Jmol-Application/C2/Surfaces-and-Orbitals/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 03:39, 4 March 2017 by Jyotisolanki (Talk | contribs)
| |
|
|---|---|
| 00:01 | Jmol (જેમોલ) એપ્લીકેશનમાં Surfaces (સરફેસીઝ) અને Orbitals (ઓર્બીટલ્સ) પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
| 00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
| 00:10 | Alicyclic (એલીસાયક્લિક) અને Aromatic (એરોમેટીક) પરમાણુઓનાં મોડેલો બનાવવા. |
| 00:14 | પરમાણુઓની વિવિધ સપાટીઓ દર્શાવવી. |
| 00:18 | એટોમીક અને મોલેક્યુલર ઓર્બીટો દર્શાવવી. |
| 00:22 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમને જેમોલ એપ્લીકેશનમાં મોલેક્યુલર મોડેલો કેવી રીતે બનાવવા અને એડીટ કરવા તેની જાણકારી હોવી જોઈએ. |
| 00:29 | જો નથી તો, અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ સંદર્ભિત ટ્યુટોરીયલો નિહાળો. |
| 00:35 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું |
| 00:38 | ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 12.04 |
| 00:42 | Jmol આવૃત્તિ 12.2.2 અને |
| 00:45 | Java (JRE) આવૃત્તિ 7 |
| 00:48 | મેં એક નવો જેમોલ એપ્લીકેશન વિન્ડો ખોલ્યો છે. |
| 00:52 | ચાલો સૌ પહેલા cyclohexane (સાયક્લોહેક્ઝેન) નું મોડેલ બનાવીએ. |
| 00:56 | modelkit મેનુ પર ક્લિક કરો. |
| 00:59 | પેનલ પર methane (મીથેન) નું મોડેલ દ્રશ્યમાન થાય છે. |
| 01:03 | cyclohexane (સાયક્લોહેક્ઝેન) બનાવવા માટે, આપણને છ carbon (કાર્બન) અણુઓની એક hydrocarbon (હાઈડ્રોકાર્બન) સાંકળ બનાવવી પડે છે. |
| 01:09 | આપણે મોડેલમાં methyl (મિથાઈલ) જૂથ સાથે hydrogen (હાઈડ્રોજન) સબસ્ટીટ્યુટ કરીશું. |
| 01:13 | આવું કરવા માટે, આપણે hydrogen (હાઈડ્રોજન) પર કર્સર મુકીશું અને તેના પર ક્લિક કરીશું. |
| 01:18 | સ્ક્રીન પર આ ethane (ઈથેન) નું મોડેલ છે. |
| 01:21 | આ પગલાંનું ફરી 2 વાર પુનરાવર્તન કરો અને methyl (મિથાઈલ) જૂથ સાથે એક સમયે એક hydrogen (હાઈડ્રોજન) ને ફેરબદલ કરો. |
| 01:28 | hydrogens (હાઈડ્રોજનો) પર એ રીતે ક્લિક કરો કે બંધારણ એક વર્તુળ બનાવે. |
| 01:33 | હવે, Rotate molecule (રોટેટ મોલેક્યુલ) ટૂલની મદદથી રચનાને સ્ક્રીન પર ફેરવો. |
| 01:38 | પેનલ પર આ butane (બ્યુટેન) ની રચના છે. |
| 01:41 | modelkit મેનુ પર ક્લિક કરો. |
| 01:45 | સાંકળની અંતે આવેલ કોઈપણ carbon (કાર્બન) અણુઓમાં ઉપલબ્ધ hydrogen પર ક્લિક કરો. |
| 01:52 | અહીં પેનલ પર pentane (પેન્ટેન) નું મોડેલ છે. |
| 01:55 | carbon સાંકળનાં છેડે અડીને આવેલ, કોઈપણ એક hydrogens પર ક્લિક કરો. |
| 02:00 | પેનલ પર cyclohexane (સાયક્લોહેક્ઝેન) નું મોડેલ બને છે. |
| 02:04 | રચનાને ઓપ્ટીમાઈઝ કરવા માટે modelkit મેનુમાં આવેલ minimize (મીનીમાઈઝ) વિકલ્પનો ઉપયોગ કરો. |
| 02:09 | Cyclohexane (સાયક્લોહેક્ઝેન) નું મોડેલ હવે, તેનાં સૌથી સ્થિર “chair” બંધબેસતાપણામાં છે. |
| 02:15 | એકાંતરે, ચક્રીય રચનાઓ બનાવવા માટે આપણે modelkit મેનુમાં આવેલ Drag to bond વિકલ્પનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. |
| 02:24 | આ વિશેષતાને ડેમોનસ્ટ્રેટ કરવા માટે હું pentane (પેન્ટેન) નાં મોડેલને ઉપયોગમાં લઈશ. |
| 02:29 | પેનલ પર આ pentane (પેન્ટેન) નું મોડેલ છે. |
| 02:32 | આને cyclopentane (સાયક્લોપેન્ટેન) માં પરિવર્તિત કરવા માટે, modelkit મેનુમાંથી Drag to bond વિકલ્પ પસંદ કરો. |
| 02:40 | સાંકળની અંતે આવેલ carbon (કાર્બન) પર કર્સર મુકો. |
| 02:45 | માઉસનું બટન દબાવી રાખો. |
| 02:47 | માઉસનાં બટનને મુક્ત કર્યા વિના ,સાંકળનાં બીજા છેડે આવેલ carbon (કાર્બન) પર કર્સર લાવો. |
| 02:54 | હવે માઉસનું બટન મુક્ત કરો. |
| 02:57 | આપણી પાસે પેનલ પર cyclopentane (સાયક્લોપેન્ટેન) નું મોડેલ છે. |
| 03:01 | હવે ચાલો cyclohexane (સાયક્લોહેક્ઝેન) નાં મોડેલ સાથે જેમોલ પેનલ પર પાછા જઈએ. |
| 03:06 | ચાલો હવે cyclohexane (સાયક્લોહેક્ઝેન) ને benzene (બેન્ઝીન) વલયમાં પરિવર્તિત કરીએ. |
| 03:10 | આપણને cyclohexane (સાયક્લોહેક્ઝેન) વલયમાં અનુક્રમે આગળ પાછળ સ્થાને બમણા બોન્ડો પરિચય કરાવવા પડશે. |
| 03:16 | modelkit મેનુ ખોલો. |
| 03:19 | કોઈપણ બે કાર્બન અણુઓ વચ્ચેનાં બોન્ડ પર કર્સર મુકો અને તેના પર ક્લિક કરો. |
| 03:25 | આપણી પાસે પેનલ પર હવે cyclohexene (સાયક્લોહેક્ઝીન) છે. |
| 03:29 | આગળ, તેને benzene (બેન્ઝીન) માં પરિવર્તિત કરવા માટે, આપણને રચનામાં હજુ વધારાનાં બે બમણા બોન્ડો પરિચય કરાવવા પડશે. |
| 03:36 | આગળ આવેલ કોઈપણ બે કાર્બન અણુઓ વચ્ચેનાં બોન્ડ પર ક્લિક કરો. |
| 03:41 | આપણી પાસે પેનલ પર benzene (બેન્ઝીન) નું મોડેલ છે. |
| 03:44 | સ્થિર બંધબેસતાપણું મેળવવા માટે એનર્જી મીનીમાઈઝની પ્રક્રિયા કરો. |
| 03:49 | જેમોલ એપ્લીકેશનનો ઉપયોગ કરીને પરમાણુઓની Surface topology (સરફેસ ટોપોલોજી) દર્શાવી શકાય છે. |
| 03:56 | વિવિધ સપાટીઓ જોવા માટે, પોપ-અપ મેનુ ખોલો. |
| 04:01 | modelkit મેનુ જો ખુલ્લું હોય તો, તેને બંધ કર્યાની ખાતરી કરી લો. |
| 04:06 | હવે, પોપ-અપ મેનુ ખોલવા માટે, પેનલ પર જમણું-ક્લિક કરો. |
| 04:10 | નીચે સ્ક્રોલ કરીને "Surfaces" પસંદ કરો. |
| 04:14 | ઘણા વિકલ્પો ધરાવતું એક સબ-મેનુ ખુલે છે. |
| 04:18 | Dot Surface (ડોટ સરફેસ) |
| 04:20 | van der Waal's અને બીજા અન્ય. |
| 04:23 | ડેમોનસ્ટ્રેટ કરવાનાં હેતુસર, હું પસંદ કરીશ Molecular surface (મોલેક્યુલર સરફેસ). |
| 04:28 | Benzene (બેન્ઝીન) નું મોડેલ molecular surface (મોલેક્યુલર સરફેસ) સહીત ખુલે છે. |
| 04:33 | ચાલો તેને બીજી કોઈ સપાટીમાં બદલીએ, માનો કે Dot Surface (ડોટ સરફેસ). |
| 04:38 | તો, પોપ-અપ મેનુ ફરીથી ખોલો, અને Dot Surface પસંદ કરો. |
| 04:44 | આપણે સપાટી અપારદર્શક કે પારદર્શક પણ બનાવી શકીએ છીએ. |
| 04:48 | આવું કરવા માટે, પોપ-અપ મેનુ ખોલો, |
| 04:52 | નીચે Surfaces સુધી સ્ક્રોલ કરો અને Make Opaque વિકલ્પ પસંદ કરો. |
| 04:59 | અવલોકન કરો benzene (બેન્ઝીન) મોડેલ અપારદર્શક બન્યું છે. |
| 05:03 | સરફેસ વિકલ્પને બંધ કરવા માટે, પોપ-અપ મેનુ ખોલો, પસંદ કરો Surfaces. |
| 05:10 | નીચે Off સુધી સ્ક્રોલ કરીને તેના પર ક્લિક કરો. |
| 05:15 | હવે, આપણી પાસે benzene (બેન્ઝીન) નું મોડેલ કોઈપણ સપાટીઓ વગરનું છે. |
| 05:20 | જેમોલ પરમાણુઓનાં atomic (એટમીક) અને molecular orbitals (પરમાણુ કક્ષાઓ) દર્શાવી શકે છે. |
| 05:25 | Atomic orbitals (એટમીક ઓર્બીટલ્સ) ને કંસોલ પર કમાંડો લખીને સ્ક્રીન પર દર્શાવી શકાય છે. |
| 05:32 | File અને New પર ક્લિક કરીને એક નવો જેમોલ વિન્ડો ખોલો. |
| 05:37 | હવે File અને ત્યારબાદ Console પર ક્લિક કરીને કંસોલ વિન્ડો ખોલો. |
| 05:43 | સ્ક્રીન પર કંસોલ વિન્ડો ખુલે છે. |
| 05:47 | કંસોલ વિન્ડોને વિસ્તૃત કરવા માટે હું KMag Screen magnifier વાપરી રહ્યી છું. |
| 05:53 | અણુ કક્ષાઓ માટે કમાંડ લાઈન isosurface phase atomicorbital થી શરુ થાય છે. |
| 06:00 | ($) dollar prompt (ડોલર પ્રોમ્પ્ટ) પર ટાઈપ કરો isosurface phase atomicorbital. |
| 06:06 | આ પછીથી quantum numbers n. (ક્વોન્ટમ ક્રમાંકો n.) l અને m આવે છે જે કે દરેક અણુ કક્ષા માટે વિશિષ્ટ છે. |
| 06:14 | 's' કક્ષા દર્શાવવા માટે ટાઈપ કરો 2 0 0 |
| 06:20 | ક્રમાંક 2, 0, 0 અનુક્રમે n, l અને m ક્વોન્ટમ ક્રમાંકો રજુ કરે છે. |
| 06:27 | કમાંડ એક્ઝીક્યુટ કરવા માટે Enter કી દબાવો. |
| 06:31 | પેનલ પર આપણને s કક્ષા પ્રદર્શિત થયેલ દેખાય છે. |
| 06:35 | અહીં અણુ કક્ષાઓ અને તેને સંદર્ભિત સ્ક્રીપ્ટ કમાંડોનાં કેટલાક વધુ ઉદાહરણો છે. |
| 06:41 | તમામ અણુ કક્ષાઓ માટે કમાંડ લાઈન એકસમાન છે. |
| 06:45 | કંસોલ પર પહેલાનો કમાંડ દર્શાવવા માટે, કીબોર્ડ પર up arrow (અપ એરો) કી દબાવો. |
| 06:51 | n, l અને m આ ક્વોન્ટમ ક્રમાંકોને 2 1 1 એડીટ કરો. |
| 06:58 | Enter કી દબાવો અને જેમોલ પેનલ પર px' કક્ષા જુઓ. |
| 07:05 | અપ એરો કીને ફરીથી દબાવો અને n, l અને m ને 3 2 અને -1 એડીટ કરો. |
| 07:13 | Enter કી દબાવો અને જેમોલ પેનલ પર dxy' કક્ષા જુઓ. |
| 07:19 | આપણે આ ઈમેજોને વિભિન્ન ફાઈલ ફોર્મેટોમાં પણ સંગ્રહી શકીએ છીએ જેમ કે jpg, png અથવા pdf. |
| 07:27 | અહીં તમામ atomic orbitals (s, p, d, અને f) માટે કમાંડોની યાદી દર્શાવી છે. |
| 07:35 | આ સ્લાઈડ પર દર્શાવેલ એ atomic orbitals નું મોડેલ છે. |
| 07:40 | આ બધાને કંસોલ પર સ્ક્રીપ્ટ કમાંડો લખીને બનાવવામાં આવ્યા હતા. |
| 07:45 | molecular orbitals (મોલેક્યુલર ઓર્બીટલ્સ) કેવી રીતે દર્શાવવા તે બતાવવા માટે અહીં મેં નવું જેમોલ પેનલ અને કંસોલ ખોલ્યું છે. |
| 07:53 | Hybridized molecular orbitals (હાયબ્રિડાઇઝ્ડ મોલેક્યુલર ઓર્બીટલ્સ) જેમ કે sp3, sp2 અને sp ને જેમોલ દ્વારા દર્શાવી શકાય છે. |
| 08:02 | પેનલ પર આપણી પાસે methane (મીથેન) નું મોડેલ છે. |
| 08:06 | Methane (મીથેન) નાં molecular orbitals નો પ્રકાર છે sp3. |
| 08:11 | Linear Combination of Atomic Orbitals (લીનીયર કોમ્બીનેશન ઓફ એટોમિક ઓર્બીટલ્સ) એટલે કે LCAO આ પદ્ધતિનો ઉપયોગ molecular orbitals બનાવવા માટે થાય છે. |
| 08:21 | તેથી, કમાંડ લાઈન 'lcaocartoon' થી શરુ થાય છે, ત્યારબાદ create અને orbital નું નામ આવે છે. |
| 08:30 | ડોલર પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો lcaocartoon create sp3 |
| 08:36 | Enter દબાવો. |
| 08:38 | sp3 hybridized molecular orbitals સાથે methane (મીથેન) નાં મોડેલનું અવલોકન કરો. |
| 08:45 | sp2 hybridized molecular orbitals દર્શાવવા માટે, આપણે ethene (ઇથીન) ને ઉદાહરણ તરીકે લેશું. |
| 08:52 | પેનલ પર આ ethene (ઇથીન) નો પરમાણુ છે. |
| 08:56 | Ethene (ઇથીન) પરમાણુ ત્રણ sp2 hybridized molecular orbitals ધરાવે છે. જે આ પ્રકારે છે sp2a, sp2b અને sp2c. |
| 09:08 | ડોલર પ્રોમ્પ્ટ પર, ટાઈપ કરો lcaocartoon create sp2a , અને Enter દબાવો. |
| 09:17 | પેનલ પર ethene મોડેલમાંનાં sp2 કક્ષાનું અવલોકન કરો. |
| 09:22 | અપ એરો કી દબાવો અને sp2a ને sp2b માં બદલો, Enter દબાવો. |
| 09:31 | ફરીથી, અપ એરો કી દબાવો અને sp2b ને sp2c માં બદલો, Enter દબાવો. |
| 09:41 | છેવટે pi બોન્ડ માટે, કક્ષાનું નામ pz તરીકે એડીટ કરો. |
| 09:48 | પેનલ પર, આપણી પાસે ethene (ઇથીન) પરમાણુ તમામ molecular orbitals સહીત છે. |
| 09:55 | આ સ્લાઈડ molecular orbitals સહીત બીજા કેટલાક પરમાણુઓનાં ઉદાહરણો દર્શાવે છે. |
| 10:01 | વધુ માહિતી માટે જેમોલ સ્ક્રીપ્ટ ડોક્યુંમેંટેશનની વેબસાઈટનું અન્વેષણ કરો. |
| 10:08 | ચાલો સારાંશ લઈએ. |
| 10:10 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા |
| 10:12 | cyclohexane (સાયક્લોહેક્ઝેન) અને cyclopentane (સાયક્લોપેન્ટેન) નું મોડેલ બનાવવું |
| 10:17 | benzene નું મોડેલ બનાવવું |
| 10:19 | મોલેક્યુંલોની surface topology (સરફેસ ટોપોલોજી) દર્શાવવી. |
| 10:23 | તેમજ આપણે શીખ્યા |
| 10:24 | Atomic orbitals (s, p, d, f) દર્શાવવી |
| 10:29 | console' (કંસોલ) પર script commands (સ્ક્રીપ્ટ કમાંડો) લખીને Molecular orbitals (sp3, sp2 and sp) દર્શાવવી. |
| 10:38 | અહીં એક એસાઇનમેંટ છે |
| 10:40 | 2-Butene (2-બ્યુટીન) નું મોડેલ બનાવો અને molecular orbitals (મોલેક્યુલર ઓર્બીટલ્સ) દર્શાવો. |
| 10:45 | molecular orbitals (મોલેક્યુલર ઓર્બીટલ્સ) નાં રંગ અને માપ બદલવા માટે lcaocartoon કમાંડનું અન્વેષણ કરો. |
| 10:52 | કમાંડોની યાદી માટે આપેલ લીંકનો સંદર્ભ લો. |
| 10:57 | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
| 11:01 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
| 11:04 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
| 11:09 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: |
| 11:11 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
| 11:15 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
| 11:19 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
| 11:26 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
| 11:30 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
| 11:37 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
| 11:42 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |