Java/C3/Abstract-Classes/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 17:00, 14 November 2017 by Jyotisolanki (Talk | contribs)
|
|
00:00 | Abstract Classes પરનાં Spoken Tutorial માં સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું: Abstract Methods અને Concrete Methods |
00:12 | Abstract Classes અને Concrete Classes અને |
00:16 | કેવી રીતે Abstract Classes ને વાપરવું. |
00:18 | આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યો છું: Ubuntu 12.04 JDK 1.7 અને Eclipse 4.3.1 |
00:28 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને સામાન્ય Java અને Eclipse IDE નું જ્ઞાન હોવું જરૂરી છે. |
00:36 | સાથે જ તમને જાવામાં subclassing નું જ્ઞાન હોવું જોઈએ. |
00:40 | જો નથી, તો સંદર્ભિત Java ટ્યુટોરીયલો માટે, કૃપા કરી દર્શાવેલ લીંકનો સંદર્ભ લો. |
00:46 | પહેલા આપણે Abstract Method વિશે જોશું. |
00:50 | Abstract method એ એક method છે જેને implementation વિના ઘોષિત કરાયું છે. |
00:55 | તેને abstract કીવર્ડ વાપરીને ઘોષિત કરાયું છે. |
00:59 | આ method માટે કોઈપણ ખુલ્લા કે બંધ કૌંસ હોવા ન જોઈએ. |
01:04 | ચાલો એક સેમ્પલ (નમુના) પ્રોગ્રામ વડે Abstract class નાં ઉપયોગને સમજીએ. |
01:09 | હવે આપણે Eclipse પર જઈશું અને AbstractDemo નામનો એક નવો project બનાવીશું. |
01:16 | આ project ની અંદર, Abstract class નાં ઉપયોગને ડેમોનસ્ટ્રેટ કરવા માટે આપણે જરૂરી classes બનાવીશું. |
01:24 | હવે, src ફોલ્ડર પર જમણું-ક્લિક કરો અને ક્લિક કરો New > Class. |
01:30 | class નું નામ Person તરીકે ટાઈપ કરો અને Enter દબાવો. |
01:35 | હવે Person નું નામ અને ઉમર રજુ કરવા માટે આપણે fields ઉમેરીશું. ટાઈપ કરો: String name અર્ધવિરામ. |
01:44 | સાથે જ ટાઈપ કરો: int age અર્ધવિરામ. |
01:48 | હવે Source પર ક્લિક કરો અને પસંદ કરો Generate constructor using fields. |
01:55 | ઉત્પન્ન થયેલ કોડમાંથી super કીવર્ડ રદ્દ કરો. |
01:59 | name અને age ફીલ્ડો (ક્ષેત્રો) ની વેલ્યુઓને constructor ઈનીશલાઈઝ (પ્રારંભિત) કરી શકે છે. |
02:05 | આગળ આપણે concrete method વિશે શીખીશું. |
02:08 | Concrete method નું અમલીકરણ પૂર્ણપણે છગડીયા કૌંસમાં કરાય છે. |
02:14 | નામ અને ઉમરને પ્રિંટ કરવા માટે આપણે આ class માં એક concrete method ઉમેરીશું. |
02:21 | સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે આપેલ કોડ ટાઈપ કરો. |
02:25 | અહીં દર્શાવેલ આ showBasicDetails() મેથડ, concrete method નું એક ઉદાહરણ છે. |
02:32 | અવલોકન કરો આ method નું પૂર્ણપણે અમલીકરણ થયું છે. |
02:36 | હવે આપણે આ class માં એક abstract method ઉમેરીશું. |
02:41 | તો, ટાઈપ કરો: public void showDetails( ) અર્ધવિરામ. |
02:46 | એક એરર આવે છે, કારણ કે આપણે હજી સુધી abstract keyword ઉમેર્યું નથી. |
02:51 | તો, હવે abstract કીવર્ડ ઉમેરો. |
02:55 | હવે આપણે બીજો એક એરર આવતો જોઈ શકીએ છીએ. |
02:58 | આ એટલા માટે કારણ કે, abstract methods ને ફક્ત abstract classes માં ઉમેરી શકાવાય છે. |
03:03 | તો, હવે abstract કીવર્ડને એક abstract class બનાવવા માટે તેને Person class માં ઉમેરો. |
03:10 | અહીં દર્શાવેલ class Person એક abstract class છે. |
03:15 | તે showDetails() કહેવાતું એક abstract method ધરાવે છે. |
03:20 | અહીં આપેલ આકૃતિ inheritance relation રજુ કરે છે. |
03:24 | અહીં, Person class એ એક abstract class છે. |
03:29 | Employee class અને Student class એ Person class નાં subclasses છે. |
03:35 | આ subclasses તેમનાં પોતાના વિભિન્ન અમલીકરણો પ્રદાન કરી શકે છે. |
03:40 | આ Person class માં ઉપસ્થિત showDetails( ) મેથડ દ્વારા થયું છે. |
03:45 | ઉદાહરણ તરીકે: Employee class માં ShowDetails() Method એ Employee ID અને Salary પ્રિંટ કરે છે,જ્યારે કે Student class માંનું ShowDetails() Method એ Student Register Number અને Grade પ્રિંટ કરે છે. |
04:01 | ત્યારબાદ default package પર જમણું-ક્લિક કરો અને Employee નામનો બીજો એક class બનાવો. |
04:07 | હવે આને Person class નું એક subclass બનાવવા માટે, ટાઈપ કરો: extends Person. |
04:14 | હવે, આપણે જોઈ શકીએ છીએ કે એરર Eclipse IDE માં આવે છે. |
04:19 | તે સૂચિત કરે છે કે આપણે abstract method showDetails( ) ને implementation પ્રદાન કરવું જોઈએ. |
04:26 | આપણે તે ટૂંક સમયમાં કરીશું. |
04:28 | હવે employee id અને employee salary ને રજુ કરવા માટે બે fields બનાવો. |
04:34 | તો, ટાઈપ કરો: String empid અર્ધવિરામ અને int salary અર્ધવિરામ. |
04:42 | હવે Source પર ક્લિક કરો અને ત્યારબાદ Generate constructor using fields પસંદ કરો. |
04:49 | આ constructor એ name, age, empid અને salary ની વેલ્યુઓ ઇનીશલાઈઝ કરી શકે છે. |
04:56 | ચાલો હવે showDetails method વ્યાખ્યાયિત કરીએ. તો, ટાઈપ કરો: public void showDetails( ). |
05:04 | આ method ની અંદર, આપણે કર્મચારીની વિગતોને પ્રિંટ કરવાની જરૂર છે. |
05:09 | સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે આપેલ કોડ ટાઈપ કરો. |
05:13 | નોંધ લો એરર showDetails() method અમલીકરણ થવા પર, અદૃશ્યિત થાય છે. |
05:19 | આગળ આપણે project નો એક Student class જોશું. |
05:23 | મેં પહેલાથી જ Student નામનો એક subclass બનાવ્યો છે. |
05:28 | Student class માં અહીં બે ક્ષેત્રો છે register number અને grade જે વિદ્યાર્થી રજીસ્ટર (નોંધણી) ક્રમાંક અને ગ્રેડ (દરજ્જો) રજુ કરે છે. |
05:37 | એક constructor આ class અંતર્ગત પણ બન્યું છે. |
05:42 | આ constructor નો ઉપયોગ name, age, register number અને grade માટેની વેલ્યુઓને ઇનીશલાઈઝ કરવા માટે કરી શકાવાય છે. |
05:50 | showDetails method નું પણ આ class માં અમલીકરણ થયું છે. |
05:56 | તે Student Register Number અને grade ની વેલ્યુઓ પ્રિંટ કરે છે. |
06:00 | હવે નોંધ લો Employee class તેનું પોતાનું showDetails() નું અમલીકરણ ધરાવે છે. |
06:08 | અને Student class એ તેનું પોતાનું showDetails() નું અમલીકરણ ધરાવે છે. |
06:14 | હવે default package પર જમણું-ક્લિક કરો. |
06:17 | ક્લિક કરો New > Class અને ત્યારબાદ નામને Demo તરીકે ટાઈપ કરો. |
06:23 | આ class ની અંદર, આપણી પાસે main મેથડ રહેશે. |
06:27 | તો, ટાઈપ કરો main અને ત્યારબાદ main મેથડ ઉત્પન્ન કરવા માટે ctrl+space દબાવો. |
06:33 | હવે ચાલો Person p equals new Person ટાઈપ કરીને Person class તત્કાલ કરવાનો પ્રયાસ કરીએ. |
06:42 | કૌંસમાં બમણા અવતરણમાં ટાઈપ કરો John અને અર્ધવિરામ મુકો. |
06:48 | હવે આપણે એક એરર જોઈ શકીએ છીએ. આ એટલા માટે કારણ કે Person class એ abstract છે અને તેને તત્કાલ કરી શકાતું નથી. |
06:58 | ચાલો આ લાઈનને રદ્દ કરીએ. |
07:00 | સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે આપેલ કોડ ટાઈપ કરો. |
07:04 | હવે, Employee class ને Person p1 equals new Employee તરીકે વાપરીને ચાલો Person class ને તત્કાલિત કરીએ. |
07:14 | પહેલી લાઈનમાં, આપણે વિભિન્ન આર્ગ્યુમેન્ટો (દલીલો) ની વેલ્યુઓ પસાર કરીએ છીએ. |
07:19 | John એ Employee name તરીકે પસાર થયું છે. |
07:22 | 40 એ age ની વેલ્યુ તરીકે. |
07:25 | E267 એ Employee ID ની વેલ્યુ તરીકે અને 10000 એ Employee salary ની વેલ્યુ તરીકે. |
07:33 | હવે આપણે Person class માં p1.showBasicDetails() તરીકે concrete method આવ્હાન કરી શકીએ છીએ. |
07:41 | સાથે જ આપણે object p1 ને p1.showDetails() તરીકે વાપરીને showDetails() method કોલ (આવ્હાન) કરી શકીએ છીએ. |
07:50 | એજ પ્રમાણે Student class વાપરીને Person class ને તત્કાલિત કરો. |
07:55 | આને Person p2 equals new Student તરીકે રજુ કરાયું છે. |
08:01 | હવે આપણે વિભિન્ન arguments ની વેલ્યુઓ પસાર કરી રહ્યા છીએ. |
08:06 | દર્શાવ્યા પ્રમાણે આપણે object વાપરીને showBasicDetails() method અને showDetails() મેથડ આવ્હાન કરી શકીએ છીએ. |
08:15 | હવે ચાલો આ Demo પ્રોગ્રામને run કરીએ. |
08:18 | તો, class Demo પર જમણું-ક્લિક કરો અને ત્યારબાદ પસંદ કરો Run as > Java Application. |
08:25 | સાદી કર્મચારી વિગતો જેમ કે name અને age સાથે આપણે આઉટપુટ જોઈ શકીએ છીએ. |
08:31 | આ showBasicDetails() મેથડ દ્વારા પ્રિંટ કરાયું છે. |
08:35 | બીજી અન્ય કર્મચારી વિગતો જેમ કે employee ID અને salary એ showDetails() મેથડ દ્વારા પ્રિંટ કરાયી છે. |
08:43 | એજ પ્રમાણે સામાન્ય વિદ્યાર્થી વિગતો જેમ કે name અને age એ showBasicDetails() મેથડ દ્વારા પ્રિંટ કરાયી છે. |
08:52 | વિદ્યાર્થીની બીજી વિગતો જેમ કે Student register number અને grade એ showDetails() મેથડ દ્વારા પ્રિંટ કરાયી છે. |
09:01 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. |
09:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા: Abstract Methods અને Concrete Methods |
09:14 | Abstract Classes અને Concrete Classes અને Abstract Classes ને કેવી રીતે બનાવવો અને વાપરવો. |
09:21 | એસાઈનમેંટ તરીકે, એક abstract class Vehicle બનાવો જે કે એક abstract method run() ધરાવે. |
09:29 | એક subclass Car બનાવો જે Vehicle class ને વિસ્તારિત કરે અને run method નું અમલીકરણ કરે જે કે પ્રિંટ કરે કે “Car is running on 4 wheels”. |
09:39 | સાથે જ એક subclass Bike બનાવો જે ફરીથી Vehicle class ને વિસ્તારિત કરે અને run મેથડનું અમલીકરણ કરે જે કે પ્રિંટ કરે “Bike is running on 2 wheels”. |
09:50 | તે સાથે પરિણામો ચકાસવા માટે main મેથડ ધરાવતું એક Demo class બનાવો. |
09:56 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને જુઓ. |
10:03 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે અને |
10:09 | ઓનલાઈન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. |
10:13 | વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો. |
10:16 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો એનએમઈઆઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. |
10:23 | આ મિશન પર વધુ માહિતી દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. |
10:28 | આ સ્ક્રીપ્ટ માટે ફાળો ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજી, અમલ જ્યોતિ કોલેજ ઓફ એન્જિનિયરીંગ દ્વારા આપવામાં આવ્યો છે. |
10:35 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ચેતન સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |