OpenModelica/C2/Introduction-to-OMEdit/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:09, 15 February 2018 by Bharat636 (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Introduction to OMEdit પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપેલ વિશે શીખીશું, OpenModelica, OMEdit નો પરિચય
00:15 Libraries Browser માંથી Class ને ખોલવું, Libraries Browser માંથી Class સિમ્યુલેટ કરવો
00:23 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું OpenModelica version 1.9.5 અને Ubuntu Linux OS 14.04
00:36 પરંતુ, આ ટ્યુટોરીયલમાં ડેમોનસ્ટ્રેટ કરેલ પ્રક્રિયા એ બાકી ઓએસમાં સમાન છે જેમ કે- Windows, Mac OS X અથવા ARM પર FOSSEE OS.
00:48 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને વિકલન અને બીજ ગણિતિક સમીકરણોનું જ્ઞાન હોવું જોઈએ.
00:55 OpenModelica શું છે? , ઓપન મોડેલિકા એ છે મુક્ત-સ્ત્રોત મોડેલિંગ અને સિમ્યુલેશન પર્યાવરણ.
01:03 પદાર્થ-લક્ષી, જટિલ પ્રણાલીઓ માટે બહુવિધ-ડોમેઈન મોડેલિંગ ભાષા.
01:09 ઔદ્યોગિક અને શૈક્ષણિક હેતુઓ બંને માટે ઇચ્છેલું.
01:15 ચાલો સૌ પ્રથમ OMEdit શું છે તે જોઈએ.
01:19 OMEdit એટલે કે OpenModelica Connection Editor.
01:24 તે ગ્રાફિકલ (ચિત્રિત) મોડેલ માટે એક નવું Graphical User Interface છે.
01:29 મોડેલો બનાવવા માટે તથા મોડીફાય કરવા માટે તે ઘણી વિશિષ્ટતાઓ ધરાવે છે.
01:34 હવે ચાલો હું OMEdit વિન્ડો પર જાઉં.
01:38 મારી સિસ્ટમ પર મેં પહેલાથી જ OMEdit સંસ્થાપિત કર્યું છે.
01:43 OMEdit વિન્ડો ખોલવા માટે, Dash Home પર ક્લીક કરો.
01:47 સર્ચ (શોધ) બારમાં, ટાઈપ કરો OMEdit.
01:51 દ્રશ્યમાન થયેલ OMEdit આઇકોન પર ક્લીક કરો.
01:55 OMEdit આઇકોન પર ક્લીક કરવા પર, આપણને Welcome perspective વિન્ડો દેખાય છે. તે Recent Files ની યાદી અને Latest News દર્શાવે છે.
02:06 OMEdit window ની ડાબી બાજુએ, આપણે Libraries Browser જોઈએ છીએ. અહીં આપણે લાઈબ્રેરીઓની યાદી જોઈ શકીએ છીએ.
02:15 ચાલો Modelica લાઈબ્રેરીને વિસ્તૃત કરીએ.
02:18 આવું કરવા માટે, Modelica લાઈબ્રેરીની ડાબી બાજુએ આવેલ એરો હેડ (બાણવાળા માથાનું ચિન્હ) પર ક્લીક કરો.
02:23 અહીં આપણે ઉપલબ્ધ લાઈબ્રેરીઓની યાદી જોઈ શકીએ છીએ.
02:28 Thermal લાઈબ્રેરીની ડાબી બાજુએ આવેલ એરો હેડ (બાણવાળા માથાનું ચિન્હ) પર ક્લીક કરો.
02:31 Thermal અંતર્ગત, આપણને મળે છે HeatTransfer લાઈબ્રેરી. તેને વિસ્તૃત કરો.
02:37 ફરી એકવાર, આપણને ઘણી વિભિન્ન લાઈબ્રેરીઓ પ્રદર્શિત થયેલ દેખાય છે.
02:43 હવે, ચાલો Example લાઈબ્રેરીને વિસ્તૃત કરીએ.
02:47 અહીં આપણે Heat Transfer નાં વિભિન્ન ઉદાહરણો જોઈ શકીએ છીએ.
02:52 ચાલો TwoMasses નામનાં ક્લાસને ખોલીએ.
02:56 TwoMasses પર જમણું ક્લીક કરો અને Open Class પસંદ કરો.
03:01 class ને ખોલવા માટે આપણે class નામ પર પણ બમણું-ક્લીક કરી શકીએ છીએ.
03:06 હવે આપણે Modeling Perspective વિન્ડોમાં છીએ.
03:10 class એ મૂળભૂત રીતે Diagram View માં ખુલે છે.
03:14 class જો Diagram View માં ન ખુલે તો ચિંતા ન કરો.
03:19 વિભિન્ન views વચ્ચે કેવી રીતે અદલાબદલ કરવી તે હું તમને બતાવીશ.
03:23 modeling area વિન્ડો પર, આપણે મોડેલોનું Diagram View જોઈ શકીએ છીએ.
03:28 modeling area ની ઉપરબી બાજુએ, આપણે ચાર જુદા જુદા આઇકોનો જોઈએ છીએ.
03:33 પહેલું આઇકોન Icon View રજુ કરે છે.
03:37 Model પ્રસ્તુતિકરણ જોવા માટે તેના પર ક્લીક કરો.
03:41 બીજું આઇકોન Diagram view રજુ કરે છે.
03:45 મોડેલને પ્રસ્તુત કરતી આકૃતિને જોવા માટે તેના પર ક્લીક કરો.
03:49 ત્રીજું આઇકોન Text View આઇકોન છે.
03:52 ચાલો તેના પર ક્લીક કરીએ.
03:54 અહીં આપણે Two Masses ક્લાસને લગતી Modelica કોડ જોઈએ છીએ.
04:00 આવનારા ટ્યુટોરીયલોમાં, આપણે OMEdit માં કોડ લખવાનું શીખીશું.
04:05 આગળનાં આઇકોન પર ક્લીક કરો, જે છે Documentation view.
04:10 OMEdit વિન્ડોની જમણી બાજુએ Documentation Browser નામનો એક નવો વિન્ડો ખુલે છે.
04:17 અહીં આપણે મોડેલ વિશે આપેલ વિગતવાર માહિતી વાંચી શકીએ છીએ.
04:23 હવે Documentation Browser ને બંધ કરો.
04:27 એક model ને સિમ્યુલેટ કરવા પહેલા, આપણે model ની ચોકસાઈ માટે તપાસ કરવી જરૂરી છે.
04:32 આવું કરવા માટે, પહેલા ટૂલબાર પર Check All Models બટન જુઓ.
04:37 આ બટન સફેદ રંગનું છે અને તેના પર બે ટીક કરેલ છે. તેના પર ક્લીક કરો.
04:43 Messages Browser વિન્ડોની નીચેની બાજુએ ખુલે છે તેનું અવલોકન કરો.
04:48 Modelica class ને લગતા મેસેજો (સંદેશાઓ) દર્શાવશે.
04:53 હવે, ચાલો મોડેલને સિમ્યુલેટ કરવાનો પ્રયાસ કરીએ.
04:56 આવું કરવા માટે, ટૂલબાર પર આવેલ લીલા રંગનાં એરો (બાણનું ચિન્હ ધરાવતા) બટન પર ક્લીક કરો.
05:02 Simulate બટન છે જેનો ઉપયોગ મોડેલને સિમ્યુલેટ કરવા માટે થાય છે.
05:06 એક Modelica class ને સિમ્યુલેટ કરવા માટે આપણે Ctrl +B પણ દબાવી શકીએ છીએ.
05:11 સિમ્યુલેટ કરવા પર, એક નવો વિન્ડો ખુલે છે.
05:14 તે class ની કમ્પાઈલ થવાની (સંકલન) પ્રક્રિયા દર્શાવે છે.
05:18 કમ્પાઈલ ક્રિયા સફળતાપૂર્વક થયા બાદ, આઉટપુટ વિન્ડો એક મેસેજ (સંદેશ) દર્શાવે છે:
05:23 Simulation process finished successfully. આ વિન્ડોને મીનીમાઇઝ (નાનું કરવું) કરો.
05:30 મૂળભૂત રીતે, Plotting PerspectiveOMEdit વિન્ડોમાં ખુલે છે.
05:35 જો તે ન ખુલે તો, નીચે જમણી બાજુએ આવેલ Plotting બટન ક્લીક કરો.
05:40 Plotting વિન્ડો ખોલવા માટે આપણે Ctrl +F3 પણ દબાવી શકીએ છીએ.
05:45 અહીં આપણે Modelica class નાં સિમ્યુલેટ થયેલ પરિણામો જોઈ શકીએ છીએ.
05:50 Plotting Perspective ની જમણી બાજુએ, Variables Browser વિન્ડો તરફે જુઓ.
05:55 Variables Browser અંતર્ગત: હું ડેમોનસ્ટ્રેટ કરીશ કે એક Modelica class ની ઇનપુટ વેરીએબલ વેલ્યુઓને કેવી રીતે બદલી કરવી છે.
06:03 ચાલો conduction વેરીએબલને વિસ્તૃત કરીએ.
06:06 G ની વેલ્યુ બદલો અને જુઓ કે Q_flow અને dT ની વેલ્યુઓ કેવી રીતે બદલાય છે.
06:13 મૂળભૂત રીતે, G = 10, Q_flow = 263.599 W અને dT = 26.3599 K છે.
06:25 ચાલો G ની વેલ્યુ 10 થી 15 બદલીએ.
06:30 અને Enter દબાવીએ.
06:32 વિન્ડોમાં ઉપરનાં જમણા ખૂણે જાવ.
06:35 ટૂલબાર પર આવેલ Re-simulate બટન ક્લીક કરો.
06:39 આપણને સફળતા મેસેજ દર્શાવતો વિન્ડો મળે છે. આ વિન્ડોને મીનીમાઇઝ (નાનું કરવું) કરો.
06:44 સિમ્યુલેટ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, ફેરફારોની નોંધ લો.
06:48 Q_flow = 203.009 W અને dT = 13.5339 K
06:56 ચાલો હું હવે તમને આલેખ બનાવવાનું દર્શાવું.
07:00 dT વેરીએબલ સામે આવેલ ચેક બોક્સ પર ક્લીક કરો.
07:04 X-axis પર time અને Y-axis પર dT વચ્ચેનો એક આલેખ તમે જોઈ શકો છો.
07:11 આ આલેખ સમયની સાથે બદલાતા બે દળો વચ્ચેનાં તાપમાનનાં તફાવતને વર્ણવે છે.
07:17 મૂળભૂત રીતે, સિમ્યુલેટ પ્રક્રિયા 0 થી 1 એકમ સમય રન થાય છે.
07:22 Simulation Setup વિકલ્પ વાપરીને આપણે આ અંતરાલને વધારી શકીએ છીએ.
07:27 આ માટે, Modeling Perspective પર જાવ.
07:30 નીચે જમણી બાજુએ આવેલ Modeling બટન પર ક્લીક કરો.
07:33 અથવા Modeling વિન્ડોને ખોલવા માટે Ctrl +F2 દબાવો.
07:38 ટૂલબાર પર આવેલ Simulation Setup વિકલ્પ પર ક્લીક કરો.
07:43 Simulation Setup વિન્ડો ખુલે છે.
07:46 Stop Time ને 5 એકમ બદલો.
07:49 Simulate ચેક બોક્સ ચેક થયું છે કે નહી તેની ખાતરી કરી લો.
07:52 Ok ક્લીક કરો.
07:55 તરત જ, આપણે સફળતા મેસેજ (સંદેશ) વિંડો મેળવીએ છીએ.
07:59 આ વિન્ડોને મીનીમાઇઝ (નાનું કરવું) કરો.
08:02 class0 થી 5 એકમ સમયનાં સિમ્યુલેટ પ્રક્રિયા અંતરાલ સાથે ફરીથી સિમ્યુલેટ થયું છે.
08:08 સમય અતિરિક્ત, આપણે અન્ય કોઈપણ બે વેરીએબલો વચ્ચે પણ આલેખ મેળવી શકીએ છીએ. ચાલો અત્યારે તે પ્રયાસ કરીએ.
08:16 ટૂલબાર પર New Parametric Plot Window પર ક્લીક કરો.
08:20 ચાલો બે વેરીએબલો પસંદ કરીએ, Q_flow અને dT જે આપણે આલેખવા ઇચ્છીએ છીએ.
08:26 હવે આપણે X-axis પર dT અને Y-axis પર Q_flow વચ્ચે એક આલેખ જોઈ શકીએ છીએ.
08:34 તે ગરમીના પ્રવાહની વિવિધતા દર્શાવે છે કારણ કે તેમની વચ્ચે તાપમાનનાં તફાવતમાં ઘટાડો થાય છે.
08:40 એકવાર જરૂરી આલેખ બન્યા બાદ, આપણે પરિણામો રદ્દ કરી શકીએ છીએ.
08:45 Variables Browser માં, TwoMasses પર જમણું ક્લીક કરો.
08:49 Delete Result પસંદ કરો. પરિણામ હવે રદ્દ થયું છે.
08:55 OpenModelicaHelp મેનું ધરાવે છે.
08:58 Menu બારમાં જાવ અને Help વિકલ્પ પર ક્લીક કરો.
09:02 અહીં આપણે જોઈ શકીએ છીએ User Guide, System, Scripting અને Modelica Documentation.
09:10 ચાલો સારાંશ લઈએ.
09:12 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા, OpenModelica વિશે
09:16 OMEdit નો પરિચય
09:18 Libraries Browser માંથી એક Class ખોલવો
09:21 Libraries Browser માંથી એક Class ને સિમ્યુલેટ કરવું
09:25 એસાઇનમેંટ તરીકે: Modelica માં Fluid લાઈબ્રેરી વિસ્તૃત કરો
09:30 Modelica માં Examples લાઈબ્રેરી વિસ્તૃત કરો.
09:34 HeatExchanger લાઈબ્રેરીમાં HeatExchangerSimulation ક્લાસ સિમ્યુલેટ કરો
09:39 કેટલાક ઇનપુટ વેરીએબલોની વેલ્યુ બદલીને ફરીથી સિમ્યુલેટ કરો
09:43 Q_Flow_1 અને time વચ્ચે આલેખ બનાવો.
09:48 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો.
09:51 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:55 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: સ્પોકન ટ્યુટોરીયલનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે.
10:01 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો.
10:08 શું તમને આ Spoken Tutorial માં કોઈ પ્રશ્નો પૂછવા છે? કૃપા કરી આ વેબસાઈટની મુલાકાત લો અને જે બદ્દલ પ્રશ્ન હોય એની મિનિટ અને સેકેંડ પસંદ કરો.
10:17 તમારા પ્રશ્નને સંક્ષિપ્તમાં સમજાવો. FOSSEE ટીમમાંથી કોઈપણ એ પ્રશ્નનો ઉત્તર આપશે.
10:23 સ્પોકન ટ્યુટોરીયલ ફોરમ (જાહેર ચર્ચાસ્થાન) એ આ ટ્યુટોરીયલ પરનાં અમુક ચોક્કસ પ્રશ્નો માટે છે. કૃપા કરી આના પર અસંબંધિત અને સામાન્ય પ્રશ્નો પોસ્ટ ન કરો આનાથી અસ્તવ્યસ્ત સ્થિતિ થતી ઘટશે.
10:36 ઓછી અસ્તવ્યસ્ત સ્થિતિનાં લીધે, આપણે આ ચર્ચાઓને સૂચનાત્મક સામગ્રી તરીકે વાપરી શકીએ છીએ.
10:42 FOSSEE ટીમ લોકપ્રિય પુસ્તકોના ઉકેલાયેલા ઉદાહરણોના કોડિંગનું સંકલન કરે છે.
10:47 જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ.વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો.
10:56 FOSSEE ટીમ વ્યવસાયિક સિમ્યુલેટર લેબોને OpenModelica માં સ્થાનાંતરિત કરવામાં મદદ કરે છે.
11:02 જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ.વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો.
11:11 Spoken Tutorial અને FOSSEE પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
11:20 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

જોવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636