Firefox/C4/Extensions/Gujarati

From Script | Spoken-Tutorial
Revision as of 15:03, 24 March 2017 by Jyotisolanki (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 મોઝીલા ફાયરફોક્સમાં Extensions પરનાં Spoken Tutorial માં તમારું સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં, આપણે એક્સટેન્શન્સ અથવા એડ-ઓન્સ , એક્સટેન્શનોને સંસ્થાપિત કરવું, આગ્રહણીય એક્સટેન્શનો વિશે શીખીશું.
00:14 અહીં આપણે ઉબુંટૂ 10.04 પર ફાયરફોક્સ 7.0 ઉપયોગમાં લઇ રહ્યા છીએ.
00:20 ફાયરફોક્સ બ્રાઉઝર ખોલો.
00:23 મૂળભૂત રીતે, yahoo home page ખુલે છે.
00:27 Extensions અથવા Add-ons' શું છે?
00:29 Extensions તમને:
00:31 ફાયરફોક્સ બ્રાઉઝરમાં નવા લક્ષણોને ઉમેરવાની.
00:35 હાજર લક્ષણોની વૃદ્ધિ કરવાની.
00:37 તમારી પસંદગીઓને અનુકૂળ થવા માટે ફાયરફોક્સ બ્રાઉઝરને કસ્ટમાઈઝ (જોઈએ એ અનુસાર સુધારણા કરવું) કરવાની પરવાનગી આપે છે.
00:42 Extensions, ફાયરફોક્સ બ્રાઉઝરનો એક ભાગ છે.
00:45 અને બ્રાઉઝરની ક્ષમતાઓને વિસ્તારિત કરે છે.
00:48 ઉદાહરણ તરીકે, તમે એક્સટેન્શનો સંસ્થાપિત કરી શકો છો જે:
00:51 # જાહેરાતો અથવા પોપઅપો ને અટકાવે.
00:54 # કોમોડિટીઝ (માલસામાન) નાં ભાવોની તુલના કરે
00:56 # અને હવામાનમાં થનારા ફેરફારોને પણ દર્શાવે.
01:00 ચાલો Grab and Drag એક્સટેન્શન સંસ્થાપિત કરીએ.
01:03 Grab and Drag તમને વેબ પેજોમાં વિવિધ રીતે સ્ક્રોલ કરવા દે છે.
01:07 Adobe Acrobat માનાં ગ્રેબ અને ડ્રેગ ફંક્શન સમાન છે.
01:12 Menu બારમાંથી, Tools અને Add-ons પર ક્લિક કરો.
01:16 Add-ons Manager ટેબ ખુલે છે.
01:20 વૈકલ્પિક રીતે, Add-ons Manager ટેબને ખોલવા માટે, તમે CTRL+Shift+A કીને એકસાથે પણ દબાવી શકો છો.
01:28 Add-ons Manager મા ડાબી પેનલ ઉપલબ્ધ વિકલ્પોને દર્શાવે છે.
01:34 નોંધ લો, મૂળભૂત રીતે, Get Add-ons વિકલ્પ પસંદ કરાયેલું છે.
01:39 જમણી પેનલ ડાબી પેનલમાં પસંદ કરાયેલા વિકલ્પ માટે માહિતી દર્શાવે છે.
01:45 આમ, જમણી પેનલ, Add-ons વ્યાખ્યાયિત કરે છે અને એડ-ઓન્સ સાથે શરૂઆત કઈ રીતે કરવી તે માટે કહે છે.
01:51 આ તમે સંસ્થાપિત કરી શકો એવા કેટલાક Add-ons ની યાદી પણ દર્શાવે છે.
01:55 હવે, આપણે એક નવું Add-on સંસ્થાપિત કરીશું: Grab and Drag.
01:59 પહેલાં, Search bar માં, જે ઉપર-જમણા ખૂણે સ્થાનાંકિત છે, તેમાં Grab and Drag ટાઈપ કરો.

Enter દબાવો.

02:08 જમણી પેનલ, હવે એડ-ઓન્સ યાદી દર્શાવે છે, જે આપણે શોધેલા નામો માટે શ્રેષ્ઠ મેચ છે.
02:14 એ પણ, નોંધ લો, કે એ તમામ એડ-ઓન્સ જેની પાસે શીર્ષકમાં drag શબ્દ છે તે દર્શાવવામાં આવ્યા છે.
02:20 નોંધ લો, કે Grab and Drag, યાદી પરનું પ્રથમ નામ, એક ચોક્કસ મળતું મેચ છે.
02:26 Install પર ક્લિક કરો.
02:28 આમ ઘણાં સોફ્ટવેરની સાથે, કેટલાક એડ-ઓન્સ પણ, end-user license agreements ધરાવી શકે છે.
02:35 End-User License Agreement ડાયલોગ બોક્સમાં, Accept and Install પર ક્લિક કરો.
02:41 Add-on ડાઉનલોડીંગ પ્રોગ્રેશ બાર દ્રશ્યમાન થાય છે.
02:46 આગળ, add-on સંસ્થાપિત થયુ છે એવો મેસેજ આવશે
02:50 જયારે તમે મોઝીલા ફાયરફોક્સ રીસ્ટાર્ટ કરો છો.
02:54 Restart Now પર ક્લિક કરો.
02:57 Firefox બ્રાઉઝર બંધ થાય છે અને ખુલે છે.
03:01 Add-ons Manager એક નવા ટેબમાં ખુલે છે.
03:05 નોંધ લો, કે Grab and Drag એક્સટેન્શન Extensions ટેબનાં જમણી પેનલમાં દ્રશ્યમાન થાય છે.
03:11 પાછલા પગલાઓ પછી ચાલો બીજી એક Scrap Book એક્સટેન્શન સંસ્થાપિત કરીએ.
03:18 Scrap Book તમને વેબ પેજ સંગ્રહોને સંગ્રહીત અને પ્રબંધ કરવા માટેની પરવાનગી આપે છે.
03:24 નોંધ લો, કે સંસ્થાપન દર્શાવતો પ્રોગ્રેસ બાર અને Firefox ને બંધ કરીને રીસ્ટાર્ટ કરવા માટેનો મેસેજ (સંદેશ) અલગ રીતે પ્રદર્શિત નથી કરાયો.
03:33 તે Scrap Book બારમાં દર્શાવવામાં આવ્યા છે.
03:36 Restart Now પર ક્લિક કરો.
03:40 ફાયરફોક્સમાં Scrap Book સંસ્થાપિત થઇ ગયી છે.
03:44 આ ટ્યુટોરીયલને અટકાવો અને આ અસાઈનમેંટ કરો.
03:48 Firefox બ્રાઉઝરમાં, Add-ons Manager ખોલો.
03:52 Get Add-ons વિકલ્પમાં, Featured 'Add-ons' યાદીમાંથી એક નવો add-on સંસ્થાપિત કરો.
03:59 તમે એક્સટેન્શનો પ્રબંધ કરી રહ્યા છો, જેવું કે, ઉમેરવું, રદ્દ કરવું અથવા તેમાં સુધારણા કરવું.
04:03 Add-ons Manager માં
04:06 Extensions વિકલ્પને ઉપયોગમાં લઈને.
04:08 Firefox બ્રાઉઝર ટેબમાં, Add-ons Manager ટેબ ક્લિક કરો.
04:13 ડાબી પેનલમાંથી, Extensions ક્લિક કરો.
04:16 જમણી પેનલ, હવે તમારા કોમપ્યુટર પર સંસ્થાપિત થયેલા Extensions દર્શાવે છે.
04:22 ScrapBook વિશે વધુ શીખવા માટે, તેને પસંદ કરો અને More પર ક્લિક કરો.
04:27 Scrap Book વિશેની વિગતો દ્રશ્યમાન થાય છે.
04:31 એક્સટેન્શન વિશે તમામ શીખવા માટે વેબસાઈટ લીંક પર ક્લિક કરો.
04:35 હવે, ડાબી પેનલમાંથી, Extension વિકલ્પ પર ક્લિક કરો.
04:40 નોંધ લો કે, દરેક Extension માટે તમે પ્રીફરેન્સીઝ (પસંદગીઓ) સુયોજિત કરી શકો છો, તેને નિષ્ક્રિય કે રદ્દ કરી શકો છો.
04:46 Grab and Drag પસંદ કરો અને Preferences પર ક્લિક કરો.
04:49 આ સંવાદ બોક્સનાં ઉપયોગ વડે તમે તમારી પસંદગીઓને સુયોજિત કરી શકો છો.
04:53 સંવાદ બોક્સથી નીકળવા માટે Cancel પર ક્લિક કરો.
04:57 હવે, Scrap Book પસંદ કરો અને Preferences પર ક્લિક કરો.
05:01 નોંધ લો, કે Scrap Book Options સંવાદ બોક્સ Grab and Drag Preferences સંવાદ બોક્સ કરતા વિભિન્ન છે.
05:09 એટલા માટે, દરેક Extension ની વિભિન્ન સેટિંગ્સ (સુયોજનો) છે જે બદલી શકાય છે.
05:13 જો કોઈ Extension માટે Preferences બટન દૃશ્યમાન નથી,
05:17 તે સૂચિત કરે છે કે તેની માટે અહીં કોઈ પ્રીફરેન્સીઝ નથી.
05:21 Scrap Book Options સંવાદ બોક્સથી નીકળવા માટે Close પર ક્લિક કરો.
05:26 ઘણા સોફ્ટવેરની સાથે, add-ons પણ નિયમિત રીતે અપડેટ થાય છે.
05:31 Scrap Book અપડેટ કરવા માટે, તેને પસંદ કરો, જમણું-ક્લિક કરો અને Find Updates પર ક્લિક કરો.
05:37 જો અપડેટ્સ મળે છે, તો Update બટન દ્રશ્યમાન થાય છે.
05:42 add-on ને સુધારણા કરવા માટે તેના પર ક્લિક કરો.
05:47 જો કે Scrap Book માટે કોઈપણ અપડેટ નથી, તેથી Update બટન દ્રશ્યમાન થતું નથી.
05:51 છેલ્લે, જો તમે એક્સટેન્શનને વાપરવા ઈચ્છતા નથી તો Disable બટન પર ક્લિક કરો.
05:58 અને એક્સટેન્શનને તમારા કોમપ્યુટરમાંથી રદ્દ કરવા માટે, Remove પર ક્લિક કરો.
06:03 Extensions વિશે આપણે તમામ શીખી લીધું છે!
06:06 ફાયરફોકસમાં વધુ કાર્યક્ષમતા ઉમેરીને કાર્યોને સ્ટ્રીમ લાઇન (સરળ) કરવા માટે તમે હવે Extensions વાપરી શકો છો.
06:13 Add-ons વિશે શીખવા માટે તમે Get Add-ons વિકલ્પને ઉપયોગમાં લઇ શકો છો.
06:18 ત્યારબાદ Add-ons પસંદ કરીને સંસ્થાપિત કરી શકો છો જે સૌથી સુસંગત અથવા ઉપયોગી છે.
06:24 Firefox Extensions વિશે વધુ શીખવા માટે Firefox વેબસાઈટ જુઓ.
06:31 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
06:34 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા; એક્સટેન્શન્સ, એક્સટેન્શનોને સંસ્થાપિત કરવું, આગ્રહણીય એક્સટેન્શનો
06:42 અહીં તમારા માટે એક અસાઈનમેંટ છે.
06:45 WebMail Notifier કહેવાતા એક એક્સટેન્શન માટે શોધ કરો અને
06:49 તેને તમારા કોમપ્યુટર પર સંસ્થાપિત કરો.
06:52 આ એક્સટેન્શનના લક્ષણો વિશે અને તમારા મેઈલ અકાઉન્ટમાંથી વણવાંચેલા મેઈલો તપાસ કરવા માટે તમે આને કેવી રીતે ઉપયોગમાં લઇ શકો છો એ માટે શોધ કરો.
07:01 એક્સટેન્શનને નિષ્ક્રિય કરો.
07:03 ત્યારબાદ તેને Firefox માંથી રદ્દ કરો.
07:07 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડિઓ જુઓ
07:10 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
07:13 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરીને તે જોઈ શકો છો
07:18 સ્પોકન ટ્યુટોરીયલો પ્રોજેક્ટ ટીમ
07:19 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
07:23 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે
07:27 વધુ વિગતો માટે, contact at spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો
07:33 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
07:37 જે આઇસીટી,એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
07:45 આ મિશન વિશે વધુ જાણકારી આ લીંક ઉપર ઉપલબ્ધ છે
07:48 સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆઈસીટી હાયફન ઇન્ટ્રો [1]
07:56 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છુ
08:00 જોડાવા બદ્દલ આભાર

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble