LibreOffice-Suite-Draw/C2/Common-editing-and-print-functions/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 17:37, 22 March 2013 by Krupali (Talk | contribs)

Jump to: navigation, search
Time Narration
00.01 લીબરઓફીસ ડ્રોમાં કોમન એડિટીંગ અને પ્રિન્ટિંગ ફંકશન્સ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
00.08 આ ટ્યુટોરીયલમાં, તમે શીખશો કેવી રીતે:
00.10 ડ્રો પેજ માટે માર્જિન સેટ કરો
00.13 પેજ નંબર, તારીખ અને સમય દાખલ કરો
00.16 ક્રિયાઓ અન્ડું અને રીડુ કરો.
00.18 પેજનું નામ બદલો
00.20 અને પેજ પ્રિન્ટ કરો
00.22 અહીં આપણે ઉબુન્ટુ Linux આવૃત્તિ 10.04 અને LibreOffice સ્યુટ આવૃત્તિ 3.3.4 વાપરી રહ્યા છીએ.
00.33 'WaterCycle ફાઇલ ખોલો અને 'WaterCycle આકૃતિ ધરાવતું પેજ પસંદ કરો.
00.40 આ ડ્રોઈંગ માટે Page Margins સુયોજિત કરો.
00.44 Page Margins શા માટે જરૂરી છે?
00.46 Page Margins એ જગ્યા નક્કી કરશે જેમાં પેજ અંદર ઓબ્જેક્ત્સ મૂકવામાં આવશે.
00.43 ઉદાહરણ તરીકે, આપણે ચિત્ર પ્રિન્ટ કરી તેને ફાઇલ કરવાની જરૂર છે.
00.57 માર્જિન્સ ખાતરી કરે કે બાજુઓ પર પર્યાપ્ત જગ્યા છે,
01.01 તેથી જયારે તેને પ્રિન્ટ કરીશું તો આકૃતિનો ભાગ કપાતો કે છુપાતો નથી.
01.07 Page Margins સેટ કરો અને પછી WaterCycle ચિત્ર પ્રિન્ટ કરો.
01.11 ધારો કે, કાગળ માપ જે આપણે આ આકૃતિ પ્રિન્ટ કરવા માટે ઉપયોગ કરીએ છીએ, તે પ્રમાણભૂત માપ નથી.
01.18 તે Width (પહોળાઈ) 20 cms છે અને Height (ઊંચાઈ) 20 cms ધરાવે છે.
01.23 તેને Bottom માર્જિન 1.5 cms ની પણ જરૂર છે.
01.29 આ માપ સુયોજિત કરવા માટે ,Main મેનુ માંથી,'Format પસંદ કરો અને Page પર ક્લિક કરો.
01.35 Page Setup સંવાદ બોક્સ દેખાય છે.
01.38 Page ટેબ પસંદ કરો.
01.41 Width ક્ષેત્રમાં, વેલ્યુ "20" દાખલ કરો અને Height માં ક્ષેત્રમાં "20" દાખલ કરો.
01.47 Margins હેઠળ, Bottom ક્ષેત્રમાં, 1.5 દાખલ કરો.
01.54 જમણી તરફ, તમે ડ્રો પેજનું પૂર્વદર્શન જોશો.
01.58 આ પૂર્વાવલોકન ડ્રો પેજમાં થયેલ ફેરફારો દર્શાવે છે.
02.02 OK પર ક્લિક કરો.
02.04 ડ્રોઈંગ કેવું દેખાય છે ?
02.06 તે પેજની બહાર ફેલાયું છે!
02.08 આનો અર્થ એ પણ થાય છે કે જ્યારે તે મુદ્રિત થશે, ચિત્રનો અમુક ભાગ ગાયબ થઇ જશે.
02.14 તમારે તે ખાતરી કરવી જોઈએ કે:
02.15 આકૃતિઓ હંમેશા માર્જિન અંદર હોય છે.
02.18 જ્યારે તમે દોરો છો, ડ્રોઇંગનો કોઈ ભાગ માર્જિનની બહાર ફેલાવું ન જોઈએ.
02.23 તેથી, ચિત્ર બનાવવા પહેલા પેજ માર્જિન સેટ કરવું સારો અભ્યાસ છે.
02.29 ફરીથી, Main મેનુ માંથી,Format પસંદ કરો અને Page ક્લિક કરો.
02.35 Page Setup સંવાદ બોક્સ દેખાય છે.
02.38 Page ટેબ પર ક્લિક કરો.
02.40 Format ડ્રોપ ડાઉન લીસ્ટ પર ક્લિક કરો અને A4 પસંદ કરો.
02.45 આ મૂળ માર્જીન છે જે આપણે નક્કી કર્યી હતી .
02.48 OK પર ક્લિક કરો.
02.52 આકૃતિ માર્જિન અંદર મૂકવામાં આવેલ છે.
02.55 ડ્રો પેજમાંથી તમે Page setup સંવાદ બોક્સ પણ ઍક્સેસ કરી શકો છો,
03.00 પેજ પર જમણું ક્લિક કરી અને Context મેનુ ની મદદથી.
03.05 Cancel પર ક્લિક કરો અને સંવાદ બોક્સમાંથી બહાર નીકળો.
03.09 હવે, પેજ નંબરો, તારીખ, સમય અને લેખક નામ દાખલ કરો.
03.15 WaterCycle આકૃતિ સાથેનું પેજ પસંદ કરો અને પેજ નંબર દાખલ કરો.
03.21 Main મેનુ પર જાઓ,Insert પસંદ કરો અને Fields ક્લિક કરો.
03.27 Fields ની યાદીઓ પ્રદર્શિત થાય છે.
03.31 Fields , ડ્રો દ્વારા આપોઆપ જનરેટ થતી વેલ્યુઝ સમાવે છે.
03.35 આપણે ફક્ત ડ્રો દ્વારા જનરેટ થતી Field અને value દાખલ કરવાની જરૂર છે.
03.41 Page number પર ક્લિક કરો.
03.43 ડ્રો પેજ ઉપર નંબર 1 સાથેનું ટેક્સ્ટ બોક્સ દાખલ થયું છે.
03.48 ચાલો આ ટેક્સ્ટ બોક્સનું માપ સમાયોજન કરીએ અને તેને થોડુ નાનું કરીએ.
03.55 હવે, બોક્સને ડ્રેગ કરો અને પેજના જમણા તળિયેના અંતે મૂકો.
04.01 નંબર બોક્સ સરળ રીતે ખસેડવા માટે, નંબર બોક્સ પસંદ કરો અને Shift કી દબાવો.
04.07 હવે તેને વધુ નીચે ખસેડો.
04.11 ચકાસો જો આગામી નંબર આ ડ્રો ફાઈલ ના બીજા પેજ પર દાખલ કરવામાં આવેલ છે કે નહી.
04.17 અહીં પેજ નંબર નથી!
04.20 પેજ નંબર ફક્ત એ જ પેજમાં દાખલ થયા છે, જ્યાં ફિલ્ડ દાખલ કરી હતી!
04.26 હવે જાણીએ પેજ નંબર ફોર્મેટ કેવી રીતે બદલવું.
04.30 Main મેનુ માંથી,Format પર ક્લિક કરો અને Page પસંદ કરો.
04.36 Page Setup સંવાદ બોક્સ દેખાય છે.
04.39 Page ટેબ પર ક્લિક કરો.
04.41 Layout settings હેઠળ, Format પસંદ કરો.
04.45 ડ્રોપ ડાઉન લીસ્ટમાંથી a,b,c પસંદ કરો.
04.49 OK પર ક્લિક કરો.
04.52 પેજ નંબર 1, 2, 3 થી a, b, c માં બદલાઈ ગયેલ છે.
04.58 તેવી જ રીતે, તમે તેને કોઈપણ ફોરમેટમાં બદલી શકો છો.
05.01 હવે તારીખ અને સમય કેવી રીતે દાખલ કરવું તે શીખીએ.
05.05 તમે ડ્રો પેજ પર 'Date અને Time સ્ટેમ્પ્સ પણ દાખલ કરી શકો છો.
05.10 તમે તે Insert અને Fields પર ક્લિક કરી, કરી શકો છો.
05.14 એક છે Date (fixed) અને Time (fixed).
05.18 બીજું છે Date (variable) અને Time (variable).
05.23 Date (fixed) અને Time (fixed) વિકલ્પો વર્તમાન તારીખ અને સમય દાખલ કરે છે.
05.29 આ તારીખ અને સમય વેલ્યુઝ અપડેટ કરવામાં આવશે નહીં.
05.33 બીજી બાજુ, આDate (variable) અને Time (variable) વિકલ્પો,
05.37 જ્યારે તમે ફાઈલ ખોલો છો, આપોઆપ રીતે સુધારાશે.
05.42 અહીં Time (variable) દાખલ કરો.
05.46 હવે, બોક્સને ડ્રેગ કરો અને પેજ નંબર ઉપર જમણા તળિયેના અંતે મૂકો.
05.56 જ્યારે પણ તમે ડ્રો પેજ ખોલશો, દાખલ કરેલ સમય વર્તમાન સમયથી અપડેટ કરવામાં આવશે.
06.03 હવે લેખક જેમણે આ ફાઈલ બનાવી છે તેમનું નામ દાખલ કરો.
06.08 અહીં, આપણે લેખકનું નામ “Teacher. A. B.” તરીકે પેજ એક પર સુયોજિત કરીશું.
06.17 તેથી પેજ એક પર જાઓ.
06.19 Main મેનુ પર જાઓ, Tools પર ક્લિક કરો અને Options પસંદ કરો.
06.24 Options સંવાદ બોક્સ દેખાય છે.
06.27 Options સંવાદ બોક્સમાં, LibreOffice પર ક્લિક કરો, અને પછી User Data. Options પર ક્લિક કરો.
06.34 સંવાદ બોક્સની જમણી બાજુ પર, તમે યુઝર ડેટાની જાણકારી દાખલ કરી શકો છો.
06.40 તમે તમારી જરૂરીયાતો મુજબ અહીં વિગતો દાખલ કરી શકો છો.
06.44 First/Last Name/Initials માં, ચાલો અનુક્રમે Teacher, A, and B ટેક્સ્ટ દાખલ કરીએ.
06.53 OK પર ક્લિક કરો.
06.55 હવે,Main મેનુ માંથી,Insert ક્લિક કરો, Fields પસંદ કરો અને Author પર ક્લિક કરો.
07.02 નામ Teacher A B ટેક્સ્ટ બોક્સમાં દાખલ કરાયું છે.
07.07 આ બોક્સને ડ્રેગ કરો અને ડ્રો પેજના જમણે તળીયે Time ફિલ્ડ ની ઉપર મૂકો.
07.15 હવે, જો આપણે ડ્રો પેજમાં ઉમેરેલા ફિલ્ડ્સને રદ કરવા ઈચ્છીએ તો શું?
07.21 ફક્ત ટેક્સ્ટ બોક્સ પસંદ કરો અને Enter કી દબાવો.
07.25 Author Name. ફિલ્ડ રદ કરો
07.28 અને જો આ ક્રિયા અન્ડું કરવા ઈચ્છીએ તો શું?
07.31 સરળ છે, તમે Ctrl અને Z કીઓ એકસાથે દબાવીને કોઈપણ ક્રિયા અન્ડું કરી શકો છો.
07.38 ક્રિયા જે છેલ્લે કરવામાં આવી હતી, જે છે, Author ફિલ્ડ રદ કરવું, તે પૂર્વવત્ થઇ છે.
07.45 ફિલ્ડ ફરી દૃશ્યમાન છે.
07.48 આપણે Main માંથી પણ ક્રિયાઓ અન્ડું અથવા રીડુ કરી શકીએ છીએ.
07.53 Main મેનુ માંથી, Edit પસંદ કરો, અને Redo પર ક્લિક કરો.
07.57 Author’s નું નામ હવે દૃશ્યમાન નથી!
08.00 તો Ctrl + Z કીઓ દબાવો અને તમામ ફિલ્ડ્સ જે દાખલ કરેલ હતી તેને અન્ડું કરો.
08.06 તમે અન્ડું અને રીડુ આદેશો માટે કી બોર્ડ પરથી શોર્ટ કટ કીઓ વાપરી શકો છો.
08.13 ક્રિયા અન્ડું કરવા માટે Ctrl અને Z કીઓ એકસાથે દબાવો.
08.18 ક્રિયા રીડુ કરવા માટે Ctrl અને Y કીઓ એકસાથે દબાવો .
08.23 આ ટ્યુટોરીયલ અટકાવો અને અસાઈનમેન્ટ કરો.
08.26 લેખકનું નામ બદલો અને તેને સંગ્રહ કરો.
08.29 હવે પેજ પર વધુ બે એરોઝ ઉમેરો.
08.33 પેજ નંબર દાખલ કરો અને પેજ 2 પર તારીખ દાખલ કરો.
08.38 હવે છેલ્લી પાંચ ક્રિયાઓ અન્ડું અને રીડુ કરો.
08.42 ચકાસો જો Undo અને Redo વિકલ્પો બધી ક્રિયાઓ પૂર્વવત્ કરે છે અથવા અમુક ક્રિયાઓ રદ કરી શકાતી નથી.
08.51 આ પેજનું નામ " 'WaterCycleSlide'" આપો.
08.54 પેજીસ પેનમાં સ્લાઇડ પસંદ કરો, જમણું ક્લિક કરો અને Rename Page પસંદ કરો.
09.00 Rename Slide સંવાદ બોક્સ દેખાય છે.
09.03 Name ફિલ્ડમાં, WaterCycleSlide” નામ દાખલ કરો.
09.08 OK પર ક્લિક કરો.
09.10 હવે, આ પેજ ઉપર કર્સર મૂકો.
09.14 શું તમે “WaterCycleSlide” નામ અહીં પ્રદર્શિત થાય છે તે જોઈ શકો છો?
09.18 પેજ સાથે સંબંધિત નામ આપવું એ સો અભ્યાસ છે.
09.23 હવે, પ્રિન્ટીંગ વિકલ્પો સુયોજિત કરીએ અને WaterCycle આકૃતિ પ્રિન્ટ કરીએ.
09.28 Main મેનુમાં, File પર ક્લિક કરો અને પછી Print પર ક્લિક કરો.
09.33 Print સંવાદ બોક્સ દેખાય છે.
09.36 General અને Options ટેબ્સ હેઠળના સેટિંગ્સ વિશે જાણવા માટે,
09.41 લીબરઓફીસ રાઈટર શ્રેણીમાં Viewing and printing Documents પરનું ટ્યુટોરીયલ જુઓ.
09.48 ડાબી બાજુ પર તમે પેજ પૂર્વદર્શન વિસ્તાર જોશો.
09.53 જમણી બાજુનું“Print 'સંવાદ બોક્સ ચાર ટેબોનો સમાવેશ કરે છે:
09.58 General, LibreOffice Draw,Page Layout,Options
10.04 ચાલો લીબરઓફીસ ડ્રોના વિશિષ્ટ વિકલ્પો જોઈએ.
10.09 LibreOffice Draw ટેબ પર ક્લિક કરો.
10.13 Page name અને Date and Time બાજુના બોક્સોને ચેક કરો.
10.17 આ ચિત્ર સાથે પેજ નામ, તારીખ અને સમય પ્રિન્ટ કરશે.
10.23 ચિત્ર પ્રિન્ટ કરવા માટે Original colors અને Fit to printable page પસંદ કરો.
10.29 કમ્પ્યુટરમાંથી WaterCycle ચિત્ર પ્રિન્ટ કરવા માટે Print પર ક્લિક કરો.
10.34 જો તમે તમારું પ્રિન્ટર બરાબર રીતે રૂપરેખાંકિત કરેલ છે, તો તમારું ચિત્ર પ્રિન્ટ કરવાનું શરૂ કરવું જોઈએ.
10.40 અહીં લીબરઓફીસ ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
10.45 આ ટ્યુટોરીયલમાં, તમે શીખ્યા કે કેવી રીતે:
10.48 ડ્રો પેજ માટે માર્જિન સેટ કરવું
10.50 અને પેજ નંબર, તારીખ અને સમય દાખલ કરવું
10.54 ક્રિયાઓ અન્ડું અને રીડુ કરવી
10.57 પેજનું નામ બદલવું અને
10.58 પેજ પ્રિન્ટ કરવું
11.01 અહીં તમારા માટે એક અસાઈનમેન્ટ છે.
11.03 બે વધુ પેજીસ ઉમેરો.
11.06 દરેક પેજ માટે અલગ માર્જિન સેટ કરો અને લેબલ અને આમંત્રણ પત્ર જે તમે પહેલાંના ટ્યુટોરીયલ માં બનાવ્યા હતા તેને પ્રિન્ટ કરો.
11.14 દરેક પેજમાં Page count ફિલ્ડ દાખલ કરો અને અવલોકન કરો શું થાય છે.
11.21 નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
11.24 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
11.28 જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો
11.32 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
11.34 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
11.37 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
11.41 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
11.47 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે
11.52 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
11.59 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
12.10 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, PoojaMoolya