CellDesigner/C2/Installation-of-CellDesigner/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:27, 9 October 2017 by Shivanigada (Talk | contribs)

Jump to: navigation, search
Time
Narration
00:01 Installation of CellDesignerને સમજાવતા આ સ્પોકન ટ્યૂટોરિઅલમાં તમારું સ્વાગત છે.
00:05 આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખીશું: CellDesigner 4.3 ને Windows ઓપરેટિંગ સિસ્ટમ ઉપર કેવી રીતે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવું.
00:14 આ ટ્યૂટોરિઅલને રેકોર્ડ કરવા, હું Windows XP અને CellDesigner 4.3 નો ઉપયોગ કરી રહી છું.
00:21 ખાસ ધ્યાન રાખો કે CellDesigner Linux અને Mac OS X ઉપર પણ કાર્ય કરે છે.
00:27 ધ્યાન રાખો કે જો તમારે કોઈ પણ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું હોય તો તમે એક એડમીન યુઝર હોવા જરૂરી છો.
00:34 તમે www.celldesigner.org વેબસાઈટ ઉપરથી CellDesigner ડાઉનલોડ કરી શકો છો.
00:42 હોમ પેજ ઉપર તમને downloads નામનું ટેબ મળશે. તેના ઉપર ક્લિક કરો.
00:48 તે તમને બીજા અન્ય પેજ ઉપર લઇ જશે. નીચે સ્ક્રોલ કરો.
00:53 Download CellDesigner ઉપર ક્લિક કરો.
00:56 નીચે સ્ક્રોલ કરો. Download શીર્ષક નીચે, ચાર લિંક્સ દેખાઈ રહી છે.
01:03 પ્રથમ લિંક ઉપર ક્લિક કરો જે છે Download for windows 32 bit .
01:09 તે તમને બીજા અન્ય પેજ ઉપર લઇ જશે.
01:11 અહીં આ બે વિકલ્પો છે - Registered User અને First Time User .
01:17 તમે હમણાં પહેલીવારના વપરાશકર્તા (user) છો.
01:21 તો First Time User ઉપર  ક્લિક કરો. Continue ઉપર  ક્લિક કરો.
01:25 હવે તમારે તમારી વિગતો અહીં ભરવાની છે.  
01:27 ચાલો હું અહીં વિગતો ભરું.
01:30 એકવાર જો તમે વિગતો ભરો છો ત્યારબાદ નીચે સ્ક્રોલ કરો અને Download પર ક્લિક કરો.
01:37 તમારે આ વિગતો એક જ વાર ભરવી પડશે.
01:41 પછીથી તમારે જો કોઈ બીજી નવી આવૃત્તિ ઇન્સ્ટોલ કરવી હોય તો તમારે Registered user ઉપર ક્લિક કરવું પડશે.
01:48 ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ લખો અને તમને આ પ્રમાણે સેટ અપ ફાઈલ મળશે.
01:53 હવે Save File ઉપર ક્લિક કરો
01:56 તે સેટ અપ ફાઈલ ડાઉનલોડ થવાનું શરુ કરશે . તે માત્ર થોડીક ક્ષણ લેશે
02:02 ડાઉનલોડિંગ ખતમ થયા પછી set-up ફાઈલ ખોલીએ,
02:07 તેના ઉપર  ક્લિક કરો. હવે Run ઉપર ક્લિક કરીએ.
02:12 Next બટન ક્લિક કરીએ
02:14 આ વિકલ્પ I accept the agreement ને પસંદ કરીએ.
02:17 Next બટન ક્લિક કરીએ
02:20 CellDesigner તમારા કોમ્પ્યુટર ઉપર ક્યાં ઇન્સ્ટોલ કરવું છે તે માટે યોગ્ય ફોલ્ડર પસંદ કરો.
02:25 Next બટન ક્લિક કરીએ.
02:27 Next બટન ક્લિક કરીએ
02:31 ઈન્સ્ટોલેશન ક્રિયાને પૂર્ણ કરવા Finish બટન ઉપર ક્લિક કરીએ.
02:36 તમને કેટલીક સૂચનાઓ મળશે. તેને ધ્યાનથી વાંચો.
02:40 અને પછી OK ઉપર ક્લિક કરો.
02:44 હવે સેલડિઝાઈનરને ખોલવા ડેસ્કટોપ પરના shortcut CellDesigner icon ને ક્લિક કરો .
02:52 CellDesigner Interface છે.
02:56 હવે પછીના આવતા ટ્યૂટોરિઅલ્સમાં આપણે મેનુ બાર્સ,ટૂલ બાર્સ અને વિવિધ પેનલ્સ વિશે શીખીશું.
03:02 આ મોડેલ CellDesigner ની મદદથી દોરેલું છે.
03:07 અહીં આ સબસ્ટ્રેટ(નીચેનો થર) આ એન્ઝાઇમ(પાચક રસ) સાથે જોડાય છે અને એક એન્ઝાઇમ-સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સની રચના થાય છે. આ સબસ્ટ્રેટ એક બનાવટમાં રૂપાંતરિત થાય છે.
03:17 ચાલો આ મોડેલ CellDesigner માં જોઈએ
03:20 આપણે આવા ઘણા જૈવિક(બાયોલોજીકલ) નેટવર્ક્સ CellDesigner દ્વારા બનાવી શકીએ છીએ.


 03:25 ઈન્સ્ટોલેશન બરાબર થયું છે કે નહિ તેની ચકાસણી કરવા.
 03:30 ચાલો પાછા CellDesigner વીન્ડોવ ઉપર જઈએ .
 03:34 ચાલો અહીં એક Protein ઉમેરીએ.
03:37 ચાલો ફાઈલમાં જઈએ, New ઉપર ક્લિક કરીએ.
03:41 હું એને trial નામ આપીશ. OK ઉપર ક્લિક કરીએ
03:45 હું protein ને પસંદ કરું.
03:48 અહીં ક્લિક કરો અને એને નામ આપો A .
03:52 અને OK ક્લિક કરીએ.
03:55 હવે પછીના ટ્યૂટોરિઅલમાં આપણે આની સાથે ચાલુ રાખીશું અને આ મોડેલ બનાવીશું.
04:01 તો આ આપણને Installation-of-CellDesigner પરના સ્પોકન ટ્યૂટોરિઅલના અંતે લઇ જાય છે.
 04:07 આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખ્યું કે સેલડિઝાઈનર 4.3ને વિન્ડોવ્સ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર કેવી રીતે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવું.
04:15 આ આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડિયો જુઓ તે તમને સ્પોકન ટ્યૂટોરિઅલ વિશે માહિતી આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિથ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
 04:27 સ્પોકન ટ્યૂટોરિઅલની ટીમ આ સ્પોકન ટ્યૂટોરિઅલ્સ દ્વારા વર્કશોપ્સનું સંચાલન કરે છે અને જેઓ આ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને સર્ટિફિકેટ્સ પણ આપે છે. વધુ માહિતી માટે, અહીં spoken-tutorial.org ઉપર લખો.
 04:44 સ્પોકન ટ્યૂટોરિઅલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે. જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.આ ઉપર વધુ માહિતી "સ્પોકન હાઈફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ NMEICT હાઈફન ઇનટ્રો" ઉપર ઉપલબ્ધ છે .
05:06 ભાષાંતર કરનાર હું છું શિવાની ગડા. અમારી સાથે જોડાવા માટે આભાર.

Contributors and Content Editors

Shivanigada