Gedit-Text-Editor/C2/Introduction-to-gedit-Text-Editor/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:10, 31 March 2017 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Introduction to gedit Text Editor પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું: gedit Text Editor , gedit નું Ubuntu Linux અને Windows OS માં સંસ્થાપન.
00:17 સાથે જ આપણે શીખીશું કે કેવી રીતે એક નવી ફાઈલ બનાવવી. હયાત ફાઈલને ખોલવી, સંગ્રહવી તથા બંધ કરવી.
00:25 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું: Ubuntu Linux 14.04 ઓપરેટીંગ સિસ્ટમ, gedit 3.10
00:36 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને કોઈપણ ઓપરેટીંગ સિસ્ટમ પર કામ કરવાનું જ્ઞાન હોવું જોઈએ.
00:42 પહેલા આપણે જોશું કે gedit Text Editor ને કેવી રીતે સંસ્થાપિત કરવું.
00:47 દર્શાવેલ લીંક પર જઈને, તમે Windows પર gedit Text Editor કેવી રીતે સંસ્થાપિત કરવું તેના પર માહિતી મેળવી શકો છો.
00:56 Ubuntu Linux OS માં gedit Text Editor પૂર્વસંસ્થાપિત થયેલ હોય છે.
01:02 તેને Ubuntu Linux પર Ubuntu Software Centre વાપરીને સંસ્થાપિત કરી શકાય છે.
01:08 Ubuntu Software Centre પર વધુ જાણકારી માટે, અમારી વેબસાઈટ પર આવેલ 'Linux' spoken tutorials નો સંદર્ભ લો.
01:15 મારી સિસ્ટમમાં gedit Text Editor એ પહેલાથી જ પૂર્વસંસ્થાપિત થયેલ છે.
01:20 હવે ચાલો gedit Text Editor ખોલીએ.
01:24 કમ્પ્યુટર ડેસ્કટોપનાં ઉપર બાજુએ ડાબા ખૂણે આવેલ Dash Home પર ક્લીક કરો.
01:29 Search box માં, ટાઈપ કરો gedit . text Editor આઇકોન દ્રશ્યમાન થાય છે. તેના પર ક્લીક કરો.
01:37 આનાથી નવો gedit Text Editor વિન્ડો ખુલશે.
01:41 એજ પ્રમાણે, તમે Terminal વાપરીને Text Editor ખોલી શકો છો.
01:47 અત્યારે હું આ વિન્ડોને બંધ કરીશ.
01:50 Terminal ખોલવા માટે, CTRL+ALT + T કીને એકસાથે દબાવો.
01:56 gedit ટાઈપ કરો અને Enter દબાવો.
02:00 એક નવો gedit Text Editor વિન્ડો ખુલે છે.
02:04 તમામ મેનુ સહીત ઉપરની તરફે આવેલ બારને Menu bar કહેવાય છે.
02:09 આગળ છે Tool bar , જે અતિ સામાન્ય એવા મેનુઓને, આઇકોન સ્વરૂપમાં ધરાવે છે.
02:16 પ્રદર્શિત વિસ્તારમાં તમામ પ્રક્રિયાઓ જેમ કે ટાઈપિંગ, એડિટિંગ વગેરે થાય છે.
02:23 તમને Untitled Document 1 નામનું એક tab દેખાશે.
02:28 નવા ખુલેલ ડોક્યુમેન્ટને gedit Text Editor દ્વારા અપાતું આ મૂળભૂત નામ છે.
02:35 ટેક્સ્ટ વિસ્તારમાં, ચાલો ટાઈપ કરીએ Welcome to Spoken Tutorial .
02:42 આની નીચે, અહીં દર્શાવ્યા પ્રમાણે આપણે કેટલીક વધુ ટેક્સ્ટ ટાઈપ કરીશું.
02:48 હવે, tab માં, તમને ફાઈલનાં નામની આગળ એક એસ્ટેરિસ્ક દેખાશે.
02:54 એનો અર્થ એ છે કે ફાઈલ હજુ સુધી સંગ્રહાઈ નથી.
02:59 નીચે આવેલ બાર Status bar છે, જે વર્તમાન પ્રક્રિયા વિશે માહિતી દર્શાવે છે.
03:06 Status bar લાઈન ક્રમાંક અને કોલમ ક્રમાંકના સંદર્ભમાં કર્સરની સ્થિતિ દર્શાવે છે.
03:13 સાથે જ તે એ પણ દર્શાવે છે કે મોડ ઓવરરાઈટ છે કે ઇન્સર્ટ.
03:19 મૂળભૂત રીતે, તે INS માં છે, એટલે કે insert mode .
03:24 અન્ય બીજા બે વિશે આપણે પછીથી શીખીશું.
03:28 હવે ચાલો જોઈએ કે ફાઈલને save કેવી રીતે કરાય છે.
03:31 આ માટે, Menu bar માં આવેલ File વિકલ્પ પર ક્લીક કરો અને પછી Save પર.
03:37 સેવ ડાયલોગ બોક્સ ખુલે છે. હું ફાઈલનું નામ Students.txt તરીકે ટાઈપ કરીશ.
03:45 તમને જ્યાં ફાઈલને સંગ્રહવી છે તે જગ્યા પસંદ કરો.
03:49 હું Desktop પસંદ કરીશ.
03:52 Save બટન પર ક્લીક કરો.
03:55 નોંધ લો સંગ્રહીત થયેલ ફાઈલ નામ હવે ટેબમાં પ્રદર્શિત થાય છે.
04:01 સાથે જ, નોંધ લો કે એસ્ટેરિસ્ક અદૃશ્ય થઇ ગયું છે.
04:06 હવે ચાલો આ ફાઈલને બંધ કરીએ.
04:09 મેનુ બારમાં આવેલ File ક્લીક કરીને Close પસંદ કરો.
04:14 File અને New ક્લીક કરીને આપણે વિન્ડોમાં નવી ફાઈલોને દાખલ કરી શકીએ છીએ.
04:21 એજ પ્રમાણે, તમે Toolbar માં સરવાળાનું ચિન્હ ધરાવતું આઇકોન ક્લીક કરી શકો છો.
04:27 હવે ચાલો જોઈએ હયાત ડોક્યુમેન્ટને કેવી રીતે ખોલી શકાય છે.
04:31 Menu bar માં File ક્લીક કરો અને પસંદ કરો Open .
04:36 Desktop ફોલ્ડરમાંથી Students.txt ફાઈલ પસંદ કરો જ્યા આપણે પહેલા ફાઈલ સંગ્રહી હતી.
04:44 Open બટન પર ક્લીક કરો.
04:47 હવે આપણે બીજી કેટલીક વિદ્યાર્થીની વિગતો ઉમેરીશું.
04:52 ફાઈલને નિયમિતપણે સંગ્રહવી એક સારી ટેવ છે. આનાથી વીજ ભંગાણ અથવા સિસ્ટમ ક્રેશની સ્થિતિમાં ડેટાનું નુકશાન થશે નહી.
05:02 Auto save વિકલ્પ ની મદદથી, એક ચોક્કસ સમય ગાળામાં ફાઈલને આપમેળે સંગ્રહી શકાય છે.
05:09 ચાલો જોઈએ ઓટો સેવ વિકલ્પને કેવી રીતે વાપરી શકાય છે.
05:14 Menu bar માં Edit ક્લીક કરો. ત્યારબાદ ક્લીક કરો Preferences .
05:19 gedit Preferences ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે.
05:23 વિન્ડોની ટોંચે આવેલ Editor ટેબ ક્લીક કરો.
05:27 File Saving વિકલ્પ અંતર્ગત, Autosave ફાઈલ ચેકબોક્સને ચેક કરો.
05:33 અને minutes બોક્સમાં, 2 દાખલ કરો. Close પર ક્લીક કરો.
05:39 હવે આપણી ફાઈલ દર 2 મિનિટે આપમેળે સંગ્રહાશે.
05:44 તમે ટાઈપ કરવાનું ચાલુ રાખી શકો છો અને તે આપમેળે સંગ્રહાશે.
05:49 નહી તો, તમે ફેરફારને સંગ્રહવા માટે Toolbar માં આવેલ ડાઉન એરો આઇકોન પર ક્લીક કરી શકો છો.
05:56 છેલ્લે, gedit Text Editor વિન્ડોથી નીકળવા માટે, ક્લીક કરો File અને Quit.
06:03 અહીં આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
06:05 ચાલો સારાંશ લઈએ.
06:08 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા: gedit નું Ubuntu Linux અને Windows OS માં સંસ્થાપન.
06:16 સાથે જ આપણે શીખ્યા કે કેવી રીતે એક નવી ફાઈલ બનાવવી. હયાત ફાઈલને ખોલવી, સંગ્રહવી તથા બંધ કરવી અને Text Editor થી બહાર નીકળવું.
06:27 આપેલ એસાઈનમેન્ટ કરો.
06:29 gedit Text Editor માં એક નવો વિન્ડો ખોલો.
06:33 એક આમંત્રણ પત્ર ટાઈપ કરો.
06:36 તેને Invitation.txt તરીકે સંગ્રહો.
06:39 હવે ફાઈલને બંધ કરો.
06:42 એજ ફાઈલને ફરીથી ખોલો અને તેમાં અમુક ફેરફાર કરો.
06:46 ફાઈલને સંગ્રહતી વખતે Save as વિકલ્પનો ઉપયોગ કરો અને ફાઈલનું નામ Invitation1.txt આપો.
06:54 Invitation.txt અને Invitation1.txt ફાઈલનાં કન્ટેન્ટોમાં થયેલ ફેરફારની નોંધ લો.
07:02 આપેલ લીંક પર આવેલ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ.
07:10 Spoken Tutorial Project ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે અને ઓનલાઈન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે.
07:19 વધુ જાણકારી માટે, અમને લખો.
07:23 શું તમારી પાસે આ સ્પોકન ટ્યુટોરીયલમાં કોઈ પ્રશ્નો છે?
07:26 કૃપા કરી આ વેબસાઈટનો સંદર્ભ લો. તમને જે પ્રશ્ન હોય ત્યાંની મિનિટ અને સેકંડ પસંદ કરો. તમારા પ્રશ્નને વિસ્તારપૂર્વક સમજાવો.
07:35 અમારા ટીમમાંથી કોઈપણ એ પ્રશ્નનો જવાબ આપશે.
07:39 સ્પોકન ટ્યુટોરીયલ ફોરમને આ ટ્યુટોરીયલ પરનાં ચોક્કસ પ્રશ્નો માટે બનાવેલ છે

કૃપા કરી તેના પર અસંદર્ભિત તથા સામાન્ય પ્રશ્નો નાખશો નહી. આનાથી વેરવિખેર થતી અટકાશે. ઓછી વેરવિખેર સાથે, આપણે આ ચર્ચાને સૂચનાત્મક સામગ્રી તરીકે ઉપયોગમાં લઇ શકીએ છીએ.

07:58 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.

આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે.

08:11 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki