OpenModelica/C2/Examples-through-OMEdit/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:12, 31 January 2018 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Examples through OMEdit પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, વિભિન્ન Modelica લાઈબ્રેરી ક્લાસોને ખોલવું તથા સિમ્યુલેટ કરવું.
00:13 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું: OpenModelica version 1.9.5 અને Ubuntu Linux OS 14.04
00:25 પરંતુ, આ ટ્યુટોરીયલમાં ડેમોનસ્ટ્રેટ કરેલ પ્રક્રિયા બીજી ઓએસમાં પણ એકસમાન છે જેમ કે- Windows, Mac OS X અથવા ARM પરની FOSSEE OS.
00:37 આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે, તમારી સીસ્ટમ પર OMEdit સંસ્થાપિત હોવું જોઈએ.
00:43 સાથે જ તમને OMEdit વિન્ડો પર કામ કરતા આવડવું જોઈએ.
00:47 જો નથી, તો કૃપા કરી આ વેબસાઈટ પરનાં પાછલા OpenModelica ટ્યુટોરીયલોનો સંદર્ભ લો.
00:53 ચાલો OMEdit વિન્ડો પર જઈએ.
00:57 OMEdit વિન્ડોની ડાબી બાજુએ, આપણે Libraries Browser જોઈએ છીએ. અહીં આપણે લાઈબ્રેરીઓની એક યાદી જોઈ શકીએ છીએ.
01:07 ચાલો Modelica લાઈબ્રેરીને વિસ્તૃત કરીએ. આવું કરવા માટે, Modelica લાઈબ્રેરીની ડાબી બાજુએ આવેલ એરો હેડ (બાણ ચિન્હનાં માથાવાળું) પર ક્લિક કરો.
01:16 હવે હું Electrical લાઈબ્રેરીમાંથી એક ઉદાહરણ ડેમોનસ્ટ્રેટ કરીશ.
01:21 Electrical લાઈબ્રેરીને વિસ્તૃત કરો.
01:24 Electrical લાઈબ્રેરીની ડાબી બાજુએ આવેલ એરો હેડ (બાણ ચિન્હનાં માથાવાળું) પર ક્લિક કરો.
01:28 Electrical અંતર્ગત, આપણને મળે છે Analog લાઈબ્રેરી.
01:32 ચાલો Analog લાઈબ્રેરીને વિસ્તૃત કરીએ.
01:35 ફરી એકવાર, આપણે દૃશ્યિત થયેલ ઘણી વિભિન્ન લાઈબ્રેરીઓ જોઈએ છીએ.
01:39 હવે, ચાલો Example લાઈબ્રેરીને વિસ્તૃત કરીએ.
01:43 અહીં આપણે Analog નાં વિભિન્ન ઉદાહરણો જોઈ શકીએ છીએ.
01:48 આગળ, આપણે Rectifier નામનો ક્લાસ ખોલીશું.
01:53 Rectifier પર જમણું-ક્લિક કરો અને Open Class પસંદ કરો.
01:58 ક્લાસને ખોલવા માટે આપણે ક્લાસ નામ પર બમણું-ક્લિક પણ કરી શકીએ છીએ.
02:03 હવે આપણે Modeling Perspective વિન્ડોમાં છીએ.
02:07 મૂળભૂત રીતે, ક્લાસ Diagram View માં ખુલે છે.
02:11 અગાઉ આ શ્રેણીમાં મેં પહેલાથી જ ડેમોનસ્ટ્રેટ કર્યું છે કે વિભિન્ન વ્યુ (દેખાવ) વચ્ચે પરસ્પર અદલાબદલી કેવી રીતે કરવી છે.
02:18 હવે ચાલો હું Text View આઇકોન પર ક્લિક કરીને Text View પર જાઉં.
02:24 અહીં આપણે Rectifier ક્લાસને લગતું Modelica કોડ જોઈ શકીએ છીએ.
02:30 એક મોડેલને સિમ્યુલેટ કરવા પહેલા, આપણે મોડેલના બરાબર હોવાની તપાસ કરવી જરૂરી છે.
02:36 આવું કરવા માટે, ટૂલબાર પર પહેલા Check All Models બટન શોધો.
02:42 આ બટન તેનાં પર સફેદ રંગની બમણી ખુણ ધરાવે છે. તેનાં પર ક્લિક કરો.
02:48 તુરત જ, વિન્ડોની નીચેની તરફ Messages Browser ખુલે છે.
02:54 Modelica ક્લાસને લગતા મેસેજો દર્શાવશે.
02:58 હવે, ચાલો મોડેલને સિમ્યુલેટ કરવાનો પ્રયાસ કરીએ.
03:00 ટૂલબાર પર, લીલા રંગનાં બાણનાં બટન પર ક્લિક કરો.
03:07 Simulate બટન છે જેનો ઉપયોગ મોડેલને સિમ્યુલેટ કરવા માટે થાય છે.
03:13 મોડેલને સિમ્યુલેટ કરવા માટે આપણે Ctrl અને B કી પણ દબાવી શકીએ છીએ.
03:18 સિમ્યુલેટ થતી વખતે, એક નવો વિન્ડો ખુલે છે.
03:21 તે ક્લાસની કમ્પાઈલ થતી પ્રક્રિયા દર્શાવે છે.
03:26 કમ્પાઈલ પ્રક્રિયા સફળતાપૂર્વક થવા પર, આઉટપુટ વિન્ડો આપેલ મેસેજ દર્શાવે છે: Simulation process finished successfully. આ વિન્ડોને બંધ કરો.
03:37 મૂળભૂત રીતે, Plotting Perspective હવે OMEdit વિન્ડોમાં ખુલવો જોઈએ.
03:43 જો તે ન ખુલે તો, નીચે જમણે આવેલ Plotting બટનને ક્લિક કરો.
03:48 Plotting Perspective ને ખોલવા માટે આપણે Ctrl અને F3 કી પણ દબાવી શકીએ છીએ.
03:54 અહીં આપણે Modelica ક્લાસના સિમ્યુલેશન પરિણામો જોઈ શકીએ છીએ.
03:59 Plotting Perspective ની જમણી બાજુએ, Variables Browser વિન્ડો તરફે જુઓ.
04:05 Variables Browser અંતર્ગત: આપણે Modelica ક્લાસની ઈનપુટ વેરીએબલ વેલ્યુઓ બદલવાનું શીખીશું.
04:13 મૂળભૂત રીતે, IDC = 500, Losses = 2890.26 છે
04:22 IDC ની વેલ્યુ બદલો અને જુઓ કેવી રીતે Losses વેલ્યુ બદલાય છે.
04:28 ચાલો IDC ની વેલ્યુ 500 થી 250 કરીએ.
04:33 અને એન્ટર દબાવો.
04:37 વિન્ડોની ટોંચે જમણા ખૂણે જાવ.
04:39 Re-simulate બટન ક્લિક કરો.
04:42 સફળતા મેસેજનો વિન્ડો ખુલશે.
04:46 આ વિન્ડોને બંધ કરો.
04:48 સિમ્યુલેશન પૂર્ણ થયા બાદ, ફેરફારોની નોંધ લો. Losses = 1756.77 છે
04:57 હવે ચાલો હું આલેખ બનાવવાનું ડેમોનસ્ટ્રેટ કરું.
05:01 આપણે Losses અને Time વચ્ચે એક આલેખ બનાવીશું.
05:06 Losses વેરીએબલ આગળ આવેલ ચેક બોક્સ પર ક્લિક કરો.
05:10 આપણે Time on the X-axis અને Losses on the Y-axis વચ્ચે એક આલેખ જોઈ શકીએ છીએ.
05:17 આ આલેખ time સાથે વધતા diode bridge માટે ઉર્જાનો ઘટાડો દર્શાવે છે.
05:24 મૂળભૂત રીતે, સિમ્યુલેશન 0 થી 0.1 એકમ સમય સુધી રન થાય છે.
05:31 આપણે આ અંતરાલને Simulation Setup વિકલ્પ વાપરીને વધાવી શકીએ છીએ.
05:36 આવું કરવા માટે, Modeling Perspective પર જાવ.
05:40 Modeling બટન પર ક્લિક કરો.
05:43 ટૂલબારમાં આવેલ Simulation Setup વિકલ્પ પર ક્લિક કરો.
05:47 Simulation Setup વિન્ડો ખુલે છે.
05:50 અહીં, Start Time ને 0.01 એકમમાં બદલો.
05:55 Simulate ચેક બોક્સ ચેક થયેલ હોવું જોઈએ એની ખાતરી કરી લો.
05:59 અને ત્યારબાદ Ok પર ક્લિક કરો.
06:02 તુરત જ આપણને સફળતા મેસેજનો વિન્ડો દેખાય છે.
06:06 આ વિન્ડોને બંધ કરો.
06:08 ક્લાસ 0.01 થી 0.1 એકમ સમયનાં સિમ્યુલેશન અંતરાલ સાથે ફરીથી સિમ્યુલેટ થાય છે.
06:16 ચાલો આ પરિણામો રદ્દ કરીએ.
06:18 આવું કરવા માટે, Rectifier પર જમણું-ક્લિક કરો અને ત્યારબાદ Delete Result પર ક્લિક કરો.
06:26 પરિણામ હવે રદ્દ થયું છે.
06:29 હવે હું Mechanics લાઈબ્રેરીમાંથી એક ઉદાહરણ ડેમોનસ્ટ્રેટ કરીશ.
06:34 પહેલા આપણે Mechanics લાઈબ્રેરીને વિસ્તૃત કરીશું.
06:38 Mechanics અંતર્ગત, આપણને Multibody લાઈબ્રેરી મળે છે.
06:43 ચાલો Multibody લાઈબ્રેરીને પણ વિસ્તૃત કરીએ.
06:47 આના પછી, ચાલો Example લાઈબ્રેરીને વિસ્તૃત કરીએ.
06:51 અહીં આપણે Multibody મેકેનીક્સનાં વિભિન્ન ઉદાહરણો જોઈ શકીએ છીએ.
06:56 આગળ, આપણે Elementary લાઈબ્રેરીને વિસ્તૃત કરીશું.
07:00 ચાલો DoublePendulum નામનાં ક્લાસને ખોલીએ.
07:04 આવું કરવા માટે, DoublePendulum પર જમણું-ક્લિક કરો અને Open Class પસંદ કરો.
07:11 ક્લાસ Text view માં ખુલે છે.
07:14 હવે, ટૂલબારમાં આવેલ Check All Models બટન પર ક્લિક કરો.
07:19 Messages Browser નું અવલોકન કરો.
07:22 Modelica ક્લાસને લગતા મેસેજો દર્શાવશે.
07:27 હવે, ચાલો મોડેલને સિમ્યુલેટ કરવાનો પ્રયાસ કરીએ.
07:31 આવું કરવા માટે, ટૂલબારમાં આવેલ Simulate બટન પર ક્લિક કરો.
07:35 કમ્પાઈલ (સંકલન) પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થવા પર, Plotting PerspectiveOMEdit વિન્ડોમાં ખુલે છે.
07:43 Variables Browser અંતર્ગત, ચાલો damper વેરીએબલને વિસ્તૃત કરીએ.
07:49 મૂળભૂત રીતે, d = 0.1, relative angular acceleration(a_rel) = 11.567 અને relative rotational angle [der(phi_rel)] = 4.1 છે
08:05 ચાલો d ની વેલ્યુ 0.1 માંથી 0.05 કરીએ. અને એન્ટર દબાવો.
08:14 ત્યારબાદ Re-simulate બટન ક્લિક કરો.
08:17 સીમ્યુલેશનનાં કમ્પાઈલ પ્રક્રિયા પછી, ફેરફારોનું અવલોકન કરો.
08:22 relative angular acceleration (a_rel) = 15.449 અને relative rotational angle [der(phi_rel)] = 4.359 છે
08:33 હવે, આપણે relative angular acceleration અને Time વચ્ચે એક આલેખ બનાવીશું.
08:40 a_rel વેરીએબલ આગળ આવેલ ચેક બોક્સ પર ક્લિક કરો.
08:46 આપણે Time on the X-axis અને a_rel on the Y-axis વચ્ચે એક આલેખ જોઈએ છીએ.
08:54 આ આલેખ Time સાથે વધતી relative angular acceleration નું વર્ણન કરે છે.
09:00 મૂળભૂત રીતે, સિમ્યુલેટ પ્રક્રિયા 0 થી 3 એકમ સમય રન થાય છે.
09:06 ચાલો આ અંતરાલ બદલીએ.
09:10 આવું કરવા માટે, Modeling Perspective પર જાવ.
09:14 ટૂલબાર પર આવેલ Simulation Setup વિકલ્પ પર ક્લિક કરો.
09:18 Simulation Setup વિન્ડો ખુલે છે.
09:21 અહીં Start Time ને 1 એકમ બદલો અને Stop Time ને 5 એકમ બદલો.
09:28 Simulate ચેક બોક્સ ચેક થયેલું હોય એની ખાતરી કરો લો.
09:32 ત્યારબાદ Ok પર ક્લિક કરો.
09:35 આપણને સફળતા મેસેજ (સંદેશ) વિન્ડો મળે છે.
09:37 આ વિન્ડોને બંધ કરો.
09:39 ક્લાસ એ 1 થી 5 એકમ સમયનાં સિમ્યુલેશન અંતરાલ સાથે ફરી સિમ્યુલેટ થયું છે.
09:45 એકવાર જોઈતા આલેખનાં બનવા પર, આપણે પરિણામો રદ્દ કરી શકીએ છીએ.
09:50 વેરીએબલ બ્રાઉઝરમાં, DoublePendulum પર જમણું ક્લિક કરો.
09:55 Delete Result પસંદ કરો. પરિણામ હવે રદ્દ થયું છે.
10:01 ચાલો સારાંશ લઈએ.
10:03 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા, વિભિન્ન Modelica લાઈબ્રેરી ક્લાસોને ખોલવું તથા સિમ્યુલેટ કરવું.
10:10 એસાઈનમેંટ તરીકે: Modelica માં Magnetic લાઈબ્રેરીને વિસ્તૃત કરો.
10:16 FluxTubes લાઈબ્રેરીમાં SaturatedInductor ક્લાસને સિમ્યુલેટ કરો.
10:21 અમુક ઈનપુટ વેરીએબલોની વેલ્યુઓ બદલો અને ફરીથી સિમ્યુલેટ કરો.
10:26 i અને વેરીએબલ r નાં LossPower વચ્ચે એક Parametric plot આલેખો.
10:32 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. તે Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
10:41 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો.
10:53 શું તમને આ Spoken Tutorial વિશે કોઈ પ્રશ્નો પૂછવા છે? કૃપા કરી આ વેબસાઈટની મુલાકાત લો.
11:00 FOSSEE ટીમ લોકપ્રિય પુસ્તકોના ઉકેલાયેલા ઉદાહરણોના કોડિંગનું સંકલન કરે છે. જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ.વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો.
11:15 FOSSEE ટીમ વ્યવસાયિક સિમ્યુલેટર લેબોને OpenModelica માં સ્થાનાંતરિત કરવામાં મદદ કરે છે.
11:22 જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ.વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો.
11:31 Spoken Tutorial અને FOSSEE પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
11:40 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki