OpenModelica/C3/Modelica-Packages/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | Packages પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખવા જઈ રહ્યા છીએ: Modelica માં classes નું package કેવી રીતે બનાવવું છે. |
00:12 | package માં classes કેવી રીતે સંદર્ભિત કરવા છે. |
00:16 | package ને કેવી રીતે ઈમ્પોર્ટ કરવું છે અને Modelica Library નો ઉપયોગ કેવી રીતે કરવો છે. |
00:22 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું: OpenModelica 1.9.2 અને Ubuntu ઓપરેટિંગ સિસ્ટમ આવૃત્તિ 14.04 અને gedit. |
00:35 | Windows નાં વપરાશકર્તાઓ gedit નાં બદલે Notepad કે એવું જ બીજું કોઈ ટેક્સ્ટ એડીટર વાપરી શકે છે. |
00:42 | આ ટ્યુટોરીયલને સમજવા અને તેનો અભ્યાસ કરવા માટે, તમને Modelica માં class અને type definition નું જ્ઞાન હોવું જરૂરી છે. |
00:51 | પૂર્વજરૂરીયાત ટ્યુટોરીયલોનો ઉલ્લેખ અમારી વેબસાઈટ પર કરવામાં આવેલ છે. કૃપા કરી તેનો સંદર્ભ લો. |
00:56 | એક Package એ Modelica માં વિશિષ્ટ class છે. |
01:01 | તે classes નો સમૂહ છે. |
01:04 | તેને એક single file અથવા એક directory તરીકે સંગ્રહી શકાય છે. |
01:08 | આપણે પહેલા single file storage વિશે શીખીશું. |
01:12 | single file storage માં package થી સંબંધિત તમામ classes ને એક single file માં લખવામાં આવે છે. |
01:20 | તે આગ્રહણીય નથી કારણ કે અમુક કિસ્સાઓમાં તે લાંબુ થઇ શકે છે. |
01:24 | હવે ચાલો package માટે single file storage ને ડેમોનસ્ટ્રેટ કરવા માટે હું OMEdit પર જાઉં. |
01:31 | કૃપા કરી અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ તમામ ફાઈલોને ડાઉનલોડ કરો અને સંગ્રહો. |
01:36 | તમે જોઈ શકો છો કે અહીં spokenTutorialExamples નામ ધરાવતી એક ફાઈલ અને એક ફોલ્ડર છે. |
01:43 | કૃપા કરી તે બંનેને ડાઉનલોડ કરો. |
01:46 | હવે, ચાલો હું OMEdit માં જરૂરી ફાઈલો ખોલું. |
01:51 | Ctrl + O દબાવો. |
01:54 | તમારી સિસ્ટમ પર યોગ્ય સ્થાને જાવ અને પસંદ કરો spokenTutorialExamples.mo, |
02:02 | bouncingBallWithUserTypes.mo અને bouncingBallWithImport. |
02:08 | તમે તે દરેકને એક એક કરીને પણ ખોલી શકો છો. |
02:12 | નોંધ લો મેં spokenTutorialExamples ફોલ્ડર પસંદ કર્યું નથી. |
02:17 | આપણે જ્યારે ડિરેક્ટરી સ્ટોરેજ (સંગ્રહ) તરફે જોશું ત્યારે તેના બદ્દલ વધુ ચર્ચા કરીશું. |
02:23 | Open પર ક્લિક કરો. |
02:25 | તમે જોઈ શકો છો કે spokenTutorialExamples પેકેજ હવે Libraries Browser માં દેખાય છે. |
02:32 | spokenTutorialExamples આઇકોન પર બમણું ક્લિક કરો. |
02:37 | જો ફાઈલ Icon/Diagram View માં ખુલે તો Text View પર જાવ. |
02:42 | હવે ચાલો હું spokenTutorialExamples ચર્ચા કરું. |
02:47 | પહેલી લાઈન package નું નામ વ્યાખ્યાયિત કરે છે. |
02:51 | દેખીતી રીતે, આ પેકેજનું નામ છે spokenTutorialExamples. |
02:56 | આ પેકેજ ધરાવે છે freefall class bouncingBall મોડેલ અને bouncingBallWithUserTypes મોડેલો. |
03:08 | પેકેજનો અંત ક્યા થવો છે તે end statement વ્યાખ્યાયિત કરે છે. |
03:13 | આપણે આ પેકેજનાં તમામ classes અને models એક જગ્યાએ જોઈ લીધા છે. |
03:19 | હવે, ચાલો પેકેજમાં અલગ-અલગ classes ને જોવાનું શીખીએ. |
03:24 | Libraries Browser માં spokenTutorialExamples આઇકોનની બાજુમાં આવેલ (+) બટન પર ક્લિક કરો. |
03:31 | આ પેકેજમાં મોજૂદ classes નાં નામો દર્શાવે છે. |
03:36 | Libraries Browser માં freeFall પર બમણું-ક્લિક કરો. |
03:40 | freeFall class હવે ખુલ્યો છે. |
03:43 | પેકેજનાં વ્યક્તિગત classes સિમ્યુલેટ થઇ શકે છે. |
03:47 | પરંતુ પેકેજ પોતે સિમ્યુલેટ થઇ શકતું નથી. |
03:52 | ચાલો હું પાછો spokenTutorialExamples ટેબ પર જાઉં. |
03:57 | નોંધ લો Simulate બટન ટૂલબારમાં દ્રશ્યમાન થતું નથી જે દર્શાવે છે કે પેકેજને સિમ્યુલેટ કરી શકાતું નથી. |
04:06 | હવે ચાલો હું ઓએમએડીટમાંથી spokenTutorialExamples અનલોડ કરું. |
04:12 | જમણું-ક્લિક કરો અને unload પસંદ કરો. Yes પસંદ કરો. |
04:18 | ડિરેક્ટરી સ્ટોરેજ (સંગ્રહ) ને ડેમોનસ્ટ્રેટ કરતી વેળાએ કોનફ્લીક્ટ (અથડામણ) ટાળવા માટે આ કરવામાં આવે છે. |
04:24 | હવે ચાલો હું પાછો સ્લાઈડ પર જાઉં. |
04:27 | Directory storage classes જુદી જુદી ફાઈલોમાં સંગ્રહીત છે. |
04:32 | ડિરેક્ટરીનું નામ પેકેજનાં નામની સમાન છે. |
04:37 | package.mo નામની ફાઈલને ડિરેક્ટરીમાં સમાવિષ્ટ કરવાની છે અને દરેક class એ એક within statement થી શરુ થાય છે. |
04:47 | હવે, ચાલો હું તમે ડાઉનલોડ કરેલા spokenTutorialExamples ફોલ્ડરને ડેમોનસ્ટ્રેટ કરું. |
04:54 | નોંધ લો આ ફોલ્ડર સમાન પેકેજને પ્રસ્તુત કરે છે જે કે આપણે પહેલાથી જ ચર્ચા કર્યું છે. |
05:02 | ચાલો હું આ ફોલ્ડરની ફાઈલ રચનાને ડેમોનસ્ટ્રેટ કરું. |
05:06 | તમે તમારી સિસ્ટમ પર જે જગ્યાએ ડાઉનલોડ કરેલી ફાઈલો સંગ્રહી છે ત્યાં જાવ. |
05:12 | spokenTutorialExamples ફોલ્ડર પર બમણું-ક્લિક કરો. |
05:17 | નોંધ લો ફોલ્ડર આપેલ ફાઈલો ધરાવે છે: package.mo, freeFall.mo, bouncingBallWithUserTypes અને bouncingBall. |
05:30 | OMEdit અને gedit બંને વાપરીને આપણે ડિરેક્ટરી સ્ટોરેજ (સંગ્રહ) વિશે વધુ સમજીશું. |
05:38 | નોંધ લો package.mo દર્શાવે છે કે આ ફોલ્ડર પેકેજને રજુ કરે છે. |
05:45 | આ ફાઈલ વિના, ફોલ્ડર Modelica package રજુ કરતુ નથી. |
05:51 | હવે, ડિરેક્ટરી સ્ટોરેજને ડેમોનસ્ટ્રેટ કરવા માટે ચાલો હું OMEdit પર જાઉં. |
05:57 | Ctrl + O દબાવો. |
05:59 | તમે ડાઉનલોડ કરેલા spokenTutorialExamples ફોલ્ડર પર નેવિગેટ કરો. |
06:05 | આ ફોલ્ડરમાંથી package.mo પસંદ કરો અને Open પર ક્લિક કરો. |
06:11 | spokenTutorialExamples પેકેજને હવે Libraries Browser માં જોઈ શકાવાય છે. |
06:17 | spokenTutorialExamples આઇકોન પર બમણું-ક્લિક કરો. |
06:22 | જો ખુલતું હોય તો પેકેજને Text View માં ખોલો નહી તો Icon/Diagram View માં ખોલો. |
06:27 | જો તમે નીચેની તરફે સ્ક્રોલ કરશો તો, તમને દેખાશે કે આપણે single file storage માં જોયું હતું એ પ્રમાણેનું જ આ પેકેજ છે. |
06:36 | એકલ ફાઈલ અને ડિરેક્ટરી સ્ટોરેજ વચ્ચે તફાવત ફક્ત ત્યારે સમજાશે જ્યારે આપણે આ package ને gedit જેવા કોઈ એડીટરમાં ખોલીએ છીએ. |
06:47 | જો તમે Windows વાપરતા હોવ તો તમે Notepad અથવા બીજું કોઈ ટેક્સ્ટ એડીટર વાપરી શકો છો. |
06:53 | હવે ચાલો હું OMEdit માંથી spokenTutorialExamples પેકેજ અનલોડ કરું. |
06:59 | spokenTutorialExamples ફોલ્ડર પર જાવ અને gedit નો ઉપયોગ કરીને તમામ ફાઈલો ખોલો. |
07:08 | હવે તમામ ફાઈલો gedit માં ખુલેલી છે. |
07:13 | ચાલો પહેલા package.mo તરફે નજર ફેરવીએ. |
07:17 | within statement દર્શાવે છે કે આ ફાઈલ package રજુ કરે છે. |
07:21 | આ પેકેજનું નામ spokenTutorialExamples છે. |
07:25 | નોંધ લો ફોલ્ડરનું નામ પણ spokenTutorialExamples હતું. |
07:31 | package.mo ફાઈલ ફક્ત within statement અને package ઘોષણા ધરાવી શકે છે. |
07:38 | ચાલો હું freeFall ટેબ પર જાઉં. |
07:41 | આ within statement દર્શાવે છે કે freefall class એ spokenTutorialExamples પેકેજથી સંબંધિત છે. |
07:49 | આ ફાઈલનાં બચેલા ભાગમાં freeFall class ને લગતી વિશેષ માહિતી છે. |
07:54 | તમે જોઈ શકો છો કે આ પેકેજમાંનાં અન્ય મોડેલો જેના નામ છે bouncingBallWithUserTypes અને bouncingBall તે પણ સમાન સીન્ટેક્ષ અનુસરે છે. |
08:04 | પણ, આપણે જ્યારે પેકેજને OMEdit માં ખોલ્યું ત્યારે આપણને within statement દેખાયું ન હતું. |
08:11 | આ દર્શાવે છે એક within statement એ ફાઈલ રચનાને ઓળખવા માટે OMEdit ને મદદ કરે છે. |
08:17 | તેથી, package ને દર્શાવતી વખતે OMEdit દ્વારા તેને અવગણવામાં આવે છે. |
08:22 | ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું. |
08:25 | આપણે હવે Modelica Library વિશે વધુ સમજીશું. |
08:29 | Modelica Library એ એક મુક્ત-સ્ત્રોત પેકેજ છે. |
08:33 | OMEdit એ દરેક સત્ર માટે પોતાને આપમેળે લોડ કરે છે. |
08:38 | તેને Libraries Browser માં જોઈ શકાવાય છે. |
08:41 | તે mechanical, electrical અને thermal ડોમેઈનથી classes ધરાવે છે. |
08:46 | આ લાઈબ્રેરીનાં Classes ને સંદર્ભિત તથા ઉપયોગ કરી શકાય છે. |
08:51 | હવે ચાલો Modelica Library ને ડેમોનસ્ટ્રેટ કરવા માટે OMEdit જઈએ. |
08:57 | Libraries Browser માં Modelica આઇકોન શોધો અને તેને વિસ્તૃત કરો. |
09:03 | નોંધ લો Modelica Library પાસે Blocks, Complex Blocks વગેરે નામનાં પેકેજો છે. |
09:10 | તમે જોઈ શકો છો કે પેકેજ આગળ અન્ય પેકેજો પણ ધરાવી શકે છે જેવું કે અહીં સ્પષ્ટ છે. વિશેષ રૂપે, આ SIunits પેકેજ છે. |
09:22 | તેને વિસ્તૃત કરો. |
09:25 | આ પેકેજ ભૌતિક પરિમાણો માટે ટાઈપ વ્યાખ્યાઓ ધરાવે છે જેમ કે Angle, Length, Position વગેરે. |
09:32 | bouncingBallWithImport class નો ઉપયોગ કરીને આપણે આ ટાઈપ વ્યાખ્યાઓને વાપરવાનું જોશું. |
09:39 | SIunits ને સંકુચિત કરો. |
09:42 | અને bouncingBallWithImport અને bouncingBallWithUserTypes પર બમણું ક્લિક કરો. |
09:49 | સારી રીતે જોવા માટે ચાલો હું OMEdit વિન્ડો ડાબી બાજુએ ખસેડું. |
09:55 | આપણે પહેલા bouncingBallWithUserTypes તરફે જોશું. |
09:59 | આપણે આ મોડેલ વિશે પૂર્વજરૂરીયાત ટ્યુટોરીયલોમાં શીખ્યા છીએ. |
10:03 | આ મોડેલ ટાઈપ વ્યાખ્યાઓ ધરાવે છે જેના નામ છે Length અને Velocity. |
10:09 | દરેક મોડેલમાં ચોક્કસપણે વ્યાખ્યા વાપરવાના બદલે આપણે SIunits માં ટાઈપ વ્યાખ્યા વાપરી શકીએ છીએ. |
10:18 | આપણે bouncingBallWithImport નો ઉપયોગ કરીને તે કરવાનું જોશું. |
10:23 | ચાલો હું bouncingBallWithImport પર જાઉં. |
10:27 | એક પેકેજમાં class ને dot નાં ઉપયોગથી સંદર્ભિત કરાય છે. |
10:32 | Modelica.SIunits એ SIunits પેકેજને સંદર્ભિત છે જે Modelica લાઇબ્રેરીથી સંબંધિત છે. |
10:39 | વેરીએબલ h એ Length ટાઈપ ઘોષિત થવું જોઈએ જે SIunits પેકેજમાં વ્યાખ્યાયિત છે. |
10:47 | એજપ્રમાણે, વેરીએબલ v એ Velocity ટાઈપ ઘોષિત થવું જોઈએ જે SIunits પેકેજમાં વ્યાખ્યાયિત છે. |
10:56 | નોંધ લો પેરામીટર radius અને g સમાન રીતે ઘોષિત થયા છે. |
11:03 | હવે ચાલો હું આ મોડેલ Simulate કરું. |
11:07 | ટૂલબારમાં આવેલ Simulate બટન પર ક્લિક કરો. |
11:10 | પોપ અપ વિન્ડો બંધ કરો. |
11:13 | Variables Browser માં h પસંદ કરો. |
11:17 | નોંધ લો મેળવેલ આલેખ એ bouncingBallWithUserTypes નાં કિસ્સામાં જોયેલા આલેખ પ્રમાણે છે. |
11:25 | ચાલો હું h ને ના-પસંદ કરું. પરિણામ રદ્દ કરો. Modeling પરિપ્રેક્ષ્ય પર જાવ. |
11:33 | ક્લાસનું પૂર્ણ નામ દરેક વખતે વાપરવું કંટાળાજનક છે. |
11:38 | આને import statement વાપરીને સરળ બનાવી શકાવાય છે. |
11:42 | હવે, આપણે અમુક statements ટાઈપ કરીશું જે import ના ઉપયોગ દર્શાવે છે. |
11:48 | જે statements ટાઈપ કરવા છે તેને import-statements.txt નામની એક ટેક્સ્ટ ફાઈલમાં આપવામાં આવેલ છે. |
11:56 | તમે તેને તમારી સિસ્ટમ પર જ્યાં સંગ્રહ્યું છે ત્યાં જાવ. |
12:01 | import-statements.txt પર બમણું-ક્લિક કરો. Windows નાં વપરાશકર્તાઓ આ ફાઈલને ખોલવા માટે Notepad વાપરી શકે છે. |
12:11 | ફાઈલ હવે gedit માં ખુલેલી છે. |
12:14 | Ctrl+C અથવા જમણું-ક્લિક કરીને તમામ સ્ટેટમેંટો કોપી કરો. |
12:21 | OMEdit પર જાવ. |
12:23 | મોડેલની શરૂઆતમાં તમામ statements પેસ્ટ કરો. |
12:28 | પહેલા વ્યાખ્યાયિત કરેલા Length અને Velocity માટે, declaration statements રદ્દ કરો. |
12:36 | વધારાની સ્પેસ (ખાલી જગ્યા) રદ્દ કરો. |
12:39 | Ctrl + S દાબીને આ મોડેલને સંગ્રહો. |
12:43 | હવે મોડેલ પૂર્ણ છે અને સિમ્યુલેશન માટે તૈયાર છે. |
12:48 | તેને સિમ્યુલેટ કરવા માટે Simulate બટન પર ક્લિક કરો. |
12:52 | પોપ અપ વિન્ડો બંધ કરો. |
12:54 | Variables Browser માં h પસંદ કરો. |
12:58 | નોંધ લો આલેખ એ પાછલા કિસ્સામાનાં આલેખ પ્રમાણે છે. |
13:03 | h ને ના-પસંદ કરો અને પરિણામ રદ્દ કરો. |
13:07 | Modeling પરિપ્રેક્ષ્ય પર જાવ. |
13:10 | હવે ચાલો import સ્ટેટમેંટોને સમજવાનો પ્રયાસ કરીએ. |
13:15 | import statements વાપરીને, અહીં ઉલ્લેખિત પાથનાં ઉપયોગથી Modelica, Length અને Velocity ટાઈપ વ્યાખ્યાઓ બદ્દલ જુએ છે. |
13:25 | આનાથી પેકેજનો દરેક વખતે સંદર્ભ લેવાની સમસ્યાથી બચી શકાય છે. |
13:30 | lookup rules ની વિસ્તૃત ચર્ચા આ ટ્યુટોરીયલનાં કાર્યક્ષેત્ર બહાર છે. |
13:36 | હવે ચાલો જોઈએ કે આ બે import statements ને એકલ import statement થી કેવી રીતે બદલી કરી શકાય છે. બે statements રદ્દ કરો. |
13:47 | અને ટાઈપ કરો import (space) Modelica (dot) SIunits (dot) asterisk (semicolon) |
13:58 | Ctrl + S દાબીને આ મોડેલને સંગ્રહો. |
14:02 | આ statement ને એક wild-card import તરીકે ઓળખવામાં આવે છે. |
14:06 | આ રીતે, આનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કર્યા વિના કોઈપણ class ને SIunits માંથી એક્સેસ કરી શકાવાય છે. |
14:14 | હવે ચાલો હું આ મોડેલને Simulate કરું. |
14:17 | Simulate બટન પર ક્લિક કરો. |
14:20 | પોપ અપ વિન્ડો બંધ કરો. |
14:22 | Variables Browser માં h પસંદ કરો. |
14:25 | તમને આલેખની સમાનતા ફરીથી દેખાશે. |
14:29 | h ને ના-પસંદ કરો અને પરિણામ રદ્દ કરો. |
14:32 | Modeling perspective પર પાછા જઈએ. |
14:35 | હવે ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું. |
14:38 | એસાઈનમેંટ તરીકે, freeFall class નાં વેરીએબલ h અને v ને અનુક્રમે Length અને Velocity ટાઈપ તરીકે ઘોષિત કરો. |
14:47 | આ ટાઈપ વ્યાખ્યાઓ Modelica લાઈબ્રેરીનાં SIunits પેકેજમાં મળી શકે છે. |
14:54 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
14:58 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો: ]org /What\_is\_a\_Spoken\_Tutorial |
15:02 | તે Spoken Tutorial project નો સારાંશ આપે છે. |
15:05 | જો તમને આ Spoken Tutorial થી સંબંધિત કોઈ પ્રશ્નો છે તો, કૃપા કરી દર્શાવેલ વેબસાઈટનો સંદર્ભ લો. |
15:11 | અમે લોકપ્રિય પુસ્તકોમાંથી ઉકેલાયેલા ઉદાહરણોના કોડિંગનું સંકલન કરીએ છીએ. |
15:15 | અમે ફાળો આપનારાઓને માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ. કૃપા કરી અમારી વેબસાઈટનો સંદર્ભ લો. |
15:21 | અમે વ્યવસાયિક સિમ્યુલેટર લેબોને OpenModelica માં સ્થાનાંતરિત કરવામાં મદદ કરીએ છીએ. |
15:26 | કૃપા કરી આપેલ વેબસાઈટનો સંદર્ભ લો. |
15:29 | Spoken Tutorial Project ને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. |
15:36 | અમે OpenModelica ની ડેવલપમેંટ (વિકાસ) ટીમનો તેમના સહકાર બદ્દલ આભાર માણીએ છીએ. |
15:41 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.
જોડવાબદ્દલ આભાર. |