PHP-and-MySQL/C2/XAMPP-in-Linux/Gujarati
From Script | Spoken-Tutorial
Title of script: XAMPP Installation
Author: Jyoti Solanki
Keywords: XAMPP Video Tutorial, Apache, LAMPP, Web Server
Time | Narration |
---|---|
00:00 | લીનક્સ પર XAMPP [એક્સઝેમ્પ] સંસ્થાપિત કરવાં પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:05 | એક્સઝેમ્પ એક મફત અને મુક્ત સ્ત્રોત વેબ સર્વર પૅકેજ છે. એક્સઝેમ્પ:
|
00:19 | ભૂતકાળમાં, આ સોફ્ટવેર LAMPP કહેવાતુ હતુ. પરંતુ ગેરસમજોને ટાળવા માટે તેને લીનક્સ માટે XAMPP તરીકે નામ અપાયું. |
00:27 | XAMPP સંસ્થાપિત કરવા માટે સરળ છે. XAMPP Windows, Linux, Mac OSX અને Solaris માટે ઉપલબ્ધ છે. |
00:35 | હું ઉબુન્ટૂ લીનક્સ આવૃત્તિ 10.04 વાપરી રહ્યી છું. |
00:39 | તમારી પાસે એડમીન એક્સેસ હોવું જોઈએ. |
00:41 | પ્રથમ સ્ટેપ છે લીનક્સ માટે XAMPP ડાઉનલોડ કરવું. |
00:44 | લીનક્સ માટે XAMPP નીચે આપેલ લીંકથી ડાઉનલોડ કરી શકાય છે |
00:48 | http://www.apachefriends.org/en/xampp.html |
00:58 | વેબસાઈટ પર જાઓ. |
00:59 | XAMPP ને Windows માટે, Mac OSX અને Solaris માટે ડાઉનલોડ કરવાં માટે પણ લીંકો ઉપલબ્ધ છે. |
01:09 | આપણે લીનક્સ માટે XAMPP લીંક પસંદ કરીશું. |
01:13 | અહીં ક્લિક કરીએ. |
01:14 | નીચે સ્ક્રોલ કરો અને ડાઉનલોડ માટે Step1 પર ક્લિક કરો. |
01:19 | હવે XAMPP Linux 1.7.7 પર ક્લિક કરો અને તેને ડાઉનલોડ કરવા માટે પગલાઓને અનુસરો. |
01:26 | સમય બચાવવા માટે મેં આ ફાઈલ પહેલાથી જ ડેસ્કટોપ પર ડાઉનલોડ કરી છે. |
01:30 | હવે Ctrl, Alt અને T કી સાથે દબાવી ટર્મીનલ ખોલો. |
01:37 | ટર્મીનલ વિન્ડો સ્ક્રિન પર દ્રશ્યમાન થાય છે. |
01:40 | ડાયરેક્ટ્રીને ડેસ્કટોપમાં બદલવા cd space Desktop કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો |
01:48 | ડેસ્કટોપનાં કન્ટેન્ટ દર્શાવવાં માટે ls કમાંડ ટાઈપ કરી Enter દબાવો. |
01:55 | XAMPP ઇનસ્ટોલેશન ફાઈલ ડેસ્કટોપ પર ઉપલબ્ધ છે. |
01:58 | sudo space tar space xvfz space xampp-linux-1.7.7.tar.gz space -C space /opt કમાંડ ટાઈપ કરો. |
02:13 | સૂડો પાસવર્ડ ટાઈપ કરો અને Enter દબાવો. |
02:16 | માફ કરજો મેં ખોટો પાસવર્ડ ટાઈપ કર્યો છે તેથી તે મને "Sorry, try again" એરર આપે છે. |
02:23 | બરાબર સૂડો પાસવર્ડ ટાઈપ કરો અને Enter દબાવો. તો, આપણે ડાઉનલોડ કરેલ અર્કાઇવને સફળતાપૂર્વક એક્સટ્રેકટ કરી છે. |
02:33 | હવે, ડાયરેક્ટ્રીને opt. માં બદલવાં માટે cd space /opt કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો. |
02:43 | opt. ડાયરેક્ટ્રીનાં કન્ટેન્ટ દર્શાવવાં માટે ls કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો. |
02:50 | XAMPP હવે /opt/lampp ડાયરેક્ટ્રીમાં સંસ્થાપિત થયું છે. |
02:57 | કમાંડ cd space lampp ટાઈપ કરો. |
03:02 | lampp ડાયરેક્ટ્રીનાં કન્ટેન્ટ દર્શાવવાં માટે ls કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો. |
03:09 | આગળનું પગલું XAMPP શરૂ કરવાનું છે. |
03:13 | sudo space /opt/lampp/lampp space start કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો. |
03:27 | સૂડો પાસવર્ડ દાખલ કરો અને Enter દબાવો. |
03:32 | લીનક્સ માટે XAMPP સફળતાપૂર્વક શરૂ થયું છે. |
03:36 | હવે ચાલો આપણા XAMPP સંસ્થાપનને ચકાસીએ. |
03:40 | આ કરવાં માટે હું ફાયરફોક્સ બ્રાઉઝર પર જઈશ. |
03:43 | એડ્રેસ બારમાં URL http://localhost ટાઈપ કરો અને Enter દબાવો. |
03:55 | તમે તમારા વેબ બ્રાઉઝરમાં URL http://localhost/xampp splash.php જોશો. |
04:07 | આ દર્શાવે છે કે અપાચે સર્વર ચાલી રહ્યું છે. હવે હું હોમ પેજ html માં બનાવીશ. |
04:15 | આ વેબ બ્રાઉઝર પર પ્રદર્શીત થશે. |
04:18 | ટર્મીનલ પર જાઓ. ડાયરેક્ટ્રીને /opt/lampp/htdocs માં બદલવા માટે cd space /opt/lampp/htdocs કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો. |
04:36 | આ આપણી વેબ ડાયરેક્ટ્રીનો પાથ છે |
04:39 | myhomepage ડાયરેક્ટ્રી બનાવવા માટે sudo space mkdir space myhomepage કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો. |
04:51 | htdocs ડાયરેક્ટ્રીનાં કન્ટેન્ટ દર્શાવવાં માટે ls કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો. |
04:58 | ડાયરેક્ટ્રીને myhomepage માં બદલવા માટે કમાંડ cd space myhomepage ટાઈપ કરો અને Enter દબાવો. |
05:08 | હવે હું હોમ પુષ્ઠ html માં બનાવીશ |
05:12 | gedit ટેક્સ્ટ એડીટરનો ઉપયોગ કરીને index.html બનાવવા માટે sudo space gedit space index.html કમાંડ ટાઈપ કરો અને Enter દબાવો. |
05:32 | HTML શીખવા માટે, કૃપા કરી અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ ટ્યુટોરીયલો જુઓ. |
05:37 | સમય બચાવવા માટે, હું અહીં HTML કોડને કોપી-પેસ્ટ કરીશ |
05:43 | title ટેગની વચ્ચે લખેલ ટેક્સ્ટ બ્રાઉઝરનાં ટાઈટલ બાર પર પ્રદર્શીત થશે. |
05:49 | body ટેગ વચ્ચે લખેલી ટેક્સ્ટ બ્રાઉઝરમાં પ્રદર્શીત થશે. |
05:54 | ફાઈલને સંગ્રહીત કરવાં માટે "Save" બટન પર ક્લિક કરો. gedit વિન્ડો બંધ કરો. |
05:59 | ફાયરફોક્સ બ્રાઉઝર પર પાછા જઈએ |
06:02 | URL http://localhost/myhomepage ટાઈપ કરો અને Enter દબાવો. |
06:13 | તમે જોશો કે welcome મેસેજ વેબ બ્રાઉઝરમાં દ્રશ્યમાન થાય છે. |
06:20 | આમ આ રીતે આપણે XAMPP ને સંસ્થાપિત, શરૂ અને ચકાસી શકીએ છીએ. |
06:26 | ફરીથી સ્લાઈડ પર જઈએ. હું હવે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વાત કરીશ |
06:31 | http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial પર ઉપલબ્ધ વિડીયો જુઓ |
06:42 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
06:46 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. |
06:51 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
06:57 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
07:01 | વધુ વિગતો માટે "contact sptutemail@gmail.com" ઉપર સંપર્ક કરો |
07:06 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:11 | જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
07:17 | આ મિશન પર વધુ માહિતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે, સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો |
07:27 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
07:30 | જોડાવા બદ્દલ આભાર. |
07:32 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. આભાર. |