LibreOffice-Suite-Base/C3/Create-simple-queries-in-SQL-View/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 13:23, 27 March 2017 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 લીબરઓફીસ બેઝ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે
00:09 SQL View માં સાદી ક્વેરીઓ બનાવાય, સાદું SQL કેવી રીતે લખાય.
00:16 SELECT, FROM, અને WHERE ક્લાઉઝીસ (વાક્યાંશ) ઉપયોગમાં લઇ
00:20 અને નામ ક્ષેત્રો એટલે કે નેમીંગ ફીલ્ડ્સ અને કોષ્ટકો એટલે કે ટેબલો માટે કેપિટલ,સાદા અથવા મિશ્ર કેસોની પસંદગી કરીએ.
00:27 SQL View માં ક્વેરીઓ બનાવવા માટે બેઝનો ઉપયોગ કરીએ તે પહેલા, ચાલો આપણે લીબરઓફીસ બેઝ વિશે વાત કરીએ.
00:35 બેઝ HSQL ડેટાબેઝ એન્જીન પર રન થાય છે.
00:41 આ java માં લખાયેલ એક ઓપન સોર્સ ડેટાબેઝ એન્જીન સોફ્ટવેર છે. HSQLDB વિશે વધું જાણકારી માટે http://hsqldb.org લીંક ઉપર જાઓ.
01:02 ઠીક છે, ચાલો હવે આપણે SQL વિશે શીખીએ.
01:06 SQL નું પૂરું નામ છે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેન્ગવેજ. તે ડેટાબેઝને એક્સેસ અને મેનીપ્યુલેટ કરવાં માટે એક પ્રમાણભૂત ભાષા છે.
01:17 તે આંતરરાષ્ટ્રીય દરજ્જે સ્વીકાર્ય થયેલ ANSI સ્ટેન્ડર્ડ (પ્રમાણભૂત) છે.
01:23 અને તેથી તે વિવિધ 'ડેટાબેઝ મેનેજમેન્ટ સીસ્ટમ્સ' અથવા DBMS માં વપરાય છે.
01:31 કેટલાક ઉદાહરણો છે આપણું લીબરઓફીસ બેઝ, MySQL, Microsoft SQL Server, Microsoft Access, Oracle, અને DB2.
01:47 ડેટાબેઝમાંથી માહિતી મેળવવી એ SQL નો સૌથી સામાન્ય ઉપયોગ છે

જેને ડેટાબેઝને ક્વેરી કરવી એમ પણ કહેવાય છે.

01:58 SQL નો ઉપયોગ, ડેટાબેઝમાં માહિતી દાખલ કરવાં, ડેટાબેઝમાંથી માહિતી સુધારિત કરવાં અથવા માહિતી રદ્દ કરવાં માટે પણ થઇ શકે છે.
02:09 અને પાછલા ટ્યુટોરીયલોમાં બેઝ વડે આપણે આ તમામ ઓપરેશનો કરી ચુક્યાં છીએ.
02:16 ઉપયોગકર્તા ને અનુકુળ wizards અને ડીઝાઇનિંગ વિન્ડોઝ નો ઉપયોગ કરીને.
02:22 પણ આધારભૂત ક્વેરી ભાષાની જાણકારી હોવી આપણને ડેટાબેઝને ક્વેરી કરવાં બદ્દલ ખુબજ સાનુકૂળતા અને શક્તિ આપે છે અને SQL નો ઉપયોગ ફક્ત ડેટા માં સુધારાં કરવા માટે જ નહી પણ ડેટાબેઝ અને ટેબલ સ્ટ્રકચર્સ (કોષ્ટકોનાં માળખાં) સુધારિત કરવા માટે પણ થઇ શકે છે.
02:43 આપણું ટ્યુટોરીયલ SQL વિશે બધુંજ બતાવતું નથી, તેથી અહીં કેટલાક ઉપયોગી ટ્યુટોરીયલો અને તેમની વેબસાઈટો છે.
02:59 HSQLDB ની પોતાની યુઝર ગાઈડ (વપરાશકર્તા માર્ગદર્શિકા) છે. જેને ઓનલાઈન જોઈ શકાય છે અથવા તેને ડાઉનલોડ કરીને તમારા કમપ્યુટરમાં PDF ફાઈલ તરીકે સંગ્રહિત કરી શકાય છે.
03:14 ઠીક છે, ચાલો આપણે હમણાં થોડું SQL શીખીએ. આપણે આપણું સુપરિચિત લાઈબ્રેરી ડેટાબેઝનું ઉદાહરણ ખોલીશું.
03:23 ચાલો આપણું લાઈબ્રેરી ડેટાબેઝ ખોલીએ. અહીં, ડાબી પેનલ ઉપર આવેલ ક્વેરીઓની યાદી પર ક્લિક કરીએ.
03:34 અને ત્યારબાદ ‘Create Query in SQL View’ ક્લિક કરીએ. હવે આપણે ક્વેરી ડીઝાઇન શીર્ષક ધરાવતી એક ખાલી વિન્ડો જોઈએ છીએ.
03:46 અને SQL માં અહીં આપણે ક્વેરીઓ ટાઈપ કરીશું.
03:51 ચાલો આપણે આપણી પહેલી સાદી ક્વેરી લખીએ. અને તે છે: લાઈબ્રેરીની તમામ પુસ્તકોની માહિતી મેળવવી. સરળ.
04:02 કોઈપણ કોઈ પણ વસ્તુ મેળવવા માટે SELECT કીવર્ડની જરૂર છે. તો આપણે આપણી ક્વેરી આ રીતે લખીશું.
04:10 SELECT * FROM Books.
04:15 અહીંયા Books એ કોષ્ટકનું નામ છે. books માં આવેલ કેપિટલ B ની નોંધ લો.
04:23 આપણે પહેલા વાપરેલાં કોષ્ટક અથવા કોલમનાં નામોનું પ્રામાણિકપણે અનુસરણ કરીશું.
04:29 And * એક વાઈલ્ડ કાર્ડ છે. અહીં તેનો અર્થ છે, Books કોષ્ટક માંથી તમામ ફીલ્ડો અથવા કોલમો મેળવો.
04:39 હવે ચાલો આપણે તેને અમલમાં મુકીએ અથવા રન કરીએ. Edit મેનુ પર ક્લિક કરો અને પછી Run Query પર ક્લિક કરો.
04:48 હવે આપણે પુસ્તકો ઉપર રેકોર્ડોની યાદી ધરાવતી પેનલ ટોચ પર જોઈ શકીએ છીએ.
04:53 આપણે લખેલ આ ક્વેરી અથવા કોઈપણ ક્વેરીને સંગ્રહિત કરી શકીએ છીએ અને તેને વર્ણનાત્મક નામો આપી શકીએ છીએ.
05:00 તો આ છે આપણી પહેલી સાદી ક્વેરી! અહીં કેટલીક ટિપ્પણીઓ છે:
05:06 HSQLDB, તેનાં ડેટાબેઝ ઓબ્જેક્ટ નામો, જેવાં કે છે કોષ્ટક અને કોલમના નામો, તેમનાં પ્રત્યે કેસ સેન્સીટીવ (કેસ સંવેદનશીલ) છે.
05:17 જેનો અર્થ છે, કેપિટલ B સાથે આવેલ કોષ્ટક નામ “Books” એ નાના b સાથે આવેલ “books” નામનાં બરાબર નથી.
05:27 પરંતુ સરળતા માટે આપણે બધા મોટા અક્ષરો અથવા બધા નાના અક્ષરો વાપરી શકીએ છીએ.
05:34 ઉદાહરણ તરીકે: BOOKS મોટા અક્ષરોમાં, અથવા members નાના અક્ષરોમાં, વગેરે.
05:44 પણ મિશ્ર કેસીસ વાપરવાથી, વાંચવું અને સમજવું સરળ થઇ શકે છે. ઉદાહરણ તરીકે: BooksIssued, કેપિટલ B અને I સાથે.
05:57 અથવા ReturnDate કેપિટલ R અને D સાથે.
06:03 તો, આપણે કોષ્ટક નામો અને કોલમ નામો એજ રીતે વાપરવાં પડશે જે રીતે તે બનાવ્યાં હતા
06:11 SQL કીવર્ડ માટે જેમકે SELECT, તે માટે આપણે કોઈપણ કેસ અથવા મિશ્ર કેસ વાપરી શકીએ છીએ. પણ ચાલો સરળ વાંચન માટે આપણે આપણા વપરાશમાં સમાન થઈએ.
06:25 આપણા ઉદાહરણોમાં, આપણે કીવર્ડો માટે બધા મોટા અક્ષરોનો ઉપયોગ કરીશું.
06:31 હવે, આપણી આગળની ક્વેરી ઉપર. આપણે આ ક્વેરીને એક નવી વિન્ડોમાં ટાઈપ કરી શકીએ છીએ, અથવા તેને પાછલી ક્વેરી ઉપર ઓવરરાઈટ કરી શકીએ છીએ.
06:42 હમણાં માટે, ચાલો આપણે તેને પાછલી ક્વેરી ઉપર ઓવરરાઈટ કરીએ.
06:47 ચાલો આપણે Books કોષ્ટકમાંથી ચોક્કસ કોલમો પાછી મેળવીએ. SELECT Title, Author FROM Books.
06:58 અને ક્વેરી રન કરો. આપણે File મેનુબાર નીચે આવેલ Run Query આઇકોન પણ વાપરી શકીએ છીએ. અથવા કીબોર્ડ શોર્ટકટ F5 નો ઉપયોગ કરી શકીએ છીએ.
07:13 અને અહીં આપણા રેકોર્ડ્સ છે જેમાં ફક્ત એજ કોલમો છે જેની આપણને જરૂર હતી.
07:19 ઠીક છે, ચાલો આપણે આગળ વધીએ.
07:22 ચાલો આપણે આપણી ક્વેરી માટે કંડીશન્સ અથવા ક્રાઈટેરીયા દાખલ કરીએ.
07:27 આપણે ફક્ત Cambridge દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તકો જ મેળવીશું.
07:31 અને તેથી, આપણી ક્વેરી છે, SELECT * FROM Books WHERE Publisher = 'Cambridge'.
07:46 નોંધ લો કે આપણે એક નવો કીવર્ડ, WHERE, પરિચિત કર્યો છે.
07:52 તેનાં પછી કંડીશન, જેમાં આપણે કહીએ છીએ Publisher equals Cambridge
07:59 ચાલો હવે આપણે ક્વેરી રન કરીએ. અને આપણને ફક્ત એજ પુસ્તકો દેખાય છે જેનાં પ્રકાશક Cambridge છે.
08:08 અને તેથી આપણી પાસે એક ક્વેરીમાં કેટલી પણ કંડીશનો અથવા ક્રાઈટેરીયા હોઈ શકે.
08:14 ચાલો બે કંડીશનો સાથે એક ક્વેરી લખીએ.
08:18 ચાલો આપણે ફક્ત એજ પુસ્તકો મેળવીએ જે Cambridge દ્વારા પ્રકાશિત થયેલ છે અને વર્ષ ૧૯૭૫ પછી પ્રકાશિત થયેલ હોય.
08:29 અને આપણી ક્વેરી છે: SELECT * FROM Books WHERE Publisher = 'Cambridge' AND PublishedYear > 1975
08:49 અને આપણે જોઈએ છીએ WHERE કીવર્ડ અથવા ક્લાઉઝ (વાક્યાંશ) પછી બે કંડીશનો છે.
08:55 નોંધ લો કે તેમને ‘AND’ નો ઉપયોગ કરીને સાથે રખાયેલ છે. અહીં ‘AND’ ને લોજીકલ ઓપરેટર કહેવાય છે,
09:04 અને અહીંયા તે કંડીશનોને ભેગા કરવાનું કામ કરે છે. ‘OR’ બીજું એક લોજીકલ ઓપરેટર છે.
09:13 પછીથી ઉપર આપેલ ક્વેરીમાં તેમને ઉપયોગમાં લઈ તેમનું સંશોધન કરો.
09:18 ચાલો આપણે હવે ક્વેરી રન કરીએ અને તેનાં પરિણામોને ઉપર ટોંચ પર જોઈએ.
09:23 આ પુસ્તકો છે જે આપણી કંડીશનોથી મેચ થાય છે.
09:29 ઠીક છે, ચાલો બહુવિધ કંડીશનો નો સમાવેશ કરવા માટે નો બીજો એક માર્ગ પણ શીખીએ.
09:36 આપણે એજ પુસ્તકોની યાદી કેવી રીતે મેળવી શકીએ જેના પ્રકાશક Cambridge અથવા Oxford અથવા બંને છે?
09:46 અને અહીંયા આપણી ક્વેરી છે:

SELECT * FROM Books WHERE Publisher IN ( 'Cambridge', 'Oxford')

10:09 નવો કીવર્ડ ‘IN’ ની નોંધ લો.
10:13 તે એકલ કોલમ પર આધારિત કંડીશનોને જોડાવા માટે મદદ કરે છે, આ કેસમાં, Publisher છે.
10:21 અને હવે પરિણામ જુઓ.
10:25 અંતે, અસાઇનમેન્ટ છે:
10:27 નીચે આપેલ માટે તમારી SQL ક્વેરીઓ લખો અને ચકાસો:
10:33 ૧. લાઈબ્રેરીનાં તમામ સભ્યોની જાણકારી મેળવો. ૨. એવી બધી પુસ્તક શીર્ષકોની યાદી મેળવો જેની કીંમત રૂ. ૧૫૦ કરતા વધારે હોય. ૩.એ પુસ્તકોની યાદી મેળવો જે વિલિયમ સેક્સપિયર અથવા જોહ્ન મિલ્ટન દ્વારા લખાયેલ હોય.
10:55 SQL વિશે વિગતમાં આપણે આવનારા ટ્યુટોરીયલમાં જાણીશું.
11:01 અહીં લીબરઓફીસ બેઝમાં SQL Viewમાં ક્વેરી બનાવતાં શીખવાડતાં આ સ્પોકન ટ્યુટોરીયલનો અંત થાય છે.
11:09 સારાંશમાં, આપણે શીખ્યાં કે કેવી રીતે:
11:12 SQL View માં સાદી ક્વેરીઓ બનાવવી
11:17 સાદું SQL લખવું
11:20 SELECT, FROM, અને WHERE ક્લાઉઝને ઉપયોગમાં લેવાં
11:25 અને નેમીંગ ફીલ્ડ્સ અને કોષ્ટકો માટે કેપિટલ,સાદા અથવા મિશ્ર કેસો પસંદ કરવાં.
11:35 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે, જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
11:47 આ પ્રોજેક્ટ http://spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. આ વિશે વધુ માહિતી "http://spoken-tutorial.org/NMEICT-Intro" લીંક ઉપર ઉપલબ્ધ છે.
11:55 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Chandrika, Jyotisolanki, PoojaMoolya