OpenFOAM/C3/Simulating-Hagen-Poiseuille-flow/Gujarati
Time | Narration |
00:02 | નમસ્તે મિત્રો, OpenFOAM માં Simulating Hagen-Poiseuille flow પરનાં spoken tutorial માં સ્વાગત છે. |
00:09 | આ ટ્યુટોરીયલમાં, આપણે જોશું:
3D cylindrical pipe ને બનાવવું તથા મેશ કરવું Hagen-Poiseuille flow ને simulate કરવું જેકે boundaries પર fixed pressure ratio ધરાવે અને ParaView માં velocity contour દર્શાવવું. |
00:25 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું:
Linux Operating system Ubuntu 12.04 OpenFOAM આવૃત્તિ 2.1.1 અને ParaView આવૃત્તિ 3.12.0 |
00:38 | આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે, શીખનારને Fluid Dynamics અને Hagen-Poiseuille flow ની સાદી જાણકારી હોવી જોઈએ. |
00:46 | અહીં છે, Hagen-Poiseuille Flow આકૃતિ. આપણે પાઇપનાં પરિમાણો અને સીમાઓ જોઈ શકીએ છીએ. |
00:52 | પ્રવાહીની Viscosity વાપરવામાં આવી છે, એટલે કે, પાણી અપાયું છે. inlet પર દબાણ 20 Pascals છે અને outlet પર 0Pascals છે. |
01:04 | જો કે આ એક in compressible flow છે, તેથી ફક્ત દબાણનો તફાવત મહત્વનો છે. |
01:10 | સુત્રો અને વિશ્લેષણાત્મક ઉકેલ:
Hagen-Poiseuille flow માટે, પાઈપ દરમ્યાન Pressure drop છે: P1 minus P2 equals 32 mew U average L upon D square. |
01:25 | પાછલા આકૃતિમાંથી વેલ્યુઓ સબસ્ટીટ્યુટ (અવેજીમાં મુકવું) કરવાથી, આપણને મળે છે U average equals to 0.208 meters per second. Maximum Velocity આપવામાં આવી છે: average velocity નાં બમણી જે કે રહેશે સેકેંડ દીઠ 0.416 મીટર. |
01:44 | ફ્લો (પ્રવાહ) માટે Reynolds Number છે: U average into D upon nu, જે કે આવશે 2080. તેથી, ફ્લો (પ્રવાહ) એ transient છે. |
01:56 | અહીં વપરાયેલ solver નું પ્રકાર છે IcoFOAM. |
02:01 | આ એક Transient Solver છે. આ ન્યુટોનિયન પ્રવાહીનાં in-compressible, laminar flow માટે વપરાય છે. |
02:08 | Pressure Boundary Conditions વાપરવામાં આવી છે-
Inlet: fixed Pressure પર Outlet: fixed Pressure પર Walls: Zero Gradient પર. |
02:19 | Velocity Boundary Conditions વાપરવામાં આવી છે-
Inlet: pressure Inlet Velocity પર Outlet: zero Gradient પર Walls: fixed Value પર. |
02:28 | આ કેસ (કિસ્સા) ને એક્ઝીક્યુટ કરવા માટે- પહેલા, ચાલો 'icoFoam' ફોલ્ડરમાં case directory બનાવીએ અને તેને અમુક નામ આપીએ. મેં તેને '3dpipe' તરીકે નામ આપ્યું છે. |
02:41 | આ ફોલ્ડરનું સ્થાન જાણવા માટે, Lid driven cavity પરનાં ટ્યુટોરીયલ મારફતે જાવ. નવા બનાવેલા ફોલ્ડરમાં lid driven cavity સમસ્યાનાં '0' (zero) (શૂન્ય), 'constant' અને 'system' આ ફોલ્ડરો કોપી કરો. |
02:54 | ચાલો '3dpipe' ફોલ્ડરની અંદર જઈએ. |
02:58 | મારા 3dpipe ફોલ્ડરમાં મેં પહેલાથી જ ફોલ્ડરો કોપી કરી લીધા છે અને તેમાંની ફાઈલો મોડીફાઈ કરી લીધી છે. |
03:05 | હવે, ચાલો '0' ફોલ્ડરમાં જાવ અને 'P' ફાઈલ ખોલો. આ pressure boundary condition ફાઈલ છે. |
03:14 | નોંધ લો પરિમાણો એ meter square per second square (m2/s2) માં છે. |
03:20 | તેથી pascals માં આવેલ દબાણ વેલ્યુને ઘનતા દ્વારા ભાગવામાં આવે છે, એટલે કે, 1000 Kg/m3 (Kg per meter cube) અને અહીં લખાયેલ છે. |
03:29 | ચાલો ફાઈલને બંધ કરીએ. |
03:32 | ફાઈલ આપેલ પ્રમાણે velocity boundary conditions ધરાવે છે. ચાલો ફાઈલને ખોલીએ. inlet, outlet અને fixed walls માટે આપણે velocity boundary conditions જોઈ શકીએ છીએ. |
03:43 | ચાલો ફાઈલને બંધ કરીએ અને '0' ફોલ્ડરમાંથી બહાર આવીએ. |
03:48 | blocking વ્યૂહરચના જોવા માટે, ચાલો હું ફરી પાછો slides પર આવું. |
03:54 | પાઈપની 3D ભૂમિતિ બનાવવા માટે, મેં બનાવી છે 2D વર્તુળાકાર geometry અને લંબાઈને z- દિશામાં બહિષ્કૃત કરી છે. |
04:03 | નંબરિંગ પેટર્ન દર્શાવ્યા પ્રમાણે છે. તમે મેશનાં પરિમાણો પણ જોઈ શકો છો. |
04:11 | blockMeshDict ફાઈલ જોવા માટે, ચાલો સ્લાઈડને મીનીમાઈઝ કરીએ. |
04:16 | ચાલો 'constant' ફોલ્ડરમાં જઈએ, અને ત્યારબાદ 'polyMesh'. ચાલો 'blockMeshDict' ફાઈલ ખોલીએ. તમે ઇનલેટ, આઉટલેટ અને fixed wall માટે vertices, logs, edges અને boundaries જોઈ શકો છો. |
04:37 | ચાલો ફાઈલ બંધ કરીએ અને polyMesh ફોલ્ડરથી બહાર નીકળીએ. |
04:42 | આપણે જોઈએ છીએ 'transportProperties' ફાઈલ. ચાલો ફાઈલને ખોલીએ. નોંધ લો dynamic viscosity વેલ્યુ, અહીં, 1 e-06 છે. |
04:53 | ચાલો ફાઈલને બંધ કરીએ અને 'constant' ફોલ્ડરથી બહાર નીકળીએ. |
04:59 | ચાલો 'system' ફોલ્ડરમાં જઈએ. હવે, ચાલો 'controlDict' ફાઈલ પર એક નજર ફેરવીએ. |
05:07 | સોલ્યુશન (દ્રાવણ) 18 સેકંડ બાદ converges થાય છે. તેથી, અંતિમ time step એ 19 રાખવામાં આવે છે. time step એ 1e-03 પર સુયોજિત થયું છે. |
05:20 | ચાલો ફાઈલ બંધ કરીએ. ચાલો 'Home' ફોલ્ડર બંધ કરીએ. |
05:26 | હવે કેસને execute કરવા માટે, આપણે ટર્મિનલ મારફતે પહેલા '3dpipe' ફોલ્ડરમાં જશું. ચાલો કીબોર્ડ પર અનુક્રમે, control, alt અને t કી દાબીને ટર્મિનલ ખોલીએ. |
05:40 | ટાઈપ કરો "run" અને Enter દબાવો. |
05:44 | ટાઈપ કરો cd (space) tutorials અને Enter દબાવો. |
05:50 | ટાઈપ કરો cd (space) incompressible અને Enter દબાવો. |
05:55 | ટાઈપ કરો cd (space) icoFoam અને Enter દબાવો. |
05:59 | ટાઈપ કરો cd (space) 3Dpipe અને Enter દબાવો. |
06:05 | હવે mesh બનાવવા માટે, ટાઈપ કરો "blockMesh" અને Enter દબાવો. Meshing પૂર્ણ થઇ છે. |
06:16 | iterations શરુ કરવા માટે, ટાઈપ કરો "icoFoam" અને Enter દબાવો. આપણે iterations ચાલતું જોઈએ છીએ. |
06:27 | પુનરાવૃત્તિ પ્રક્રિયા પૂર્ણ થઇ છે. ચાલતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, પરિણામોનાં postprocessing માટે "paraFoam" ટાઈપ કરો અને Enter દબાવો. આનાથી " paraview" ખુલશે. આ " paraview" છે. |
06:41 | geometry જોવા માટે ચાલો Object inspector મેનુની ડાબી બાજુએ આવેલ Apply પર ક્લિક કરીએ. |
06:49 | સારા દેખાવ માટે ચાલો ભૂમિતિને ફેરવીએ. |
06:52 | active variable control મેનુ પર ક્લિક કરો અને ડ્રોપ-ડાઉન મેનુમાં U પસંદ કરો. |
07:01 | ઉપર બાજુએ, VCR toolbar માં, Play બટન પર ક્લિક કરો. |
07:06 | Object Inspector મેનુ પર જાવ, Display પર જાવ, Rescale to data range પર ક્લિક કરો. |
07:16 | અર્ધો વિભાગ જોવા માટે, common નામનાં ટૂલબાર પર જાવ, Clips પર ક્લિક કરો, object inspector મેનુ > properties પર જાવ અને Apply દબાવો. ચાલો ઝૂમ કરી વિસ્તૃત કરીએ. |
07:35 | ચાલો color legend ખોલીએ. |
07:38 | આપણે જોઈ શકીએ છીએ કે મહત્તમ ગતિ એ વાસ્તવિક મહત્તમ ગતિનાં પાસે છે એટલે કે સેકેંડ દીઠ 0.4 મીટર. |
07:46 | ગ્રાફ જોવા માટે, ઉપર આવેલ Filters પર જાવ > Data Analysis અને Plot Over Line દબાવો. |
07:56 | Y Axis દબાવો અને Apply દબાવો. |
08:00 | Hagen-Poiseuille flow માટે આપણે પેરાબોલીક (પરીવલય) પ્રોફાઈલ જોઈ શકીએ છીએ. |
08:05 | ચાલો ગ્રાફ બંધ કરીએ. ચાલો ParaView બંધ કરીએ અને slides પર જઈએ. |
08:12 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા:
3D pipe geometry બનાવવી અને mesh કરવી. boundaries પર fixed pressure ratio માટે Hagen-Poiseuille flow ને simulate કરવું અને ગતિ પરિણામોને Parafoam માં દર્શાવવા |
08:30 | એસાઈનમેંટ તરીકે-
geometry parameters બદલો જેમ કે લંબાઈ અને વ્યાસ. સંદર્ભિત દબાણ ગુણોત્તર બદલો અને વિભિન્ન viscosity નાં પ્રવાહી વાપરો. |
08:43 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
08:54 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: * સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.
જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, અમને contact at spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો. |
09:11 | Spoken Tutorials પ્રોજેક્ટ એ Talk to a Teacher પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે:
spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |