CellDesigner/C2/Create-and-Edit-Components/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 12:51, 30 October 2017 by Shivanigada (Talk | contribs)
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો. Create and Edit Components in CellDesignerના આ ટ્યૂટોરિઅલમાં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યૂટોરિઅલમાં , આપણે શીખીશું : અગાઉથી સેવ કરેલી .xml ફાઈલને Draw વિસ્તારમાં ખોલવી. |
00:15 | compartmentમાં આ મુજબના ફેરફારો કરવા : બોર્ડરના shape, size, color અને thickness. |
00:22 | CellDesignerમાં વિવિધ પ્રકારની ફાઇલ્સ બનાવવી અને Speciesની ઓળખ(identity) બદલવી. |
00:28 | આપણે આ પણ શીખીશું કે Speciesને કેવી રીતે કટ , કોપી અને પેસ્ટ કરવું, Speciesના સ્ટાર્ટ-પોઇન્ટ અને એન્ડ-પોઇન્ટ વિષે જાણીશું. |
00:37 | Speciesને કેવી રીતે સક્રિય(activate) કરવું અને તેનો રંગ બદલવો, Reactionના ગુણધર્મો(properties) કેવી રીતે બદલવા અને Fileને બંધ કેવી રીતે કરવી. |
00:47 | અહીં હું Ubuntu Linux OS version 14.04 , CellDesigner version 4.3 અને Java version 1.7 વાપરી રહી છું. |
00:57 | આ ટ્યૂટોરિઅલને અનુસરણ માટે તમે undergraduate Biochemistryના અને CellDesigner ઇન્ટરફેઝના સાથે પરિચિત હોવા જરૂરી છો. |
01:05 | જો તમે ન જાણતા હોવ, તો તેને સંબંધિત CellDesigner tutorials માટે અમારી વેબસાઈટ ની મુલાકાત ‘’’www.spoken-tutorial.org’’’લો . |
01:16 | શીખનારાઓ ખાસ નોંધ લો : આ શ્રેણીના અગાઉના થોડાક ટ્યૂટોરિઅલ્સ Windows OS ઉપર બનાવેલ છે. |
01:24 | જો કે હવે , અહીંથી, આ શ્રેણી Ubuntu Linux OS ઉપર પૂર્ણ થશે. |
01:30 | ચાલો હવે CellDesignerમાં કોમ્પોનન્ટ્સ (components)ને ઉમેરીએ અને ફેરફાર કરીએ. |
01:35 | Ctrl+Alt+T કીઝ એકસાથે દબાવી terminal ને ખોલીએ. |
01:41 | હવે ટાઈપ કરીએ ./runCellDesigner4.3 અને Enter દબાવીએ. |
01:52 | CellDesigner વીન્ડોવ (window)તમારા કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર ખુલે છે. |
01:56 | આપણે અગાઉથી બનાવેલ ફાઈલ Create and Edit ને ચાલો હવે ખોલીએ. |
02:02 | તો File ઉપર ક્લિક કરો અને પછી Open ક્લિક કરો. |
02:07 | Openનામનું ડાયલોગ બોક્સ સ્ક્રીન ઉપર દ્રશ્યમાન થાય છે. |
02:11 | અહીં, આપણને ‘Folders’ શીર્ષક નીચેથી આપણું ફોલ્ડર સિલેક્ટ કરવું પડશે. |
02:15 | ‘File’ શીર્ષક નીચેના 'Create_and_Edit.xml' ફાઈલ ઉપર ક્લિક કરીએ અને પછી ‘Ok’ ઉપર બે વાર ક્લિક કરીએ. |
02:27 | આપણી ફાઈલ Create_and_Edit.xml હવે Draw વિસ્તારમાં ખુલે છે. |
02:35 | કમ્પાર્ટમેન્ટને સિલેક્ટ કરો. Main Menu બારમાંના Component ઉપર જાઓ. |
02:43 | નીચે સ્ક્રોલ કરો અને Change to OVALને સિલેક્ટ કરો. |
02:48 | Draw વિસ્તારની ઉપર, આપણી પાસે હવે Oval Compartment છે. |
02:54 | color અથવા thickness બદલવા ,main menu બારમાં “Component” ઉપર જાઓ. |
03:00 | “Change color & shape” વિકલ્પ ઉપર ક્લિક કરો. |
03:05 | બીજી રીતે , કમ્પાર્ટમેન્ટની સીમારેખા(boundary) ઉપર રાઈટ ક્લિક કરો અને “Change color & shape” વિકલ્પ સિલેક્ટ કરો. |
03:14 | 'Change color & shape' નામનું એક ડાયલોગ બોક્સ સ્ક્રીન ઉપર દૃશ્યમાન થાય છે. |
03:20 | એકદમ પાતળી સીમારેખા માટે, Membrane Thicknessને 12 થી 8 અથવા તેનાથી પણ ઓછી રાખો. |
03:29 | color બદલવા , Color panel ઉપર જાઓ. |
03:34 | Color panel માં એક હૅન્ડલ જેવા પોઇન્ટર સાથેનું એક Color wheel છે. |
03:39 | પોઇન્ટર ઉપર ક્લિક કરી તેને પકડી રાખો અને તમને ગમતા રંગને સિલેક્ટ કરવા તેને ગોળ ફેરવો. |
03:46 | તમામ ફેરફારો થઇ ગયા બાદ Apply ઉપર ક્લિક કરો અને પછી 'Ok' ક્લિક કરો. |
03:53 | હવે Reaction ટૂલબાર ઉપર વિવિધ Compartments ડ્રો કરવા બીજા વિકલ્પો વિષે તમે જાતે જ શોધ કરો. |
04:00 | હવે આપણે Speciesના change the identity વિશે શીખીશું . |
04:05 | તો પહેલા આપણે CTRL+N દબાવી નવી વીન્ડોવ (window) ખોલીશુ. |
04:11 | ચાલો આ ફાઈલને નામ આપીએ , જેમકે Change Species. |
04:16 | આપણે width અને heightને ડિફોલ્ટ જ રાખીશું. અને Ok બટન ક્લિક કરીએ. |
04:22 | હવે ટૂલ બારમાંના 'Generic protein' આઇકનને ક્લિક કરીશું. Draw વિસ્તાર ઉપર ક્લિક કરો. |
04:30 | ડાયલોગ બોક્સમાં , ટાઈપ કરો Pectin અને Ok બટન ક્લિક કરીએ. |
04:37 | હવે Generic protein Pectin ઉપર રાઈટ ક્લિક કરીએ. |
04:41 | અને વિકલ્પ Change Identity ઉપર ક્લિક કરીએ. |
04:46 | 'Change identity of the species' નામનું ડાયલોગ બોક્સ સ્ક્રીન ઉપર ખુલે છે. |
04:53 | Class box માં નીચે જતા એરો ઉપર ક્લિક કરીએ. |
04:58 | ડ્રોપ ડાઉન મેનુમાંથી કોઈ પણ વિકલ્પ સિલેક્ટ કરીએ , ઉદાહરણ તરીકે , simple molecule. |
05:05 | હવે આ simple molecule ને Name boxમાં નામ આપીએ. |
05:10 | તેને કહો Fructose. Apply બટન ઉપર ક્લિક કરીએ. |
05:17 | ધ્યાનથી જુઓ આપણું Protein Pectin હવે Fructose નામના simple moleculeમાં પરિવર્તન પામી ગયું છે. |
05:25 | ચાલો હવે Cut, Copy અને Paste વિશે શીખીએ. |
05:29 | હું Draw વિસ્તારમાં પહેલેથી રહેલા Fructoseનો જ ઉપયોગ કરીશ. |
05:34 | Speciesને cut કરવા, પહેલા Species Fructose ઉપર ક્લિક કરીએ. |
05:40 | Edit menu ઉપર જાઓ , નીચે સ્ક્રોલ કરો અને Cut ઉપર ક્લિક કરો. |
05:47 | યાદ રાખો કે Cut માટેનું શોર્ટકટ કી છે Ctrl+X. |
05:53 | Species Fructose કટ થઇ જાય છે. |
05:56 | speciesને paste કરવા , પાછા 'Edit' મેનુ ઉપર જાઓ , નીચે સ્ક્રોલ કરો અને Paste ઉપર ક્લિક કરો. |
06:03 | નોંધ લો Pasteની શોર્ટકટ કી છે Ctrl+V. |
06:08 | Species Fructose પાછી Draw વિસ્તારમાં દેખાય છે. |
06:12 | Speciesની કોપી બનાવવા , "main menu" બારના Edit ઉપર જાઓ. |
06:18 | Copy ઉપર ક્લિક કરો. |
06:21 | નોંધ લો Copy માટેની શોર્ટકટ કી છે Ctrl+C કોપી ઉપર ક્લિક કરો. હવે Draw વિસ્તાર ઉપર ક્લિક કરો. |
06:31 | આ વખતે , ચાલો પેસ્ટ કરવા Ctrl + V દબાવીએ . |
06:36 | હવે આપણી પાસે Draw વિસ્તારમાં Fructoseની એક કોપી આવી ગઈ છે. |
06:40 | કોઈ પણ ક્રિયાને Undo કરવા Ctrl+Z અને કોઈ ક્રિયાને Redo કરવા Ctrl+Y દબાવો. |
06:51 | જો કે આ બધા મર્યાદિત ઉપયોગમાં આવે છે. |
06:55 | ચાલો હવે Fructose molecules એસિડ ને Draw વિસ્તાર પર "drag'" અને "Move" કરીએ. |
07:00 | તે કરવા, Fructose ઉપર ક્લિક કરો અને તેને નિશ્ચિત જગ્યાએ ડ્રેગ કરો. |
07:07 | આગળ આપણે શીખીશું , start-point અને end-point species શું છે અને species ને activate કેવી રીતે કરવું? |
07:13 | તે માટે , મેં અગાઉથી જ બે generic proteins વચ્ચે state transition reaction ડ્રો કર્યું છે. |
07:21 | મેં તેમને Protein 1 અને Protein 2 નામ આપ્યા છે. |
07:25 | યાદ કરો , reaction કેવી રીતે ડ્રો કરવું તે આપણે અગાઉં જ શીખી લીધું છે. |
07:29 | ન જાણતા હોવ તો આ શ્રેણીના અગાઉંના ટ્યૂટોરિઅલ્સ નિહાળો. ચાલો આગળ વધીએ. |
07:35 | આ રિએક્શનમાં , ‘Protein 1’ એ ‘start point’ અને Protein 2 એ ‘end point’ છે. |
07:43 | species ને એક્ટિવેટ કરવા Species ઉપર ક્લિક કરો જે Reactionનો 'end-point' છે. |
07:50 | આપણા કેસમાં , તે Protein 2 છે. |
07:53 | તો Protein 2 ઉપર ક્લિક કરો અને કીબોર્ડપર A દબાવો. |
07:59 | હું આ ફેરફારને Ctrl + Z કીઝ વડે undo કરી દઉં. |
08:05 | વૈકલ્પિક રીતે Protein 2 ઉપર ક્લિક કરીએ. |
08:09 | હવે પછી , main menu બાર ઉપર , Component ઉપર જાઓ. |
08:13 | નીચે સ્ક્રોલ કરો અને Set Active ઉપર ક્લિક કરો. |
08:18 | ધ્યાનથી જુઓ activated species આવા dashed line વડે આવરિત થયેલ છે. |
08:24 | ચાલો હવે species, Protein 2ના color બદલીએ. |
08:29 | તો તેના ઉપર રાઈટ ક્લિક કરો અને 'Change color and shape'ને ક્લિક કરો. |
08:35 | અગાઉં જોયું તેમ , Color પેનલમાં એક color wheel રહેલ છે. |
08:40 | તમને ગમતો રંગ પસંદ કરવા pointer ને ક્લિક કરી તેને ગોળ ફેરવો. |
08:44 | પછી Apply અને Ok ઉપર ક્લિક કરો. |
08:49 | species નો બદલાતો રંગ ધાયનથી જુઓ. |
08:53 | હવે આપણે જોઈશું કે Reactionના ગુણધર્મો(Properties) કેવી રીતે બદલી શકાય. |
08:57 | ચાલો આપણે આપણા Draw વિસ્તારમાં રહેલા state transition reaction ઉપર પાછા ફરીએ. |
09:03 | બે speciesની વચ્ચે રહેલા reaction arrow ઉપર રાઈટ-ક્લિક કરો. |
09:08 | હવે Change Identity વિકલ્પ સિલેક્ટ કરો. |
09:13 | એક Change Properties of the Reaction નામનો ડાયલોગ બોક્સ દૃશ્યમાન થાય છે. |
09:18 | Name બોક્સમાં રિએક્શનનું નામ આપો , ધારોકે Reaction1 |
09:26 | Type બોક્સ ડ્રોપ ડાઉન મેનુ માંથી તમને યોગ્ય લાગતું રિએક્શન પસંદ કરો , જેમકે Transcription. 'Ok' ઉપર ક્લિક કરો. |
09:38 | ધ્યાનથી જુઓ draw વિસ્તારમાં reaction બદલાઈ જાય છે. |
09:42 | આપણે ડ્રો વિસ્તારમાં રિએક્શન એર્રોવ ઉપર આપેલ નામ હવે નથી જોઈ શકતા. |
09:47 | ચિંતા ન કરશો,તે વિશે આપણે હવેના આવતા ટ્યૂટોરિઅલ્સમાં શીખીશું. |
09:53 | ચાલો ફરી એકવાર reaction arrow ઉપર રાઈટ-ક્લિક કરો અને Change Identity વિકલ્પ ઉપર ક્લિક કરો. |
10:00 | જો તે એક Reversible રિએક્શન હોય તો , TRUE વિકલ્પને સિલેક્ટ કરો અને Ok ક્લિક કરો. |
10:09 | તમે જોઈ શકશો કે રિએક્શન વિપરીત થઇ ગયું હશે. |
10:14 | CellDesigner માંથી બહાર આવવા , File ઉપર ક્લિક કરો અને Exit વિકલ્પ પસંદ કરો. |
10:20 | અથવા તો, તમે Ctrl + Q દબાવો. |
10:25 | Confirmation ડાયલોગ બોક્સ સ્ક્રીન ઉપર ખુલશે, જે તમને તમેં કરેલા ફેરફારોને સેવ કરવા માટે પૂછશે. |
10:32 | Yes ક્લિક કરો અને Ok બટન ઉપર બે વાર ક્લિક કરો. |
10:38 | તે કહેશે કે તમારી ફાઈલમાં બદલાવ થયેલ છે. |
10:41 | Save the changes? Yes ને ક્લિક કરો. |
10:42 | સારાંશ જોઈએ : આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખ્યા : |
10:50 | draw વિસ્તારમાં અગાઉંથી સેવ કરેલ .xml ફાઈલ કેવી રીતે ખોલવી |
10:55 | Compartmentના બોર્ડરના shape, size, color and thickness કેવી રીતે બદલવા |
11:01 | CellDesignerમાં વિવિધ ફાઇલ્સ બનાવવી અને identityમાં ફેરફાર કરવા. |
11:07 | અને Species ને Cut, Copy અને Paste કરવા |
11:10 | આપણે આ પણ શીખ્યા : Speciesના સ્ટાર્ટ-પોઇન્ટ અને એન્ડ-પોઇન્ટ. |
11:15 | Speciesને કેવી રીતે Activate કરવું, Species નો Color કેવી રીતે બદલવો, Reactionની Properties કેવી રીતે બદલવી અને Fileને બંધ કેવી રીતે કરવી. |
11:25 | તમારા અભ્યાસ માટે : એક complex બનાવો અને Complex માં Species મુકો. |
11:32 | અસાઈન્મેન્ટ 2: ટૂલબાર નું અન્વેષણ કરો અને રિએક્શન માં રિએક્ટન્ટ (reactant ) અને પ્રોડક્ટ (પ્રોડક્ટ) કેવી રીતે ઉમેવા તે શોધો. |
11:41 | તમારો પૂર્ણ થયેલ અભ્યાસ આ પ્રમાણે દેખાવો જોઈએ. |
11:45 | તમારો પૂર્ણ થયેલ પ્રથમ અભ્યાસ આ પ્રમાણે દેખાશે : એક complex અને Complex માં મુકેલા Species . |
11:55 | અભ્યાસ 2 આ પ્રમાણે દેખાશે : reactant અને product સાથેનું એક state-transition reaction . |
12:00 | સ્પોકન ટ્યૂટોરિઅલ પ્રોજેક્ટ વિશે જાણવા |
12:05 | આ લિંક પર ઉપલબ્ધ વિડીયો ડાઉનલોડ કરો અને નિહાળો. તે સ્પોકન ટ્યૂટોરિઅલ પ્રોજેક્ટ વિષે માહિતી આપે છે. |
12:13 | સ્પોકન ટ્યૂટોરિઅલની ટીમ આ સ્પોકન ટ્યૂટોરિઅલ્સ દ્વારા વર્કશોપ્સનું સંચાલન કરે છે અને જેઓ આ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને સર્ટિફિકેટ્સ પણ આપે છે. વધુ માહિતી માટે, અહીં લખો : [mail માટે :contact@spoken-tutorial.org] |
12:23 | સ્પોકન ટ્યૂટોરિઅલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ ઉપર વધુ માહિતી ’’’’spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro ’’’ ઉપર ઉપલબ્ધ છે. |
12:35 | ભાષાંતર કરનાર હું શિવાની ગડા વિદાય લઉં છું. આભાર. |