Single-Board-Heater-System/C2/Introduction-to-Single-Board-Heater-System/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 11:54, 13 November 2017 by Jyotisolanki (Talk | contribs)
| |
00:01 | '“ Single Board Heater System” ના પરિચય સ્પોકન ટ્યૂટોરિઅલ માં આપનું સ્વાગત છે. |
00:06 | આ ટ્યૂટોરિઅલ માં આપણે "SBHS " ના મુખ્ય લક્ષણો જોશું. |
00:11 | "SBHS " નું સચિત્રાત્મક સ્પષ્ટીકરણ. |
00:14 | "સિંગલ બોર્ડ હીટર સિસ્ટમ" ને ટૂંક માં "SBHS " કહેવાય છે. |
00:19 | આ માઇક્રોકન્ટ્રોલર પર આધારિ ટેમ્પરેચર કંટ્રોલ સેટઅપ છે જે એક બોક્સમાં જ પ્રયોગ શાળા છે. |
00:24 | આ સેટ અપ સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ ના "કંટ્રોલ કોર્સ " ની જરૂરિયાત ને અનુલક્ષી ને તૈયાર કરવા માં આવેલ છે. |
00:32 | આ ઇલેક્ટ્રોનિક્સ ના કોન્સપ્ટ્સ /(ખયાલ) પર આધારિત છે. |
00:36 | સીરીયલ પોર્ટ કૉમ્યૂનિકેશન |
00:38 | Micro-controller programming માઇક્રોકન્ટ્રોલર પ્રોગ્રામિંગ |
00:40 | Data acquisition interface ડેટા અસિક્વિઝિશન ઇન્ટરફેસ |
00:42 | Control theory. કંટ્રોલ થીયરી |
00:44 | આ કોન્સપ્ટ્સ /(ખયાલ) તેના વિકાસ માટે મૂળભૂત જરૂરિયાત પુરી પડે છે. |
00:50 | આ પછી આપણે SBHS ની મુખ્ય લાક્ષણિકતાઓ વિશે વાત કરીશું. |
00:55 | SBHS એ 3000 રૂપિયાનું સાધન છે જે હાર્ડવેર ડિઝાઇન અને કોડ્સ સાથે ઓપન સોંર્સ તરીકે જારી કરવામાં આવ્યું છે. |
01:03 | છતાં ,ખાસ નોંધ લેશો કે ખરીદતી વખતે મૂળ કિંમત બદલાઈ પણ શકે છે. |
01:08 | ઓપન સોંર્સ સોફ્ટવેર એ SBHS ને ઇન્ટરફેસ કરવા વપરાય છે. |
01:12 | વધુ વિગતો sbhs.os-hardware.in વેબસાઈટ પર મેળવી શકો છો. |
01:19 | સવિશેષ , તે માટે લગભગ એક મિનિટનો સમય લાગશે . |
01:24 | જેથી કોઈ પણ વાસ્ત્વીક પ્રયોગ 10 મિનિટની અંદર કરી શકે. |
01:29 | આ સેટઅપ "વરચ્યુઅલ લેબ પ્રોજેક્ટ” અંતર્ગત રિમોટ ઍક્સેસ માટે પણ ઉપલબ્ધ છે. |
01:35 | કોઈ પણ તેને રીમોટલી ઉપયોગ કરી તેનો અનુભવ મેળવી શકે છે |
01:38 | પછી વપરાશકર્તા તેને ખરીદી અથવા એસેમ્બલ કરી શકે છે અને તેને કોલેજમાં અથવા ઘરે પ્રયોગશાળા તરીકે સ્થિત કરી શકે છે. (some zzz sound came ) |
01:46 | આકૃતિ માં Single Board Heater System. બતાવેલ છે. |
01:50 | તેમાં 12 વોલ્ટ DC વોલ્ટેજ ઉત્પન્ન કરવા SMPS વાપરેલ છે |
01:56 | ધાતુની બ્લેડ અને હીટર કોઇલ આ ધાતુના આધાર ની નીચે લગાવેલ છે |
02:02 | આ ઉપરાંત તેમાં કમ્પ્યુટર પંખો, ડિસ્પ્લે , |
02:04 | USB અને RS232 પોર્ટ છે. |
02:08 | હવે આપણે SBHS નો બ્લોક ડાયાગ્રામ જોઈએ |
02:11 | આકૃતિ માં SBHS નો બ્લોક ડાયાગ્રામ દર્શાવેલ છે |
02:14 | તેમાં પાવર સપ્લાય , |
02:17 | આઠ બીટ નું માઇક્રોકન્ટ્રોલર , |
02:19 | Display, Fan (ડીસ્પ્લે , પંખો ), |
02:21 | Heater Assembly, Temperature Sensor ( હીટર એસેમ્બલી , ટેમ્પરેચર સેન્સર) , |
02:25 | Instrumentation amplifier and associated circuitry |
02:29 | ISP, Serial and USB port ISP ,(સીરીયલ અને USB પોર્ટનો સમાવેશ થાય છે). |
02:33 | હવે આપણે SBHSની અંદર આવતા વિવિધ ભાગો વિષે ટૂંકમાં જાણીશું |
02:39 | સૌ પ્રથમ પાવર સપ્લાય જોઈએ. |
02:42 | Power supply' એ સામાન્ય રીતે 12V 400 watt SMPS. છે. |
02:47 | આ 12 વોલ્ટ ડીરેક્ટલી ઉપયોગમાં લેવાય છે પણ મોટા ભાગ ની સર્કિટને 5 વોલ્ટની જ જરૂરિયાત હોય છે |
02:54 | તેથી જ્યાં જરૂર પડે ત્યાં અલગ વોલટેજ રૅગ્યુલૅટોર નો ઉપયોગ કરેલો છે. |
02:59 | પાવર સપ્લાય માં વધઘટ થવાથી તાપમાન ના રીડિંગમાં ભૂલ ના આવે તેથી સિસ્ટમ અને સેન્સર ના વોલટેજ રેગ્યુલેટર અલગ રાખ્યા છે. |
03:09 | બીજું, માઇક્રોકન્ટ્રોલર જોઈએ |
03:11 | અહીં આઠ મેગેબીટનું ATmega16 માઇક્રોકન્ટ્રોલરનો ઉપયોગ કરેલો છે |
03:15 | 'માઇક્રોકન્ટ્રોલર અહીં મહત્વ ની ભૂમિકા ભજવે છે |
03:19 | તે SBHS બોર્ડની અંદર ઉપસ્થિત દરેક હાર્ડવેરને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નિયંત્રણ કરે છે. |
03:25 | તે વિવિધ કાર્યો જેવા કે કમ્પ્યુટર અને SBHS વચ્ચે કૉમ્યૂનિકેશન કરવું, |
03:33 | હીટર કોઇલ માંથી પસાર થતા વિદ્યુતપ્રવાહ નું નિયંત્રણ કરવું, |
03:37 | પંખાની ઝડપનું નિયંત્રણ કરવું, |
03:39 | તાપમાન નું રીડિંગ નોંધવું, |
03:42 | અને વિવિધ પરિમાણો અને અન્ય જરૂરી કામગીરી દર્શાવવાનું કાર્ય કરે છે. |
03:47 | ત્યાર બાદ હીટર અને પાંખો આવે છે. |
03:50 | હીટર એસેમ્બલિમાં એક ધાતુની પટ્ટી છે જે નિક્રોમ વાયરની કોઇલથી 3.5mm દૂર રાખેલ છે |
03:58 | જયારે કોઇલમાં કરંટ પસાર થાય છે ત્યારે તે ગરમ થાય છે. |
04:02 | આ ઉષ્માનું ધાતુ ની પ્લેટ સુધી વહન કન્વેકશન દ્વારા થાય છે જેથી તાપમાન વધે છે. |
04:08 | અહીં પંખો એ કમ્પ્યુટરમાં વપરાતો પંખો જ છે. |
04:12 | જે ગરમ થયેલી ધાતુની પ્લેટને ઠંડી પાડવા વપરાય છે. |
04:15 | અનુભવને આધારે તેને હીટરની નીચે મુકેલ છે |
04:20 | ત્યાર બાદ ડ્રાઈવર બ્લોક આવે છે |
04:23 | આ બીજું કઈ નહિ પણ સાધન છે જેની મદદથી ફેન અને હીટરને અપાતો પાવર બદલી શકાય છે. |
04:29 | MOSFETS પણ આ માટે જ વપરાય છે. |
04:32 | માઇક્રોકન્ટ્રોલર તરફથી અપાતા આદેશ મુજબ MOSFET કાર્ય કરે છે. |
04:37 | આ MOSFETS વાસ્તવમાં અમુક PWM frequency. પર સ્વિચ થાય છે. |
04:42 | હવે આપણે તાપમાન સેંસર વિષે વાત કરીશું. |
04:45 | AD 590 તાપમાન માપક સેન્સર છે, જેનો ઉપયોગ ગરમ પ્લેટ નું તાપમાન માપવા થાય છે . |
04:51 | આ સેન્સર નું આઉટપુટ મઈક્રો એમ્પિઅર પર કેલ્વિનમાં હોય છે. |
04:56 | તેનું ઓપરેટિંગ ટેમ્પરેચર રેન્જ -55 થી 150 ડીગ્રી સેન્ટિગ્રેડ હોય છે. |
05:02 | તદુપરાંત, તેને લિનિયરાઈઝેશનના અન્ય કોઇ પણ પ્રક્રિયાની જરૂર નથી. |
05:07 | હવે આપણે ઇન્સ્ટ્રુમેન્ટેશન એમ્પ્લીફાયર જોઈશું. |
05:11 | Instrumentation amplifier નો ઉપયોગ AD590 દ્વારા ઉત્પન્ન થયેલ સિગ્નલ કન્ડિશનિંગ કરવા થાય છે. |
05:18 | તે તાપમાન સેન્સર ને યોગ્ય ઇનપુટ ઈમ્પિડન્સ / (અવબાધ) આપે છે. |
05:23 | તેથી સેન્સર દ્વારા ઉત્પન્ન થયેલ સિગ્નલ નું મૂલ્ય સિગ્નલ કન્ડિશનિંગ વખતે ઘટતુ નથી. |
05:30 | ડિસ્પ્લે અને ઈન્ડીકેટર બ્લોક, |
05:33 | 16x2 LCD display. થી કરી છે. |
05:37 | આ મુજબ ડિસ્પ્લે દરેક લીટીમાં 16 અક્ષરો બતાવવવા સક્ષમ છે.અને આવી બે લીટી છે. |
05:44 | તેમાં આંતરિક કોન્ટ્રોલર હોવાથી કોઈ અલગ કોન્ટ્રોલરની જરૂર પડતી નથી. |
05:50 | તેનો ઉપયોગ વિવિધ પરિમાણો જેવા કે તાપમાન, પંખો , હીટર અને મશીન ID દર્શાવવા થાય છે |
05:56 | તે 4 બિટ મોડમાં કાર્ય કરે છે. |
05:59 | ઈન્ડીકેટર તરીકે વિવિધ ઓનબોર્ડ LED નો ઉપયોગ કરે છે. |
06:04 | આ પછી સીરીયલ વોલ્ટેજ કોન્ટ્રોલર બ્લોક છે. |
06:09 | તેનો ઉપયોગ સિગ્નલ નું "સીરીયલ" થી "TTL" માં કે "TTL"થી "સીરીયલ"માં રૂપાંતરણ કરવા થાય છે. |
06:15 | આ પછી USB થી સીરીયલ કન્વર્ટર બ્લોક છે |
06:19 | તે સિગ્નલ નું USB થી સીરીયલ કે સીરીયલ થી USB માં રૂપાંતરણ કરવા થાય છે. |
06:24 | આ પછીનો બ્લોક USB અને RS 232 પોર્ટ બ્લોક છે |
06:28 | તેનો ઉપયોગ USB અને RS 232 કેબલ જોડવા થાય છે |
06:33 | અંતિમ બ્લોક ISP બ્લોક છે |
06:36 | ISP એટલે કે ઈન સિસ્ટમ પ્રોગ્રામિંગ |
06:39 | તેમાં 10 પિન મેલ કનેક્ટર આવેલ છે |
06:42 | તેની મદદ થી માઇક્રો- કન્ટ્રોલરને કોઈ પણ યોગ્ય પ્રોગ્રામિંગ સાધનથી પ્રોગ્રામ કરાય છે |
06:48 | આ સાથે Introduction to Single Board Heater System. નું સ્પોકન ટ્યૂટોરિલ પૂર્ણ થાય છે |
06:54 | સારાંશ આ મુજબ છે. |
06:56 | આ સ્પોકન ટ્યૂટોરિઅલ માં આપણે SBHS ની મુખ્ય લાક્ષણિકતાઓ અને બ્લોક ડાયાગ્રામ વિષે માહિતી મેળવી. |
07:03 | વિવિધ પ્રકાર ના બ્લોક ની સમજણ મેળવી જેમાં પાવર સપ્લાય, |
07:07 | માઇક્રોકન્ટ્રોલર ,હીટર અને ફેન, |
07:09 | ડ્રાઈવર અને ટેમ્પરેચર સેન્સર, |
07:11 | ઇન્સ્ટ્રુમેન્ટેશન એમ્પ્લીફાયર અને ડિસ્પ્લે, |
07:14 | USB , RS 232 અને ISP ની માહિતી મેળવી. |
07:19 | તેનો વિડિઓ નીચે ની લિન્ક ઉપર ઉપલબ્ધ છે. |
07:22 | આ સ્પોકન ટ્યુટોરીયલનો સારાંશ આપે છે. |
07:25 | યોગ્ય બેન્ડવિડ્થ ના હોય તો તમે તેને ડાઉનલોડ કર્યા બાદ જોઈ શકો છો. |
07:29 | સ્પોકન ટ્યૂટોરિઅલ ની ટીમ વિવિધ વર્કશોપ નું આયોજન " સ્પોકન ટ્યૂટોરિઅલ " દ્વારા કરે છે. |
07:34 | પછી, જેને ઓનલાઇન પરીક્ષા પાસ કરી હોય તેને પ્રમાણપત્ર આપે છે. |
07:38 | વધુ વિગત માટે ઇમેઇલ કરો: ccontact@spoken-tutorial.org |
07:45 | સ્પોકન ટ્યૂટોરિઅલ પ્રોજેક્ટ એ " talk to teacher " / “ શિક્ષક સાથે સીધી વાત “ પ્રોજેક્ટનો ભાગ છે. |
07:49 | તે નેશનલ મિશન ઓન એડયુકેશન થ્રુ ICT ,MHRD ,Government of India દ્વારા આધારભૂત છે. |
07:56 | આ મિશન ની વધુ વિગત [1] ઉપર ઉપલબ્ધ છે. |
08:08 | આ સાથે હૂં જ્યોતિ સોલંકી (IIT Bombay ) મારું ટ્યૂટોરિઅલ સમાપ્ત કરું છું. |