Tux-Typing/S1/Getting-started-with-Tux-Typing/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 11:50, 17 May 2013 by Krupali (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00.00 ટક્સ ટાઈપીંગના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.04 આ ટ્યુટોરીયલ માં તમે ટક્સ ટાઈપીંગ અને ટક્સ ટાઈપીંગના ઇન્ટરફેસ વિશે શીખીશું.
00.10 તમે શીખશો કે કેવી રીતે:
00.12 ચોક્કસપણે, ઝડપથી અને અસરકારક રીતે, કમ્પ્યુટર કીબોર્ડ પર ટાઇપ કરવું જેમાં ઇંગલિશ મૂળાક્ષર કીઓ છે.
00.19 તમે કીબોર્ડ પર લખો ત્યારે દર વખતે નીચે જોયા વિના ટાઇપ કરવાનું પણ શીખીશું.
00.25 ટક્સ ટાઈપીંગ શું છે?
00.27 ટક્સ ટાઈપીંગ એક ટાઈપીંગ ટ્યુટર છે.
00.30 તે તમને ઇન્ટરેક્ટિવ ગેમ્સની મદદથી ટાઇપ કરતા શીખવે છે અને ધીમે ધીમે અલગ અક્ષરો ટાઇપ કરવાનો પરિચય આપે છે.
00.38 તમે તમારી પોતાની ગતિ થી ટાઈપીંગ શીખી શકો છો.
00.41 અને ધીમે ધીમે તમે તમારી ટાઈપીંગ ઝડપ ચોકસાઈ સાથે વધારી શકો છો.
00.46 ટક્સ ટાઈપીંગ અભ્યાસ માટે નવા શબ્દો દાખલ કરો અને ટાઈપીંગ માટે ભાષા સુયોજિત કરવા માટે સક્રિય કરે છે.
00.54 અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ 11.10 પર ટક્સ ટાઈપીંગ 1.8.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
01.02 તમે ટક્સ ટાઈપીંગ ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરની મદદથી સંસ્થાપિત કરી શકો છો.
01.07 ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પર વધુ માહિતી માટે, આ વેબસાઈટ પર ઉબુન્ટુ લીનક્સના ટ્યુટોરીયલનો સંદર્ભ લો.
01.16 ચાલો ટક્સ ટાઈપીંગ ખોલીએ.
01.19 પ્રથમ, તમારા કમ્પ્યુટર ડેસ્કટોપના ટોચે ડાબા ખૂણે, રાઉન્ડ બટન છે જે ડૅશ હોમ છે તે ઉપર ક્લિક કરો.
01.26 સર્ચ બોક્સ દેખાય છે. સર્ચ બૉક્સમાં, ડૅશ હોમ આગળ, Tux Typing ટાઇપ કરો.
01.34 ટક્સ ટાઈપીંગ આઇકોન સર્ચ બોક્સ નીચે દેખાય છે.
01.39 ટક્સ ટાઈપીંગ આઇકોન પર ક્લિક કરો..
01.42 ટક્સ ટાઈપીંગ વિન્ડો દેખાય છે.
01.46 ટક્સ ટાઈપીંગ નીચેના મેનુનો સમાવેશ કરે છે:
01.50 Fish Cascade – ગેમ ક્ષેત્ર

Comet Zap – અન્ય ગેમ ક્ષેત્ર

01.56 Lessons - જેમાં વિવિધ પાઠનો સમાવેશ થાય છે જે આપણને અક્ષરો શીખતા શીખવે છે.
02.01 Options - અહીં મેનુઓનો સમાવેશ થાય છે જે આપણને શબ્દો એડિટ કરવા, શબ્દસમૂહો ટાઇપ કરતા શીખવા, ટક્સ ટાઈપીંગ પ્રોજેક્ટ પર માહિતી મેળવવા, અને ભાષા સુયોજિત કરવા માટે મદદ કરે છે.
02.13 Quit – ગેમ બંધ કરવા માટે ક્લિક કરો.
02.16 ચાલો પાઠોની મદદથી ટાઇપ માટે અભ્યાસ કરીએ.
02.20 મેઈન મેનુમાં, Lessons ઉપર ક્લિક કરો.
02.23 પાઠનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે.
02.26 ચાલો પ્રથમ પાઠ શીખવા સાથે શરૂઆત કરીએ.
02.30 basic_lesson_01.xml ઉપર ક્લિક કરો.
02.35 સૂચનોનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે. સૂચનાઓ વાંચો.
02.41 પાઠ શરૂ કરવા માટે, સ્પેસબાર દબાવો.
02.45 કીબોર્ડ પ્રદર્શિત કરતી વિન્ડો દેખાય છે.
02.48 હવે આપણે a અક્ષર ટાઇપ કરતા શીખીશું.
02.52 પ્રેક્ટિસ શરૂ કરવા માટે p દબાવો.
02.56 અક્ષરો ટાઇપ કરવા માટે દર્શાવતી વિન્ડો દેખાય છે.
03.01 આ લાઈન શું દર્શાવે છે? ‘aaa aaa…..’
03.07 તમારે આ અક્ષરો ટાઇપ કરવાની જરૂરી છે.
03.10 ચાલો આને Teacher’s line તરીકે નામ આપીએ.
03.13 હવે આપણે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પ્રમાણભૂત કીબોર્ડ જોઈએ છીએ જે ઇંગલિશ કીબોર્ડ છે.
03.19 તમે a ની આસપાસ લાલ ચોરસ જુઓ છો? તે સૂચવે છે કે તમારે હવે આ અક્ષર ટાઇપ કરવાનો છે.
03.27 કીબોર્ડની પ્રથમ લાઈન અંકો, વિશિષ્ટ અક્ષરો અને બેકસ્પેસ કી દર્શાવે છે.
03.35 ટાઇપ કરેલા અક્ષરો રદ કરવા માટે બેકસ્પેસ કી દબાવો.
03.39 કીબોર્ડમાં મૂળાક્ષરો, અંકો અને અન્ય અક્ષરો માટે ત્રણ પંક્તિઓ પણ છે.
03.51 કીબોર્ડની બીજી લાઈન મૂળાક્ષરો, થોડા વિશિષ્ટ અક્ષરો, અને કી એન્ટર કી ધરાવે છે.
03.58 તમે આગલી લાઈન પર જવા માટે એન્ટર કી દબાવી શકો છો.
04.02 કીબોર્ડ ની ત્રીજી લાઇન મૂળાક્ષરો, કોલોન / અર્ધવિરામ, અને કેપ્સલોક કી નો સમાવેશ કરે છે.
04.10 મોટા અક્ષરો ટાઇપ કરવા માટે કેપ્સલોક કી વાપરો.
04.14 કીબોર્ડની ચોથી લાઈન મૂળાક્ષરો, ખાસ અક્ષરો, અને શિફ્ટ કીનો સમાવેશ કરે છે.
04.21 મોટા અક્ષરો ટાઇપ કરવા માટે કોઈપણ અન્ય મૂળાક્ષર કી સાથે શિફ્ટ કી દબાવો.
04.27 કીની ટોચ પર આવેલ અક્ષર ટાઇપ કરવા માટે કોઈપણ કી સાથે Shift કી દબાવો.
04.34 ઉદાહરણ તરીકે, આંકડા 1 ની કી સાથે ટોચ પર ઉદ્ગાર ચિહ્ન છે.
04.39 ઉદ્ગાર ચિહ્ન ટાઇપ કરવા માટે, 1 સાથે Shift કી દબાવો.
04.44 કીબોર્ડની પાંચમી લાઈન Ctrl, Alt અને ફન્કશન કીઓ ધરાવે છે, તે સ્પેસબાર પણ સમાવે છે.
04.52 હવે તકસ ટાઈપીંગ કીબોર્ડ, લેપટોપ કીબોર્ડ, અને ડેસ્કટોપ કીબોર્ડ વચ્ચેનો તફાવત જોઈએ.
05.00 નોંધ લો કે તકસ ટાઈપીંગ કીબોર્ડ અને ડેસ્કટોપ અને લેપટોપમાં વપરાતું કીબોર્ડ સમાન છે.
05.10 હવે, કીબોર્ડ પર આપણી આંગળીઓની યોગ્ય જગ્યા જોઈએ.
05.14 આ સ્લાઇડ જુઓ.
05.16 તે આંગળીઓ અને તેમના નામો દર્શાવે છે. ડાબેથી જમણી તરફ, આંગળીઓના નામ છે:
05.21 Little finger,

Ring finger, Middle finger, Index finger અને

Thumb. 
05.27 કીબોર્ડ પર, કીબોર્ડ ડાબી બાજુ પર, તમારો ડાબા હાથમાં મૂકો.
05.32 ખાતરી કરો કે નાની આંગળી મૂળાક્ષર 'A' પર છે,
05.35 રીંગ આંગળી મૂળાક્ષર 'S' પર છે,
05.38 મધ્ય આંગળી મૂળાક્ષર 'D' પર છે,
05.41 તર્જની આંગળી મૂળાક્ષર 'F' પર છે.
05.44 હવે, કીબોર્ડની જમણી બાજુ પર, તમારો જમણો હાથ મૂકો.
05.49 ખાતરી કરો કે નાની આંગળી કોલોન / સેમીકોલન કી પર છે,
05.54 રીંગ આંગળી મૂળાક્ષર 'L' પર છે,
05.56 મધ્ય આંગળી મૂળાક્ષર 'K' પર છે,
06.00 તર્જની આંગળી મૂળાક્ષર 'J' પર છે.
06.03 સ્પેસબાર દબાવવા માટે તમારા અંગૂઠાનો ઉપયોગ કરો.
06.08 અક્ષર ટાઇપ કરવા માટે જમણી આંગળીનો ઉપયોગ કઈ રીતે કરવું તે માટે બે હાથની ઈમેજ તમને માર્ગદર્શન આપશે.
06.14 ડાબી બાજુની ટચલી આંગળી નું લાલ વર્તુળ શું છે?
06.19 તમારૂ અનુમાન બરાબર છે. a ટાઇપ કરવા માટે તમારે તે આંગળીનો ઉપયોગ કરવાની જરૂર છે.
06.23 અગાઉ પાઠ માં બતાવ્યા પ્રમાણે કીબોર્ડ પર તમારી આંગળીઓ મૂકો.
06.29 હવે, ચાલો ટાઈપીંગ શુરુ કરીએ.
06.32 જેમ આપણે લખીએ છીએ, અક્ષરો Teacher’s Line ની નીચેની લાઈનમાં દર્શાવવામાં આવે છે.
06.39 ચાલો આને Student’s line નામ આપીએ.
06.42 હવે teacher’s line માં પ્રદર્શિત નથી તે અક્ષરો લખો.
06.47 ખોટા ટાઇપ કરેલા અક્ષરો student’s line માં પ્રદર્શિત થાય છે? તે પ્રદર્શિત નથી થતા.
06.53 તેના બદલે, એક એક્સ ચિહ્ન કીબોર્ડ પર ખોટા ટાઇપ કરેલ અક્ષર પર દેખાય છે.
06.59 ચાલો થોડા વધુ અક્ષરો ટાઇપ કરીએ.
07.02 હવે આપણી ટાઈપીંગના મેટ્રિક્સની ગણતરી કરો.
07.07 હમણાં સુધીમાં તમે ડાબી બાજુ પરના ક્ષેત્રો શું સૂચવે છે તેનું અનુમાન લગાવ્યું હશે.
07.13 Time – તમારી ટાઈપીંગની ઝડપ સ્પષ્ટ કરે છે.
07.17 Chars – તમે ટાઇપ કરેલ અક્ષરોની સંખ્યા સૂચવે છે.
07.21 CPM- તમારા દ્વારા મિનિટ દીઠ ટાઇપ કરેલ અક્ષર સૂચવે છે.
07.26 WPM – તમારા દ્વારા ટાઇપ કરેલ શબ્દની સંખ્યા સ્પષ્ટ કરે છે.
07.31 Errors – તમારા દ્વારા ટાઇપ થયેલ ભૂલોની સંખ્યા સૂચવે છે.
07.34 Accuracy – તમારી ટાઈપીંગની ચોકસાઈ સૂચવે છે.
07.40 મુખ્ય મેનુ પર પાછા જવા માટે બે વખત એસ્કેપ કી દબાવો.
07.45 આપણે આપણું પ્રથમ ટાઈપીંગ લેશન શીખ્યા છે!
07.47 પ્રથમ ઓછી ઝડપે ચોક્કસપણે ટાઇપ કરતા શીખવું એ સારી વાત છે.
07.52 એકવાર, આપણે ભૂલો વિના ચોક્કસ લખવાનું શીખ્યા પછી, આપણે ટાઇપિંગ ઝડપ વધારી શકીએ છીએ.
07.59 અહીં ટક્સ ટાઈપીંગ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08.03 આ ટ્યુટોરીયલ માં આપણે ટક્સ ટાઈપીંગ ઇન્ટરફેસ વિશે શીખ્યા અને પ્રથમ ટાઈપીંગ લેશન પૂર્ણ કર્યું.
08.11 અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે.
08.13 Basic_lesson_02.xml પર જાઓ.
08.19 આ લેવલ સાથે અભ્યાસ કરો.
08.21 આ લેવલના તમામ અક્ષરો ટાઇપ કરી પૂર્ણ કરો અને Enter કી દબાવો.
08.26 તેવી જ રીતે તમે વિવિધ લેશનની પ્રેક્ટિસ કરી શકો છો.
08.30 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
08.33 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
08.36 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
08.41 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
08.43 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
08.46 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
08.50 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
08.56 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
09.00 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
09.08 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
09.19 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya