Java/C2/Method-overloading/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 16:05, 24 March 2017 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 java માં method overloading પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
00:08 method overloading શું છે.
00:10 અને મેથડ ને ઓવરલોડ કરવું.
00:13 અહીં આપણે વાપરી રહ્યા છીએ

* ઉબુન્ટુ આવૃત્તિ 11.10 OS * જાવા ડેવલપમેંટ કીટ 1.6 * એક્લીપ્સ 3.7.0

00:24 આ ટ્યુટોરીયલ અનુસરવાં માટે તમને ખબર હોવી જોઈએ કે,
00:26 મેથડો કેવી રીતે બનાવવી અને
00:29 એક્લીપ્સ નાં ઉપયોગ વડે જાવામાં constructor ઓવરલોડ કરવું.
00:32 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો,

(http://www.spoken-tutorial.org)

00:39 method overloading શું છે?
00:42 એક ક્લાસમાં સમાન નામથી બે અથવા વધુ મેથડોને વ્યાખ્યિત કરો.
00:46 તે ક્રમમાં અથવા પેરામીટરોનાં ટાઇપમાં અલગ હોવા જોઈએ.
00:50 મેથડ ને overloaded methods કહેવાય છે.
00:54 તે પ્રોસેસને method overloading કહેવાય છે.
00:57 ચાલો હવે જોઈએ method ને ઓવરલોડ કેવી રીતે કરવું.
01:00 એક્લીપ્સ માં મારી પાસે Addition ક્લાસ છે.
01:06 ક્લાસની અંદર આપણે બે ઈન્ટીજર વેરીએબલો જાહેર કરીશું.
01:10 તો ટાઈપ કરો int a ઇકવલ ટુ 10 અને int b ઇકવલ ટુ 5.
01:19 બે ઈન્ટીજરોને ઉમેરવા માટે ચાલો મેથડ બનાવીએ.
01:23 તો ટાઈપ કરો void add કૌંસ.
01:30 છગડીયા કૌંસમાં ટાઈપ કરો System dot out dot println.
01:40 કૌંસમાં a+b.
01:44 તો આ મેથડ આપણને બે ઈન્ટીજર વેરીએબલો નો સરવાળો આપે છે.
01:50 ચાલો બીજી એક મેથડ બનાવીએ જે બે પેરામીટર લે છે.
01:55 તો ટાઈપ કરો void addTwoNumbers.
02:04 કૌંસમાં int num1 comma int num2.
02:14 ત્યારબાદ કર્લી કૌંસમા System dot out dot println num1 પ્લસ num2.
02:35 તો આ મેથડ આપણને બે વેલ્યુનો સરવાળો આપશે જે આ મેથડમાં ટેસ્ટ આર્ગ્યુમેંટ પાસ કરે છે.
02:44 ચાલો ક્લાસનું ઓબ્જેક્ટ બનાવીએ અને મેથડો કોલ કરીએ.
02:49 તો Main મેથડમાં ટાઈપ કરો Addition જે ક્લાસ નામ છે obj ઇકવલ ટુ new Addition કૌંસ અર્ધવિરામ.
03:13 ત્યારબાદObj.add
03:18 અને Obj.addTwonumbers કૌંસમાં.
03:31 આપણે બે આર્ગ્યુમેંટ પસાર કરીશું.
03:33 ધારો કે જો આપણે ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુઓ પસાર કરીએ છીએ.
03:37 તો ટાઈપ કરો 2.5 અર્ધવિરામ અને ઈન્ટીજર 3.
03:45 આપણને એક એરર મળે છે જે દર્શાવે છે, the method addTwoNumbers int comma int of the class addition is not applicable for the argument double comma int. .
03:57 તો આપણે શુ કરીશું કે મેથડમાં int નાં બદલે double આપીશું.
04:06 તો int' ને double થી બદલો. ફાઇલ સંગ્રહિત કરો.
04:12 આપણે જોઈએ છીએ કે એરર ઉકેલાઈ ગઈ છે.
04:17 આપણે એ પણ જાણીએ છીએ કે java આપમેળે એટલે કે ઈમ્પલીસીટલી int ને double માં બદલે છે.
04:24 તેથી અહીં આપણે ઈન્ટીજર આર્ગ્યુમેંટોને પણ પાસ કરી શકીએ છીએ.
04:28 હવે પ્રોગ્રામને સેવ અને રન કરો
04:32 આઉટપુટમાં આપણે બે ઈન્ટીજર વેરીએબલોનો સરવાળો જોઈએ છીએ,
04:37 અને બે સંખ્યાત્મક આર્ગ્યુમેંટોનો સરવાળો જે આપણે પાસ કર્યા છે.
04:43 હવે આપણે જોઈએ છીએ કે બંને મેથડ સમાન ઓપરેશન કરે છે.
04:50 તફાવત એ છે કે પ્રથમ મેથડ પેરામીટર ધરાવતું નથી. જયારે કે બીજી મેથડ પેરામીટર ધરાવે છે.
05:00 તો આવા કિસ્સામાં જાવા આપણને method overloading પ્રદાન કરે છે.
05:05 તો આપણે શું કરીશું કે બંને મેથડોને સમાન નામ આપીશું.
05:09 તો addTwoNumbers ને add થી બદલો અને અહીં પણ બદલો.
05:29 આપણે સમાન ઓપરેશન સાથે એક વધુ મેથડ વ્યાખ્યિત કરીશું.
05:33 તો ટાઈપ કરો void add.
05:38 અને કૌંસમાં int n1 અલ્પવિરામ int n2 અલ્પવિરામ int n3.
05:51 તો આપણે ત્રણ પેરામીટરો આપ્યા છે.
05:54 પહેલું કર્લી કૌંસમાં System dot out dot println.'
06:03 કૌંસમાં n1 પ્લસ n2 પ્લસ n3.
06:11 આમ આ મેથડ ત્રણ ક્રમાંકોનો સરવાળો આપશે.
06:17 ચાલો આ મેથડને કોલ કરીએ.
06:19 તો ટાઈપ કરો obj dot add 1 અલ્પવિરામ 5 અલ્પવિરામ 4
06:35 સેવ અને રન કરો
06:39 આઉટપુટમાં આપણે ત્રણ ક્રમાંકોનો સરવાળો જોઈએ છીએ જે 10 છે.
06:47 તો પેરામીટરો પર આધાર રાખીને જાવા કમ્પાઈલર વ્યવસ્થિત મેથડને ઓવેરલોડ કરે છે.
06:52 તે પાસ થયેલ ક્રમાંક અને પેરામીટરનાં ટાઇપને તપાસ કરે છે
06:57 તો પ્રોગ્રામર તરીકે આપણને ન તો મેથડ નામ વિશે,
07:01 કે ન તો આર્ગ્યુંમેંટનું ટાઇપ અને ક્રમાંકની સંખ્યા જે આપણે પસાર કરી હતી તે વિષે ચિંતાની જરૂર છે.
07:05 આપણે વધુ એક મેથડ બનાવીશું જે સ્ટ્રીંગની જોડણી કરે.
07:11 તો આપણે હજુ એક overload method બનાવીશું
07:15 ટાઈપ કરો void add String s1 અલ્પવિરામ String s2.
07:29 કર્લી કૌંસમાં System dot out dot println.
07:41 કૌંસની અંદર s1 પ્લસ s2.
07:45 અને આપણે આ મેથડને કોલ કરીશું.
07:50 તો ટાઈપ કરો obj dot add.
07:55 કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં Hello અલ્પવિરામ ડબલ અવતરણ ચિહ્નમાં સ્પેસ World.
08:07 હવે પ્રોગ્રામને સેવ અને રન કરો.
08:12 તો આઉટપુટમાં આપણે જોઈએ છીએ Hello સ્પેસ World.
08:16 આમ બે સ્ટ્રીંગ આર્ગ્યુંમેંટો સાથે add મેથડ, સ્ટ્રીંગને જોડાણ કરી આપે છે.
08:21 ધારો કે હવે આપણે add મેથડને રીટર્ન ટાઇપ સાથે જાહેર કરીએ.
08:27 તો ટાઈપ કરો int add કૌંસમાં no parameter અને કર્લી કૌંસ.
08:40 આપણને એક એરર મળે છે જે દર્શાવે છે duplicate method add in type addition
08:48 આ એટલા માટે કારણ કે આપણે પહેલાથી જ add મેથડને કોઈપણ પેરામીટર વિના જાહેર કર્યી છે.
08:54 તો યાદ રાખો કે મેથડ ઓવરલોડ માટે પેરામીટર અલગ હોવું જરૂરી છે.
08:58 અલગ રીટર્ન ટાઇપ હોવું મેથડને ઓવરલોડ કરશે નહી.
09:03 તો આ મેથડને રદ્દ કરો અને ફાઈલને સંગ્રહિત કરો.
09:09 આ રીતે જાવામાં method overloading થાય છે.
09:16 તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
09:18 method overloading વિશે.
09:20 મેથડ overload કરવું.
09:22 અને method overloading નાં ફાયદા.
09:25 સ્વ:આકારણી માટે, subtract મેથડ બનાવો જે તે ક્રમાંકોની બાદબાકી કરે
09:31 તેને ઓવરલોડ કરો.
09:33 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે
09:36 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ :

http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial

09:42 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:45 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
09:48 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
09:50 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
09:52 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
09:56 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
10:01 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
10:05 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
10:11 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
10:19 આમ અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
10:21 જોડાવા બદ્દલ આભાર.
10:22 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble