OpenFOAM/C3/Installing-and-running-Gmsh/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 16:46, 29 December 2017 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | નમસ્તે Installing and running Gmsh પરનાં spoken tutorial માં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે:
Gmsh ને સંસ્થાપિત કરવું અને run કરવું અને Gmsh માં basic geometry બનાવવી. |
00:18 | પૂર્વજરૂરીયાત તરીકે, વપરાશકર્તાને mesh વિશે સાદી જાણકારી હોવી જોઈએ. |
00:24 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:
Ubuntu Linux Operating system આવૃત્તિ 12.04 અને Gmsh આવૃત્તિ 2.8.5 |
00:34 | ચાલો હું તમને Gmsh થી પરિચિત કરું. Gmsh એ સ્વયંચલિત 3-D finite element mesh generator છે જેમાં બિલ્ટ-ઇન (આંતરિક) પૂર્વ અને પછીની પ્રક્રિયા સુવિધાઓ આવેલ છે.
તે એક open-source સોફ્ટવેર છે. |
00:51 | ઓપનફોમની blockmesh યુટીલીટી જેમ કે blades, aerofoil તે કરતા gmsh માં જટિલ ભૂમિતિઓ બનાવવી વધુ ફાયદાકારક છે.
ઓપનફોમ એ Gmsh જેવા થર્ડ પાર્ટી મેશ કરનાર સોફ્ટવેરમાંથી મેશ ઈમ્પોર્ટ (આયાત) કરવાને આધાર આપે છે. |
01:08 | ચાલો હું તમને Gmsh સંસ્થાપિત કરવાનું દર્શાવું.
Gmsh ને Synaptic Package Manager વાપરીને સંસ્થાપિત કરી શકાવાય છે. |
01:15 | ચાલો હું તમારા માટે Synaptic Package Manager ખોલું. આ તમારા પાસવર્ડ માટે પૂછશે. તમારો પાસવર્ડ ટાઈપ કરો. |
01:25 | search box માં, ટાઈપ કરો "gmsh" અને gmsh સામે આવેલ ચેકબોક્સ પર ક્લિક કરો. અને, Mark for installation પર ક્લિક કરો. Apply પર ક્લિક કરો. |
01:40 | ફરીથી, Apply ક્લિક કરો. આ અમુક સમય લઇ શકે છે. આપણું Gmsh હવે સંસ્થાપિત થઇ ચુક્યું છે. |
01:50 | એકાંતરે, તમે Gmsh ને Gmsh વેબસાઈટ પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. ચાલો હું તમારા માટે બ્રાઉઝર ખોલું. |
01:59 | address bar માં, ટાઈપ કરો: http://geuz.org/gmsh/ અને Enter દબાવો. |
02:09 | Download માં નીચે સ્ક્રોલ કરીને તમારી ઓપરેટીંગ સીસ્ટમ મુજબ current stable release પસંદ કરો. હું Linux 64-bit પસંદ કરીશ. Save file પર ક્લિક કરો અને OK દબાવો. |
02:26 | તમારું ડાઉનલોડ પૂર્ણ થયા બાદ, Downloads ફોલ્ડર પર જાવ. |
02:31 | અહીં તમે જોઈ શકો છો એક tar file. આ ફાઈલને Extract કરો. એક નવું ફોલ્ડર બનશે. |
02:41 | ફોલ્ડરને ખોલો. bin પર જાવ અને gmsh આઇકોન પર ક્લિક કરો. |
02:49 | તમે Gmsh શરૂઆતી સ્ક્રીન જોઈ શકો છો. હવે આપણે Gmsh વાપરીને એક ઘન બનાવીશું. |
02:57 | અહીં તમે એક ઘન જોઈ શકો છો જેની બાજુઓ એક યુનિટ બરાબર છે. |
03:03 | ચાલો હું Gmsh પર પાછો જઉં. ડાબી બાજુએ, તમે Geometry, Mesh અને Solver સાથે module tree જોઈ શકો છો. |
03:14 | Geometry >> Elementary entities પર જાવ. Add પર ક્લિક કરો. Point પર ક્લિક કરો. એક નવો window દૃશ્યમાન થશે. |
03:25 | (0 0 0) વડે શરુ થતા X, Y અને Z કોઓર્ડીનેટો (યામો) દાખલ કરો અને Enter દબાવો. |
03:34 | બીજી કોઓર્ડીનેટ (1 0 0) તરીકે દાખલ કરો અને Enter દબાવો, ત્રીજી કોઓર્ડીનેટ (1 1 0) તરીકે દાખલ કરો અને Enter દબાવો, ચોથી કોઓર્ડીનેટ (0 1 0) તરીકે દાખલ કરો અને Enter દબાવો. |
03:53 | એજપ્રમાણે, ઘનાત્મક z-દિશા માટે પોઈન્ટ (0 0 1) થી શરુ થતા કોઓર્ડીનેટો (યામો) ઉમેરો અને Enter દબાવો. બચેલ ત્રણ કોઓર્ડીનેટો (યામો) દાખલ કરો અને વિન્ડોને બંધ કરો. |
