PHP-and-MySQL/C3/MySQL-Part-8/Gujarati
From Script | Spoken-Tutorial
Revision as of 01:07, 4 March 2017 by Jyotisolanki (Talk | contribs)
Time | Narration |
---|---|
0:00 | સ્વાગત છે! આપણા પાછલા ટ્યુટોરીયલમાં આપણે આપણે શું બદલવા જઈ રહ્યા છીએ અને કેવી રીતે તેને બદલીશું તે સ્થાપિત કર્યું હતું. |
0:08 | આપણે તે કરી ચુક્યા છીએ. |
0:10 | તેથી, હવે હું મારો કોડ ચકાસીશ. |
0:12 | જો આપણે આપણા ડેટાબેઝમાં જોઈએ, આપણી પાસે અહીં કેટલાક રેકોર્ડો છે. |
0:18 | હું અહીં ડેવીડનાં રેકોર્ડને રદ્દ કરીશ કારણ કે આ બીજા ટ્યુટોરીયલથી હતું. |
0:23 | રદ્દ કર્યા બાદ, આપણી પાસે Alex, Kyle, Emily અને Dale નાં રેકોર્ડો છે |
0:28 | અહીં હું ઉદાહરણ તરીકે Kyle નાં રેકોર્ડને ઉપયોગમાં લઈશ અને તેને બીજી વેલ્યુમાં બદલીશ. |
0:33 | આપણે પુષ્ઠને રીફ્રેશ કરીશું અને ખાતરી કરીશું કે તે અપડેટ થયું છે. |
0:38 | હું "Kyle" ને પસંદ કરીશ અને "Karen" માં બદલીશ અને હું "Change" પર ક્લિક કરીશ અને અહીં બધું અદૃશ્ય થઇ ગયું છે. |
0:45 | હવે આપણે કોષ્ટકમાં પાછા આવીશું અને તેને રીફ્રેશ કરવા માટે "Browse" પર ક્લિક કરીશું. |
0:50 | આપણે નીચે સ્ક્રોલ કરીશું અને મેળવીશું કે કઈ પણ બદલાયું નથી. |
0:57 | મને લાગે છે કે મેં એક ભૂલ કરી છે. મારી ભૂલ એ છે કે પહેલા આ "name" હતું અને હવે હું આને "value" માં બદલીશ. |
1:05 | આને "name" નાં બદલે "value" થી સુયોજિત કરવાની જરૂર છે. |
1:09 | "value" એક વેલ્યુ ધરાવે છે... જે કઈ પણ અહીં પસંદ કરાય છે; તેથી વેલ્યુ એ "id" છે. |
1:15 | જયારે આપણે આપણા ફોર્મને સબમિટ કરીએ છીએ, તે અહીં આવશે અને વેલ્યુને અહીં "id" માં સમાવેશ કરાવવામાં આવશે. |
1:24 | તો, મેં સમસ્યાને શોધી લીધી છે અને ઠીક કરી લીધી છે અને હવે હું પાછળ જઈશ અને રીફ્રેશ કરીશ. |
1:30 | અહીં હું ફરી એક વાર "Kyle" ને "Karen" માં બદલીશ. "Change" પર ક્લિક કરવાથી તમે જોઈ શકો છો કે કઈ પણ થયું નથી. |
1:36 | જયારે હું મારા ડેટાબેઝમાં દાખલ થાઉં છું, તમે જોઈ શકો છો કે આપણને Alex, Kyle, Emily અને Dale મળ્યું છે. |
1:42 | જો કે આપણે "Kyle" ને "Karen" માં બદલ્યું છે, આપણી id એ ફેરફારોને દર્શાવવું જોઈએ. |
1:47 | પણ જયારે આપણે "Browse" પર ક્લિક કરી નીચે સ્ક્રોલ કરીએ છીએ, આપણે જોઈ શકીએ છીએ કે "Kyle" હવે "Karen" માં પરિવર્તિત થઇ ગયું છે. |
1:53 | તેથી, તમે ફોર્મોનાં ઉપયોગ વડે વેલ્યુને પણ સુધારી શકો છો. |
1:57 | આ અત્યંત સરળ છે, જ્યાં સુધી તમને આનું પ્રમાણભૂત જ્ઞાન છે. php સોફ્ટવેર, વસ્તુઓને કુશળતાપુર્વક કેવી રીતે વાપરવું, વસ્તુઓની કેવી રીતે ચકાસવું, if સ્ટેટમેંટોને કેવી રીતે વાપરવું, વેરીએબલો ને પાસ કરવું, ખાસ કરીને પોસ્ટીંગ વેરીએબલો ને વગેરે. |
2:15 | તમે આ તમામને શીખવામાં સમર્થ રહેશો, જ્યાં સુધી તમે આ ટ્યુટોરીયલોનાં સામાન્ય સેટ ને શીખી લો છો. |
2:20 | હમણાં સુધી, આ ટ્યુટોરીયલમાં, તમે દાખલ કરવાનું અને સુધારણા કરવાનું અને એજ રીતનું બીજું કઈ શીખ્યું. |
2:28 | છેલ્લી વસ્તુ જે હું તમને બતાવીશ તે છે કેવી રીતે રદ્દ કરવું. |
2:33 | રદ્દ કેવી રીતે કરવું એ બતાવવા માટે, હું આ પુષ્ઠને બંધ કરીશ આ બોક્સને રદ્દ કરીશ અને આ એડિટ કરીશ. |
2:45 | હું "Change" ને "Delete" સાથે બદલીશ. |
2:49 | અહીં હું રેકોર્ડોને રદ્દ કરીશ જ્યાં આપણને એક વિશિષ્ટ નામ બતાવવામાં આવ્યું છે. |
2:55 | આ કરવા માટે, હું અહીં "lastname" ઉમેરીશ. |
3:00 | આપણે આ ફરીથી ન મોકલીશું અને ચાલો "mysql.php" પર પાછા જઈએ. |
3:07 | અહીં આપણી પાસે હવે "Alex Garrett", "Karen Headen" છે જે મારા છેલ્લા ઉદાહરણમાંથી બદલાયું છે. |
3:17 | આપણે "Karen Headen" પર ક્લિક કરીશું અને "Delete" પર ક્લિક કરીશું. આ રેકોર્ડને રદ્દ કરશે. |
3:23 | પરંતુ આ સમયે આ રદ્દ થયું નથી. |
3:26 | પહેલા ખાતરી કરી લઈએ કે આપણા તમામ રેકોર્ડો અકબંધ છે. |
3:30 | તમે અહીં જોઈ શકો છો, આપણા તમામ રેકોર્ડો અકબંધ છે અને હું રદ્દ કરવા માટે એક વિશિષ્ટ રેકોર્ડને પસંદ કરીશ. |
3:38 | ચાલો delete "Emily Headen" લખીએ, તો હું રદ્દ કરવા માટે Emily Headen નાં રેકોર્ડની પસંદગી કરીશ. |
3:44 | હવે આપણે આને "mysql underscore delete.php" કહેવાતા એક નવા પુષ્ઠ પર સબમિટ કરાવવાની જરૂર છે. |
3:51 | આ માટે, આપણે એક નવું પુષ્ઠ બનાવવા માટે જઈ રહ્યા છીએ જેને mysql underscore delete.php તરીકે સંગ્રહીત કરીશું. |
3:58 | આપણે બરોબર એજ રીતે કરીશું જેમ પહેલા કર્યું હતું. |
4:02 | આપણે આપણા connect ને 'require' કરવા જઈ રહ્યા છીએ તેથી આપણને આપણા ડેટાબેઝ સાથે જોડાવાની જરૂર છે. |
4:10 | ઓહ ક્ષમા કરો! ચાલો આપણે પાછા "require connect.php" પર જઈએ અને ફરીથી વેરીએબલો લેશું. |
4:22 | તો ચાલો અહીં "todelete" ટાઈપ કરીએ અને તે અહીં ફરીથી "POST" વેરીએબલ ની બરાબર છે. |
4:29 | આપણે આ ફોર્મને આ પુષ્ઠ પર પોસ્ટ કરીશું અને ચાલો અહીં થોડી વેલ્યુને બદલીએ. |
4:34 | "todelete" લખીએ. |
4:37 | તો આપણે "select name" ને "todelete" માં બદલ્યું છે. |
4:41 | હવે, જો તમે અહીં આ ફોર્મ પર એક નજર નાખશો, હું તમને કોડ ફરીથી બતાવીશ. |
4:46 | અહીં આપણે જોઈ શકીએ છીએ કે દરેક રેકોર્ડનાં દરેક કેસ માટે name વેલ્યુ અને id વેલ્યુ છે. |
4:53 | જો આપણે રીફ્રેશ કરીએ, આપણા ફોર્મનું નામ "todelete" છે અને આપણે તેને દરેક વેલ્યુ માટે લઇ રહ્યા છીએ. |
5:01 | જો Emily નો રેકોર્ડ પસંદ થયેલ છે તો આપણે રેકોર્ડને રદ્દ કરીશું જ્યાં id ૩ બરાબર છે. |
5:08 | ચાલો આપણા કોડ પર પાછા જઈએ અને અહીં આપણું POST વેરીએબલ છે. |
5:13 | આ કેવી રીતે પ્રક્રિયા થાય છે તેનું ઉદાહરણ આપવા માટે હવે હું એકો કરવા જઈ રહ્યી છું. |
5:19 | આપણી પાસે અહીં Emily Headen છે. આપણી પાસે અહીં ૩ છે જેનો અર્થ એ છે કે ડેટાબેઝમાં અથવા કોષ્ટકમાં આપણે આનો ઉપયોગ id ૩ ને રદ્દ કરવા માટે લઇ શકીએ છીએ. |
5:30 | અહીં, આપણે ફરીથી એક નવું વેરીએબલ બનાવીશું અને તેને "mysql underscore query" તરીકે સંબોધીશું. |
5:41 | આની અંદર આપણે કમાંડોનાં એક સંપૂર્ણ નવા સેટ ને વાપરીશું. |
5:45 | આપણે "DELETE FROM" ટાઈપ કરીશું અને આપણા કોષ્ટકને સ્પષ્ટ કરીશું. |
5:51 | ચાલો ટાઈપ કરીએ "people" અને "WHERE id equals "todelete". |
5:56 | "todelete" વેરીએબલ છે જે વ્યક્તિની id છે જે આપણે યાદીમાંથી પસંદ કરી છે. |
6:02 | હવે ચાલો આ ચકાસીએ. ચાલો Emily Headen લખીએ. |
6:08 | Emily Headen નો રેકોર્ડ હજી પણ અસ્તિત્વમાં છે તે જોવા માટે ચાલો આપણા ડેટાબેઝમાં જોઈએ. |
6:13 | રેકોર્ડ હજી પણ અસ્તિત્વમાં છે તે જોવા માટે રીફ્રેશ કરીએ. |
6:18 | જયારે હું "Emily Headen" પર ક્લિક કરું છું અને "Delete" પર ક્લિક કરું છું, કઈ પણ થતું નથી. |
6:21 | આપણે એકો કર્યું નથી પણ રીફ્રેશ કરવા માટે જયારે આપણે "Browse" પર ક્લિક કરીએ છીએ, આપણે જોઈ શકીએ છીએ કે Emily નો રેકોર્ડ ડેટાબેઝમાંથી રદ્દ થઇ ગયો છે. |
6:30 | તો આ ટ્યુટોરીયલનાં સેટમાં, મેં તમને સામાન્ય કમાંડ બતાવ્યા છે જેમ કે, ડેટા ને કેવી રીતે દાખલ કરવું, ડેટા ને કેવી રીતે વાંચવું, કેવી રીતે સુધારણા કરવું, ડેટા ને કેવી રીતે રદ્દ કરવું અને html ફોર્મોમાં સમાવેશ કેવી રીતે કરવું. |
6:43 | જો હું કઈ ભૂલી ગઈ છું, તો કૃપા કરી મને જણાવજો અને હું આ ટ્યુટોરીયલોનાં ભાગોનાં રૂપમાં ઉમેરીશ. |
6:49 | ખાતરી કરો કે તમે મારા દ્વારા અપડેટ સુધારણા માટે ઉમેદવારી નોંધાવો છો. |
6:53 | હું આશા રાખું છું કે તમને આ ટ્યુટોરીયલ ગમ્યું. જોડાવા બદ્દલ આભાર. |
6:55 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. |