CellDesigner/C2/Installation-of-CellDesigner-on-Linux/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 13:26, 9 October 2017 by Shivanigada (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00:01 કેમ છો બધા. Installation of CellDesigner on Linux OSના આ સ્પોકન ટ્યૂટોરિઅલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યૂટોરિઅલમાં આપણે CellDesigner 4.3ને Ubuntu Linux Operating Systemમાં ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાનું શીખીશું.
00:18 અને CellDesignerના Draw વિસ્તારમાં Compartment બનાવવાનું પણ જોઈશું.
00:23 અહીં હું Ubuntu Operating System 14.04 , CellDesigner version 4.3 અને Java version 1.7 વાપરી રહી છું.
00:35 આ ટ્યૂટોરિઅલને સમજવા તમેં Linux Operating Systemના બેઝિક ઓપરેશનોના જાણકાર હોવા જરૂરી છો.
00:42 જો તમે ન હોવ,તો તેને સંબંધિત Linux tutorials અમારી વેબસાઈટ www.spoken-tutorial.org ઉપર ઉપલબ્ધ છે.
00:51 CellDesignerને ઇન્સ્ટોલ કરવા, તમારું વેબ બ્રાઉઝર(Web Browser) ખોલો અને જે URL દેખાય છે તેના ઉપર જાઓ.
01:00 જમણા હાથ તરફ રહેલ Download CellDesigner બટનને ક્લિક કરો.
01:07 એક નવું વેબ પેજ ખુલે છે.
01:09 નીચે સ્ક્રોલ કરો અને Downloadને શોધો.
01:13 તે Download for Linux 64 bit અને Download for Linux 32 bit બતાવે છે.
01:20 હવે, આપણે જોઈએ કે તમારા મશીનના OS typeની વિગતો કેવી રીતે શોધાય.
01:26 આ માટે,તમારા મશીનમાં સૌથી ઉપર જમણી બાજુના ખૂણામાં રહેલ 'System Settings' આઇકોનને ક્લિક કરો.
01:34 System Settingsને ક્લિક કરતા એક પેજ ખુલે છે.
01:40 પેનલ 'System'ની નીચે, 'Details' આઇકોન ઉપર બે વાર ક્લિક કરો.
01:48 અહીં નવી વીન્ડોવ 'Details' ખુલે છે. તમારા મશીનની OS type’ ચેક કરો કે શું તે 64-bit છે કે 32-bit.
02:00 મારુ મશીન 64 bitનું છે. હવે આ વીન્ડોવને બંધ કરી પાછા બ્રાઉઝર ઉપર જઈએ.
02:07 જો તમારું મશીન 32 bitનું હોય તો 32 bit version ડાઉનલોડ કરવાનું.
02:14 હું લિંકDownload for Linux 64 bit ઉપર ક્લિક કરીશ.
02:19 તરત જ એક નવી વીન્ડોવ ખુલે છે.
02:22 હું એક નવી ઉઝર હોવાથી, વિકલ્પ First Time User ઉપર હું ક્લિક કરીશ.
02:26 અને પછી Continue ઉપર ક્લિક કરીશું.
02:29 હવે આપણને થોડીક વ્યક્તિગત વિગતો ભરવા માટે પૂછવામાં આવે છે.
02:33 તે ભર્યા પછી, Download બટન ઉપર ક્લિક કરો.
02:37 એક ડાયલોગ બોક્સ ખુલે છે.અહીં Save File બટન ક્લિક કરો.
02:44 આ થોડીક ક્ષણ લેશે જે તમારા ઈન્ટરનેટની ગતિ ઉપર આધાર રાખે છે.
02:49 જેવી ફાઈલ ડાઉનલોડ થઇ જાય,Ctrl+Alt+T કીઝ દબાવી terminal ઉપર જાઓ.
02:58 મેં પહેલેથી જ આ ફાઈલ ડાઉનલોડ કરી રાખી છે જે ડિફોલ્ટ ફોલ્ડર Downloads માં છે.
03:04 તો પહેલા હું તે ફોલ્ડરમાં જાઉં, ટાઈપ કરો cd space Downloads અને Enter દબાવો.
03:15 ટાઈપ કરો ls અને Enter દબાવો.
03:20 અહીં આ રહી આપણે ડાઉનલોડ કરેલી ફાઈલ.
03:25 જો તમે 32 bit ડાઉનલોડ કરી હોત તો ફાઈલનું નામ 64ની જગ્યા એ 32 હોત.
03:32 હવેથી ટર્મિનલ કમાન્ડમાં તમારા 32 bit installer ના ફાઈલનું નામ વાપરવાનું યાદ રાખો
03:39 હવે આપણે ફાઈલ પરમિશનને બદલવી પડશેતો ટાઈપ કરો
03:43 sudo space chmod space 777 space hyphen capital R space CellDesigner hyphen 4.3 hyphen linux hyphen x64 hyphen installer.run
04:08 Enter દબાવો.
04:12 admin પાસવર્ડ ટાઈપ કરો અને Enter દબાવો.
04:19 હવે આપણે ફાઈલને રન કરવા ટાઈપ કરીશું dot forward slash CellDesigner hyphen 4.3 hyphen linux hyphen x64 hyphen installer.run અને Enter દબાવીશું.
04:39 Setup wizard ડાયલોગ બોક્સ ખુલે છે.
04:43 બટન ક્લિક કરીએ.
04:47 I accept the agreement વિકલ્પ ક્લિક કરીએ અને પછી Next ક્લિક કરીએ.
04:54 Installation Directory ડાયલોગ આ ડાયરેક્ટરી બતાવે છે જ્યાં CellDesigner ઇન્સ્ટોલ થશે.
05:00 તે આ રીતે દેખાશે /home/<your username>/CellDesigner4.3 હવે Next ક્લિક કરીએ.
05:10 તે કહે છે Ready to Install. પાછું Next ક્લિક કરીએ.
05:17 ઈન્સ્ટોલેશન ચાલુ થશે.
05:20 જેવું પૂરું થાય, ‘View Readme File’ ને અનચેક કરો અને Finish બટન ક્લિક કરો.
05:29 હવે Ctrl + Alt + T કીઝ દબાવી નવું terminal ખોલો.
05:34 ટાઈપ કરો ls અને Enter દબાવો.
05:39 અહીં આપણે runCellDesigner4.3 ફાઈલ જોઈ શકીએ છીએ.
05:44 CellDesignerને ખોલવા આપણને આ ફાઈલ એગઝીક્યૂટ(execute) કરવી પડશે.
05:48 તો ટાઈપ કરો dot forward slash runCellDesigner4.3 અને Enter દબાવો.
06:00 CellDesigner વીન્ડોવ આપણા Linux મશીનમાં હવે ખુલ્યું છે .
06:05 તમે ધ્યાનથી જુઓ કે આપણે Main menu બાર બરાબર જોઈ શકતા નથી. તેને જોવા માટે , આપણને system settings બદલવા પડશે.
06:15 તમારા મશીનમાં સૌથી ઉપર જમણી બાજુના ખૂણામાં રહેલ 'System Settings' આઇકોનને ક્લિક કરો.
06:23 ક્લિક કરતા System Settings પેજ ખુલે છે.
06:28 પેનલ 'Personal' ની નીચે 'Appearance' ઉપર બે વાર ક્લિક કરો.
06:34 'Appearance' નામની વીન્ડોવ ખુલે છે.
06:38 ટેબ 'Look'ની નીચેના , Theme ઉપર જાઓ.
06:43 'Theme' બોક્સના ડ્રોપ-ડાઉન મેનુ માંથી, 'Radiance'ને સિલેક્ટ કરો અને વીન્ડોવ બંધ કરો.
06:53 હવે ધ્યાનથી જુઓ Main menu બાર બરાબર દેખાય છે. ચાલો આગળ વધીએ હવે.
07:01 નવા ડોક્યુમેન્ટને ખોલવા , File ક્લિક કરો અને પછી New ક્લિક કરો.
07:07 વૈકલ્પિક રીતે , મેનુ બાર ના New આઇકોન ઉપર ક્લિક કરો અથવા Ctrl + N કીઝ દબાવો.
07:16 New Document ડાયલોગ બોક્સ સ્ક્રીન ઉપર ખુલે છે જે આપણેને કહે છે કે ફાઈલ નું નામ આપો.
07:23 ફાઈલનું નામ 'Create and Edit' ટાઈપ કરો.
07:30 Width ને 900, Height ને 800 સેટ કરો.
07:36 નીચે રહેલા Ok બટન ઉપર ક્લિક કરો.
07:40 એક માહિતી આપતું બોક્સ(information box) ખુલે છે.
07:43 અને નામમાં આપણે આપેલ બધા સ્પેસીસ , બદલાઈને underscore થઇ જાય છે.
07:48 તો ખરેખર ફાઈલનું નામ થશે 'Create underscore and underscore Edit'. Ok ક્લિક કરીએ અને આગળ વધીએ.
07:58 કેન્દ્રમાં દેખાતો સફેદ વિભાગ છે તેને આપણે Draw વિભાગ તરીકે બોલીશું.
08:02 આપણે menu bars, toolbars અને વિવિધ panels ને હવે પછીના ટ્યૂટોરિઅલમાં શીખીશું.
08:09 ટૂલ બારના બીજા અન્ય આઇકોનને સિલેક્ટ કરતા પહેલા , Select Mode બટનને ક્લિક કરીએ.
08:16 તે એક સિલેક્શન ટૂલ તરીકે વર્તશે.આ સિલેક્શન ટૂલની મદદથી ,આપણે ડ્રો વિસ્તારમાં કમ્પોનન્ટને Select ,Draw અને move કરી શકીએ.
08:25 કમ્પોનન્ટ ડ્રો કરતા પહેલા , આપણે ખાતરી કરીશું કે CellDesigner વીન્ડોવમાના Grid Snap અને Grid Visible એનેબલ છે કે નથી .
08:35 તે માટે "Main Menu " બારના Editને ક્લિક કરીએ .
08:39 નીચે સ્ક્રોલ કરીએ અને Grid Snapને ક્લિક કરીએ.
08:43 પાછા Edit ઉપર જઈએ અને Grid Visibleને ક્લિક કરીએ.
08:49 Grids આપણને Draw વિસ્તારમાં કમ્પોનંટ્સને સરખું સંરેખિત રીતે ગોઠવવા ઉપયોગી નીવડે છે.
08:54 ચાલો હવે List અને Notes વિસ્તારના સ્થાન બદલીએ.
08:59 યાદ કરો કે આપણે List વિસ્તાર, Notes વિસ્તાર અને Draw વિસ્તાર અગાઉંના ટ્યૂટોરિઅલમાં જ શીખી લીધા છે.
09:06 જો તમને યાદ ન હોય તો આ શ્રેણીના તે ટ્યૂટોરિઅલને તમે નિહાળી શકો છો.
09:12 ચાલો આગળ વધીએ અને List વિસ્તારનું સ્થાન બદલીએ.
09:15 View વિકલ્પ ઉપર જાઓ, List ને ક્લિક કરો અને ‘Right’ વિકલ્પને સિલેક્ટ કરો.
09:24 તે ‘List’ને Draw વિસ્તારની જમણી બાજુએ ખસેડે છે.
09:30 આ વિસ્તારોના માપ તેની બોર્ડરલાઈંસને ડ્રેગ કરી બદલી શકાય છે.
09:35 આપણે આ બોર્ડરલાઇન ઉપર કર્સર ખસેડીશું .
09:38 તમે બે મસ્તકવાળો એરો જોઈ શકો છો. તેને Draw વિસ્તારના મહત્તમ અથવા લઘુત્તમમાં ડ્રેગ કરો.
09:45 હવે આપણે Draw વિસ્તારમાં કામ કરવા ઉપર આગળ વધીશું.
09:49 તે પહેલા , આપણે CellDesigner વીન્ડોવમાં બધા જ આઇકોન્સને જોઈ શકીએ તેવું હોવું જોઈએ.
09:55 તે માટે, Main Menu બારમાંના View ઉપર જાઓ.
10:00 Change Toolbar Visible ઉપર ક્લિક કરો અને Show All વિકલ્પને પસંદ કરો.
10:09 હવે તમે CellDesigner વીન્ડોવ ઉપર બધા જ આઇકોન્સ જોઈ શકો છો . ચાલો આગળ વધીએ.
10:17 એક cell અથવા એક intracellular compartmentને દર્શાવવા , આપણે ટૂલ બારમાંના Square આઇકોનનો ઉપયોગ કરીશું .તો પ્રથમ તેના ઉપર ક્લિક કરો.
10:28 પછી Draw વિસ્તાર ઉપર ક્લિક કરીએ। અને માઉસનું બટન ચોદતા પહેલા, તેને ડ્રેગ કરો જેથી એક ચોરસ બનશે. હવે માઉસ બટનને છોડી દો.
10:38 જે 'Property of Compartment' ડાયલોગ ખુલે છે તેમાં, Nameને Cell તરીકે લખો અને Sizeને 1.0 આપી Ok. ઉપર ક્લિક કરો.
10:52 નામ કમ્પાર્ટમેન્ટના નીચેના ભાગમાં દ્રશ્યમાન થાય છે.
10:57 તમે કમ્પાર્ટમેન્ટના નામનું સ્થાન પણ બદલી શકો.
11:01 તે કરવા, કમ્પાર્ટમેન્ટ નામને સિલેક્ટ કરો,જે આપણા કેસમાં Cell છે.
11:07 હવે તેને ડ્રેગ અને ડ્રોપ કરો જ્યાં તમને મૂકવું હોય.
11:14 હવે આ ફાઈલને સેવ કરવા File ઉપર ક્લિક કરીએ તેના Save As વિકલ્પ ઉપર ક્લિક કરીએ.
11:22 હવે તમારે કાયા ફોલ્ડરમાં સેવ કરવું છે તે પસંદ કરો.
11:26 મારે તેને મારા Desktop ઉપર જ સેવ કરવું છે.
11:28 તો હું ફોલ્ડર તરીકે Desktop ઉપર બે વાર ક્લિક કરીશ જેમાં મારે ફાઈલને સેવ કરવી છે.
11:34 અને પછી નીચે જમણી બાજુના Ok બટન ઉપર ક્લિક કરીશ.
11:38 હજી પાછું એક વાર, નીચે જમણી બાજુના OK બટન ઉપર ક્લિક કરીએ। આપણી ફાઈલ હવે સેવ થઇ ગઈ છે.
11:46 CellDesignerને બંધ કરવા , File ઉપર ક્લિક કરો અને પછી Exitને ક્લિક કરો.
11:52 હવે આપણે તે ફોલ્ડરમાં જઈએ જ્યાં આપણે ફાઈલને સેવ કરી છે. તો હું મારા Desktop ઉપર જાઉં .આ રહી મારી ફાઈલ.
12:00 નોંધ લો કે આ ફાઈલ .xml ફોર્મેટમાં સેવ થઇ છે . તે CellDesigner ની ડિફોલ્ટ ફાઈલ ફોર્મેટ છે.
12:08 વળી નોંધ લો કે આ ફાઈલ માત્ર CellDesignerમાં જ ખુલી શકે.
12:12 ચાલો આ ટ્યૂટોરિઅલનો બોધ જોઈએ કે , આપણે શીખ્યા  : કેવી રીતે ડાઉનલોડ અને
12:17 CellDesigner આવૃત્તિ 4.3ને Ubuntu Linux OS ઉપર ઇન્સ્ટોલ કરવું, CellDesigner માં Compartment બનાવવું
12:27 આ આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડિયો જુઓ તે તમને આ સ્પોકન ટ્યૂટોરિઅલ વિશે માહિતી આપે છે.
12:35 સ્પોકન ટ્યૂટોરિઅલની ટીમ આ સ્પોકન ટ્યૂટોરિઅલ્સ દ્વારા વર્કશોપ્સનું સંચાલન કરે છે અને જેઓ આ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને સર્ટિફિકેટ્સ પણ આપે છે. વધુ માહિતી માટે, અહીં ‘’’spoken-tutorial.org’’’ ઉપર લખો.
12:45 સ્પોકન ટ્યૂટોરિઅલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે. જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ ઉપર વધુ માહિતી ’’’’spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro ’’’ ઉપર ઉપલબ્ધ છે .
12:57 ભાષાંતર કરનાર હું છું શિવાની ગડા. અમારી સાથે જોડાવા આભાર।

Contributors and Content Editors

Shivanigada