Firefox/C4/Extensions/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
0:00 | મોઝીલા ફાયરફોક્સમાં Extensions પરનાં Spoken Tutorial માં તમારું સ્વાગત છે. |
0:05 | આ ટ્યુટોરીયલમાં, આપણે એક્સટેન્શન્સ અથવા એડ-ઓન્સ , એક્સટેન્શનોને સંસ્થાપિત કરવું, આગ્રહણીય એક્સટેન્શનો વિશે શીખીશું. |
0:14 | અહીં આપણે ઉબુંટૂ 10.04 પર ફાયરફોક્સ 7.0 ઉપયોગમાં લઇ રહ્યા છીએ. |
0:20 | ફાયરફોક્સ બ્રાઉઝર ખોલો. |
0:23 | મૂળભૂત રીતે, yahoo home page ખુલે છે. |
0:27 | Extensions અથવા Add-ons' શું છે? |
0:29 | Extensions તમને: |
0:31 | * ફાયરફોક્સ બ્રાઉઝરમાં નવા લક્ષણોને ઉમેરવાની. |
0:35 | * હાજર લક્ષણોની વૃદ્ધિ કરવાની. |
0:37 | * તમારી પસંદગીઓને અનુકૂળ થવા માટે ફાયરફોક્સ બ્રાઉઝરને કસ્ટમાઈઝ (જોઈએ એ અનુસાર સુધારણા કરવું) કરવાની પરવાનગી આપે છે. |
0:42 | * Extensions, ફાયરફોક્સ બ્રાઉઝરનો એક ભાગ છે. |
0:45 | * અને બ્રાઉઝરની ક્ષમતાઓને વિસ્તારિત કરે છે. |
0:48 | ઉદાહરણ તરીકે, તમે એક્સટેન્શનો સંસ્થાપિત કરી શકો છો જે: |
0:51 | # જાહેરાતો અથવા પોપઅપો ને અટકાવે. |
0:54 | # કોમોડિટીઝ (માલસામાન) નાં ભાવોની તુલના કરે |
0:56 | # અને હવામાનમાં થનારા ફેરફારોને પણ દર્શાવે. |
1:00 | ચાલો Grab and Drag એક્સટેન્શન સંસ્થાપિત કરીએ. |
1:03 | Grab and Drag તમને વેબ પેજોમાં વિવિધ રીતે સ્ક્રોલ કરવા દે છે. |
1:07 | આ Adobe Acrobat માનાં ગ્રેબ અને ડ્રેગ ફંક્શન સમાન છે. |
1:12 | Menu બારમાંથી, Tools અને Add-ons પર ક્લિક કરો. |
1:16 | Add-ons Manager ટેબ ખુલે છે. |
1:20 | વૈકલ્પિક રીતે, Add-ons Manager ટેબને ખોલવા માટે, તમે CTRL+Shift+A કીને એકસાથે પણ દબાવી શકો છો. |
1:28 | Add-ons Manager મા ડાબી પેનલ ઉપલબ્ધ વિકલ્પોને દર્શાવે છે. |
1:34 | નોંધ લો, મૂળભૂત રીતે, Get Add-ons વિકલ્પ પસંદ કરાયેલું છે. |
1:39 | જમણી પેનલ ડાબી પેનલમાં પસંદ કરાયેલા વિકલ્પ માટે માહિતી દર્શાવે છે. |
1:45 | આમ, જમણી પેનલ, Add-ons વ્યાખ્યાયિત કરે છે અને એડ-ઓન્સ સાથે શરૂઆત કઈ રીતે કરવી તે માટે કહે છે. |
1:51 | આ તમે સંસ્થાપિત કરી શકો એવા કેટલાક Add-ons ની યાદી પણ દર્શાવે છે. |
1:55 | હવે, આપણે એક નવું Add-on સંસ્થાપિત કરીશું: Grab and Drag. |
1:59 | પહેલાં, Search bar માં, જે ઉપર-જમણા ખૂણે સ્થાનાંકિત છે, તેમાં Grab and Drag ટાઈપ કરો.
Enter દબાવો. |
2:08 | જમણી પેનલ, હવે એડ-ઓન્સ યાદી દર્શાવે છે, જે આપણે શોધેલા નામો માટે શ્રેષ્ઠ મેચ છે. |
2:14 | એ પણ, નોંધ લો, કે એ તમામ એડ-ઓન્સ જેની પાસે શીર્ષકમાં drag શબ્દ છે તે દર્શાવવામાં આવ્યા છે. |
2:20 | નોંધ લો, કે Grab and Drag, યાદી પરનું પ્રથમ નામ, એક ચોક્કસ મળતું મેચ છે. |
2:26 | Install પર ક્લિક કરો. |
2:28 | આમ ઘણાં સોફ્ટવેરની સાથે, કેટલાક એડ-ઓન્સ પણ, end-user license agreements ધરાવી શકે છે. |
2:35 | End-User License Agreement ડાયલોગ બોક્સમાં, Accept and Install પર ક્લિક કરો. |
2:41 | Add-on ડાઉનલોડીંગ પ્રોગ્રેશ બાર દ્રશ્યમાન થાય છે. |
2:46 | આગળ, add-on સંસ્થાપિત થયુ છે એવો મેસેજ આવશે |
2:50 | જયારે તમે મોઝીલા ફાયરફોક્સ રીસ્ટાર્ટ કરો છો. |
2:54 | Restart Now પર ક્લિક કરો. |
2:57 | Firefox બ્રાઉઝર બંધ થાય છે અને ખુલે છે. |
3:01 | Add-ons Manager એક નવા ટેબમાં ખુલે છે. |
3:05 | નોંધ લો, કે Grab and Drag એક્સટેન્શન Extensions ટેબનાં જમણી પેનલમાં દ્રશ્યમાન થાય છે. |
3:11 | પાછલા પગલાઓ પછી ચાલો બીજી એક Scrap Book એક્સટેન્શન સંસ્થાપિત કરીએ. |
3:18 | Scrap Book તમને વેબ પેજ સંગ્રહોને સંગ્રહીત અને પ્રબંધ કરવા માટેની પરવાનગી આપે છે. |
3:24 | * નોંધ લો, કે સંસ્થાપન દર્શાવતો પ્રોગ્રેસ બાર અને Firefox ને બંધ કરીને રીસ્ટાર્ટ કરવા માટેનો મેસેજ (સંદેશ) અલગ રીતે પ્રદર્શિત નથી કરાયો. |
3:33 | * તે Scrap Book બારમાં દર્શાવવામાં આવ્યા છે. |
3:36 | Restart Now પર ક્લિક કરો. |
3:40 | ફાયરફોક્સમાં Scrap Book સંસ્થાપિત થઇ ગયી છે. |
3:44 | આ ટ્યુટોરીયલને અટકાવો અને આ અસાઈનમેંટ કરો. |
3:48 | * Firefox બ્રાઉઝરમાં, Add-ons Manager ખોલો. |
3:52 | * Get Add-ons વિકલ્પમાં, Featured 'Add-ons' યાદીમાંથી એક નવો add-on સંસ્થાપિત કરો. |
3:59 | * તમે એક્સટેન્શનો પ્રબંધ કરી રહ્યા છો, જેવું કે, ઉમેરવું, રદ્દ કરવું અથવા તેમાં સુધારણા કરવું. |
4:03 | * Add-ons Manager માં |
4:06 | * Extensions વિકલ્પને ઉપયોગમાં લઈને. |
4:08 | Firefox બ્રાઉઝર ટેબમાં, Add-ons Manager ટેબ ક્લિક કરો. |
4:13 | ડાબી પેનલમાંથી, Extensions ક્લિક કરો. |
4:16 | જમણી પેનલ, હવે તમારા કોમપ્યુટર પર સંસ્થાપિત થયેલા Extensions દર્શાવે છે. |
4:22 | ScrapBook વિશે વધુ શીખવા માટે, તેને પસંદ કરો અને More પર ક્લિક કરો. |
4:27 | * Scrap Book વિશેની વિગતો દ્રશ્યમાન થાય છે. |
4:31 | * એક્સટેન્શન વિશે તમામ શીખવા માટે વેબસાઈટ લીંક પર ક્લિક કરો. |
4:35 | હવે, ડાબી પેનલમાંથી, Extension વિકલ્પ પર ક્લિક કરો. |
4:40 | નોંધ લો કે, દરેક Extension માટે તમે પ્રીફરેન્સીઝ (પસંદગીઓ) સુયોજિત કરી શકો છો, તેને નિષ્ક્રિય કે રદ્દ કરી શકો છો. |
4:46 | Grab and Drag પસંદ કરો અને Preferences પર ક્લિક કરો. |
4:49 | આ સંવાદ બોક્સનાં ઉપયોગ વડે તમે તમારી પસંદગીઓને સુયોજિત કરી શકો છો. |
4:53 | સંવાદ બોક્સથી નીકળવા માટે Cancel પર ક્લિક કરો. |
4:57 | હવે, Scrap Book પસંદ કરો અને Preferences પર ક્લિક કરો. |
5:01 | નોંધ લો, કે Scrap Book Options સંવાદ બોક્સ Grab and Drag Preferences સંવાદ બોક્સ કરતા વિભિન્ન છે. |
5:09 | * એટલા માટે, દરેક Extension ની વિભિન્ન સેટિંગ્સ (સુયોજનો) છે જે બદલી શકાય છે. |
5:13 | * જો કોઈ Extension માટે Preferences બટન દૃશ્યમાન નથી, |
5:17 | * તે સૂચિત કરે છે કે તેની માટે અહીં કોઈ પ્રીફરેન્સીઝ નથી. |
5:21 | Scrap Book Options સંવાદ બોક્સથી નીકળવા માટે Close પર ક્લિક કરો. |
5:26 | ઘણા સોફ્ટવેરની સાથે, add-ons પણ નિયમિત રીતે અપડેટ થાય છે. |
5:31 | Scrap Book અપડેટ કરવા માટે, તેને પસંદ કરો, જમણું-ક્લિક કરો અને Find Updates પર ક્લિક કરો. |
5:37 | જો અપડેટ્સ મળે છે, તો Update બટન દ્રશ્યમાન થાય છે. |
5:42 | add-on ને સુધારણા કરવા માટે તેના પર ક્લિક કરો. |
5:47 | જો કે Scrap Book માટે કોઈપણ અપડેટ નથી, તેથી Update બટન દ્રશ્યમાન થતું નથી. |
5:51 | છેલ્લે, જો તમે એક્સટેન્શનને વાપરવા ઈચ્છતા નથી તો Disable બટન પર ક્લિક કરો. |
5:58 | અને એક્સટેન્શનને તમારા કોમપ્યુટરમાંથી રદ્દ કરવા માટે, Remove પર ક્લિક કરો. |
6:03 | Extensions વિશે આપણે તમામ શીખી લીધું છે! |
6:06 | ફાયરફોકસમાં વધુ કાર્યક્ષમતા ઉમેરીને કાર્યોને સ્ટ્રીમ લાઇન (સરળ) કરવા માટે તમે હવે Extensions વાપરી શકો છો. |
6:13 | * Add-ons વિશે શીખવા માટે તમે Get Add-ons વિકલ્પને ઉપયોગમાં લઇ શકો છો. |
6:18 | * ત્યારબાદ Add-ons પસંદ કરીને સંસ્થાપિત કરી શકો છો જે સૌથી સુસંગત અથવા ઉપયોગી છે. |
6:24 | Firefox Extensions વિશે વધુ શીખવા માટે Firefox વેબસાઈટ જુઓ. |
6:31 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
6:34 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા; એક્સટેન્શન્સ, એક્સટેન્શનોને સંસ્થાપિત કરવું, આગ્રહણીય એક્સટેન્શનો |
6:42 | અહીં તમારા માટે એક અસાઈનમેંટ છે. |
6:45 | * WebMail Notifier કહેવાતા એક એક્સટેન્શન માટે શોધ કરો અને |
6:49 | * તેને તમારા કોમપ્યુટર પર સંસ્થાપિત કરો. |
6:52 | * આ એક્સટેન્શનના લક્ષણો વિશે અને તમારા મેઈલ અકાઉન્ટમાંથી વણવાંચેલા મેઈલો તપાસ કરવા માટે તમે આને કેવી રીતે ઉપયોગમાં લઇ શકો છો એ માટે શોધ કરો. |
7:01 | * એક્સટેન્શનને નિષ્ક્રિય કરો. |
7:03 | * ત્યારબાદ તેને Firefox માંથી રદ્દ કરો. |
7:07 | * નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડિઓ જુઓ |
7:10 | * તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે |
7:13 | * જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરીને તે જોઈ શકો છો |
7:18 | સ્પોકન ટ્યુટોરીયલો પ્રોજેક્ટ ટીમ |
7:19 | * સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
7:23 | * જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે |
7:27 | * વધુ વિગતો માટે, contact at spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો |
7:33 | * સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
7:37 | * જે આઇસીટી,એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
7:45 | * આ મિશન વિશે વધુ જાણકારી આ લીંક ઉપર ઉપલબ્ધ છે |
7:48 | * સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆઈસીટી હાયફન ઇન્ટ્રો [1] |
7:56 | * આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છુ |
8:00 | * જોડાવા બદ્દલ આભાર |