04:10 | મેં તમામ આઠ કોઓર્ડીનેટો (યામો) દાખલ કરી છે. પોઈન્ટને ખસેડવા માટે ડાબા mouse ક્લિકનો ઉપયોગ કરો. |
04:18 | તમે તમામ આઠ કોઓર્ડીનેટો (યામો) પોઈન્ટ તરીકે જોઈ શકો છો. |
04:23 | હવે, Straight line પર ક્લિક કરો. તે એક start point માટે પૂછશે. પહેલું પોઈન્ટ પસંદ કરો. |
04:33 | તે end point માટે પૂછશે. અંતિમ પોઈન્ટ પસંદ કરો. |
04:37 | બે પોઈન્ટો વચ્ચે એક લાઈન દોરાશે. એજપ્રમાણે, તમામ પોઈન્ટોનું જોડાણ કરો. |
04:45 | abort કરવા માટે 'q' દબાવો. |
04:49 | હવે, આપણે ઘનનાં ફેસ (અગ્ર ભાગ) ને વ્યાખ્યાયિત કરીશું. plane surface પર ક્લિક કરો. તે surface boundary માટે પૂછશે. |
04:59 | પહેલા તળિયાનાં ફેસની કિનારીઓ પસંદ કરો. તમને ખ્યાલ થશે કે આપણે પસંદ કરેલી કિનારી, લાલ રંગની થાય છે. |
05:08 | તે hole બાઉન્ડ્રી (સીમા) માટે પૂછશે, જો કોઈ હોય તો. જો કે આપણી પાસે બાઉન્ડ્રીમાં કોઈપણ hole નથી તો, પસંદગીનો અંત કરવા માટે 'e' દબાવો. |
05:19 | તમે જોશો કે ફેસ ત્રુટક કેન્દ્રીય લાઈનો સાથે દૃશ્યમાન થશે. હવે top face વ્યાખ્યાયિત કરીએ. |
05:29 | એજપ્રમાણે, બચેલ ફેસો વ્યાખ્યાયિત કરો. મેં તમામ ફેસો વ્યાખ્યાયિત કરી દીધા છે. ટાળવા (અટકાવવા) માટે 'q' દબાવો. |
05:39 | હવે, આપણે ઘનનું કદ વ્યાખ્યાયિત કરીશું. આ volume બાઉન્ડ્રી માટે પૂછશે. |
05:47 | કોઈપણ સપાટી બાઉન્ડ્રી પસંદ કરો અને પસંદગીને સમાપ્ત કરવા માટે 'e' દબાવો. |
05:55 | ઘનનાં કેન્દ્રમાં એક પીળું બિંદુ દ્રશ્યમાન થાય છે જે કદ રજુ કરે છે. ટાળવા માટે q દબાવો. |
06:04 | હવે, આપણે ભૌતિક ગ્રુપો વ્યાખ્યાયિત કરીશું જેનો ઉપયોગ OpenFOAM માં ભૂમિતિ એક્સપોર્ટ કરવા માટે થશે. |
06:13 | Physical Groups >> Add પર જાવ અને Surface પર ક્લિક કરો. |
06:19 | આગળ આવેલ સપાટીને પહેલા પસંદ કરો અને પસંદગીનો અંત કરવા માટે e દબાવો. પાછળ આવેલ સપાટી પસંદ કરો અને પસંદગીનો અંત કરવા માટે e દબાવો. |
06:31 | એજપ્રમાણે, બચેલી સપાટીઓને પસંદ કરો. મેં તમામ સપાટીઓ પસંદ કરી લીધી છે. ટાળવા માટે q દબાવો. |
06:41 | હવે, આપણે ભૌતિક volume વ્યાખ્યાયિત કરીશું. Volume પર ક્લિક કરો. તે કદ માટે પૂછશે. ઘનની કેન્દ્રમાં આવેલ પીળા બિંદુ પર ક્લિક કરો. |
06:53 | પીળું બિંદુ લાલ થશે. પસંદગીનો અંત કરવા માટે e દબાવો. ટાળવા માટે q દબાવો. |
07:02 | આપણું ઘન પૂર્ણ થાય છે. ચાલો આપણા કામને સંગ્રહીએ. |
07:07 | File >> Save as પર જાવ. આપણે આપણી ફાઈલને cube.geo તરીકે નામ આપીશું. |
07:15 | નોંધ લો અહીં "geo" એ geometry માટે છે. Ok ક્લિક કરો. ફરીથી Ok ક્લિક કરો. |
07:23 | અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. એસાઈનમેંટ તરીકે, Gmsh માં બીજી સાદી ભૂમિતિ બનાવો જેમ કે નળાકાર, ગોળો. |
07:35 | આ ટ્યુટોરીયલમાં આપણે: Synaptic Package Manager અને વેબસાઈટ વાપરીને Gmsh ને સંસ્થાપિત કરવું તથા રન કરવાનું શીખ્યા. Gmsh વાપરીને ઘન બનાવ્યું. |
07:48 | આ વિડીઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
07:56 | અમે સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરીએ છીએ અને પ્રમાણપત્રો આપીએ છીએ. કૃપા કરી આ URL નો સંદર્ભ લો: contact@spoken-tutorial.org
સ્પોકન ટ્યુટોરીયલને ફાળો એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. |
08:11 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |