LaTeX-Old-Version/C2/Letter-Writing/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 17:54, 24 March 2017 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
---|---|
0:00 | લેટેકના ઉપયોગથી પત્ર લેખન કેવી રીતે કરવું તે શીખવાડતા આ મૌખિક ટ્યુ્ટોરીઅલમાં સ્વાગત છે. |
0:06 | તમે ત્રણ બારીઓ જોઈ શકો છો: |
0:08 | આ લેટેકની ટાઈપસેટિંગના ત્રણ અલગ તબક્કાઓને અનુરૂપ છે: |
0:13 | જે છે સ્ત્રોત ફાઈલનું સર્જન, પીડીએફ ફાઈલનું સર્જન કરવા સંકલન અને તેને પીડીએફ રીડર દ્વારા નિહાળવું. |
0:22 | હું Mac OSXમાં મફત પીડીએફ રીડર "સ્કીમ"નો ઉપયોગ કરી રહી છું કારણકે દરેક સંકલન પછી તે આપો-આપ જ અદ્યતન પીડીએફ ફાઈલને લોડ કરે છે. |
0:34 | લિનક્સ અને વિન્ડોવ્સમાંના પીડીએફ બ્રાઉઝરો પણ આ ક્ષમતા ધરાવે છે. |
0:42 | ચાલો સ્ત્રોત ફાઈલમાં જોઈએ કે પ્રત્યેક આદેશ શું કરે છે. |
0:47 | પ્રથમ લીટી સૂચવે છે કે આ પત્ર "ડોક્યુમેન્ટ ક્લાસ"નો છે. |
0:54 | ૧૨pt લખાણનું પરિમાણ છે. |
0:57 | પત્રનો પ્રથમ ભાગ છે,મોકલનારનું સરનામું,(from address).તે અહીં બે કોષ્ટક વચ્ચે દેખાય છે. |
1:07 | આઉટપુટ ફાઈલના સૌથી ઉપરના જમણા બાજુના ખૂણામાં તેનું સ્થાન જોઈ શકાય છે. |
1:14 | અનુક્રમે આવતા બે સ્લેશ નવી પંક્તિ શરુ કરે છે. |
1:19 | જો હું અહીંથી બંને સ્લેશ હટાવી લઉં – |
1:25 | સંગ્રહ કરી,પીડીએફલેટેક દ્વારા સંકલન કરું– |
1:37 | તો બંને પંક્તિઓ એક બીજામાં ભળી ને એક પંક્તિમાં પરિવર્તિત થઇ જાય છે. |
1:43 | અગાઉ બે સ્લેશથી આપણે લેટેકને પંક્તિ છુટી પાડવા કહ્યું હતું. |
1:49 | હવે આ ઊલટા સ્લેશ અહીં નથી,તેથી લેટેકને ખબર નથી કે તેણે પંક્તિ છુટી પાડવાની છે. |
1:56 | ચાલો હું સ્લેશ પાછા મુકું. |
2:04 | સંગ્રહ કરી અને સંકલન કરીએ. |
2:08 | હવે સમજાઈ ગયું છે કે દરેક ફેરફાર પછી સંકલન કર્યાં પહેલા તેનો સંગ્રહ કરવો પડશે. |
2:15 | આપણે જોઈએ કે જો સરનામું ખાલી રાખીએ તો શું થાય. |
2:21 | ચાલો હું અહીં આવું, |
2:24 | નિશાની કરીએ, |
2:27 | પંક્તિના છેડે જઈએ,તે રદ કરીએ,સંગ્રહ કરીએ,સંકલન કરીએ. |
2:37 | તમે જોઈ શકો છો કે "મોકલનારનું સરનામું" અહીંથી અદ્રશ્ય થઇ ગયું છે. |
2:44 | નોંધ લો કે આજની તારીખ આપો-આપ જ અમેરિકન ઢબથી દેખાય છે:મહિનો,તારીખ અને પછી વર્ષ. |
2:54 | આ આદેશ "\date\today" દ્વારા મેળવાય છે. |
3:02 | આ આપો-આપ થતા તારીખના દેખાવને એક ખાલી સૂચી દ્વારા આપણે અટકાવી શકીએ છીએ. |
3:12 | સંગ્રહ કરીએ. |
3:17 | સંકલન કરીએ. |
3:18 | તારીખ જતી રહી છે. |
3:20 | ધારોકે આપણને આપણી ગમતી તારીખ મુકવી છે,તો ચાલો તેને ડેટ સાથે આ રીતે મુકીએ. |
3:30 | ૯ જુલાઈ ૨૦૦૭,સંગ્રહ કરીએ,સંકલન કરીએ. |
3:40 | તારીખ મળી ગઈ છે. |
3:43 | આ તારીખ એ છે જે દિવસે આ ટ્યુ્ટોરીઅલ પ્રથમ વખત બન્યું હતું. |
3:47 | સંકલન થતા,આઉટપુટ ફાઈલમાં આપણે આ ભારતીય ગોઠવણી દેખાતી જોઈ શકીએ છીએ. |
3:53 | ચાલો સરનામું પાછુ મૂકી દઈએ. |
4:02 | ફરી સંકલન કરતા જ પહેલાની જેમ document પાછું મળે છે. |
4:08 | સહી કરવાનો આદેશ પત્રની છેક નીચે દેખાય છે. |
4:17 | આપણે પહેલા ડોક્યુમેન્ટ શરુ કરીએ અને પછી પત્ર. |
4:22 | 'પત્ર મેળવનારનું સરનામું' પહેલાં આવે છે.તે આઉટપુટના ઉપર ડાબી બાજુના ખૂણામાં દેખાય છે. |
4:30 | મેં આને શ્રીમાન.એન.કે.સિન્હાને સંબોધિત કર્યું છે. |
4:34 | આદેશ '\opening'નો ઉપયોગ ગ્રહણ કરનારનું સરનામું આપવા થાય છે. |
4:40 | તમે નોંધ લીધી હશે કે લેટેકના આદેશો ઉલટા સ્લેશથી શરુ થાય છે. |
4:48 | પત્રનું લખાણ હવે આના પછી આવે છે. |
4:53 | આપણે હવે જોઈ શકીએ છીએ કે લેટેકમાં નવો ફકરો એક ખાલી લીટી દ્વારા શરુ થાય છે |
5:00 | ચાલો અહીં આવીએ.હમણાં આ વાક્ય અહીં 'we are'થી શરુ થઇ રહ્યું છે. |
5:07 | તેને ખોલીએ.તેને હવે આના પછીની લીટી ઉપર લઇ જઈએ. |
5:12 | મેં એક ખાલી લીટી છોડી છે.હું આને સંગ્રહ કરું. |
5:17 | આને સંકલન કરીએ. |
5:19 | તમે જોઈ શકો છો કે આ એક નવા ફકરામાં જતું રહ્યું છે. |
5:25 | નવા ફકરા સાથે આ પત્ર બે પૃષ્ઠોમાં વહેચાય જાય છે. |
5:29 | જોઈ કે જો અક્ષરનું માપ ઓછુ કરી ૧૦ કરીએ,તો તે આ પત્રને ફરી એક પૃષ્ઠમાં પૂરું કરે છે. |
5:37 | હવે હું તે કરું |
5:42 | સંગ્રહ કરીએ. |
5:48 | સંકલન કરીએ. |
5:49 | આખો પત્ર એક જ પૃષ્ઠમાં પૂરો થાય છે તે તમે જોઈ શકો છો. |
5:54 | ચાલો હું અક્ષર-માપ ફરી ૧૨pt કરી દઉં. |
6:00 | અને આ ફકરો પણ હું થોડો ખસેડું. |
6:06 | તેનો સંગ્રહ કરી, સંકલન કરીએ. |
6:12 | બરાબર. |
6:14 | હવે હું આઈટમાઈઝ એન્વાર્નમેન્ટ સમજાવીશ જે શરૂઆત અને અંતના આઈટમાઈઝ આદેશોની જોડ વડે બને છે. |
6:29 | લખાણનો કોઈ પણ ભાગ જે '\item' સાથે શરુ થાય તે બુલેટ સ્વરૂપે દ્રશ્યમાન થાય છે. |
6:37 | શું હું અહીં બુલેટની જગ્યા એ આંક મૂકી શકું? |
6:41 | તેના માટે તમારે માત્ર આઈટમાઈઝને એન્યુમરેટથી બદલવું પડશે. |
6:46 | ચાલો હું આને એન્યુમરેટમાં ફેરવું. |
6:53 | તેનો સંગ્રહ કરીએ. |
7:00 | જેટલો બને તેટલો તેનો સંગ્રહ કરવો સારું જ છે. |
7:05 | ચાલો હું આનું ફરી સંકલન કરું. |
7:09 | તમે જોઈ શકો છો કે બુલેટ હવે આંક બની ચુક્યા છે. |
7:15 | અંતમાં,મેં 'આપનો સ્નેહાધીન' ઉમેરેલ છે,જે અહીં આવે છે. |
7:22 | આપણે હસ્તાક્ષર વિષે અગાઉ જ વાત કરી દીધેલ છે. |
7:26 | આદેશ 'cc' આ પત્ર અન્ય બીજા પ્રાપ્તકર્તાઓને મોકલવા માટે મદદ કરે છે. |
7:35 | હું આ પત્ર 'end letter' આદેશ દ્વારા સમાપ્ત કરું છું અને પછી આ ડોક્યુમેન્ટ 'end document' આદેશ દ્વારા પૂર્ણ થાય છે. |
7:44 | તમે આના લખાણને બદલી શકો અને તેનો પ્રયત્ન પણ કરો. |
7:48 | જ્યાં સુધી તમને આત્મવિશ્વાસ ન આવે ત્યાં સુધી એક સમયે કોઈ એક જ વસ્તુ બદલો અને તરત જ સંકલન કરી ખાતરી કરી લો કે તમે કરેલ ફેરફાર લાગુ પડ્યો છે કે નહીં. |
7:58 | મેં Mac ઉપર તમને પત્ર લેખન શીખવાડ્યું,પણ આ જ સ્ત્રોત ફાઈલ Linux અને Windows ઓપરેટીંગ સિસ્ટમની બધી લેટેક સિસ્ટમો ઉપર પણ કાર્ય કરે છે. |
8:10 | અહીં આ ટ્યુ્ટોરીઅલ સમાપ્ત થાય છે. |
8:13 | આને દયાન પૂર્વક સાંભળવા આભાર. |
8:14 | IIT Bombay તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.અભાર. |