Java/C3/Static-Blocks/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 14:39, 12 December 2017 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
00:01 | Static blocks પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે: static blocks શું છે |
00:10 | કેવી રીતે static blocks જાહેર કરવા અને કેવી રીતે static blocks વાપરવા. |
00:16 | અહીં આપણે વાપરી રહ્યા છીએ: Ubuntu 14.04 JDK 1 .7 અને Eclipse 4.3.1 |
00:26 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને Java અને Eclipse IDE નું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે. |
00:34 | સાથે જ તમને Java માં instance variables, static variables અને static methods ની જાણકારી હોવી જોઈએ. |
00:43 | જો નથી, તો સંદર્ભિત Java ટ્યુટોરીયલો માટે, કૃપા કરી દર્શાવેલ લીંકનો સંદર્ભ લો. |
00:48 | ચાલો static blocks વિશે શીખીએ. |
00:52 | Static block નો ઉપયોગ મોટાભાગે static variables ની વેલ્યુઓને ઇનીશલાઈઝ (પ્રારંભિત) કરવા માટે થાય છે. |
00:59 | એક static block ને static કીવર્ડ વાપરીને ઘોષિત કરાય છે. |
01:03 | class મેમરીમાં લોડ થાય ત્યારે Static blocks ને એક્ઝીક્યુટ કરાવાય છે. |
01:08 | પ્રોગ્રામમાં જો static blocks હોય તો, તેનું constructors ની પહેલા આવ્હાન થાય છે. |
01:14 | એક static block અંતર્ગત આપણે instance variables ને એક્સેસ કરી શકતા નથી. |
01:19 | હવે, આપણે Eclipse પર જશું અને StaticBlockDemo નામનો એક નવો પ્રોજેક્ટ બનાવીશું. |
01:26 | આ પ્રોજેક્ટ અંતર્ગત, આપણે Static Blocks નાં ઉપયોગને ડેમોનસ્ટ્રેટ કરવા માટે જરૂરી classes બનાવીશું. |
01:33 | src ફોલ્ડર પર જમણું ક્લિક કરો અને ક્લિક કરો New-> Class. |
01:38 | class નું નામ StudentEnroll તરીકે ટાઈપ કરો અને Enter દબાવો. |
01:44 | હવે StudentEnroll ક્લાસને રજુ કરવા માટે આપેલ કોડ ટાઈપ કરો. |
01:49 | નોંધ લો અહીં બે static variables count અને orgname છે. |
01:54 | હવે Source પર ક્લિક કરો -> અને પસંદ કરો Generate Constructor using Fields. |
02:00 | ઉત્પન્ન થયેલ કોડમાંથી super કીવર્ડ રદ્દ કરો. |
02:04 | જયારે પણ constructor નું આવ્હાન થાય ત્યારે આપણે મેસેજને પ્રિંટ કરવા ઈચ્છીએ છીએ. |
02:09 | તો આ constructor અંતર્ગત, “Constructor invoked” પ્રિંટ કરવા માટે આપેલ કોડ ટાઈપ કરો. |
02:15 | હવે આપણે વેરીએબલો (ચલો) ની વેલ્યુઓને પ્રિંટ કરવા માટે આ ક્લાસમાં એક મેથડ showData( ) ઉમેરીશું. |
02:21 | તો આપેલ કોડ ટાઈપ કરો. |
02:23 | હવે આપણે count અને orgname ની વેલ્યુઓને ઇનીશલાઈઝ (પ્રારંભિત) કરવા માટે એક static block ઉમેરીશું. |
02:29 | આપેલ કોડ ટાઈપ કરો. |
02:32 | વેરીએબલો orgname અને count static variables છે. |
02:36 | છગડીયા કૌંસ અંતર્ગત આવેલ આ કોડનો બ્લોક જે static કીવર્ડ આગળ પૂર્વગ થયેલ છે એ એક static block છે. |
02:42 | આ static block એ count અને orgname માટેની વેલ્યુઓને અનુક્રમે 100 અને IITM તરીકે ઇનીશલાઈઝ કરે છે. |
02:51 | આ static block અંતર્ગત, “static block-1 is invoked” પ્રિંટ કરવા માટે આપેલ કોડ ટાઈપ કરો. |
02:58 | હવે આપણે main method ધરાવતું વધુ એક class ઉમેરીશું. |
03:03 | તો default package પર જમણું ક્લિક કરો, ક્લિક કરો New-> Class અને ત્યારબાદ નામ Demo તરીકે ટાઈપ કરો. |
03:11 | આ class અંતર્ગત આપણી પાસે main મેથડ છે. |
03:15 | ટાઈપ કરો main અને ત્યારબાદ main method ઉત્પન્ન કરવા માટે Ctrl+space દબાવો. |
03:21 | આપણે StudentEnroll class નો એક ઓબજેક્ટ બનાવીશું. |
03:25 | ઓબજેક્ટ s1 બનાવવા માટે આપેલ કોડ ટાઈપ કરો. |
03:29 | હવે વેલ્યુઓ પ્રિંટ કરવા માટે ચાલો showData મેથડને આવ્હાન કરીએ. |
03:33 | ટાઈપ કરો s1.showData() semicolon |
03:38 | હવે ચાલો Demo પ્રોગ્રામ રન કરીએ. |
03:41 | આપણે અવલોકન કરી શકીએ છીએ કે static block એ constructor પહેલા આવ્હાન થયું છે. |
03:46 | count and orgname ની વેલ્યુઓ static block માં વ્યાખ્યાયિત કર્યા પ્રમાણે ઇનીશલાઈઝ થઇ છે. |
03:53 | હવે ચાલો StudentEnroll class પર પાછા ફરીએ. |
03:57 | ચાલો જોઈએ કે static block અંતર્ગત આઈડીની વેલ્યુ ઇનીશલાઈઝ કરવા પર શું થાય છે. |
04:03 | static block અંતર્ગત ટાઈપ કરો, id equals IT01 semicolon |
04:10 | આપણે જોઈ શકીએ છીએ કે એક એરર ઉદ્ભવે છે. |
04:13 | તે દર્શાવે છે કે એક instance variable ને static block અંતર્ગત એક્સેસ કરી શકાતું નથી. |
04:19 | હવે ચાલો આ લાઈનને કમેંટ (ટીપ્પણી) કરીએ અને આગળ વધીએ. |
04:25 | ચાલો સ્લાઈડ પર પાછા ફરીએ. |
04:27 | એક class બહુવિધ static blocks ધરાવી શકે છે. |
04:30 | આવા કિસ્સામાં તેને ફક્ત એક વાર કોલ (આવ્હાન) કરાય છે જે પ્રમાણેનાં ક્રમમાં તે સોર્સ (સ્ત્રોત) કોડમાં દૃશ્યિત થાય છે. |
04:37 | તેને ચકાસવા માટે Eclipse પર પાછા ફરીએ. |
04:40 | ચાલો હયાત વાળા પછી હજુ એક static block ને સમાવિષ્ટ કરીએ. |
04:45 | આપેલ કોડને ટાઈપ કરો. |
04:47 | આ static block count અને orgname માટેની વેલ્યુ અનુક્રમે 200 અને IITB તરીકે ઇનીશલાઈઝ કરે છે. |
04:57 | આ static block અંતર્ગત આપેલ કોડ ટાઈપ કરો. |
05:01 | હવે ચાલો ફરીથી Demo પ્રોગ્રામ રન કરીએ. |
05:04 | આઉટપુટ માંથી, આપણે તપાસ કરી શકીએ છીએ કે બીજું static block એ પહેલા પછીથી આવ્હાન થાય છે. |
05:10 | static variables count અને orgname ની વેલ્યુઓ બીજા static block દ્વારા અપડેટ (સુધારિત) થઇ છે. |
05:18 | તે અનુક્રમે 200 અને IITB છે. |
05:22 | ચાલો સારાંશ લઈએ. |
05:24 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા: static block શું છે. static block ને કેવી રીતે ઘોષિત કરવું અને વ્યાખ્યાયિત કરવું અને static blocks ને કેવી રીતે આવ્હાન અને એક્ઝીક્યુટ કરાય છે. |
05:37 | એસાઈનમેંટ માટે, આ એસાઈનમેંટ એ Static Methods એસાઈનમેંટનું અનુસંધાન છે. |
05:44 | તમે Static Methods એસાઈનમેંટ પૂર્ણ કર્યું છે તેની ખાતરી કરી લો. |
05:48 | પહેલાની જેમ આ સ્લાઈડમાં ઉલ્લેખિત કરેલ CarService ક્લાસ ડીઝાઇન કરો. |
05:54 | instance variables અને static variables ને ઓળખો. |
05:58 | instance variables માટે વેલ્યુઓ ઇનીશલાઈઝ કરવા માટે એક constructor વ્યાખ્યાયિત કરો. |
06:03 | static variables ની વેલ્યુઓ ઇનીશલાઈઝ કરવા માટે એક static block વ્યાખ્યાયિત કરો. |
06:08 | સાથે જ main method ધરાવતો એક Demo ક્લાસ બનાવો. |
06:12 | મેઈન (મુખ્ય) મેથડ અંતર્ગત, CarService નાં અમુક ઓબજેક્ટો બનાવો અને show( ) મેથડ આવ્હાન કરો. |
06:19 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ Spoken Tutorial Project નો સારાંશ આપે છે. |
06:24 | કૃપા કરી તે ડાઉનલોડ કરીને જુઓ. |
06:27 | Spoken Tutorial Project ટીમ સ્પોકન ટ્યુટોરીયલો વાપરીને વર્કશોપો આયોજિત કરે છે અને જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
06:35 | વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો. |
06:39 | Spoken Tutorial Project ને ફાળો એનએમઈઆઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. |
06:46 | આ મિશન પર વધુ માહિતી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. |
06:50 | Dept. of Information Technology, Amal Jyothi College of Engineering : દ્વારા આ સ્ક્રીપ્ટને ફાળો અપાયો છે. |
06:58 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ચેતન સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |