Gedit-Text-Editor/C3/Default-plugins-in-gedit/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 10:27, 3 April 2017 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 gedit Text editor માં Default Plugins પરનાં Spoken Tutorial માં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે gedit Text editor માંનાં અમુક મૂળભૂત plugins વિશે શીખીશું, જેમ કે- Sort, Change Case, Spell checker અને Insert Date and Time.
00:23 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું: Ubuntu Linux 14.04 ઓપરેટીંગ સિસ્ટમ gedit Text editor 3.10
00:34 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને કોઈપણ ઓપરેટીંગ સિસ્ટમ પર કામ કરવાનું જ્ઞાન હોવું જરૂરી છે.
00:40 Plugin એક સોફ્ટવેર કમ્પોનેન્ટ છે જે એપ્લિકેશનમાં એક વિશિષ્ટ ફીચર ઉમેરે છે.
00:46 તે વધારાની કાર્યક્ષમતા પ્રદાન કરે છે.
00:49 ચાલો gedit Text editor ખોલીએ.
00:53 gedit Text editor માં, કેટલાક plugins મૂળભૂત રીતે સંસ્થાપિત હોય છે.
00:59 મૂળભૂત plugins જોવા માટે, Main menu માંથી, ક્લીક કરો Edit અને Preferences.
01:06 દ્રશ્યમાન થયેલ Preferences ડાયલોગ બોક્સમાં, Plugins ટેબ પર ક્લીક કરો.
01:12 સંસ્થાપિત થયેલ મૂળભૂત plugins ની યાદી, અહીં દર્શાવાયી છે.
01:18 નોંધ લો કેટલાક પ્લગઈનો મૂળભૂત રીતે, ચેક થયેલા છે.
01:23 આનો અર્થ એ છે કે તે સક્રિય થયેલ છે, અને આપણે તેને વાપરી શકીએ છીએ.
01:28 જો તમને એડિટર પર અહીં દર્શાવ્યા છે એ પ્રમાણે પ્લગઈન દેખાતા નથી તો, તમે તેને સરળતાથી સંસ્થાપિત કરી શકો છો.
01:36 તમે તેવું Ubuntu Software Center વાપરીને કરી શકો છો.
01:40 gedit Preferences બોક્સનાં Close બટન પર ક્લીક કરો.
01:45 હવે, કમ્પ્યુટર ડેસ્કટોપનાં ટોંચે ડાબે ખૂણે આવેલ Dash Home આઇકોન પર ક્લીક કરો.
01:52 Search box માં, Ubuntu Software Center ટાઈપ કરો.
01:57 Ubuntu Software Center આઇકોન દ્રશ્યમાન થાય છે. તેના પર ક્લીક કરો.
02:03 Search box માં, gedit ટાઈપ કરો.
02:07 Text Editor icon પર ક્લીક કરો. ત્યારબાદ ક્લીક કરો More Info.
02:14 gedit Text editor માટે ઉપલબ્ધ Add-ons જોવા માટે નીચે સ્ક્રોલ કરો.
02:20 આપણે વધારાના plugins નું વિકલ્પ જોઈ શકીએ છીએ.
02:24 આપણી જરૂરિયાત અનુસાર આને વાપરી શકાવાય છે.
02:28 A set of gedit plugins for developers અને Set of plugins for gedit જો પહેલાથી ન પસંદ થયેલ હોય તો તેના માટે ચેક બોક્સો પસંદ કરો.
02:40 Apply Changes button પર ક્લીક કરો.
02:43 પ્રોમ્પ્ટ કરવા પર એડમીનનો પાસવર્ડ દાખલ કરો. Authenticate પર ક્લીક કરો.
02:51 હવે, સામાન્ય રીતે વપરાતા plugins આપણી યાદીમાં ઉમેરાશે.
02:57 Ubuntu Software Center ને બંધ કરો.
03:00 આગળ આપણે અમુક plugins ને સક્રિય કરીશું.
03:04 Main મેનુમાંથી, ક્લીક કરો Edit અને ત્યારબાદ Preferences.
03:09 Plugins ટેબમાં, આ ફીચરોને સક્રિય કરવા માટે Change Case, Sort અને Spell checker ચેક બોક્સોને ચેક કરો.
03:21 Close પર ક્લીક કરો.
03:24 ફરી એકવાર, મેનુ બારમાં Edit ક્લીક કરો.
03:28 આપણે જોઈ શકીએ છીએ કે plugins આપણી મેનુ યાદીમાં ઉમેરાઈ ગયા છે.
03:33 ચાલો હું પહેલા બનાવેલું એક ડોક્યુમેન્ટ Fruits.txt ખોલું.
03:40 Fruits.txt ફાઈલ એ આ ટ્યુટોરીયલ સહીત Codefile લીંકમાં ઉપલબ્ધ છે.
03:48 તે ટેક્સ્ટ ડોક્યુમેન્ટને ડાઉનલોડ કરો અને વાપરો.
03:51 ચાલો જોઈએ - ડોક્યુમેન્ટમાં ફોન્ટનું માપ વધારવું અથવા ઘટાડવું અને બેકગ્રાઉન્ડનાં રંગને બદલવું કેવી રીતે કરી શકાય છે.
03:59 મેનુ બારમાંથી, ક્લીક કરો Edit અને Preferences.
04:03 ત્યારબાદ Font & Colors ટેબ પર ક્લીક કરો.
04:08 “Use the system fixed width font” બોક્સ જો પહેલાથી ચેક થયેલ હોય તો, તેને અનચેક કરો.
04:14 છેલ્લે, Editor font બટન પર ક્લીક કરો.
04:18 અહીં, આપણે વિભિન્ન ફોન્ટનાં નામો જોઈ શકીએ છીએ.
04:22 તમને જે વાપરવું છે તે ફોન્ટનું નામ પસંદ કરો.
04:26 નીચે જમણી બાજુએ, એક minus અથવા plus ચિન્હવાળું બટન છે.
04:31 આનો ઉપયોગ ફોન્ટનાં માપને વધારવા કે ઘટાડવા માટે થાય છે.
04:36 હું ફોન્ટનું માપ 20 જેટલું વધારીશ.
04:39 ફોન્ટનાં માપને સુયોજિત કરવા માટે Select બટન ક્લીક કરો.
04:43 બેકગ્રાઉન્ડનાં રંગને બદલવા માટે, Color Scheme વિકલ્પમાં Cobalt પર ક્લીક કરો.
04:49 તરત જ, તમે જોઈ શકો છો કે બેકગ્રાઉન્ડ રંગ ભૂરો થઇ જાય છે.
04:54 સામાન્ય સેટિંગ પર પાછા જવા માટે Classic પર ક્લીક કરો.
04:58 ત્યારબાદ Close પર ક્લીક કરો.
05:01 આગળ, ચાલો જોઈએ sort વિકલ્પ કેવી રીતે કામ કરે છે.
05:05 Main menu માંથી, ક્લીક કરો Edit અને Sort.
05:09 Sort ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
05:12 આપણા ડોક્યુમેન્ટમાં, આપણે 'Oranges' બે વખત ટાઈપ કર્યું છે.
05:17 Remove duplicates બોક્સને ચેક કરો.
05:20 ડોક્યુમેન્ટમાં જો કોઈ શબ્દ બે વાર આવેલ હોય તો, તે તેને નીકાળી દેશે.
05:25 Ignore case ચેકબોક્સને પણ ચેક કરો.
05:29 હવે Sort પર ક્લીક કરો.
05:32 નોંધ લો યાદીમાંનાં શબ્દો હવે વર્ણમાળાનાં અક્ષરોનાં ક્રમમાં ગોઠવાઈ ગયા છે.
05:38 સાથે જ નોંધ લો કે Oranges શબ્દને મળતો બનાવટી શબ્દ નીકળી ગયો છે.
05:44 આગળ, ચાલો Change Case વિકલ્પ કેવી રીતે વાપરવો તે જોઈએ.
05:49 પહેલા ટેક્સ્ટની એ લાઈનને પસંદ કરો જેનાં અક્ષરને કેપિટલ કે નાના તમે બદલવા ઈચ્છો છો.
05:55 અહીં, હું સમગ્ર ડોક્યુમેન્ટને પસંદ કરીશ.
05:59 Main menu માંથી, ક્લીક કરો Edit અને Change Case.
06:03 આપણે આપેલમાં બદલી કરવાના વિકલ્પો જોઈ શકીએ છીએ
  • તમામ અપર કેસ (કેપિટલ અક્ષરો)
  • તમામ લોઅર કેસ (નાના અક્ષરો)
  • ઇન્વર્ટ કેસ - એટલે કે, તે તમામ લોઅર કેસને અપર કેસ અને અપર કેસને લોઅર કેસમાં પરિવર્તિત કરશે.
  • ટાઇટલ કેસ - આનાથી દરેક શબ્દનો પહેલો અક્ષર અપર કેસમાં પરિવર્તિત થશે.
06:25 હવે હું Title Case પસંદ કરીશ.
06:29 ડોક્યુમેન્ટમાં થયેલ ફેરફારનું અવલોકન કરો.
06:32 બીજા વિકલ્પોને અજમાવી જુઓ અને સંદર્ભિત આઉટપુટનું પોતેથી અન્વેષણ કરો.
06:38 આગળ આપણે spell check વિકલ્પ જોશું.
06:42 આ ડોક્યુમેન્ટમાં, Oranges શબ્દને દર્શાવ્યા પ્રમાણે ખોટી રીતે લખો.
06:48 Main મેનુમાંથી, પસંદ કરો Tools અને Highlight Misspelled Words.
06:54 નોંધ લો, ખોટી સ્પેલિંગ ધરાવતો શબ્દ હવે લાલ રંગે અંડરલાઈન થયો છે.
07:00 કર્સરને શબ્દ પર મુકો અને તેના પર જમણું-ક્લીક કરો.
07:05 Spelling Suggestions ક્લીક કરો.
07:08 યાદીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરો. સ્પેલિંગ હવે સુધારાઈ ગયી છે.
07:14 આપણે સમગ્ર ડોક્યુમેન્ટ માટે પણ સ્પેલ ચેક કરી શકીએ છીએ.
07:18 દર્શાવ્યા પ્રમાણે હું grapes અને apples શબ્દને ખોટી રીતે લખીશ.
07:24 Main મેનુમાંથી, પસંદ કરો Tools અને Check Spelling.
07:29 Check Spelling ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે, જે ડોકયુમેન્ટમાં ખોટી જોડણી ધરાવતા શબ્દોને હાઈલાઈટ કરેલ દર્શાવે છે.
07:36 સાથે જ તે યોગ્ય સ્પેલિંગ પણ દર્શાવે છે.
07:39 યોગ્ય શબ્દને Suggestions યાદીમાંથી પસંદ કરો અને ક્લીક કરો Change.
07:45 અહીં, આપણી પાસે બે ખોટી જોડણી ધરાવતા શબ્દો છે. યોગ્ય શબ્દ પસંદ કરો અને તેને બદલો.
07:51 બહાર નીકળવા માટે Close ક્લીક કરો.
07:54 કેટલીક વાર, આપણે ફાઈલ ક્યારે બની અથવા મોડીફાઈ થયી, તેની તારીખ અને સમયને રેકોર્ડ કરવા ઇચ્છીએ છીએ.
08:03 આ માટે, ચાલો Insert Date and Time કહેવાતા plugin ને સક્રિય કરીએ.
08:09 Main menu માંથી, ક્લીક કરો Edit અને Preferences.
08:14 દ્રશ્યમાન થયેલ Preferences ડાયલોગ બોક્સમાં, Plugins ટેબ પર ક્લીક કરો.
08:20 Insert Date and Time ચેકબોક્સને ચેક કરો. Close ક્લીક કરો.
08:26 હવે, મને ડોક્યુમેન્ટની પહેલી લાઈનનાં તારીખ અને સમય દાખલ કરવો છે.
08:32 કર્સરને પહેલી લાઈન પર મુકો.
08:35 Main menu માંથી, ક્લીક કરો Edit અને Insert Date and Time પસંદ કરો.
08:41 વિવિધ તારીખ અને સમયનાં ફોર્મેટ સાથે એક ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
08:46 હું બીજા ફોર્મેટને પસંદ કરીશ.
08:48 ત્યારબાદ Insert પર ક્લીક કરીશ.
08:51 આપણે જોઈ શકીએ છીએ કે તારીખ અને સમય ત્યાં દાખલ થઇ ગયા છે, જ્યા આપણે કર્સર મૂક્યું છે.
08:59 આ સાથે અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ.
09:04 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા* gedit Text editor માનાં મૂળભૂત plugins જેમ કે Sort, Change Case, Spell checker ,Insert Date and Time.
09:16 અહીં તમારી માટે એક એસાઇનમેન્ટ છે. Fruits.txt ડોક્યુમેન્ટ ખોલો, ફોન્ટને Italic માં બદલો અને ફોન્ટનું માપ 24 કરો. ટેક્સ્ટ ફાઈલનાં કન્ટેન્ટને Upper case માં બદલો.
09:34 આપેલ લીંક પર આવેલ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ.
09:42 Spoken Tutorial Project ટીમ: વર્કશોપોનું આયોજન કરે છે અને પ્રમાણપત્રો આપે છે.
09:48 વધુ જાણકારી માટે, અમને લખો.
09:51 તમને જે પ્રશ્ન હોય ત્યાંની મિનિટ અને સેકંડ આ ફોરમમાં પોસ્ટ કરો.
09:56 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.
10:09 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki