 | Windows વપરાશકર્તાઓને આ તથ્યથી અવગત રહેવું જરૂરી છે. |
03:51 | હવે ચાલો polynomialEvaluatorUsingVectors ફંક્શનને લોડ કરીએ. |
03:57 | ટાઈપ કરો loadFile (કૌંસમાં) (બમણા અવતરણમાં) polynomialEvaluatorUsingVectors.mo. |
04:11 | નોંધ લો loadFile() કમાંડમાં F એ અપર-કેસ (કેપિટલ અક્ષર) માં છે. |
04:16 | આ કમાંડનો ઉપયોગ .mo ફાઈલ એક્સટેન્શન (વિસ્તરણ) સાથે class અથવા model ફાઈલોને લોડ કરવા માટે કરી શકાવાય છે. |
04:25 | હવે Enter દબાવો. |
04:28 | ફાઈલ જો મળે તો, OMShell એ true પાછું આપે છે. |
04:33 | હવે ચાલો આપણે ઇન્ટરેક્ટિવ (પારસ્પરિક) રીતે આ ફંક્શનને કોલ કરીએ. |
04:37 | 10 (ની આર્ગ્યુંમેંટ સાથે) ટાઈપ કરો polynomialEvaluatorUsingVectors. Enter દબાવો. |
04:47 | આ કમાંડ 10 એકમની ઈનપુટ આર્ગ્યુંમેંટ લે છે અને પરિણામ દર્શાવે છે. |
04:55 | ચાલો હવે હું functionTester class લોડ કરું. |
04:59 | ટાઈપ કરો loadFile (ખુલ્લું અને બંધ કૌંસ) (બમણા અવતરણમાં) functionTester.mo. Enter દબાવો. |
05:12 | હવે ચાલો functionTester class ને સિમ્યુંલેટ કરીએ. |
05:16 | ટાઈપ કરો simulate (કૌંસમાં) functionTester (અલ્પવિરામ) startTime (બરાબર) 0 stopTime (બરાબર) 1. Enter દબાવો. |
05:32 | સિમ્યુંલેશન હવે પૂર્ણ થયું છે. |
05:35 | functionTester ક્લાસમાંથી ચાલો વેરીએબલ z આલેખીએ. |
05:40 | ટાઈપ કરો plot (કૌંસમાં) (છગડીયા કૌંસમાં) z અને Enter દબાવો. |
05:50 | આ કમાંડથી વેરીએબલ z વિરુદ્ધ time નો આલેખ બને છે. |
05:56 | હવે ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું. |
06:01 | Array construction functions નો ઉપયોગ આપેલ માપનાં arrays ની રચના માટે થાય છે. |
06:06 | હવે ચાલો કેટલાક array construction functions તરફે નજર ફેરવીએ. |
06:11 | OMShell નો ઉપયોગ કરીને આપણે તેનો અભ્યાસ પણ કરીશું. |
06:15 | fill() ફંક્શનનો ઉપયોગ તમામ સમાન એલીમેંટો સાથે array ને બનાવવા માટે થાય છે. : fill માટે સિન્ટેક્સ દર્શાવ્યા પ્રમાણે છે. |
06:25 | પહેલી argument એ સંખ્યાને રજુ કરે છે જે array ને ભરે છે. |
06:29 | બચેલી arguments દરેક પરિમાણનાં માપને રજુ કરે છે. |
06:34 | zeros() એક ફંક્શન છે જેનો ઉપયોગ શૂન્ય સાથે ભરેલ array ને બનાવવા માટે થાય છે. : zeros() ફંક્શન માટે સિન્ટેક્સ દર્શાવ્યા પ્રમાણે છે. |
06:44 | Arguments એ એરેનાં દરેક પરિમાણનું માપ રજુ કરે છે. |
06:50 | identity() ફંક્શન એક ઓળખ મેટ્રીક્સ બનાવે છે. તે એક argument લે છે જે બંને પરિમાણોનાં માપ રજુ કરે છે. |
07:02 | હવે ચાલો હું OMShell નો ઉપયોગ કરીને આ ફંક્શનોને ડેમોનસ્ટ્રેટ કરું. |
07:06 | ચાલો હું OMShell પર પાછો ફરું. |
07:09 | ટાઈપ કરો fill(કૌંસમાં) 5 (અલ્પવિરામ) 2 (અલ્પવિરામ) 2. |
07:16 | આ કમાંડ બે બાય બે નું મેટ્રીક્સ બનાવે છે જેમાં તેનાં તમામ એલીમેંટો 5 રહે છે. |
07:24 | પહેલી arguments એ array માં ભરવામાં આવનાર એલીમેંટ રજુ કરે છે. |
07:30 | 2 એ પહેલા પરિમાણનું માપ રજુ કરે છે. |
07:30 | અને ત્રીજી આર્ગ્યુંમેંટ 2, એ બીજા પરિમાણનું માપ રજુ કરે છે. |
07:40 | હવે Enter દબાવો. |
07:43 | પરિણામ અપેક્ષા મુજબનું છે. |
07:46 | છગડીયા કૌંસનાં એક સેટ સાથેના એલીમેંટો હરોળ રજુ કરે છે. |
07:52 | આમ આ મેટ્રીક્સ બે હરોળ અને બે કોલમો ધરાવે છે. |
07:57 | હવે તમામ zero એલીમેંટો સાથે એક (બે બાય બે ) નો મેટ્રીક્સ બનાવવા માટે ચાલો zeros() function ને વાપરીએ. |
08:05 | ટાઈપ કરો zeros (કૌંસમાં) 2 (અલ્પવિરામ) 2 અને Enter દબાવો. |
08:13 | પરિણામ અપેક્ષા મુજબનું છે. |
08:16 | ચાલો હવે identity function પ્રયાસ કરીએ. |
08:19 | ટાઈપ કરો identity(3). |
08:23 | આનાથી identity મેટ્રીક્સ બને છે જેનું માપ 3 (બાય) 3 હોય છે. |
08:29 | સાથે જ આપણે arithmetic operations ભજવી શકીએ છીએ અને OMShell માં assignment statements વાપરી શકીએ છીએ. |
08:36 | ચાલો બે મેટ્રાઈસીઝ બનાવીએ અને તેનાં પર arithmetic operations ભજવીએ. |
08:42 | ટાઈપ કરો a (કોલોન) (બરાબર) (ચોરસ કૌંસમાં) 1 (અલ્પવિરામ) 2 (અર્ધવિરામ) 3 (અલ્પવિરામ) 4. |
08:54 | Comma નો ઉપયોગ હરોળમાં એલીમેંટોને જુદા પાડવા માટે થાય છે. |
08:58 | જ્યારે કે semi-colon નો ઉપયોગ પોતે હરોળને જુદી પાડવા માટે થાય છે. હવે Enter દબાવો. |
09:07 | ટાઈપ કરો b (કોલોન) (બરાબર) identity (2). |
09:15 | આનાથી એક 2 by 2 identity મેટ્રીક્સ બને છે. |
09:19 | હવે ચાલો a અને b પર arithmetic operations ભજવીએ. |
09:24 | ટાઈપ કરો a (પ્લસ) b અને Enter દબાવો. |
09:29 | આનાથી મેટ્રીક્સ સરવાળો ભજવાય છે. |
09:32 | ટાઈપ કરો a (એસ્ટેરિસ્ક) b. |
09:36 | આનાથી મેટ્રીક્સ ગુણાકાર થાય છે. Enter દબાવો. |
09:42 | ટાઈપ કરો a (ડોટ) (એસ્ટેરિસ્ક) b અને Enter દબાવો. |
09:49 | આનાથી બે મેટ્રાઈસીઝનું એલીમેંટ-મુજબનું ગુણાકાર ભજવાય છે. |
09:55 | નોંધ લો OMShell માં વપરાયેલ વેરીએબલોનાં ડેટા-ટાઈપોને વ્યાખ્યાયિત કરવું અનિવાર્ય નથી. |
10:02 | હવે ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું. |
10:06 | Reduction functions એ array ને input તરીકે લે છે અને scalar ને output તરીકે પાછું આપે છે. |
10:13 | min() એ એક function છે જે array માં ન્યુનતમ વેલ્યુ પાછી આપે છે. |
10:19 | એજપ્રમાણે, max() function એ array માં મહત્તમ વેલ્યુ પાછી આપે છે. sum() એ તમામ એલીમેંટોનો યોગ પાછો આપે છે અને product() એ તમામ એલીમેંટોનું ગુણનફળ પાછું આપે છે. |
10:33 | આ ફંક્શનોને ડેમોનસ્ટ્રેટ કરવા માટે ચાલો હું OMShell પર જાઉં. |
10:38 | ચાલો હું એક નવું મેટ્રીક્સ બનાવું. |
10:41 | x (colon)(equals) (within square brackets) 3 (comma) 4 (semicolon) 5 (comma) 6. |
10:52 | x ની ન્યુનતમ વેલ્યુ મેળવવા માટે ટાઈપ કરો min (x). |
11:00 | એરે x માં મહત્તમ વેલ્યુ મેળવવા માટે ટાઈપ કરો max (x). |
11:08 | એજપ્રમાણે તમામ એલીમેંટોનો યોગ મેળવવા માટે ટાઈપ કરો sum (x). |
11:15 | અને વ્યક્તિગત એલીમેંટ મીન એરે x નું ગુણનફળ મેળવવા માટે product (x) ટાઈપ કરો. |
11:23 | ચાલો હું ફરીથી સ્લાઈડ પર પાછો આવું. |
11:27 | ચાલો હવે વિવિધ અન્ય functions ચર્ચા કરીએ જે input તરીકે array ને લે છે. |
11:33 | abs() એક function છે જે તમામ એલીમેંટોનાં absolute values સાથે array પાછું આપે છે. |
11:40 | size() એ દરેક પરિમાણનાં માપ સાથે વેક્ટર પાછું આપે છે. |
11:45 | ndims() એ એરેમાં પરિમાણોની સંખ્યા પાછી આપે છે. |
11:51 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
11:54 | આ ટ્યુટોરીયલમાં, આપણે array functions ને ઇન્ટરેક્ટિવ (પારસ્પરિક) રીતે ડેમોનસ્ટ્રેટ કરવા માટે OMShell નો ઉપયોગ કર્યો. |
12:01 | આ functions એ Modelica ભાષા સ્પષ્ટીકરણનો એક ભાગ છે. |
12:05 | તેથી, તેનો ઉપયોગ OMEdit માં classes લખતી વખતે પણ થઇ શકે છે. |
12:11 | એસાઈનમેંટ તરીકે, array માટે abs(), ndims() અને size() functions એપ્લાય (લાગુ) કરો. |
12:19 | બીજું, મોટાભાગનાં functions માટે argument તરીકે આપણે two-dimensional array અથવા મેટ્રીક્સનો ઉપયોગ કર્યો છે. |
12:28 | એસાઈનમેંટ તરીકે, આ તમામ functions ને three-dimensional arrays વડે અમલીકરણ કરો. |
12:35 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો: org /What\_is\_a\_Spoken\_Tutorial |
12:39 | તે Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
12:42 | અમે સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજીત કરીએ છીએ. પ્રમાણપત્રો આપીએ છીએ. કૃપા કરી અમને સંપર્ક કરો. |
12:48 | જો તમારી પાસે આ સ્પોકન ટ્યુટોરીયલને લગતા કોઈ પ્રશ્નો છે તો, કૃપા કરી ઉલ્લેખાયેલ વેબપેજની મુલાકાત લો. |
12:54 | અમે વિખ્યાત પુસ્તકોનાં ઉકેલાયેલ ઉદાહરણોનાં કોડીંગનું સંકલન કરીએ છીએ. કૃપા કરી અમને સંપર્ક કરો. |
13:00 | અમે વ્યવસાયિક સિમ્યુલેટર લેબોને OpenModelica માં સ્થળાંતરિત કરવામાં મદદ કરીએ છીએ. |
13:06 | Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. |
13:14 | અમે OpenModelica ની ડેવલપમેંટ (વિકાસ) ટીમનું તેમનાં સહયોગ માટે આભાર માનીએ છીએ. IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |